• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી શ્રીદેવી textborder2

કાકર ગામમાં જન્મેલી શ્રીદેવી ગુજરાતના ઈતિહાસની તેજસ્વી નારી તરીકે પ્રસિદ્ધ છે. કચ્છના રણના કાંઠે આવેલા પંચાસર પર રાજા ભૂવડે આક્રમણ કર્ય઼ું હતું. પંચાસરના રાજવી જયશિખરીનો પુત્ર વનરાજ જૈન સાધુ શીલગુણસૂરિ પાસે આશરો પામ્યો અને ઉપાશ્રયમાં મોટો થયો. એના મનમાં લગની હતી કે પિતાનું રાજ પાછું મેળવું તો જ હું ખરો વનરાજ. રાજ પાછું મેળવવું હોય તો મોટી સેનાની જરૂર પડે. શસ્ત્રાે જોઈએ. આ બધાં માટે વનરાજે જંગલમાં રહીને જતા-આવતા રાજખજાનાને લૂંટી લેવા માંડયો. એક વાર વનરાજ ચાવડો કાકર ગામના શેઠને ત્યાં ચોરી કરવા ગયો. પણ રાતના અંધકારમાં ભંડારિયામાં ચોરી કરવા જતાં વનરાજનો હાથ દહીંથી ભરેલા વાસણમાં પડયો. વનરાજ અટકી ગયો. એનું કારણ એ હતું કે દહીંથી ભરેલા વાસણમાં હાથ પડે એટલે એ આ ઘરનો કુટુંબીજન કહેવાય. પોતાના ઘરમાંથી લૂંટ કઈ રીતે કરાય ? આથી એણે ખાલી હાથે પાછા જવાનું યોગ્ય માન્યું. વહેલી સવારે કાકર ગામના શેઠે જોયું તો ઘરમાં બધું વેરણછેરણ પડયું હતું. એમને ખ્યાલ આવી ગયો કે નIાળ ઘરમાં કોઈ છાનુંમાનું ખાતર પાડવા આવ્યું હોવું જોઈએ. શેઠે પોતાની બહેન શ્રીદેવીને કહ્યું, ``ઘરમાં ખાતર પડયું લાગે છે. ચોર આવીને આપણી માલમિલકત ઉઠાવી ગયા લાગે છે.'' ભાઈ-બહેન બંને એકએક ચીજવસ્તુઓ જોવા લાગ્યાં. જોયું તો ઘરેણાં સલામત હતાં, ઘરના રોકડ એમ ને એમ પડી હતી. વસ્ત્રાે આમતેમ વીંખાયેલાં પડયાં હતાં, પરંતુ એકે વસ્ત્ર ચોરાયું નહોતું. બંને વિચારવા લાગ્યાં કે રાત્રે ચોર ખાતર પાડવા આવ્યો હશે. ઊંઘમાં એમને કશી ખબર નથી. તો પછી શા માટે એ કશું ચોરીને લીધા વિના પાછો જતો રહ્યો હશે ? એમને આ બાબત રહસ્યમય લાગી. એવામાં શ્રીદેવીની નજર દહીંના વાસણ પર પડી. એણે જોયું તો એમાં કોઈના હાથમાં પંજાનાં નિશાન હતાં. એના હાથની રેખાઓ એમાં પડી હતી. એ હસ્તરેખાઓ જોઈને લાગ્યું કે આ પુરુષ કેવો ભાગ્યશાળી અને પ્રતાપી હોવો જોઈએ ! આવી વ્યક્તિનો ભેટો થાય તો કેવું સારું ? શ્રીદેવીનો આ વિચાર વનરાજને જાણવા મળ્યો. વનરાજ રાત્રે ગુપ્ત વેશે શ્રીદેવીને ઘેર આવ્યો. શ્રીદેવીને જોતાં જ વનરાજના હૃદયમાં ભાઈનું હેત ઊભરાવા લાગ્યું. શ્રીદેવીએ એને ભાઈ માન્યો અને પ્રેમથી જમાડયો. એ પછી વનરાજને શિખામણ આપી. ભાઈએ બહેનની શિખામણ માની. બહેનના પ્રેમથી લાગણીભીના બનેલા વનરાજે કહ્યુષં, ``બહેન, તું ભલે મારી સગી બહેન ન હોય, પણ મારા પર પ્રેમની વર્ષા કરનારી ધર્મની બહેન છે. હું રાજા થઈશ ત્યારે તારા હાથે જ રાજતિલક કરાવીશ.'' આખરે વનરાજે સૈન્ય જમાવી ભૂવડના અધિકારીઓને હાંકી કાઢયા. વનરાજે રાજ્યાભિષેક સમયે ધર્મની બહેન શ્રીદેવીને બોલાવીને એના હાથે રાજતિલક કરાવ્યું. રાજા વનરાજે પોતાના પર કરેલા ઉપકારનો યોગ્ય બદલો વાળ્યો, તો શ્રીદેવી જેવી ગુણિયલ ગુર્જરી ધર્મ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં સહાયભૂત બની.

textborder

advt06.png