• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી ચાંપલદે textborder2

પાટણ શહેરમાં આભ વસા નામના શ્રેષ્ઠીએ એમને ત્યાં નામું લખનાર મહેતાને કાઢી મૂક્યો. આ મહેતા હિસાબમાં ઘાલમેલ કરતો હતો અને આભડ શેઠનાં નાણાં ખાઈ જતો હતો. શેઠને જાણ થતાં એમણે તત્કાળ મહેતાને કાઢી મૂક્યો. પોતાની લુચ્ચાઈ પકડાઈ જતાં દુષ્ટ ઈરાદો ધરાવતા મહેતાએ શેઠ સામે વેરની વસૂલાત કરવા માટે ચાતુરીભરી પ્રપંચ જાળ બિછાવી. એણે રાજાને કહ્યું, `આ આભડ શેઠ પાસે તો અઢળક ધન છે, પણ રાજને એક રાતી પાઈની પણ મદદ કરતો નથી. આવા લોકોની લક્ષ્મી ઘરમાં રૂંધાઈ જાય અને કોઈને લાભ ન થાય, પણ આ લક્ષ્મી જો મહેલમાં આવે તો કેટલાંય લોકો તરી જાય.' ભોળા રાજાને આ વાત ગમી ગઈ. એણે મહેતાએ બતાવેલી યુક્તિ પ્રમાણે શેઠને ભૂલમાં ફસાવીને પૈસા કઢાવવાનો પેંતરો રચ્યો. ભીમદેવની દાસી શેઠને ઘેર માંસનો થાળ લઈને આવી. આ સમયે દાસીએ ચાંપલદેને થાળ અર્પણ કરતાં કહ્યું, `રાજમાં અત્યારે ઉત્સવ ચાલે છે, આથી રાજાએ તમારા ગૌરવ માટે આ પ્રસાદ મોકલ્યો છે.' શેઠ તો જિનપૂજામાં તલ્લીન હતા. આથી એમની પુત્રી ચાંપલદેએ દાસીનો સત્કાર કરીને થાળ ખોલાવ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આમાં તો રાજાએ માંસ મૂક્યું છે. રાજાના આવા અવિનયનું કારણ શું ? શા માટે એકાએક રાજા આભડ શેઠનો અંતરાત્મા દુભાય એવું કરતા હશે ? ચાંપલદે દુર્ભાગ્યે બાળવિધવા થઈ હતી. પિતાને ત્યાં રહેતી હતી. ચતુર, વિવેકી, ધર્મમિષ્ઠ એવી ચાંપલદે સામી વ્યક્તિના મનને પારખી શકતી હતી. રાજાની પલટાયેલી પ્રકૃતિનો વિચાર કરતાં વિદુષી ચાંપલદેને ખ્યાલ આવી ગયો કે આ તે પેલા બેઈમાન મહેતાનાં કારતૂત છે. ચાંપલદેએ રાજાએ મોકલાવેલો પ્રસાદ બીજા થાળમાં લઈ લીધો અને એ થાળને મોતીએ વધાવીને પાછો આપ્યો. વળી રાજાને ભેટસ્વરૂપે સવા લાખનો હાર મોકલ્યો. થાળ લાવનારી દાસીને કંઠમાં પહેરવાનું આભૂષણ ભેટ આપ્યું. ચાંપલદેએ પોતાના પિતાને રાજાની બદલાયેલી મનોવૃત્તિની વાત કરી. રાજા કોઈ પણ રીતે એમનું ધન આંચકી લેવા માંગે છે એમ કહ્યું. બેઈમાન મહેતાએ કરેલી કાનભંભેરણીની શંકા પણ પ્રગટ કરી. આભડ શેઠ વિચારમાં પડયા ત્યારે ચાંપલદેએ પિતાને આશ્વાસન આપતાં કહ્યું, `િપતાજી ! રાજા આપણને લૂંટવા ઈચ્છે છે ત્યારે આપણે પાણિ પહેલાં પાળ બાંધી લેવી જોઈએ.' પિતા આભડ વસાને પોતાની પુત્રીની ચતુરાઈ અને વિદ્વત્તા મોટ ગૌરવ હતું. આભડ શેઠે પોતાની મિલકતની નોંધ બનાવી અને એ યાદી લઈને આદરપૂર્વક ભોળા ભીમદેવ પાસે ગયા. રાજા તો માનતા હતા કે આભડ શેઠ એમની `પ્રસાદી' જોઈને અકળાઈ ઊઠશે. રાજની સામે થશે. આથી આસાનીથી એમની મિલકત આંચકી શકાશે. પોતાના ધનની વિગતવાર યાદિ લઈને શેઠ રાજા પાસે ગયો. રાજા આવા મનના પારખુ માનવીને જાણીને અત્યંત હર્ષ પામ્યા. એમણે મહેતાને કહ્યું, `અરે મૂર્ખ ! વિધાતા જેને ધન આપે છે તેને તેના રક્ષણની કુનેહ પણ આપે છે. તારે શેઠની ઈર્ષા કરવી જોઈએ નહીં. ખેર! જે બની ગયું તે બની ગયું. હવે તું શેઠના પગમાં પડીને માફી માગી લે.' આભડ શેઠની મહેતાએ માફી માગી. રાજાએ શેઠની મિલકતમાંથી રાતી પાઈ પણ લીધી નહીં. ચાંપલદેની યુક્તિથી એ સાચવેલી સંપત્તિમાંથી શેઠે અનેક સત્કૃત્યો કર્યા. ચાંપલદે ચતુર અને ઘરરખ્ખુ હતી તો વિવેકી અને વિદુષી પણ હતી. જિનશાસનનો ઈતિહાસ આવી શ્રાવિકાથી ઉજ્જવળ છે. ચાંપલદે પણ ઉચ્ચ ધર્મ-આરાધના કરીને સ્વર્ગે સિધાવ્યાં.

textborder

advt04.png