• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી દુર્ગતા નારી textborder2

જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. શુદ્ધ ભાવથી થયેલું નાનકડું અનુષ્ઠાન પણ કર્મમેલને નષ્ટ કરનારું છે. આ ભાવરસાયણ આત્માને ઉન્નત બનાવે છે. ભગવાન મહાવીરના સમયમાં થયેલી દુર્ગાતાનારીનું ચરિત્ર આનું જીવંત ઉદાહરણ છે. અત્યંત ગરીબ એવી દુર્ગાતાનારી જંગલ જઈ લાકડીઓ એકઠી કરતી હતી. એનો ભારો બાંધી લાવીને એને નગરમાં વેચતી હતી. જંગલમાં જતી દુર્ગાતાનારીએ એક કૌતુક જોયું. એણે જોયું કે કાકંદીપુર નગરના ઉદ્યાનમાં ભગવાન મહાવીર પધાર્યા હતા. એમનાં દર્શન માટે આકાશમાં દેવવિમાનમાં બેસીને દેવો એ તરફ જતા હતા. વિદ્યાધરો અને કિન્નરો પણ જતા હતા. રથમાં બેસીને રાજા-મહારાજાઓ જતા હતા. અસંખ્ય નરનારીઓ પગપાળા કાકંદીપુરના ઉદ્યાનમાં બિરાજમાન પ્રભુ મહાવીરનો ઉપદેશ સાંભળવા જઈ રહ્યા હતા. ભગવાન મહાવીરની ધર્મદેશના માટે દેવોએ સમવસરણની રચના કરી હતિ. વાયુકુમાર દેવતાઓએ ભૂમિ પરથી કચરો અને કંટકો દૂર કરી જાય. મેઘકુમાર દેવો સુગંધી જળનો છંટકાવ કરીને એ સ્થળને સુવાસિત કરે. એ સમયે છ ઋતુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરે અને વ્યંતર દેવતાઓ જમીનથી સવા કોશ ઊંચી સુવર્ણ અને રત્નોથી શોભતી ઊંચી પીઠ બનાવી આપે. દસ હજાર પગથિયાં ઊંચો ચાંદીનો ગઢ ભુવનપતિ દેવતાઓ રચે છે. એ ગઢ પર સમતલ ભૂમિ બનાવે છે. જ્યોતિષી દેવતઓ પાંચ હજાર પગથિયાંવાળા સુવર્ણ ગઢની રચના કરે છે. દુર્ગતાનારીને શુભ પુણ્યકર્મના યોગથી સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરનાં દર્શનની અને એમની દેશના સાંભળવાની ઈચ્છા જાગી. ધનની સમૃદ્ધિ સાથે ધર્મની ભાવનાને કોઈ સંબંધ નથી. ધર્મને તો હૃદયના સાચા ભાવ સાથે સંબંધ છે. દુર્ગતાનારી વિચારવા લાગી કે પ્રભુચરણમાં ધરી શકાય એવું કશુંય એની પાસે નથી. ધન તો ક્યાંથી હોય ? કિંતુ કોઈ પુષ્ય પણ નથી. ભગવાનની પૂજા પુષ્ય વિના કઈ રીતે કરું ? કિંતુ દુર્ગતાનારીનો ભગવાનની પૂજાનો ભાવ પ્રબળ બનવા લાગ્યો. એણે ઉજ્જડ ભૂમિ પર ઊગતા આંકડાનું ફૂલ લીધું. મનમાં પ્રભુપૂજાનો ભાવ ધારણ કરીને ભગવાનના સમવસરણ તરીકે ચાલવા લાગી. આ અત્યંત વૃદ્ધ નારી અડધે રસ્તે પહોંચી ત્યાં જ એના શરીરે એનો સાથ છોડી દીધો. લોકોએ માન્યું કે આ વૃદ્ધા થાકને કારણે બેભાન બનીને ધરતી પર ઢળી ગઈ છે. આથી એનાં મોં પર પુષ્કળ પાણી છાંટયું, પરંતુ વૃદ્ધ દુર્ગતાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. સમવસરણમાં પ્રભુએ એ દરિદ્ર નારીની વાત કરી. એની ભાવતલ્લીનતાને કારણે આ દરિદ્ર વૃદ્ધાએ દેવલોકમાં જન્મ લીધો. એ દેવે અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વજન્મ જાણ્યો અને તે દેવનંદન માટે અહીં આવ્યા છે. આમ એક દરિદ્ર નારીની શુદ્ધ ભાવતલ્લીનતાએ એને માટે મોક્ષનાં દ્વાર ખોલી આપ્યાં.

textborder

advt02.png