• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી જયંતી textborder2

ભગવાન મહાવીરના સમયનું એક તેજસ્વી નારીરત્ન એટલે શ્રાવિકા જયંતી. કૌશાંબીના સહસ્ત્રાનિક રાજાની પુત્રી, શતાનિક રાજાની બહેન અને ભગવાન મહાવીરના પરમ ભક્ત રાજા ઉદયનની ફોઈ હતી. જૈન ધર્મ પ્રત્યે એને અગાધ શ્રદ્ધા હતી. ભગવાન મહાવીરના સિદ્ધાંતો જાણતી હતી અને જીવ-અજીવ વિશેના તત્ત્વજ્ઞાનને ઊંડાણથી સમજતી હતી. જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી જયણાપૂર્વક ધર્મઆરાધના કરતી હતી. સાધુ-સાધ્વીઓની અપાર શ્રદ્ધા સાથે વૈયાવચ્ય કરતી હતી. તત્ત્વજ્ઞાનની ઊંડી રુચિ, પ્રભાવશાળી વકતૃત્ત્વ અને ધર્મલીન વ્યક્તિત્ત્વ ધરાવતી શ્રાવિકા જયંતી ભગવાન મહાવીરના સમયની ઉત્તમ શ્રમણોપાસિકા હતી. તીર્થંકર ભગવાન મહાવીર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ત્રીજા વર્ષે કૌશાંબીના ચંદ્રાવતરણ ચૈત્યમાં પધાર્યા હતા. આની જાણ થતાં જ આખું નગર એમનો ઉપદેશ સાંભળવા આવ્યું. ભગવાન મહાવીરે આ લોક અને પરલોક માટે કલ્યાણકારી ઉપદેશ આપ્યો. જયંતી શ્રાવિકા પણ મહારાણી મૃગાવતીની સાથે રથમાં બેસીને પ્રભુની દેશના વિકસિત નયને અને પ્રસન્નચિતે સાંભળતી હતી. પ્રભુની દેશના પૂર્ણ થયા બાદ જયંતી શ્રાવિકા પ્રભુ મહાવીરને બે હાથ જોડીને મસ્તક નમાવી, વંદન કરી, વિનયપૂર્વક પોતાની જિજ્ઞાસા વિવિધ પ્રüાાેરૂપે પ્રગટ કરવા લાગી. પ્રભુએ પોતાની સરળ, સુગમ શૈલીમાં જયંતીના પ્રüાાેનો જવાબ આપ્યો. અર્હત્ ધર્મનું તત્ત્વ અને એનાં દાર્શનિક પાસાંઓ જયંતીને સમજાવ્યાં, જયંતીના આ પ્રüાાે એ દર્શાવે છે કે જ્ઞાનપ્રાપ્તિ માટે દેશ, કાળ કે સ્થિતિ અવરોધરૂપ બની શકતી નથી. વળી ભગવાન મહાવીરના સમયમાં પણ નારીસમાજ ધર્મતત્ત્વ પ્રત્યે કેટલો જાગ્રત હતો અને વિશિષ્ટ જ્ઞાન ધરાવનારા ધર્મગુરુ પાસે જઈને નિ:સંકોચ રીતે પોતાની શંકાઓનું સમાધાન કરતો હતો તે જયંતીના પ્રüાાેમાં પ્રગટ થાય છે. જયંતી - `ભગવાન ! જીવ જલદીથી ભારેકર્મી કેવી રીતે થાય છે ?' ભગવાન મહાવીર - `િંહસા, જૂઠ, ચોરી, અનાચાર, સંગ્રહવૃત્તિ વગેરે અઢઅર પાપસ્થાનકોના સેવનથી જીવ ભારે થાય છે અને જીવનું ભ્રમણ વધે છે.' જયંતી - `ભગવન્ ! જીવોનું દક્ષ હોવું સારું કે આળસુ હોવું સારું ?' ભગવાન મહાવીર - `કેટલાક જીવોનું ઉદ્યમી થવું તે સારું છે અને કેટલાક જીવોનું આળસુ હોવું તે સારું છે.' જયંતી - `શ્રમાશ્રમણ ! એ કેવી રીતે ?' ભગવાન મહાવીર - `જે જીવ આધર્મિક છે અને અધર્મ અનુસાર વિચરણ કરે છે એનું આળસુ હોવું સારું છે. જે જીવ ધર્માચરણ કરે છે તેનું ઉદ્યમી હોવું સારું છે, કેમ કે ધર્મપરાયણ જીવ સાવધાન હોય છે અને તે આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વિ, સંઘ અને સાધર્મિકની વૈયાવૃત્ય કરે છે. જયંતી - `ભંતે ! જીવ સૂતેલો સારો કે જાગેલો ?' ભગવાન મહાવીર - `કેટલાક જીવોનું સૂવાનું સારું છે અને કેટલાક જીવોનું જાગવાનું સારું છે. અધર્માચરણ કરનારા અને અધર્મથી જીવનનિર્વાહ કરનારા જીવો ઊંઘે છે ત્યાં સુધી એ હિંસાથી બચે છે અને બીજા જીવો એમના ત્રાસથી બચે છે. એનું ઊંઘવું એના માટે અને અન્યને માટે સારું છે. જે જીવો દયાળુ, સત્યવાદી, સુશીલ અને અસંગ્રહી છે તેવા જીવો જાગે તેમાં તેમની જાતનું અને જગતનું કલ્યાણ છે, ક્રુર જીવ સૂવે તે સારું અને પરોપકારી જાગે તે સારું.' પોતાના પ્રüાાેનું સમાધાન મેળવીને હર્ષ પામેલી જયંતીએ ભગવાન પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. અગિયાર અંગ સુધીનો અભ્યાસ કરી અંતે ખૂબ તપ કરીને મોક્ષ પામી.

textborder

advt01.png