• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી ત્રિશલામાતા textborder2

તેજસ્વી, તપસ્વી અને જગતારક મહાન પુત્ર વર્ધમાનને જન્મ આપવાનું અવર્ણનીય ગૌરવ ત્રિશલામાતા ધરાવે છે. એમના જીવનની મહત્તાને કારણે તેઓ સદૈવ પૂજનીય અને વંદનીય બની રહ્યા. ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થના રાણી અને વૈશાલી ગણરાજ્યના રાજા ચેટકની બહેન ત્રિશલાના માતૃત્વનો મહિમા અપરંપાર છે અને કાવ્યસર્જકોએ એનું હૃદયસ્પર્શી વર્ણન કર્ય઼ું છે. દેવાનંદાના 82 દિવસના ગર્ભને લઈને હરિણૈગમેષી દેવ અને રાજા સિદ્ધાર્થની પટરાણી ત્રિશલાદેવીના ઉદરમાં મૂકે છે. એક શુભ રાત્રિએ રાણી ત્રિશલા પોતાના શયનખંડમાં સૂતી હતી ત્યારે અંતિમ પ્રહરમાં એણે સુખદાયક 14 સ્વપ્નો જોયાં. આ મહામંગલકારી 14 સ્વપ્નોનું વર્ણન એણે પોતાના પતિ રાજા સિદ્ધાર્થને કર્ય઼ું. રાજાએ તત્કાળ સ્વપ્નપાઠકોને બોલાવીને રાણી ત્રિશલાએ જોયેલાં 14 સ્વપ્નોનો ભાવિસંકેત પૂછયો, સ્વપ્નપાઠકોએ આનો સંકેત પ્રગટ કરતાં કહ્યું, `હે રાજન ! આપને ત્યાં સિંહ સમાન નિર્ભય અને દિવ્ય શક્તિવાળો પુત્ર જન્મશે. એ કાં તો ધર્મચક્રવર્તી થશે અથવા તો રાજ્યચક્રવર્તી બનશે.' માતા ત્રિશલાના ઉદરમાં રહેલા ગર્ભસ્થ વર્ધમાન વિચારે છે કે મારા વિકસતાં અંગોપાંગ અને મારું હલનચલન માતાને કેટલી બધી આકરી પીડા આપે છે ? મારે તો સર્વ જીવોનું શ્રેય સાધવાનું છે, ત્યારે અત્યંત ઉપકારી એવી માતાને મારા હલનચલનની પીડા થાય તે કેમ ચાલે ? આથી ત્રિશલામાતાના ઉદરમાં રહેલો ગર્ભ શાંત થયો. ત્રિશલાના તનથી અકળામણ ઓછી થઈ, પણ મનની અકળામણ એકાએક વધી ગઈ. ત્રિશલાને શંકા જાગી કે શું કોઈ દેવે મારો ગર્ભ હરી લીધો હશે કે પછી મારો ગર્ભ ગળી ગયો હશે! આમ જુદી જુદી શંકા-કુશંકા કરતાં ત્રિશલામાતા આક્રંદ કરવા લાગ્યા. રાજા સિદ્ધાર્થ ચિંતાતુર બન્યા. રાજમહેલમાં ચાલતાં નાટકો અને આનંદપ્રમોદ થંભી ગયાં અને વીણા તથા મૃદંગ વાગતાં બંધ થઈ ગયાં. ત્રિશલામાતા મૂર્છિત બની ગયાં. આ સમયે ગર્ભસ્થ વર્ધમાને અવધિજ્ઞાનથી માતા, પિતા અને પરિવારજનોને શિકવિહ્વળ જોયાં. એમણે વિચાર્ય઼ું કે મેં જે કામ માતાનાં સુખને માટે કર્ય઼ું, તેનાથી તો ઊલટું દુખ નિષ્પન્ન થયું. અમૃત ધાર્ય઼ું હતું, તે વિષ બન્યું ! આ ઘટનાએ વર્ધમાનના મહાન આત્માના મન પર પ્રગાઢ અસર કરી. એમણે વિચાર્ય઼ું કે માતાને પુત્ર પર કેવો અજોડ પ્રેમ હોય છે! હજી તો હું ગર્ભમાં છું, માતાએ મારું મુખ પણ જોયું નથી, છતાં કેટલો બધો અસીમ પ્રેમ ! આવાં વહાલસોયાં માતા-િપતા હોય અને હું સંયમ ધારણ કરું તો એમને ઘણું દુખ થાય. આથી અભિગ્રહ કરું છું કે માતા-િપતાની જીવિત અવસ્થામાં હું સંસારનો ત્યાગ કરીને દીક્ષા નહીં લઉં. જન્મ પૂર્વે ભગવાને પહેલો ઉપદેશ આપ્યો માતૃભક્તિનો. વિ.સં. પૂર્વે 543ની ચૈત્ર સુદ 13ની મધ્યરાત્રિએ રાજકુમાર વર્ધમાનનો જન્મ થયો. પૃથ્વી અને પાતાળમાં લોકોત્તર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. છપ્પન દિક્કુમારિકાઓ ભગવાનના જન્મ પ્રસંગે પોતાનું કર્તવ્ય બજાવવા જન્મની રાત્રે જ આવી પહોંચી. આ કુમારિકાઓએ નાટય, નૃત્ય અને ગીત આદર્યા. નજરની સામે જાણે સ્વર્ગ સાકાર કર્ય઼ું. રાજકુમાર વર્ધમાન યુવાન થતાં રાણી ત્રિશલાએ એમનો યશોદા સાથે વિવાહ કરાવ્યો અને માતાની ઈચ્છાની માન્ય રાખતા વર્ધમાને વિવાહ કર્યો. ત્રિશલાદેવીએ પોતાનો અંત સમય નિકટ જાણીને પાપોની આલોચના કરી, ચતુર્વિધ આાહરનો ત્યાગ કરી અનશાન કર્ય઼ું અને મરણાંતિક સંલેખનાથી દેહત્યાગ કરી બારમા સ્વર્ગમાં સિધાવ્યા. ત્રિશલામાતા એ કોઈ સામાન્ય પુત્રની જનની નહીં, બલકે ત્રિકાળદર્શી, દીર્ઘ તપસ્વી, અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરને જન્મ આપનારી જનની છે, જે પ્રભુ મહાવીરની સેવા કરવા માટે ખુદ ઈદ્રરાજ સદૈવ આતુર રહેતા હતા.

textborder

 

advt03.png