• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી સુલસા textborder2

ભગવાન મહાવીર સમવસરણમાં દેશના આપતા હતા, ત્યારે રાજગૃહી નગરી તરફ જઈ રહેલા અંબડ પરિવ્રાજકને કહ્યંષ, ``તમે રાજગૃહી જાઓ ત્યારે શ્રાવિકા સુલસાને મારા ધર્મલાભ કહજો.'' અંબડ પરિવ્રાજકને થયું કે પ્રભુ મહાવીર જે શ્રાવિકાને ધર્મલાભ કહેવડાવે. તે શ્રાવિકા ધર્મ અને વ્રતથી કેવી સુશોભિત હશે ! અંબડ પરિવ્રાજકને સુલસાની ધર્મભાવનાની અગ્નિપરીક્ષા લેવાની ઈચ્છા થઈ, એણે બ્રહ્માનું રૂપ લીધું અને નગરીના પૂર્વ દ્વાર પર ચાર મુખ, રાજહંસ પર સવારી, અર્ધાંગે સાવિત્રીöએમ સાક્ષાત્ બ્રહ્મા હોવાનો દેખાવ સર્જ્યો. પરંતુ ધર્મનિષ્ઠ સુલસાની પ્રભુનિષ્ઠા સહેજે ચલિત થઈ નહીં, બીજે દિવસે એણે શંકરનું, ત્રીજે દિવસે શ્રી વિષ્ણુનું અને ચોથા દિવસે તીર્થંકરનું રૂપ લીધું. તીર્થંકરની 64 ઈદ્રો સેવા કરતા હોય, આસપાસ અષ્ટ મહાપ્રતિહાર્ય અને અનુપમ સમવસરણ રચાયું હોય, અને એમાં પચ્ચીસમા તીર્થંકર બિરાજમાન હોય, તેવું દૃશ્ય ઊભું કર્ય઼ું. અંબડને એમ હતું કે ગમે તેમ તોય તીર્થંકરનાં દર્શન કરવા તો સુલસા આવશે જ, પરંતુ સુલસા આવી નહિ, આખરે અંબડે કોઈની સાથે સુલસાને આવવા માટે નિમંત્રણ મોકલ્યું. સુલસાએ નિયંત્રણ લાવનારને પ્રત્યુત્તર આપ્યો, ``મહાનુભાવ! આ પચ્ચીસમા તીર્થંકર નથી, બલ્કે કોઈ ધૂર્ત અન માયાવી માનવી તીર્થંકર બની બેઠા છે. તીર્થંકર ભગવાન પધારે તેની જાણ તો વાયુ અને વનસ્પતિથી પણ સહુને થઈ જાય. આજે એવું કશું થતું નથી, બલ્કે એમના આગમનની જાણ કરવી પડે છે. સુલસાની અડગ ધર્મશ્રદ્ધા જોઈને અંબડે એનાં જુદાં જુદાં રૂપ સમેટી લીધા. સુલસાને ઘેર આવીને એણે કહ્યું, ``તમે સાથે જ અત્યંત ભાગ્યશાલી છો. ચંપાનગરીમાં બિરાજતા ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં તમને મારા દ્વારા ધર્મલાભ કહેવડાવ્યા છે.'' આ સાંભળી સુલસા ભક્તિથી ગદ્દગદિત બની ગઈ. એની ભક્તિ અને શ્રદ્ધાથી અંબ પરિવ્રાજક ખુશ થયો. સુલસા ગુણવતી, શીલવતી અને શાંતિપ્રિય સ્વભાવની હતી. એને પુત્રયોગ નહીં હોવાથી એણે એના પતિને અન્ય કન્યા સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ એના પતિ નાગે કહ્યું, ``મારા ભાગ્યમાં પુત્રયોગ હશે તો તે તારાથી જ.'' એ પછી સુલસાએ તપýાર્યા અને ધર્મઆરાધના શરૂ કરી. એની ભાવવિશુદ્ધિવાળી આરાધનાથી પ્રસન્ન થયેલા ઈદ્રે દેવસભામાં એની પ્રશંસા કરતાં હરિનૈગમેષીદેવે તેની કસોટી કરી. સુલસાની સ્વસ્થતા, સંકલ્પશક્તિ અને જિનભક્તિ જોઈને દેવ એમને આશીર્વાદ આપ્યા અને સુલસાને બત્રીસ પુત્રો થયા. સુલસાએ પુત્રોને ધર્મ, કલા, નીતિ અને શાસ્ત્રમાં પારંગત કર્યા, પરંતુ રાજગૃહી નગરીના શ્રેણિક રાજાના ક્ષમાં રહીને ચેટક રાજા સામે લડતાં એના બત્રીસે પુત્રો યુદ્ધમાં હોમાઈ ગયા. સુલસા પારાવાર શોકમાં ડૂબી ગઈ. નગરજનો એમાં સહભાગી થવા આવ્યા. આ સમયે અભયકુમારે શોક કરવાથી આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન થતાં વિશેષ કર્મબંધ થાય છે એમ કહીને સુલસા અને નાગને શાંતિ આપી અને સમાધિમરણ પામી દેવલોકમાં સિધાવી.

textborder

 

advt01.png