• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી સોનલ textborder2

એક વાર મોગલ સમ્રાટ અકબરના દરબારમાં નારીજીવનનો મહિમા ગવાતો હતો. સતી સ્ત્રાળઓના ઉચ્ચ આદર્શોની ઘટનાઓ કહેવાતી હતી. શહેનશાહ અકબરે કહ્યું, ``સમય કેવો પલટાયો છે ! આજે સતી સ્ત્રાળઓનાં દર્શન દુર્લભ છે. કોઈ બતાવશે આવી સતી સ્ત્રાળ ?'' શહેનશાહ અકબરના શબ્દો સાંભળીને એના દરબારનો વીર પુરુષ ચાંપરાજ હાંડા ઊભો થયો. એણે કહ્યંષ કે જહાંપનાહ, મારી પત્ની સોનલ સાથે જ શીલવાન છે. શીલના સુવર્ણ રંગથી એ શોભે છે. આ સાંભળી શહેનશાહના સિપાહી શેરખાને નારીના સતીત્વની મજાક કરી. આ સાંભળી ચાંપરાજ હાંડાનો ચહેરો લાલધૂમ બની ગયો. મોજીલા શેરખાનને બીડું ]ડપ્યું કે સોનલ ગમે તેવી હોય, પરંતુ એ શીલવતી નથી એટલું તો સાબિત કરી આપીશ. વીર ચાંપરાજ હાંડાએ એનો આ પડકાર ]ાળલી લીધો. સોનલને પ્રલોભન આપવા માટે શેરખાને ઘણી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી જોઈ. અપાર સૌંદર્ય પણ સોનલને લેશમાત્ર ચળાવી શકે તેમ નહોતું. વૈભવનાં મોહક પ્રલોભનો વચ્ચે એ અવિચળ રહી. સિપાહી શેરખાને જોયું કે સોનલ કોઈ જુદી માટીની નારી છે. અને લાલચથી વશ કરી શકાશે નહીં તેથી પ્રપંચનો પેંતરો રચ્યો. સિપાહી શેરખાને એક ગણિકાને આ કામ સોંપ્યું. ગણિકાની મધુર વાણીએ સોનલનું મન જીતિ લીધું. ધીરે ધીરે એ સિપાહી શેરખાનની મુરાદ બર આવે તેવું શોધવા લાગી. સોનલ સ્નાન કરતી હતી ત્યારે એના સાથળ પર એક તલ જોયો. એ પછી થોડા દિવસ રહ્યા બાદ ગણિકાએ ખૂબ લાગણી બતાવીને સોનલના ઘેરથી-દુખભરી વિદાય લીધી. સાથોસાથ ચાંપરાજના ઘરમાંથી રૂમાલ અને કટાર પણ સેરવી લીધાં. ગણિકાએ શેરખાનને સઘળી વાત કરી અને સાથોસાથ રૂમાલ અને કટાર આપ્યાં. અકબર બાદશાહના દરબારમાં શેરખાને ગર્વભેર કહ્યું, ``જહાંપનાહ, મારી વાત સાચી ઠરી છે. ચાંપરાજ જેના સતીત્વની પ્રશંસા કરતા થાકતા નહોતા, એ સોનલની શીલભ્રષ્ટતાનો પુરાવો આપની સમક્ષ પેશ કરું છું.'' આમ કહી એણે સોનલના સાથળ પરના તલની વાત કરી અને સાથોસાથ એનાઘરના રૂમાલ અને કટાર બતાવ્યાં. વીર ચાંપરાજ હાંડાએ પોતાનું માથું કાપી આપવાની તૈયારી કરી. મરતાં પહેલાં એ સોનલને મળવા ગયો અને બોલ્યો, ``સોનલ, તારું શીલ ગયું. હવે મારું શિર જશે.'' પતિના શબ્દથી એકાએક ચમકેલી સોનલ નર્તકીનું રૂપ લઈને રાજદરબારમાં પહોંચી ગઈ. એનું કલામય નૃત્ય જોઈને શહેનશાહ પ્રસન્ન થયા અને એને વરદાન માગવાનું કહ્યું. વરદાનમાં સોનલે શહેનશાહને પોતાની વાત સાંભળવા કહ્યું. એણે શેરખાને કરેલા પ્રપંચનો ભેદ ખોલી નાખ્યો. ચાંપરાજ હાંડાના આનંદનો પાર ન રહ્યો. શહેનશાહે શેરખાનને રાજ્યમાંથી ચાલ્યા જવા ફરમાન કર્ય઼ું. સોનલના સતીત્વનો મહિમા સર્વત્ર ગુંજી રહ્યો.

textborder

advt02.png