• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી મોતિશા textborder2

જૈન ધર્મની એક આગવી વિશેષતા તે ખોડાં બની ગયેલાં અબોલ પ્રાણીને માટે પાંજરાપોળ કરવાની છે. જીવદયાના આ ધર્મમાં અબોલ પ્રાણીની વેદના જાણવામાં, સમજવામાં અને તેને નિવારવામાં આવી છે. પાંજરાપોળ સંસ્થાને જોતાં આપોઆપ મોતીશા શેઠના જીવનની મહત્તાનું સ્મરણ જાગે છે. ખંભાતના શેઠ અમીચંદના પુત્ર મોતીચંદનો જન્મ વિ.સં. 1838માં થયો. મોતીચંદ શેઠે એમની કુશાગ્ર બુદ્ધિ, વેપારી સાહસ અને ગણતરીભરી દીર્ઘદૃષ્ટિથી બાહેશ વેપારી અને હોશિયાર દલાલ તરીકે ધંધાનો વિકાસ સાધ્યો. માત્ર પાંચ વર્ષના વેપારમાં તો તેઓ લખપતિ બની ગયા. મોતીશા શેઠ જે કોઈ કાર્ય કરવાનું નIાળ કરે, તેને સિદ્ધ કરવા રાત-દિવસ પુરુષાર્થ કરતા. એક દાયકામાં તો તેમણે ચાલીસ વહાણોનો દેશદેશાવર ખેડતો મોટો કાફલો મહાસાગરમાં વહેતો મૂકી દીધો. બહેરીનથી ચીન સુધી એમનો વેપાર ચાલતો હતો. વહાણવટાના ક્ષેત્રનો અંગ્રેજોનો ઈજારો તોડનાર પહેલા હિન્દી મોતીશા શેઠ મહાસાગરના મહારથી બન્યા. ભારતનાં બંદરો ઉપરાંત અરબસ્તાન, જાવા, સુમાત્રા, ચીન, લંકા વગેરે દેશોમાં તેમનું નામ મશહૂર હતું. સંપત્તિપ્રાપ્તિની સાથોસાથ સખાવતોની દાનગંગા વહેવા લાગી. મુંબઈમાં કૂતરાઓની ક્રૂર રીતે હત્યા થતી હતી. અંગ્રેજોના બહેરા કાનને કૂતરાઓની દયામણી ચીસો સંભળાતી નહોતી. ઠેક-ઠેકાણે કૂતરાઓના શબના ઢગ ખડકાયા. આ સમયે મોતીશા શેઠે ગવર્નરને મળીને આ નિદર્યતા દૂર કરી. બીજી બાજુ એમણે વિચાર્ય઼ું કે આવા અપંગ અને રખડતા ઢોરોના યોગ્ય પાલન માટે પાંજરાપોળની જરૂર છે. સંઘમાં સર્વમાન્ય એવા મોતીશા શેઠે પાંજરાપોળ સંસ્થાનો પાયો નાખ્યો. હિન્દુઓ, પારસીઓ અને વહોરા કોમે સાથ આપ્યો. કૂતરાઓની હત્યામાંથી પાંજરાપોળનો વિચાર જાગ્યો, પણ એમાં ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઉંદર, કબૂતર વગેરે જીવો માટે પણ વ્યવસ્થા થઈ. મોતીશા શેઠ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા વારંવાર જતા. વેપારની સફળતામાં આને કારણભૂત માનતા. મુંબઈના લોકોને શત્રુંજય તીર્થની યાત્રાનો લાભ મળે, તે માટે ભાયખલામાં વિશાળ જગા લઈને વિ.સં. 1885માં આદીશ્વર ભગવાનનું દેરાસર બંધાવ્યું અને રાયણપગલાં, સૂરજકુંડ વગેરે કરાવીને શત્રુંજયની આદીશ્વરની ટૂંક જેવી રચના કરાવી. મોતીશા શેઠનો લાખોનો માલ લઈને એક વહાણ ચીનની સફરે ગયું હતું. શેઠને એ ફિકર હતી કે જો વહાણના માલને કંઈ થશે તો મોટી આપત્તિ આવશે. પોતાની ચિંતા એમણે પરમાત્માને સોંપી દીધી. વહાણ પાછું આવે તે તેમાંથી મળનારા નફાની રકમથી શ્રી શત્રુંજય મહાતીર્થ પર દેવવિમાન જેવું ભવ્ય પ્રાસાદ રચવાનો મહાસંકલ્પ કર્યો. સદ્દભાગ્યે વહાણ પાછું આવ્યું અને મોતીશા શેઠે શ્રી શત્રુંજય તીર્થ પર જિનાલયો રચવા માટે મહુવાના કુશળ સ્થપતિ રામજી સૂત્રધારને બોલાવ્યો. એણે શત્રુંજય પર્વતની બે પાંખ વચ્ચેની ખીણનો બસો ફૂટ જેટલો ઊંડો ખાડો પસંદ કર્યો. એમાં કુંતાસર તળાવ પણ હતું. આવી જગાએ જિનાલયનોનું નિર્માણ કરવું કઈ રીતે ? પરંતુ મોતીશા શેઠ મહાત થવામાં માનતા નહોતા. એમણે આ ભગીરથ કામ શરૂ કરાવ્યું. 1100 કારીગર અને 3000 મજૂરો કામે લાગ્યા. એંસી હજાર રૂપિયાનાં દોરડાં વપરાયાં. વર્ષ પર વર્ષ વીતવાં લાગ્યાં. મુંબઈના શાહસોદાગર મોતીશાહ ત્રણ શિખર, ત્રણ ગભારા અને ત્રણ મજલાના દેવવિમાન જેવા મુખ્ય દેરાસરરૂપે પોતાની ભાવનાને કંડારતી જોઈને પ્રસન્ન થતા હતા. મોતીશા શેઠની તબિયત લથડતી હતી. આથી એમણે એક પછી એક કામ આટોપવાનું શરૂ કર્ય઼ું. પ્રતિષ્ઠાનું મુહૂર્ત દૂર હતું. વિ.સં. 1892ના ભાદરવા સુદ એકમના રોજ 54 વર્ષની ઉંમરે મોતીશા શેઠ દેહમુક્ત થયા. પર્યુષણ પર્વના એ પવિત્ર દિવસો હતા. મહાવીર જન્મવાચન ચાલતું હતું અને આ સાહસિક શેઠનું પ્રાણપંખેરું દેહનો માળો છોડી ગયું. શેઠનાં પત્ની દિવાળીબાઈએ મોતીશા શેઠની એ ભાવના પૂર્ણ કરી. પાલીતાણામાં 86000ના ખર્ચે વિશાળ ધર્મશાળા બંધાવી. એનું મહત્ત્વ એટલું કે શત્રુંજયની યાત્રાએ જે કોઈ સંઘ આવે તેના સંઘપતિને પ્રવેશતિલક શેઠ મોતીશાહના નામથી કરાય છે.

textborder

advt03.png