• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી કુંડલીયો textborder2

ઘીના કુંડલા (ગાડવા) વેચતા એ શ્રાવકને સહુ કુંડલિયો કહેતા હતા. ઘી વેચવાનો વ્યવસાય કરતો આ શ્રાવક ધર્મ-દર્શનનો ઊંડો જાણકાર હતો. એક વાર નગરમાં ઘી વેચવા નીકળેલા કુંડલિયાએ જોયું તો રાજમાર્ગ પરથી પાલખીમાં બિરાજમાન થઈને આચાર્યશ્રી રત્નાકરસૂરિજી રાજમહેલ ભણી જતા હતા. કુંડલિયો શ્રાવક આ જોઈને વિચારમાં પડયો. એ જાણતો હતો કે આચાર્ય રત્નાકરસૂરિજી ધર્મસિદ્ધાંત, દર્શનશાસ્ત્ર, ન્યાય-વ્યાકરણ, સાહિત્ય, છંદ વગેરે અનેક વિદ્યાઓમાં પારંગત હતા. સકલ શાસ્ત્રમાં નિપુણ અને સ્વ-પર શાસ્ત્રના રહસ્યના પારગામી હતા. રાજા અને પ્રજા સર્વેએ એમના પ્રત્યે માન્öસન્માન દાખવવા માટે રાજસભામાં પગે ચાલીને વિહાર કરવાને બદલે પાલખીમાં બિરાજીને આવવાની આગ્રહભરી વિનંતી કરી. એ પછી ક્રમશઃ આચાર્યશ્રી રત્નાકરસૂરિના ચારિત્ર્યગુણમાં શિથિલતા આવતાં ઓટ આવવા માંડી. એક ભૂલ એકસો ભૂલ સર્જે. સમય જતાં રાજા અને સામંત જેવો સ્વાદિષ્ટ, મિષ્ટ આહાર અને ઉત્તમ કીમતી વસ્ત્રાે વાપરવા લાગ્યા. વખત જતાં મોતી-માણેકની ભેટ પણ સ્વીકારવા લાગ્યા. કુંડલિયા શ્રાવકે આચાર્યશ્રીને વિધિપૂર્વક વંદન કર્યા. રત્નાકરસૂરિજીના વ્યાખ્યાનમાં ગયો. વ્યાખ્યાન બાદ `ઉપદેશમાલા' ગ્રંથની ગાથા કહીને અર્થ પૂછયો. એણે પૂછયું, થ્ડદ્મત્ર્ડણુડળડઠડદ્દદ્ધડથ્ર્ડડદ્ધડટ્ઠ, કડડ્ઢક્રક્રડડડ્ડણુડડ્ડત્ર્ડડડ્ડક્રડક્રડડદથ્ર્ડળડટ્ઠ થ્ર્ડઋક્રડટ્ઠત્ડ પ્ ઊંડત્ખ્ડટ્ઠ ક્રડત્ત્ડડ્ડત્ર્ડ ઊંડઊડત્ખ્ડટ્ઠ, ણૂડહૃડદ્રત્ર્ડ ઊંડઊડત્ખ્ડટ્ઠ ત્ડક્રડટ્ઠ રુડણુડડ્ડત્ર્ડ પ્પ્ (સેંકડો દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ જાળ સમાન, પૂર્વ ઋષિઓએ ત્યાગેલા, યતિ-મુનિઓએ જેનું વમન કર્યુ છે તેવા અને અનર્થ કરનારા એવાં અર્થ (ધન) ને જો વહન કરે અર્થાત્ પાસે રાખે, તો પછી શા માટે નિરર્થક તપ કરે છે ? અર્થાત્ ધનાદિ પરિગ્રહને ગ્રહણ કરનારના તપ-સંયમાદિ નિરર્થક છે.) અનેકાર્થવાદી આચાર્યશ્રીએ પોતાની પ્રજ્ઞા-પ્રતિભાથી સર્વ પંડિતો માન્ય કરે એવા આ શ્લોકના મૂળ અર્થને બદલે એના અનેક જુદા જુદા અર્થ કરી બતાવ્યા. કુંડલિયા શ્રાવકે નમ્રતાથી કહ્યું, `આચાર્યશ્રી! આપની પાસે અદ્દભૂત અર્થ સાંભળ્યો, પરંતુ આવતી કાલે એનો મૂળ અર્થ વિશેષ પ્રકાશિત કરીને મારા આત્માને કૃતાર્થ કરશો તેવી વિનંતીપૂર્વકની મારી પ્રાર્થના સ્વીકારશો.' આમ કહી વંદન કરી કુંડલિયો ઘી વેચવા નીકળી ગયો. ફરી બીજે દિવસે આવ્યો. આચાર્યશ્રીએ શબ્દપર્યાયના આધારે શ્લોકની નવીન વ્યાખ્યા કરી. ત્રીજે દિવસે આવ્યો ત્યારે કદી ન સાંભળ્યો હોય તેવો સાવ નવીન અર્થ કર્યો. આમ ગાથાના અર્થની વ્યાખ્યામાં છ મહિના વીતી ગયા. છ મનહિના બાદ કુંડલિયાએ આવીને કહ્યું, `આચાર્યશ્રી ! ઘી વેચીને ઉપાર્જન કરેલું સઘળું નાણું આજે ખલાસ થઈ ગયું છે. એક જરૂરી કામથી મારે મારા ગામ પાછું જવું પડશે. માત્ર એક વાતનો વસવસો રહેશે કે આપના જેવા મહાન અને સમર્થ ગુરુ મહરાજ પાસેથી ગાથાનો મૂળ અર્થ હું સમજી શક્યો નહીં.' આચાર્યશ્રીએ એને આવતીકાલે ફરી આવવા કહ્યું. તેઓ ખુદ ચિંતનમાં પડયા. પછીને દિવસે ગાથાનો યથાર્થ અર્થ કુંડલિયાને સંભળાવ્યો. શ્રાવક કુંડલિયો આનંદિત થતો ઘેર ગયો. શ્રી રત્નાકરસૂરિજી મહારાજનો આત્મા જાગી ગયો. પોતાના પ્રમાદ માટે પારાવાર પýાાતાપ થયો. તેની આલોચના કરવા શ્રી શત્રુંજય મહાતીર્થ પર જઈને શ્રી આદીશ્વર ભગવાન સમક્ષ વૈરાગ્ય રસથી ભરપૂર સ્તૂતિ કરી, જે સ્તુતી `રત્નાકર પચ્ચીશી' તરીકે ભાવિકોના કંઠે વસી ગઈ.

textborder

advt05.png