• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી ચંપાશ્રાવિકા textborder2

સમ્રાટ અકબર એના વિશાળ રાજમહાલયના ]રૂખા પર ઊભો રહીને રાજમાર્ગ પર નજર ઠેરવીને બેઠો હતો ત્યારે એણે રસ્તા પરથી પસાર તથો વરઘોડો જોયો. એ વરઘોડામાં રથમાં એક શ્રાવિકા બેઠી હતી. આગળ-પાછળ લોકો આનંદભેર ચાલતા હતા. શ્રાવિકા બે હાથ જોડીને આજુબાજુ ઊભેલા લોકોને વંદન કરતી હતી. વચ્ચે વચ્ચે દાન આપતી હતી. આગળ વાદ્યવૃંદ હતું અને સહુ મંગલ ગીતો ગાતાં હતાં. શહેનશાહ અકબર આýાર્યમાં ડૂબી ગયા. એમણે રાજસેવકોને પૂછયું કે આ જુલુસ શેનું છે ? ત્યારે સેવકોએ તપાસ કરીને કહ્યું કે જૈન ધર્મનું પાલન કરનારી એક શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આગ્રાના જૈન સંઘે એ ચંપા નામની શ્રાવિકાએ કરેલા દીર્ઘ તપનું બહુમાન કરવા માટે આ વરઘોડો કાઢયો છે. શહેનશાહ અકબરને આýાર્ય થયું. શું કોઈ વ્યક્તિ છ-છ મહિના સુધી ભોજન કર્યા વિના રહી શકે ખરી ? રાત્રે ભોજન કરવાની છૂટ હોવા છતાં એક મહિનાનો રોજા રાખવો કેટલો કઠિન છે એ શહેનશાહ સારી પેઠે જાણતા હતા. અકબરના આýાર્યમાં રાજસેવકોએ ઉમેરો કર્યો. એમણે કહ્યું, ``ચંપા નામની આ શ્રાવિકાએ લગાતાર છ મહિના સુધી દિવસ કે રાત્રે ક્યારેય ભોજન કર્ય઼ું નથી. અન્નનો એક દાણો પણ મોંમા નાખ્યો નથી.'' શહેનશાહ અકબરને આ બાબત અસંભવ લાગી. એમણે સચ્ચાઈ પારખવાનું નIાળ કર્ય઼ું. ચંપા શ્રાવિકાને આદરપૂર્વક રાજમહેલમાં બોલાવી. અકબરે એને કહ્યું કે આવા ઉપવાસ કોઈ કરી શકે તે સંભવિત નથી. ચંપા શ્રાવિકાએ પ્રત્યુત્તર આપ્યો કે ધર્મના બળથી બધું સંભવિત છે. અકબરે કહ્યંષ કે જો એણે પોતે ગોઠવેલા ચોકીપહેરા હેઠળ મહેલમાં ચંપા શ્રાવિકા ઉપવાસ કરીને રહે, તો તેની વાત સાચી. ચંપા શ્રાવિકાએ શહનેશાહની વાતનો સ્વીકાર કર્યો. યોગ્ય આદરમાન સાથે ચંપા શ્રાવિકા મહેલમાં રહ્યાં. બહાર સૈનિકોનો ચોકીપહેરો મૂક્યો. એક મહિનો વીતી ગયો. સમ્રાટ અકબરે તપાસ કરી તો જાણ થઈ કે શ્રાવિકાએ જેમ કહ્યું હતું એમ જ તેઓ વર્તે છે. દિવસે કે રાત્રે, અન્નનો એક દાણો પણ લીધો નથી. અકબર આýાર્યચકિત થયા. ચંપા શ્રાવિકાએ જેટલા દિવસ ઉપવાસ કર્યા, તેટલા દિવસ મોગલ સમ્રાટ અકબરે રાજ્યમાં અમારિ (જીવહિંસા પર પ્રતિબંધ)નો આદેશ આપ્યો હતો. શહેનશાહ અકબરે ચંપા શ્રાવિકાને ધન્યવાદ આપ્યા. ચંપા શ્રાવિકાએ નમ્રતાથી કહ્યું, ``આ બધો પ્રભાવ તો ધર્મ, દેવ અને ગુરુનો છે.'' શહેનશાહ અકબરને જૈન ધર્મ વિશે જાણવાની જિજ્ઞાસા જાગી. એણે એ સમયના આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીને આદરપૂર્વક પધારવા માટે વિનંતી કરી. ચંપા શ્રવિકાના છ માસના ઉપવાસ એ પ્રભુ મહાવીર પછી થયેલું છમાસી ઉપવાસનું વિરલ પુણ્યતપ હતું. આ ઉપવાસે શહેનશાહ અકબરને જૈન ધર્મ, જૈન આચાર્યો અને જૈન શ્રાવક-શ્રાવિકાઓ પ્રતિ આદરભાવ જગાડનારો બનાવ્યો. ચંપા શ્રાવિકાના વિરલ તપનો કેવો વિશિષ્ટ પ્રભાવ !

textborder

advt02.png