• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા ચેલણા મહારાણી textborder2

મગધના સમ્રાટ શ્રેણિકમાં જૈન ધર્મની ભાવના જગાડનારી અને ઉદાત્ત સંસ્કારોની વૃદ્ધિ કરનારી ચેલણા રાણીના ચરિત્રમાં જીવનની તડકી-છાંયડી બંને જોવા મળે છે. ચેલણાનો રાજા શ્રેણિક સાથે વિવાહ થયો. રાણી ચેલણા ધર્મધ્યાન કરી શકે તે માટે રાજા શ્રેણિકે એક વિશાળ મહેલ બનાવ્યો. આખો મહેલ એક જ થાંભલા પર ઊભો કર્યો અને એમાં નંદનવન જેવો મનોહર બગીચો સર્જ્યો. ચેલણા પ્રત્યેક ઋતુનાં પુષ્પોની માળા બનાવીને સર્વજ્ઞ પ્રભુની પૂજા કરવા લાગી. એક વાર રાજા શ્રેણિક અને ચેલણા ઉદ્યાનમાં પધારેલા પ્રભુ મહાવીરનાં દર્શને ગયાં. બંને પાછા ફરતાં હતાં ત્યારે રસ્તામાં કડકડતી ઠંડીમાં ધ્યાન-મુદ્રામાં કઠોર તપ કરતા વસ્રરહિત મુનિને જોયા. બંને રથમાંથી નીચે ઊતર્યા અને મુનિને વારંવાર વંદન કર્યા. રાત્રે પોતાના ભવ્ય મહેલમાં રાણી ચેલણા સૂતી હતી. સંજોગવશાત્ રાણી ચેલણાનો હાથ ઓઢેલા વસ્ત્રની બહાર નીકળી ગયો અને કારમી ઠંડીમાં હાથ અકડાઈ ગયો. આ સમયે ચેલણાના હાથમાં અહસ્ય વેદના થતાં જાગી ગઈ અને એકાએક મહાતપસ્વીનું સ્મરણ થતાં એનાથી બોલાઈ ગયું, ``ઓહ ! તેઓને શું થતું હશે ?'' રાણી ચેલણાના આ શબ્દો સાંભળતા રાજા શ્રેણિકને શંકા ગઈ કે રાણીએ કોઈ પરપુરુષને સંકેતસ્થાન પર પહોંચવાનું વચન આપ્યું હશે. હવે એ પૂર્ણ થઈ શકે તેમ નથી, તેથી કદાચ આવા નિસાસાના શબ્દો એના મુખમાંથી નીકળતા હશે. રાજાને રાણીના ચારિત્ર્ય પર શંકા જાગી. આખી રાત અજંપામાં પસાર કરી. વહેલી સવારે મંત્રી અભયકુમારને બોલાવીને આક્રોશ સાથે આજ્ઞા કરી કે મારા અંતઃપુરમાં દુરાચાર ફેલાયો છે, તેથી આ મહેલને રાણી સહિત સળગાવી નાખો. આવી આજ્ઞા આપ્યા બાદ રાજા શ્રેણિક પ્રભુ મહાવીરને વંદન કરવા માટે નીકળ્યા. ભગવાન સમવસરણમાં બિરાજમાન હતા. રાજા શ્રેણિકના મનમાં શંકાનો કીડો સળવળતો હતો. એમણે ભગવાન મહાવીર સમક્ષ પોતાનું હૃદય ખોલતાં કહ્યંષ, ``પ્રભુ, મારી રાણી ચેલણા પતિવ્રતા છે કે નહીં ?'' ભગવાને ઉત્તર આપ્યો, ``હા, ચેલણા પ્રતિવ્રતા છે.'' ભગવાન મહાવીર પર અનન્ય શ્રદ્ધા ધરાવનાર રાજા શ્રેણિકને માથે આભ તૂટી પડયું. પોતાની આજ્ઞા પ્રમાણે ચેલણાનો મહેલ સળગાવી નાખવામાં આવ્યો હોય અને તે ભસ્મીભૂત થઈ ગઈ હોય, તો શું થશે ? રાજા શ્રેણિકે પાછા આવીને તરત જ મંત્રી અભયકુમારને બોલાવીને પૂછયું, ``અંતઃપુર સળગાવી નાખ્યું તો નથી ને ?'' મંત્રીએ કહ્યું, ``મહારાજ, ચિંતા કરશો નહીં, આપનું અંતઃપુર સુરક્ષિત છે. રાજાની આજ્ઞા શિરોધાર્ય ગણાય એટલે મેં મા હસ્તીશાળા જ સળગાવી નાખી છે.'' રાણી ચેલણાનું સતીત્વ અંતે ઝળહળી રહ્યું.

textborder

advt05.png