• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી નાગીલા textborder2

મોટા ભાઈ ભવદત્તની સાથે નાનો ભાઈ ભવદેવ પણ સંયમના માર્ગે ચાલી નીકળ્યો. ભવદેવની પત્ની નાગિલાના શણગારનો ઉત્સવ રમાયો હતો. શણગારથી શોભતી નવવધૂ નાગિલાને ભવદેવે કહ્યું, `મારે માટે મોટાભાઈની ઈચ્છા એ જ સર્વસ્વ છે. આથી હવે સંસારને બદલે સાધુતા મારો જીવનપથ બનશે.' મોટાભાઈ ભવદત્તની જેમ ભવદેવ પણ સુસ્થિત આચાર્યના શિષ્ય બન્યા. ભવદેવના કેટલાક દિવસો વૈરાગ્યભાવમાં વ્યતીત થયા, પરંતુ વર્ષાનાં પૂર શમી જતાં સરિતાના તળિયે રહેલો કાંપ દૃષ્ટિગોચર થાય તેમ મુનિ ભવદેવને એકાંતમાં નાગિલાનું સ્નેહભીનું સ્મરણ થવા લાગ્યું. ચાતુર્માસના સ્થિરવાસ સમયે આકાશનાં વરસતાં વાદળોમાં નાગિલાનો કેશપાશ દેખાતો હતો. ઈદ્રધનુષમાં નાગિલાના નૃત્યના રંગો વિખરાયેલા લાગતા હતા. મયુરોની કેકામાં નાગિલાનો કંઠરવ સંભળાતો હતો. વિરહની પીડાથી સતત ટપકતાં આંસુ દેખાતાં હતાં. એક દિવસ મહામુનિ ભવદત્ત કાળધર્મ પામ્યા. એ પછી ભવદેવે વિચાર્યુ કે રુદન કરી-કરી થાકેલા એના હૃદયને નાગિલા જ શાંત કરી શકે તેમ છે. આજ સુધી તો નાગિલા પાસે જતાં અકળ બેડીઓ પગમાં જકડાઈ જતી હતી, પરંતુ મોટાભાઈનો કાળધર્મ થતાં હવે એવો અનુભવ થતો નહોતો. બાર-બાર વર્ષ બાદ મુનિ ભવદેવ પોતાના ગામ સુગ્રામમાં આવ્યા. અહીં એક મંદિરમાં ઉતારો કર્યો. મુનિ ભવદેવ આવ્યાના સમાચાર નાગિલાને મળ્યા. એણે જાણ્યું કે મુનિ ચારિત્ર્ય છોડવા ઉત્સુક બન્યા છે ત્યારે તે ઊંડા વિચારમાં પડી ગઈ. સ્વધર્મથી પીઠ બતાવે તે તો કાયર કહેવાય. નાગિલાએ એક વૃદ્ધ શ્રાવિકાને પોતાની યોજના સમજાવી. એક બાળકને થોડું શિખવાડીને તૈયાર કર્યો. રાત્રિ પૂર્ણ થતં નાગિલા વૃદ્ધ શ્રાવિકા સાથે ભવદેવ ઊતર્યા હતાં તે મંદિરે આવી. નાગિલાને મળવા આતુર એવા ભવદેવે એ સ્ત્રાળને પૂછયું, `ગામમાં નાગિલા ક્યાં રહે છે ? એ શું કરે છે ?' એ સમયે ગોઠવણી મુજબ એક બાળક આવીને નાગિલાને કહેવા લાગ્યો, `મા ! મા ! આજે મને ગામમાં જમવાનું નોતરું મળ્યું છે. ભોજન સાથે દક્ષિણા પણ ખરી, આથી મારે પહેલાં પીધેલું દૂધ વમન કરી નાખવું છે, પછી ભોજન અને દક્ષિણા બાદ પાછું વમન કરેલું એ દૂધ પી જઈશ.' આ સાંભળી મુનિ ભવદેવ હસી પડયા અને બોલ્યા, `અરે બાળક ! કેવી બેહૂદી વાત કરે છે તું ? વમન કરેલું, નીંદવા યોગ્ય દૂધ તું પાછો પી જઈશ ?' આ સાંભળી નાગિલાએ કહ્યું, `મુનિરાજ, હું જ નાગિલા છું. આપે પૂર્વે જે સંસારને ત્યજી દીધો છે, તેને ફરી સ્વીકારવા ચાહો છો ? ભવસમુદ્રને તારક એવો દીક્ષાનો આપે સ્વીકાર કર્યો છે તો પછી શા માટે દુર્ગતિરૂપ સંસારને પુન: સ્વીકારવા ઉત્સુક બન્યા છો? માંડ માંડ અશ્વ સવારી મળી છે તે છોડીને ગદર્ભ પર સવારી કરવાનું કેમ વિચારો છો ? આપ જે ચારિત્ર્યના માર્ગ પર ચાલો છો એ જ ચારિત્ર્યનો માર્ગ શાલિભદ્ર, મેઘકુમાર અને ધન્ના શેઠને મુક્તિમોક્ષ સુધી લઈ ગયો તે કેમ વીસરી જાવ છો ? મનના મદમસ્ત હાથીને ાપ અંકુશ લગાવી કાબૂમાં કેમ રાખતા નથી ? જન્મ-મૃત્યુના ભ્રમણમાંથી મુક્ત થવાનો આ એક જ માર્ગ છે તે આપ સારી રીતે જાણો છો. વળી મને જણાવતાં આનંદ ઊપજે છે કે મેં પણ ગુરુ પસેથી શીલવ્રત અંગીકાર કર્ય઼ું છે. તમે પણ ગુરુ પાસે પાછા જઈને શુદ્ધ ચારિત્ર પાળો.' મુનિ ભવદેવ નાગિલા પાસેથી ઉપદેશ પામીને ગુરુ પાસે ગયા. સમય જતં તેઓ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રના છેલ્લા કેવળજ્ઞાની જંબુસ્વામી બન્યા.

textborder

advt04.png