• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી રેવતી textborder2

ભગવાન મહાવીરનો એક સમયનો શિષ્ય ગોશાલક એમનો પ્રબળ હરીફ બન્યો હતો. ક્રોધથી ઘેરાયેલા ગોશાલકે ભગવાન મહાવીરને ભસ્મ કરવા માટે તજોલેશ્યા છોડી, પરંતુ તેજોલેશ્યાનું મહાવર્તુળ ભગવાન મહાવીરની પ્રદક્ષિણા કરીને ગોશાલકના મુખમાં પાછું ફર્ય઼ું. આથી બિહામણો બનેલો ગોશાલક સાત દિવસમાં મૃત્યુ પામ્યો. પ્રભુ મહાવીરને તેજોલેશ્યાની અસર થઈ અને તેને પરિણામે છ મહિના સુધી અતિસારના રોગની પીડા થઈ. ભગવાન મહાવીરનું શરીર અત્યંત કૃશ થવા લાગ્યું. એમની આવી પીડા અને સ્થિતિ જોઈને એમનો શિષ્યગણ ચિંતિત બનીને સંતાપ કરવા લાગ્યો. ભગવાનની શારીરિક વ્યાધિની વાત સર્વત્ર ફેલાઈ ગઈ. માલુકાકચ્છમાં આકરી તપýાર્યા કરતા ભગવાનના શિષ્ય `િંસહ' અનગાર છઠ્ઠ (બે દિવસના ઉપવાસ) ના તપની સાથે ઉનાળાના ભીષણ તાપમાં આતાપના લેતા હતા, ત્યારે એમણે ભગવાનની શારીરિક હાલતની વાત સાંભળી ને એમનું હૈયું વલોવાઈ ગયું. સર્વજ્ઞ અંતર્યામી મહાવીરે પોતાના શિષ્યને બોલાવીને કહ્યુષં કે ભદ્ર અને સરળ પ્રકૃતિનો મારો અંતેવાસી સિંહ અનગાર પારાવાર રુદન કરી રહ્યો છે તો એને જલદી અહીં બોલાવી લાવો. સિંહ અનગાર આવ્યા અને ભગવાને કહ્યું, ``તું કોઈ પણ પ્રકારના અનિષ્ટના કલ્પના કરીશ નહીં. હું હજી સાડા પંદર વર્ષ સુધી આ પૃથ્વી પર વિહાર કરવાનો છું.'' સિંહ અનગારે નમ્રતાથી પૂછયું, ``આપનું શરીર રોજે રોજ ક્ષીણ થતું જાય છે. આ રોગમુક્તિનો કોઈ ઉપાય ખરો?'' ભગવાને કહ્યું, ``મેઢિપંગેવ નામના ગામમાં ઓષધનિર્માણમાં નિપુણ રેવતીએ કોળાપાક અને બિજોરાપાક નામની બે ઔષધિ બનાવી છે. આ કોળાપાકની ઔષધિ મારે મારે બનાવી છે, જેની મારે જરૂર નથી. એણે બનાવેલી બિજોરાપાકની ઔષધિ મારા રોગનિવારણ માટે યોગ્ય છે.'' રેવતી અનેક પ્રકારની ઔષધિઓ અથવા પાક તૈયાર રાખતી હતી. આસપાસનાં નગરજનો અને ગ્રામજનોને ઔષધિ દ્વારા વ્યાધિમુક્ત કરતી હતી. ઘણા સાધુ અને પરિવ્રાજક પણ એેણે બનાવેલી ઔષધિનું સેવન કરીને પોતાની શારીરિક પીડાથી મુક્તિ મેળવતા હતા. આહ્લાદિત સિંહ અનગાર ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને રેવતીને ઘેર ગયા. સિંહ અનગારે અશ્રુભીની આંખે કહ્યંષ, ``અર્હત્ પ્રભુ દાહજ્વરથી પીડિત છે. એમને માટે તમે બનાવેલા કોળાપાકની એમને જરૂર નથી, પરંતુ અન્યને માટે બનાવેલા બિજોરાપાકની આવશ્યકતા છે.'' રેવતીને પારાવાર આýાર્ય થયું કે ઔષધિનિર્માણના ગુપ્ત રહસ્યનો કેવી રીતે ખ્યાલ આવી ગયો હશે ? ત્યારે સિંહ અનગારે પોતાના ગુરુના જ્ઞાનનો મહિમા વર્ણવ્યો. શ્રાવિકા રેવતીએ અત્યંત શ્રદ્ધાભાવથી બિજોરાપાક વહોરાવ્યો. એના સેવનથી ભગવાન મહાવીર રોગમુક્ત થયા. એમનો ચહેરો પૂર્વવત્ ચમકવા લાગ્યો. ભગવાનને પૂર્ણ સ્વસ્થ જોઈને સર્વત્ર પ્રસન્નતા ફેલાઈ ગઈ. કેવું મહાન કામ ! કેવું ઉત્તમ દાન !

textborder

 

advt03.png