• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી પેથડશા textborder2

84 જિનાલય, અનેક ઉપાશ્રય, પેથડવિહાર મંદિર અને ગ્રંથભંડારનું નિર્માણ કરનારા પેથડશાએ અનેક ધર્મકાર્યો કર્યા. એક વખત ખંભાતના સંઘપતિ ભીમજીએ સત્પાત્ર દાનની ભાવનાથી ચતુર્થ વ્રતધારીઓને (બ્રહ્મચર્ય પાલનનું વ્રત ધરાવનારાઓને) વસ્ત્રદાન કર્ય઼ું. એ વસ્ત્રની એક જોડી પેથડ મંત્રીને મોકલી. એ વસ્ત્ર પહેરીને યુવાનીમાં જ પેથડ અને એમની પત્નીએ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્ય઼ું. એમ કહેવાય છે કે બ્રહ્મચર્યથી એમની આત્મશક્તિનો એવો તો વિકાસ થયો કે એક વાર રાણીને કાલજ્વર થયો હતો, તે પેથડશાનું વસ્ત્ર પહેરતાં જ્વર ઊતરી ગયો હતો. રાજાના મદાંઘ હાથી પર એ વસ્ત્ર નાખતાં શાંત થઈ ગયો હતો. માંડવગઢના મંત્રી પેથડશાની ઈચ્છાને કારણે રાજાએ રાજ્યમાં અમારિ ઘોષણા (અહિંસાપાલનના ઘોષણા) કરી હતી. પેથડ મંત્રીએ સાત લાખ યાત્રાળુઓનો છ'રી પાળતો સંઘ પણ કાઢયો હતો. પેથડશા અગમચેતી ધરાવતા રાજપુરુષ હતા. વિક્રમની 13મી સદીના અંત અને 14 મી સદીના આરંભકાળના એ સમયે અલ્લાઉદ્દીન ખીલજીની ક્રુરતાને કારણે પ્રજા ત્રાહિમામ્-ત્રાહિમામ્ પોકારતી હતિ. સંખ્યાબંધ દેવમંદિરો અને ધર્મતીર્થો ધરાશાયી બન્યાં હતાં. ધર્મશાસ્ત્રાેના ભંડાર આગમાં ભસ્મીભૂત બનીને ખાખ થયા હતા અને દેવમૂર્તિઓ પર સર્વનાશ વરસવામાં કશું બાકી રહ્યું નહોતું. આવે સમયે માંડવગઢના મંત્રી પેથડશાએ રાજ્યના કોટ-િકલ્લા મજબૂત કરાવ્યા હતા. અન્નભંડારો ભરાવી લીધા હતા. માંડવગઢનું રાજ્ય એ પતનના કારમા કાળમાં અને ગો]ારા સમયમાં શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય ગણાતું હતું. વિશાળ સત્તા, અઢળક સંપત્તિ અને અમીટ કીર્તિની વચ્ચે જીવતા પેથડશાની ધર્મભાવના એટલી જ અનેરી હતી. પ્રભુભક્તિ અને સાધર્મિક ભક્તિના માર્ગે એમની સંપત્તિ વહેતી હતી. આ સમયે દક્ષિણ ભારતનું દેવગિરિ (દોલતાબાદ) નામાંકિત નગર ગણાતું હતું. અહીં ધર્મદ્વેષને કારણે જૈન ધર્મનો પ્રસાર અશક્ય બન્યો હતો. આ સમયે મંત્રી પેથડશાએ વિચાર કર્યો કે આવા જાણીતા નગરમાં એકાદ જિનપ્રાસાદ તો હોવો જોઈએ. વિચત્રણ મંત્રી પેથડશાએ દેવગિરિથી થોડે દૂર આવેલા ઓંકારપુર નગરમાં દેવગિરિના હેમ નામના પ્રધાનના નામથી દાનશાળા શરૂ કરી. દાનશાળઅની નામના સાથે પ્રધાનની કીર્તિ ચોમેર પ્રસરતી ગઈ. હેમ પ્રધાને તપાસ કરી તો જાણ થઈ કે માંડવગઢના મંત્રી પેથડશા પોતે અઢળક ધન ખર્ચીને એમને યશ અપાવે છે. દુનિયામાં પારકાના ભોગે પોતે યશ લેનારાનો પાર નથી. પોતાના ભોગે પારકાને યશના ભાગી બનાવનાર તો કોઈ વિરલા જ હોય. હેમ પ્રધાને મંત્રી પેથડશાને મળવા બોલાવ્યા. પેથડશાએ કહ્યું કે દેવગિરિ નગરમાં મારા ઈષ્ટ દેવનો ભવ્ય પ્રાસાદ બનાવવો છે. પૈસાની કોઈ કમીના નથી. માત્ર આપની રાજધાનીમાં આને માટે યોગ્ય જમીન આપવાની કૃપા કરો. પ્રધાન હેમે પેથડશાને વચન આપ્યું દેવગિરિની ધરતી પર આજે પણ `અમૂલિક વિહાર' જિનપ્રસાદ પેથડશાની ધર્મભાવનાની યશોગાથા સંભળાવે છે.

textborder

advt01.png