• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી મહણસિંહ textborder2

દિલ્હીના ધર્મપરાયણ મહણસિંહની સત્યવાદી તરીકે સર્વત્ર ખ્યાતિ વ્યાપેલી હતી. એ આચાર્ય દેવસુંદરસૂરિ અને આચાર્ય સોમસુંદરસૂરિનો ભક્ત શ્રાવક હતો. એક વખત એણે છ દર્શનો અને ચોર્યાસી ગચ્છોના સર્વ સાધુ-સંન્યાસીઓને નિમંત્રિત કર્યા હતા. ચોર્યાસી હજાર ટકા ખર્ચીને સહુનું અભિવાદન કર્ય઼ું હતું. આ મંગલ પ્રસંગે પંન્યાસ દેવમંગલમણિ મહોતસ્વના બીજા દિવસે દિલ્હી પહોંચી શક્યા, ત્યારે એ દિવસે પણ મહણસિંહે નગરપ્રવેશ મહોત્સવ અને લઘુ સંઘપૂજા કરી. આ ધર્મકાર્યમાં એણે છપ્પન હજાર ટકા ખર્ચ્યા. છ દર્શનોના પોષક મહણસિંહની દાનગંગા ધર્મને માર્ગે અવિરત વહેતી હતી. આ જોઈને કોઈ દ્વેષીએ દિલ્હીના બાદશાહ ફિરોજશાહ તુઘલકના કાન ભંભેર્યા કે મહણસિંહ પાસે તો લાખો રૂપિયાની વિપુલ ધનરાશિ છે. કોઈ ને કોઈ રીતે એને દંડ કરીને આટલું ધન પડાવી લો ! બાદશાહ ફિરોજશાહે મહણસિંહને હાજર થવા હુકમ કર્યો. એમણે મહણસિંહને પૂછયું, ``તમારી પાસે કેટલું ધન છે ?'' શ્રાવક મહણસિંહે નમ્રતાથી ઉત્તર આપ્યો, ``જહાંપનાહ, મારે ગણતરી કરવી પડશે. આવતી કાલે સઘળું ધન ગણીને આપને જણાવીશ.'' પોતાની સંપત્તિની ગણતરી કરીને બાદશાહ ફિરોજશાહ પાસે આવેલા મહણસિંહે કહ્યું, ``મારી પાસે ચોર્યાસી લાખનું જૂનું નાણું છે.'' બાદશાહ મહણસિંહની આવી સચ્ચાઈથી ખુશખુશાલ થઈ ગયા. એણે એક પાઈ પણ છુપાવી નહોતિ ! બાદશાહે મહણસિંહને સોળ લાખ નાણાં રાજભંડારમાંથી આપીને એને કરોડપતિ બનાવ્યો. મહણસિંહ તરફ દ્વેષ અનુભવતા બાદશાહના મનમાં આદરનો સાગર ઊમટયો. પોતાના રાજમાં કરોડપતિ વસે છે, એનું ગૌરવ બાદશાહને લેવું હતું ! બાદશાહે પોતાના હાથે એની હવેલી પર ``કોટિધ્વજ'' ફરકતો કર્યો. મહણસિંહે કહ્યુષં, ``જીવન ધર્મ માટે છે. ધર્મ કરતાં મૃત્યુ આવે તો તેય આવકાર્ય છે. જંગલ હોય કે સ્મશાન, મકાન હોય કે મેદાન ö સૂર્યાસ્ત સમયે હું અવશ્ય પ્રતિક્રમણ કરું છું.'' મહણસિંહની ધર્મનિષ્ઠાથી ખુશ થયેલા બાદશાહે હુકમ કર્યો કે મહણસિંહ પ્રતિક્રમણ કરવા બેસે ત્યારે એકસો સૈનિકોએ એમનું રક્ષણ કરવું. એક વાર બાદશાહે મહણસિંહના નિયમની દૃઢતાની કસોટી કરવા માટે એને હાથે-પગે બેડીઓ પહેરાવીને અંધારિયા કેદખાનામાં પૂરી દીધા. બાદશાહને જોવું હતું કે હવે મહણસિંહ કરે છે શું ? કઈ રીતે પાળે છે એનો નિયમ ? મહણસિંહે કેદખાનાના રક્ષકને કહ્યું કે પ્રતિક્રમણના સમય પૂરતું જો એ બેડી કાઢી નાખે તો એને રોજ બે સોનામહોર આપશે. આમ મહણસિંહનું પ્રતિક્રમણ પ્રતિકૂળતા વિના થવા લાગ્યું. બાદશાહને આની જાણ થઈ, ત્યારે તેઓ મહણસિંહની નિષ્ઠા અને શ્રદ્ધાથી પ્રભાવિત થયા અને મહણસિંહને રાજ્યના કોષાધ્યક્ષ બનાવ્યા.

textborder

advt03.png