• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી અનુપમાદેવી textborder2

તેજપાળ અને અનુપમાદેવી બંને ધર્મપરાયણ હોવાથી એમને ત્યાં સાધુ-સંતોની સદૈવ વૈયાવચ્ચ ભક્તિ થતી હતી. એક વાર અનુપમાદેવી યતિઓને ભિક્ષા આપતા હતા. યતિના હાથમાંથી ભિક્ષાનું પાત્ર છટકી ગયું અને એમાં રહેલા ઘી થી અનુપમાનાં વસ્ત્રાે લથબથ થઈ ગયાં. બાજુમાં ઊભેલા મંત્રી તેજપાળનો ગુસ્સો ફાટવાની તૈયારિમાં હતો. અનુપમાદેવીએ પરિસ્થિતિને સંભાળી લીધી અને કહ્યું, ``અરે ! કોઈ ઘાંચીને ઘેર જન્મી હોત તો મારી સ્થિતિ કેવી હોત ? પરંતુ આજે હું ઘણી ભાગ્યશાળી છું, કારણ કે ગુરુના પાત્રમાંથી માંગ્યો પણ ન મળે તેવો ધૃત-અભિષેક મને પ્રાપ્ત થયો છે.'' અનુપમાદેવીની વાતથી તેજપાળનો ગુસ્સો શમી ગયો અને વિચારવા લાગ્યો કે મીઠી વાણી સાથેનું દાન, અભિમાન વગરનું જ્ઞાન, ક્ષમા સાથેનું સામર્થ્ય અને ત્યાગ-ભાવના સાથેનું ધન ö એ ચારેય વસ્તુ અત્યંત દુર્લભ છે. કિંતુ અનુપમાદેવીના જીવનમાં ચારેનો સંગમ થયો છે. વસ્તુપાળ અને તેજપાળ શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરવા નીકળ્યા. પોતાની જે કંઈ સંપત્તિ હતી તે સાથે લઈને આ મંત્રી-કુટુંબ યાત્રાર્થે હતું. એક દિવસ બંને ભાઈઓ વચમાં આવતાં હડાળા નામના ગામમાં નિરાંતે બેઠા હતા, ત્યાં વિચાર આવ્યો કે સોરઠમાં તો ભલભલા લોકો લૂંટારાનો ભોગ બનીને લૂંટાઈ જાય છે. આથી એમણે પોતાની સાથેની મિલકતનો ત્રીજો ભાગ જંગલમાં ક્યાંક ભંડારી દેવાનું નIાળ કર્ય઼ું. રાત્રે બંને ભાઈઓ પોતાનું એ ધન ધરતીમાં દાટવા ગયા, ત્યાં તો ધરતીમાંથી સોનામહોરો ભરેલો ચરુ નીકળી આવ્યો. એમણે વિચાર્ય઼ું કે આપણે લક્ષ્મીને ભૂમિમાં ભંડારવા ગયા પરંતુ ભૂમિમાંથી વધુ લક્ષ્મી મળી. આ અંગે અનુપમાદેવીની સલાહ પૂછી તો એમણે કહ્યું કે ધનને ધરતીમાં ભંડારીને રાખવાને બદલે ઊંચે શિખર પર મૂકવું જોઈએ. એમાં જ માનવી અને સંપત્તિ બંનેની શોભા છે. માટે શત્રુંજય અને ગિરનાર તીર્થના ઉદ્ધારમાં આ ધનનો ઉપયોગ કરીએ તેવો વિચાર અનુપમાદેવીએ કહ્યો. વસ્તુપાળના અંતરમાં અનુપમાદેવીની વાત વસી ગઈ. તેજપાળ એમના નિર્લોભીપણા માટે રાજી થઈ ગયો. શ્રી શત્રુંજય મહાતીર્થમાં વામદેવ સલાટ પાટે નંદીશ્વર જિનપ્રાસદ બનાવ્યો અને એ મહાતીર્થમાં અનુપમ સરોવર બંધાવ્યું. સં. 1292માં પંચમી તપનું ઉજવણું કરતી વખતે પચીસ સમવસરણ બનાવ્યાં અને શત્રુંજય તીર્થની તળેટીમાં બત્રીસ વાડીઓ અને ગિરનાર તીર્થની તળેટીમાં સોળ વાડીઓ બનાવી. તેજલપુરમાં જિનાલય, સરોવર અને પોશાળ બનાવ્યા. આબુ ગિરિરાજ પર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લૂણિગવસહી નામે મનોહર, કલામય અને ભવ્ય પ્રાસાદ તૈયાર કરાવ્યો. અનુપમાદેવીએ શિલ્પીઓની માતાની માફક સંભાળ લીધી. અનુપમાદેવી વિશે એમના સમયના કવિઓએ લખ્યું, ``લક્ષ્મી ચંચળ છે, ઈંદ્રાણી શોક્યવાળિ છે, સરસ્વતી તો કેવળ વાણીના સારવાળી છે, પણ અનુપમા અનુપમ છે.

textborder

advt04.png