• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી ભીમજી સંઘપતી textborder2

ભીમજી સંઘપતિનું જીવન એટલે સત્યપાલનની આકરી અગ્નિપરીક્ષામાં પસાર થનારા સાધકનું જીવન. રાજા હરિýાંદ્ર જેવી સત્યપાલનની અને સત્યને માટે આત્મસમર્પણ કરનારની આ એક મહાકથા છે. ખંભાતના કુશળ વેપારી એવા ભીમજી સંઘપતિ ધનાઢય શ્રેષ્ઠી હતા. તપાગચ્છના આચાર્ય દેવેદ્રસૂરિ માળવાથી વિહાર કરીને ગુજરાતમાં પધાર્યા, ત્યારે એક દિવસ ભીમજીએ આચાર્ય મહારાજને વિનંતી કરી કે કંઈક એવી પ્રતિજ્ઞા આપો કે જેથી મારો જલદી ભવનિસ્તાર થાય. આ સાંભળીને આચાર્ય દેવેદ્રસૂરિએ કહ્યું, `જુઓ, સદાય સત્ય બોલવું એવી પ્રતિજ્ઞા લઈને તેનું યોગ્ય પાલન કરશો, તો તમારું જલદી ક્લ્યાણ થઈ જશે.' સંઘપતિ ભીમજીએ નતમસ્તકે વંદના કરી ગુરુની આજ્ઞા માથે ચડાવી અને પ્રતિજ્ઞા કરી કે હવે હું ક્યારેય અસત્ય બોલીશ નહીં. ગમે તેવી કપરી પરિસ્થિતિ હશે તો પણ સત્યપાલન કરીશ. થોડા જ સમયમાં આ પ્રતિજ્ઞાની આકરી કસોટી થઈ. મહી નદીના કાંઠે વસતા અને લૂંટ કરતા એક પલ્લીપતિ ભીલે ભીમજીને આંતરીને પકડી લીધા અને પછી પૂછયું, `બોલ, તારા ઘરમાં કેટલું ધન છે ?' સત્યવક્તા ભીમજીએ કહ્યું, `ઘરમાં ઘરખર્ચ માટે હજાર રૂપિયા રાખેલા છે.' પલ્લીપતિ ભીલે ભીમજીને ગુપ્ત સ્થાનમાં સંતાડી દીધા અને એમના પુત્રને સંદેશો મોકલ્યો કે તમારા પિતાને અને કેદ કર્યા છે. છોડાવવા હોય તો ચાર હજાર રૂપિયા આપી જાવ. ભીમજીના પુત્રએ બનાવટી સિIા લાવીને ભીલને આપ્યા. આ સિIા જોઈને ભીલને શંકા ગઈ, સાચા છે કે ખોટા તેનું પારખું કરવાનો વિચાર કર્યો. ભીલ જાણતો હતો કે ભીમજી સોની હંમેશાં સાચું બોલે છે, તો એની પાસે જ ખાતરી કરાવું. ભીમજી સોનીએ પુત્રએ આપેલા સિIા જોતાં જ કહ્યં, `આ સિIા તો તદ્દન બનાવટી અને નકલી છે. સાવ ખોટા છે.' ભીમજીની આ વાત સાંભળીને ભીલ વિચારમાં પડી ગયો. એને થયું કે આ તે કેવો સત્યવક્તા ! પોતે બાનમાં છે અને એમનો પુત્ર રૂપિયા આપે તો જ જીવતો પાછો જઈ શકે તેમ છે, તેમ છતાં સચ્ચાઈ એટલી કે પોતાના દીકરાને જૂઠો કહ્યો ! રૂપિયાને નક્લી કહ્યા ! લૂંટારા ભીલને થયું કે ભીમજી ખરો સત્યવાદી છે. એના ક્રૂર હૃદયને ભીમજીના સત્યની આંચ અડી. આવા ધર્મનિષ્ઠ સત્યપ્રિય માનવીને સતાવવાથી તો પ્રભુ ખૂબ નારાજ થાય. આમ વિચારી ભીલે ભીમજીને છોડી મૂક્યા, એટલું જ નહીં પણ તેને પોતાના ગામમાં કામદાર બનાવ્યા. જિનશાસનની એક મહત્તા એ એની બ્રહ્મચર્યની ભાવના છે. પ્રભુ મહાવીર પૂર્વે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચતુર્વિધ વ્રત હતા એમાં ભગવાન મહાવીરે પાંચમું બ્રહ્મચર્ય વ્રત ઉમેર્ય઼ું અને એ વ્રતથી નારીને સ્વતંત્ર સ્થાન મળ્યું અને જીવનમાં સંયમનો પ્રભાવ વધ્યો. આથી સંઘપતિ ભીમજીએ ભારતમાં જે ચતુર્વ્રતધારી સ્ત્રાળ-પુરુષો હોય તેને એક રેશમી સાડી અને પાંચ હીરાગલ વસ્ત્રાેની લહાણી કરી. ભીમજી શેઠના મહેતાજી ગામેગામ ફરીને આની લહાણી કરતા હતા. એમની આજ્ઞાથી મહેતાજીએ માંડવગઢના મંત્રી પેથડશાહ અને એમની પત્ની પદ્મિનીને આ લહાણી કરી. ભીમજી શેઠના મહેતાજી ગામેગામ ફરીને આની લહાણી કરતા હતા. એમની આજ્ઞાથી મહેતાજીએ માંડવગઢના મંત્રી પેથડશાહ અને એમની પત્ની પદ્મિનીને આ લહાણી આપી. આ લાહણીનો મૂળ ઉદ્દેશ જાણીને બત્રીસ વર્ષના પેથડશા અને એમનાં પત્નીએ સજોડે બ્રહ્મચર્યવ્રત ધારણ કર્ય઼ું અને આ વસ્ત્રાે પહેરીને ભાવથી જિનપૂજા કરી. અડગ સત્યનિષ્ઠા, ઉત્કૃષ્ટ ગુરુભક્તિ અને ચતુર્થવ્રતના અનુમોદનની પ્રબળ ભાવનાને કારણે આજે પણ ભીમજી સંઘપતિનું સ્મરણ કરાય છે.

textborder

advt04.png