• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી ગંગામા textborder2

શેઠ દલપતભાઈનાં પત્ની ગંગાબેન અનેકવિધ ધર્મકાર્યોમાં સદાય અગ્રેસર રહેતાં હતાં. વિ.સં. 1921માં શેઠશ્રી દલપતભાઈએ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢયો હતો. પૂજ્ય મૂળચંદ્રજી મહારાજ આ સંઘ સાથે હતા અને એ સમયે પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ પાલિતાણાથી ભાવનગર પધાર્યા હતા. આ સંઘમાં ગંગામાએ સાધુ-સાધ્વીઓની ચૈયાવચ્ચમાં અને શ્રાવક-શ્રાવિકાઓની સાધર્મિક ભક્તિમાં અઢળક ધન તો ખર્ચ્ય઼ું, પરંતુ એની પાછળ પોતાની જાત પણ ઘસી નાખી. ચારે પ્રકારના સંઘની ગરિમા વહન કરતાં ગંગામા ધર્મમાતા સમાન હતાં. સહુ કોઈનએ એમની પાસેથી માતાની મમતા, વાત્સલ્ય અને સેવા મળતાં હતાં અને તેથી જ તેઓ ગંગામાં તરીકે ઓળખાતાં હતાં. એમની ઉદારતા જોઈને સહુને આબુ ઉપર અક્ષયકીર્તિ સમાં દેવાલયો બંધાવનાર અનુપમાદેવીનું સ્મરણ થતું હતું. વિ.સં. 1967ના કારતક વદ 9 થી માગસર વદ 10 ને રવિવાર સુધી અમદાવાદના ચારેય સંઘને અમદાવાદની શહેરયાત્રા કરાવી. આ ધર્મપ્રસંગ એટલો વરિલ હતો કે મુનિરાજ શ્રી રત્નવિજયજી મહારાજે આ ધર્મયાત્રાને વર્ણવતું ભાવવાહી સ્તવન રચ્યું હતું. એક વાર ગંગામાં આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.નું વ્યાખ્યાન સાંભળતા હતા. આ સમયે શાસનસમ્રાટ આચાર્યશ્રીએ એમની સિંહગર્જનાભરી વાણીમાં તીર્થરક્ષાના મહત્ત્વ અંગે વિસ્તૃત વિવરણ કર્ય઼ું. ગંગામાના ચિત્તમાં આનાથી ઉલ્કાપાત જાગ્યો. એ સમયે પરમ પવિત્ર સમેતશિખરજી પહાડ પર અંગ્રેજો શિકારીઓ અને સહેલાણીઓ માટે એક ગેસ્ટ હાઉસ બાંધી રહ્યા હતા. ગંગામાનું ચિત્ત વિચારે ચડયું. અનેક તીર્થંકરો અને મુનિગણોની તપોભૂમિ અને નિર્વાણભૂમિની આવી આશાતના! કેવી પાવન છે આ તીર્થભૂમિ કે જ્યાંથી વીસ તીર્થંકર પરમાત્માઓ અને અનેક મુનિગણો તપýાર્યા કરતાં મોક્ષે સિધાવ્યા છે ! આવી પાવનભૂમિ પર અંગ્રેજ સહેલાણીઓ માટે મોજશોખ, શિકાર, આનંદપ્રમોદ, માંસાહાર, મંદિરા અને અભક્ષ્ય ભોજનનું અતિથિગૃહ ? ગંગામા મનોમન પ્રભુ પાર્શ્વનાથની પ્રાર્થના કરવા લાગ્યા. શ્રી સમેતશિખર પર્વત પણ શ્રી પાર્શ્વનાથ પર્વત તરીકે જાણીતો હતો. આ આપત્તિમાંથી ઉગારવા માટે ગંગામા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન ગાવા લાગ્યાં. ગંગામાને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ થયું. ગંગામાના પુત્ર લાલભાઈ ભોજન માટે આવ્યા ત્યારે ગંગામાએ એમની થાળીમાં બંગડીઓ પીરસી. લાલભાઈ આનો અર્થ સમજી શક્યા નહીં ત્યારે ગંગામાએ કહ્યું, ``આચાર્ય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ તીર્થરક્ષા કાજે વ્યથિત છે ત્યારે તમે નગરશેઠ હોવા છતાં કશુ કરતા નથી આવા નિક્રિય જ રહેવાના હો તો આ બંગડી પહેરી લો અને મને તમારી સત્તા આપી દો. હું તીર્થરક્ષા માટે મારા પ્રાણની આહુતિ આપવા તૈયાર છું.'' માતાએ લાલભાઈમાં જુસ્સો જગાડયો. એમણે અંગ્રેજ સરકાર સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને ગેસ્ટ હાઉસનું બાંધકામ બંધ રખાવ્યું.

textborder

advt05.png