• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી લક્ષ્મી textborder2

ભામાશાના પિતા ભારમલ યુદ્ધવીર રાણા સંગના પરમ મિત્ર હતા અને એ સમયે રણથંભોર અને ભીજા એક રાજ્યના દુર્ગપાલ હતા. ઈ.સ. 1567માં ચિત્તોડ પર સમ્રાટ અકબરનું સામ્રાજ્ય સ્થપાયું, ત્યારે રાણા સંગ અને ભામાશાના પિતા ભારમલે ઉદયપુર નગર વસાવીને એને પોતાની રાજધાની બનાવી હતી. ભારમલ કાવડિયાનો એક પુત્ર તારાચંદ યુદ્ધવીર, સૈન્ય સંચાલક અને પ્રશાસક હતો. ગૌદવાડ પ્રદેશના શાસક તરીકે રાણા ઉયસિંહે એને સઘળો કારભાર સોંપ્યો હતો. વીર પિતા અને તેજસ્વી ભાઈ ધરાવતા ભામાશા રાજ્યના દીવાન અને મંત્રીશ્વર હતા. હલદીઘાટીના યુદ્ધમાં પરાજય પામેલા રાણા પ્રતાપે શરણાગતિ સ્વીકારવાને બદલે સ્વતંત્રતા કાજે ]]ામવાનો નિર્ધાર કર્યો. અરવલ્લીના પહાડોમાં ઠેર ઠેર ભટકતા રાણા પ્રતાપનો મોગલ સેના પીછો કરતી હતી. એમાં પણ પોતાની નાની બાળકીને દૂધ માટે ટળવળતી જોઈને રાણા પ્રતાપનું હૈયું ભાંગી ગયું અને નિરાશ અને હતાશ થઈને બીજા પ્રદેશમાં ચાલ્યા જવાનો વિચાર કર્યો. આ સમયે દેશભક્ત અને સ્વામીભક્ત મંત્રી ભામાશા ખામોશ બેસી રહ્યા નહીં. તેઓ દેશોદ્ધારના જુદા જુદા ઉપાયો વિચારતા હતા, ત્યાં જ એમને જાણ થઈ કે રાણા પ્રતાપ નિરાશ હૈયે મેવાડનો ત્યાગ કરી રહ્યા છે, ત્યારે ભામાશાએ વીર પ્રતાપને દેશને ખાતર ફરી જંગ આદરવા કહ્યું. રાણા પ્રતાપે કહ્યું, ``મારી પાસે નથી સૈનિક કે નથી સંપત્તિ. કઈ રીતે મોગલ શહેનશાહ અકબરનો હું સામનો કરી શકું ?'' વીર ભામાશાએ રાણા પ્રતાપને હિમંત આપતાં કહ્યુષં, ``હું આપને વિપુલ ધનભંડાર આપીશ. એના દ્વારા તમે શહેનશાહ અકબર સામે લાંબા વખત સુધી યુદ્ધ ખેલી શકશો.'' વીર ભામાશાએ ઘરે જઈને પોતાની પત્ની લક્ષ્મીને સ્વતંત્રતા માટેના યુદ્ધની વાત કરી. દેશને માટે સર્વસ્વ સમર્પણ કરવાની પોતાની ભાવના પ્રગટ કરી. લક્ષ્મીને પણ પરાધીનતાની આ અવસ્થા કોરી ખાતી હતી. ભામાશાએ રાણા પ્રતાપને શસ્ત્રાે અને સૈનિકો માટે સંપત્તિ આપવાનો વિચાર કર્યો, ત્યારે લક્ષ્મીએ ભામાશાના હાથમાં ચાવીઓ મૂકતાં કહ્યું, ``ભોંયરામાં જેટલું ધમ છે તે બધું જ રાણાને પહોંચાડી દેજો. વળી ધન સમર્પતી વખતે મનમાં સહાય કર્યાનો ખ્યાલ કે પાછું લેવાની ઈચ્છા કદી રાખશો નહીં.'' ભામાશાએ કહ્યું, ``આવું કેમ કહે છે?'' લક્ષ્મીએ કહ્યું, ``જુઓ ! આ તો એમનું ધન એમને સમર્પિત કરીએ છીએ. મેવાડની ધરતી અને એના રાણાઓના રાજમાં રહીને જ આપણા પૂર્વજોએ આ વિપુલ ધનસંપત્તિ મેળવી છે. આ ભૂમિમાંથી મળેલી સંપતિ દ્વારા આપણું લાલનપાલન થયું. એ માતૃભૂમિના ઉદ્ધાર કાજે ધનનો ઉપયોગ કરવો એ તો આપણી સૌથી મોટી ફરજ અને પરમ ધર્મ છે.'' રાણા પ્રતાપે ફરી સ્વાધીનતાનો બુલંદ પોકાર જગાવ્યો. ભામાશાના દાનની સાથે લક્ષ્મીના ત્યાગની સર્વત્ર પ્રશંસા થઈ રહી.

textborder

advt03.png