• રસમયી ભાવના

    भावनामृतरसं - શેરડીનો સાંઠો ઉપરથી જેટલો કડક દેખાય છે તે દેખી ચાવવાનો પ્રયત્ન ન કરનાર જીવ તેના રસથી વંચિત રહી જાય છે તેમજ આ બારભાવનાઓ કદાચ અનાભ્યાસને કારણે અઘરી દેખાતી હોય પણ તમે જેટલી ચાવશો તેટલો જ રસ તેમાંથી મળશે. તે રસ હશે વિતરાગતાનો અમૃત રસ.

    બાર ભાવના

  • 1

bhavna9

textborder1textborder2

સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્ર અને આત્માના શુદ્ધ પ્રતપન વડે જે કર્મો ખરી જાય છે તે અવિક અથવા સકામ નિર્જરા કહેવાય છે. તે પ્રમાણે શુદ્ધિની વૃદ્ધિ થતાં સંપૂર્ણ નિર્જરા થાય છે અને જીવ શિવ સુખ પામે છે. વૃત્તિ પર અંકુશ, અનશનાદિ બાહ્ય તપસ્યા તથા વિનય, વૈયાવચ્ચ આદિ આંતર તપસ્યાથી લાગેલા કર્મોની મુક્તિ વગર ભોગવ્યે શક્ય છે તે વિચારણા નિર્જરા. માથા પર માટીની પાળી કરી અગ્નિ પ્રગટાવતો સોમલ બ્રાહ્મણ.

textborder1textborder2


જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે, એમ ચિંતવવું તે "નિર્જરા ભાવના." એક અદભૂત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયે શ્રી ગજસુકુમારનું દ્રષ્ટાંત.


દ્વાદશ પ્રકારનાં તપ વડે કરી કર્મઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ તેનું નામ નિર્જરાભાવના કહેવાય છે. કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહા-સુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથ પાસેથી સંસારત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં રહ્યા હતા; ત્યારે સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણસંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તો સંસાર ત્યાગી ગયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યોપ્યો. ગજસુકુમારનો શોધ કરતો કરતો એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયોત્સર્ગમાં છે, ત્યાં આવી પહોંચ્યો. કોમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યા, ઈંધન પૂર્યું એટલે મહાતાપ થયો. એથી ગસુકુમારનો કોમળ દેહ બળવા માંડયો એટલે તે સોમલ જતો રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા. કિંચિત્ ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યો નહીં. પોતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બોધ દીધો કે જો ! તું એની પુત્રીને પરણ્યો હોત તો એ ક્નાયદાનમાં તને પાઘડી આપત. એ પાઘડી થોડા વખતમાં ફાટી જાય એવી પરિણામે દુઃખદાયક થાત. આ એનો બહુ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ! તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવવો જોઈએ; અને આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોધ કરે છે!

આત્માની સાથે જે કર્મોના થર લાગેલા હોય તેનું શું કરવું? કર્મોના આઠ પ્રકાર છે. એના આવવાના માર્ગો એટલે આશ્રવ. તેની સામેનો અટકાવ એટલે સંવર. જે કર્મો ઉદયમાં આવે એટલે જે પરિપાક દશાને પામે તે પ્રારબ્ધ. ઉદયમાં આવે તેને ભોગવી લેવા. પણ જેમ જમીનમાં બી વાવ્યું હોય તેને ઉગતાં વખત લાગે એવી રીતે કેટલાંએ કર્મો અંદર પડ્યાં રહે તેને સંચિત કર્મ કહેવામાં આવે છે અથવા શાસ્ત્રાેક્ત ભાષામાં તેને સત્તાગત કર્મો કહે છે એનો સમય ન આવે ત્યાં સુધી એ અંદર પડ્યા રહે છે. આ કર્મોનો નાશ નિર્જરા દ્વારા થાય છે. નિર્જરા એટલે કર્મોનું સાડવું (ખંખેરવું.) જેમ વસ્ત્રને ખંખેરવાથી તેમાં રહેલ પાણી તેમ જ કચરો ખરી પડે છે તેમ સત્તામાં પડેલા કર્મોને ઉદીરણાદ્વારા ખેંચી લાવી, તેને નિરસ બનાવી દૂર કરવા એનું નામ નિર્જરા કહેવાય છે. એમા આત્સા સાથે લાગેલા કર્મોનું સાટન થાય છે, નિર્જરા દ્વારા એ તદ્દન પાતળા પડી જઇ ચીકાશ ગુમાવી આત્માપરથી ખરી પડે છે.

નિર્જરા બે પ્રકારની છે. અકામા અને સકામા. ઇચ્છા શક્તિના ઉપયોગથી ઇરાદાપૂર્વક કર્મનો જેથી ક્ષય થાય તેને સકામા અથવા સકામ નિર્જરા કહેવામાં આવે છે. આપણે ઇરાદાપૂર્વક ત્યાગ કરીએ, સમજીને વસ્તુના લાભ સુલભ હોય છતાં મન-વચન-કાયાના યોગ પર અંકુશ રાખીએ તેથી સકામ નિર્જરા થાય છે. દરરોજ નિયમ ધારીએ અથવા ત્યાગબુદ્ધિએ ખાનપાનની વસ્તુ તથા વસ્ત્રાદિનો ત્યાગ કરીએ ત્યારે સકામ નિર્જરા થાય છે. પણ તેનીથી ઉંધું એટલે કે વગર ઇચ્છા એ સહન કરીએ ત્યારે અકામ નિર્જરા થાય છે, જેમ કે પ્રાણીઓને ખાવાનું ન મળે અથળા કે વનસ્પતિઓનું છેદન - ભેદન થાય ત્યારે તે જીવાત્માઓ કાંઇ ત્યાગવૃત્તિ એ મનપર અંકુશ રાખતા નથી કે ભૂખ - તરસની પીડાનો ત્રાસ જાણીબુજીને સહન કરતા નથી પણ તેમ કરતા જે કર્મ ક્ષય થાય તે અકામ નિર્જરા કહેવાય.

નિર્જરા અનેક કારણોથી થાય છે. સંવરના પ્રત્યેક માર્ગ પણ તે જ કારણોનો સદ્ભાવ હોય છે, પણ જ્યારે તપના પ્રકારો વિચારશો (બાહ્યંતર અને અભ્યંતર તપ) ત્યારે જણાશે કે એ સંવરોનો તપમાં સમાવેશ થઇ જાય છે. કર્મ અટકાવનાર તરીકે જે સંવરભાવના પર આપણે વિચાર્યું તે જ સંવરોનો સંચિત કર્મો દૂર કરવામાં ઉપયોગ થાય છે અને ત્યારે તેનો બાહ્ય-અભ્યંતર તપમાં સમાવેશ થાય છે અને તે અપેક્ષાથી તે નિર્જરામાં સમાઇ જાય છે. આ વાત તપના પ્રકારો ખૂબ વિચારતા જણાઇ જશે. નિર્જરા તપથી સિદ્ધ થાય છે. જિનેશ્વર ભગવંતોએ અહિંસા, સંયમ અને તપનો મહિમા સર્વોત્કૃષ્ટ બતાવ્યો છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે અને તે અહિંસા, સંયમ, અને તપની ત્રિપુટીરૂપ છે.

તપોનો મહિમા વર્ણવી શકાય તેમ નથી તેને માટે જેટલું વર્ણન કરીયે તેટલું ઓછું છે, અતિ ભયંકર કર્મો કરીને પાપ એકઠું કરવું હોય તેને પણ એ તપ દૂર કરીને મોક્ષ અપાવે છે. મતલબ દેશથી કર્મક્ષય (નિર્જરા) થતા આખરે તે તપ સર્વ કર્મક્ષય કરી મોક્ષ આપે છે.

textborder1textborder2

advt04.png