• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી સુભદ્રા શેઠાણી textborder2

સુરતના મહાજનના મોવડીએ પોતાના પુત્ર પ્રમોદરાયને શિખામણ આપી કલે નીતિપૂર્વક રહેવું, સત્સંગ કરવો, વાણીમાં મીઠાશ રાખવી અને કુલ વીસ લાખની માલમત્તા છે તેથી એટલી સંપત્તિની મર્યાદામાં રહીને વેપાર ખેડવો. વીસ લાખથી વધુ જોખમ ખેડવું નહિ. પિતાએ ચોપડાના પહેલે પાને આ શિખામણ નોંધી રાખી. એક વાર પ્રમોદરાય બહારગામ ગયા હતા, ત્યારે એમના મુનીમ મણિલાલ પાસે એક વહાણનો માલિક આવ્યો અને વહાણનો વીમો ઉતરાવવાની વિંનતી કરી. મુનીમે વહાણના સુકાનીનું નામ લખીને તેના માલની આકારણી કરીને ત્રીસ લાખનો વીમો ઉતાર્યો. વીમાની રકમ લઈ ભોજન કરાવી વહાણના ટંડેલ (સુકાની) ને વિદાય કર્યો. પ્રમોદરાય શેઠ ત્રીજે દિવસે બહારગામથી પાછા આવ્યા. એમણે જાણ્યું કે મુનીમે વીસ લાખથી વધુ મોટું જોખમ ખેડયું છે તેથી વ્યાકુળ બની ગયાં. હંમેશાં પિતાની શિખામણનો એક-એક શબ્દ પાળનાર આ આઘાતથી મૂર્છા પામ્યા. અનુભવી મણિલાલ મુનીમને પણ પોતાની ભૂલ સમજાઈ. વહાણ જો દરિયામાં ડૂબી જાય તો ત્રીસ લાખ રૂપિયા આપવા પડે. આટલી રકમ લાવવી ક્યાંથી ? આખરે મુનીમે પોતાના મનને મનાવી લીધું. વિચાર્ય઼ું કે ઋતુ સારી છે. દરિયો શાંત છે, વહાણની સફરને અનુકૂળ એવો પવન છે. અંતે સહુ સારાં વાનાં થશે. વયોવૃદ્ધ મુનીમે શેઠ પ્રમોદરાયને સાંત્વન આપ્યું. શેઠની પત્ની સુભદ્રા અત્યંત ધર્મનિષ્ઠ હતી. એણે પણ પતિને સ્નેહથી સમજાવ્યા. રાત્રે બંને શયનગૃહમાં સૂતાં હતાં, ત્યારે મધ્યરાત્રિએ જોરથી વાવા]ાેડું ફૂંકાવા લાગ્યું. ચોતરફ આંધી ફેલાઈ ગઈ. શેઠે માન્યું કે હવે નIાળ એમને માથે પણ આપત્તિનું વાવા]ાેડું આવશે. બીજે દિવસે બપોરે તો પ્રમોદરાય પાસે તાર આવ્યો કે દરિયાઈ સફર કરતા વહાણની કશી જાણ કે ભાળ મળતી નથી. ત્રીસ લાખ રૂપિયા તૈયાર રાખો. આવતી કાલે સવારે લેવા આવીશું. પ્રમોદરાયના માથે ધોળે દિવસે વીજળી પડિ. હવે કરવું શું? આબરૂ જાય એના કરતાં મોત વહાલું હતું. પ્રમોદરાય અને સુભદ્રાએ અફીણની બે પ્યાલી તૈયાર કરી. ધર્મનિષ્ઠ સુભદ્રાએ કહ્યું, `એક વાર સામયિક કરી લઉં. જિનશાસનમાં સાચને આંચ આવતી નથી. પછી સાથે અફીણ ધોળીશું.' સુભદ્રા શેઠાણી સામાયિક પર સામાયિક કરવા લાગી. શેઠ તો મધુર સ્તવન સાંભળતાં સૂઈ ગયા. રાત્રિનો ચોથો પ્રહર થયો. કોઈએ સાંકળ ખખડાવી. શેઠાણીએ બારણાં ખોલ્યાં તો એક બુકાનીધારી માનવી હાથમાં કોથળી લઈને અંદર પ્રવેશ્યો. શેઠાણીએ એને નિર્ભય બનીને બુકાની કાઢી નાખવા કહ્યંષ, ત્યારે જાણ થઈ કે ભવાનીપુરનો રાજકુમાર હતો અને બાપુ દેવલકો પામતાં સરકારનો સૂબો જપ્તી બેસાડે તે પહેલાં એ પોતાની ભાગની રકમ અને જર-]વેરાત લઈને આવ્યો હતો. એણે કહ્યું, `મારે વ્યાજ જોઈતું નથી. તમે આ રકમ રાખી લો. તમારી સચ્ચાઈને હું જાણું છું. મારાં પારેવાં જેવાં બાળકો પર દયા લાવીને આ મૂડી રાખો.' આમ કહી એ ધન અને સુવર્ણની કોથળી આપીને ચાલ્યો ગયો. શેઠાણી સુભદ્રાએ મિલકતની નોંધ કરી અને અફીણની પ્યાલી ઢોળી દીધી. સવારે શેઠે વ્યાકુળ ચિત્તે કહ્યું કે હવે અફીણની પ્યાલી પી લઈએ, ત્યારે સુભદ્રા શેઠાણીએ ચોથા પ્રહરે બનેલી ઘટનાની વાત કરી. શેઠ દુકાને ગયા ત્યારે તેમના મુનીમ મણિલાલે વધામણી આપી કે વહાણો દરિયાઈ તોફાનને કારણે બીજા બંદરે ઘસડાઈ ગયા હતાં, તે હવે સહીસલામત મળી ગયા છે. પ્રમોદરાય શેઠ મનોમન શેઠાણી સુભદ્રાની સૂ], આવડત અને ધર્મનિષ્ઠાને અભિનંદવા લાગ્યા.

textborder

advt05.png