• રસમયી ભાવના

    भावनामृतरसं - શેરડીનો સાંઠો ઉપરથી જેટલો કડક દેખાય છે તે દેખી ચાવવાનો પ્રયત્ન ન કરનાર જીવ તેના રસથી વંચિત રહી જાય છે તેમજ આ બારભાવનાઓ કદાચ અનાભ્યાસને કારણે અઘરી દેખાતી હોય પણ તમે જેટલી ચાવશો તેટલો જ રસ તેમાંથી મળશે. તે રસ હશે વિતરાગતાનો અમૃત રસ.

    બાર ભાવના

  • 1

bhavna10

textborder1textborder2

સ્વ-સ્વરૂપે ટકીને નિરંતર પોતાના નવા નવા પર્યાયોથી ઉત્પાત - વ્યયરૂપે પરિણમન કર્યા કરે છે. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અધિકાર નથી. આ છ દ્રવ્યલોક તે મારું સ્વરૂપ નથી. તે મારાથી ત્રિકાળ ભિન્ન છે, એમ ધર્મી જીવ વિચારી સ્વસન્મુખતા દ્વારા વિષમતા મટાડી સામ્યભાવ - વીતરાગતા વધારવાનો અભ્યાસ કરે છે. તે લોક ભાવના છે. લોકસ્વરૂપની ભાવના ભાવતો વિતરાગ માર્ગ સુધીની વિચારણા કરતો સમ્યગદ્રષ્ટિ જીવ

textborder1textborder2


૧૪ રાજલોકમાંની એક્કેય એવી જગ્યા નથી કે જ્યાં જીવે-જન્મ મરણ નન કર્યા હોય, પણ જ્યારે જીવની દ્રષ્ટિ સમ્યગ્ થાય છે
અને જન્મ મરણથી થાક લાગે છે ત્યારે જીવ "લોકસ્વરૂપ ભાવના" ભાવે છે.


આ વિશ્વના પ્રથમ ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે. અધોલોક, તિર્યક્ અથવા મર્ત્યલોક અને ઉર્ધ્વલોક. એના આકારનો ખ્યાલ આપવા માટે એક લોકપુરુષની કલ્પના કરી છે. જાણે એક પુરુષ બન્ને પગ ખૂબ પહોળા કરી, બન્ને હાથો કેડ પર લગાવી ઊભો છે. આ લોકપુરુષની કેડ બહુ પાતળી છે. એક કેડ - કમરની નીચેના ભાગમાં અધોલોક આવ્યો છે, જેનો આકાર છત્ર ઉપર છત્ર મૂક્યું હોય તેવો છે. કેડ પાસે તિર્યગ્ લોક આવે છે. કેડની ઉપરના ભાગમાં ઊર્ધ્વ લોક આવે છે.

આ લોકનું માપ રજ્જુથી કરવામાં આવે છે. જે રજ્જુનું માપ આ પ્રમાણે કરવાનું છે. જંબૂદ્વીપ મધ્યદ્વીપ છે તે એક લાખ યોજન પ્રમાણ છે, એટલે તેની મધ્યરેષા તેટલી છે. તેની ફરતો ચારે તરફ લવણસમુદ્ર છે તેની લંબાઇ પહોળાઇ બે લાખ યોજનની છે. તેની ફરતો ઘાતકીખંડ છે તે ચારલાખ જોજન પહોળો લાંબો છે. તેની ફરતો કાલોદધિ સમુદ્ર છે તે આઠ લાખ જોજન લાંબો પહોળો છે. ત્યાર પછી પુષ્કરવર દ્વીપ છે તે સોળ લાખ જોજન લાંબો પહોળો છે. ત્યાર પછી એક સમુદ્ર અને એક દ્વીપ એમ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. છ્લેલો સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ અસંખ્ય દ્વીપ-સમુદ્રનું જે એકંદર માપ થાય તેને એક રજ્જુનું માપ ગણ્યું છે.

એ હિસાબે અધોલોક જે સંભૂતળા પૃથ્વી નીચે 900 જોજન પછી શરૂ થાય છે તેનું ઊંચાઇનું માપ સાત રજ્જુ પ્રમાણ છે. તિર્યગ્ લોક પહોળાઇમાં એક રજ્જુ પ્રમાણ છે. ઊંચાઇ 1800 યોજનની છે. એક રજ્જુનો અતિ અલ્પ ભાગ ઊંચાઇમાં રોકે છે. ઊર્ધ્વલોક સાત રજ્જુમાં કાંઇક ઓછો છે. કુલ ત્રણે લોક મળીને ચૌદ રજ્જુ પ્રમાણ ઊંચાઇ છે. ઇશ્વરીય કે કોઇ બીજી શક્તિએ ના તો આ લોક બનાવ્યો છે કે ના તો આ લોક નષ્ટ કરી શકવા કોઇ સમર્થ છે. પણ આ છ દ્રવ્યમય લોક તે પોતાથી જ અનાદિ-અનંત છે. છ એ દ્રવ્ય નિત્ય સ્વ-સ્વરૂપે ટકીને નિરંતર પોતાના નવા નવા પર્યાયો (અવસ્થા)થી ઉત્પાદ-વ્યયરૂપે પરિણમન કર્યા કરે છે. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અધિકાર નથી. આ છ દ્રવ્યસ્વરૂપ લોક તે મારું સ્વરૂપ નથી, તે મારાથી ત્રિકાળ ભિન્ન છે, હું તેનાથી ભિન્ન છું, મારો શાશ્વત ચૈતન્યલોક તે જ મારું સ્વરૂપ છે. એમ ધર્મી જીવ વિચારે છે અને સ્વસન્મુખતા દ્વારા વિષમતા મટાડી, સામ્યભાવ - વીતરાગતા વધારવાનો અભ્યાસ કરે છે તે લોકસ્વરૂપ ભાવના છે.

પાપપ્રનાલને રોકવા માટે આસ્ત્રવભાવના અને સંવર-ભાવના, તપ મહાફલી માટે નિર્જરાભાવના અને લોકસ્વરૂપનું કિંચિત્ તત્ત્વ જાણવા માટે લોકસ્વરૂપભાવના ભાવવી.

ચૌદ રાજલોકના આકાશના અસંખ્યાત પ્રદેશ છે. આકાશના એક એક પ્રદેશે અસંખ્યાતી નિગોદો છે. નિગોદના અસંખ્ય ગોળા છે. એક એક આકાશના પ્રદેશમાં એક એક ધર્માસ્તિકાયનો અને એક એક અધર્માસ્તિકાયનો પ્રદેશ રહ્યો છે, અને આકાશના એક એક પ્રદેશે અનંતા જીવો અને અનંત અનંત પુદ્ગલ પરમાણુઓ રહ્યા છે. એક એક જીવને અનંત અનંત પુદગલ પરમાણુઓ વાળી વર્ગણાઓ લાગી છે. ચૌદરાજલોકમાં અનંતા પુદ્ગલ પરમાણુઓનો બનેલા અનંત સ્કંધો પણ છે. તે અનંત પરમાણુઓને તથા સ્કંધોને પણ અનંતી અનંતીવાર કર્મની આઠ વર્ગણારૂપે, દેહરૂપે, ગ્રહ્યા અને છાંડ્યા. ચૌદરાજલોકના એક એક પ્રદેશે અનંતી અનંતીવાર અનંત અનંત જન્મ લઇને અનંત પરમાણોઓને અનંતી અનંતીવાર આઠ વર્ગણારૂપે ગ્રહ્યા અને છાંડ્યા. દુનિયામાં આવો એક પણ પરમાણુ નથી કે જેને અનંતીવાર અનંતરૂપે ગ્રહણ ન કર્યો હોય અને ન છંડ્યો હોય, તથા ચૌદ રાજલોકમાં એવો એક પણ જીવ નથી કે જેની સંગે અનંતીવાર સગપણના સંબંધ ન કર્યા હોય, તથા જે જીવો સિદ્ધ પરમાત્માઓ થયા છે, તેઓની સાથે પણ ભૂતકાળમાં અનંતીવાર અનંતરૂપે સગપણના સંબંધ કહ્યા હતા. સૂક્ષ્મ નિગોદજીવો, ચૌદ રાજલોકમાં કૂપલીમાં કાજળની પેઠે ઠાંસી ઠાંસીને ભર્યા છે, તથા બાદર નિગોદના જીવો પણ અનંત છે. એક સોયના અગ્રભાગ ઉપર બાદર નિગોદનું જેટલું શરીર રહે તેટલા શરીરમાં અનંતા જીવો રહ્યા છે. સૂક્ષ્મ અને બાદર નિગોદમાં અનંત અનંત પુદ્ગલ પરાવર્તનનાં અનતં કાળચક્ર સુધી જીવ ભમ્યો પણ અજ્ઞાન મોહથી પોતાનું શુદ્ધ સ્વરૂપ સમજી શક્યો નહી. સૂક્ષ્મ નિગોદમાં એક શ્વાસોશ્વાસમાં સાડી સત્તર ભવ અધિક કર્યા. એમ હે જીવ! તે નિગોદ અને નરકનાં દુઃખ ભોગવ્યા. તેનો વિચાર કર! નરકની ગતિમાં અને બેરેંદ્રિ તેરેદ્રિ ચૌરેન્દ્રમાં અનંતીવાર ભમ્યો. દેવગતિના ભવ પણ અનંતી વાર કર્યા. મહા પુણ્યોદયે દશ દૃષ્ટાંત દુર્લભ એવો મનુષ્ય જન્મ મળ્યો, હવે તું વિચાર કે મનુષ્યભવમાં જો મોક્ષ ન મેળવ્યું તો ક્યા ભવમાં મેળવીશ?

લોક સ્વરૂપ ભાવના એટલી વિશાળ છે કે એના અંતરમાં બાકીની સર્વ ભાવનાઓનો સમાવેશ થઇ જાય છે. આ જીવનમાં જે અનિત્યતાદિ ભાવો વિચારવા યોગ્ય છે તે સર્વ લોકમાં જ બને છે. એ રીતે આ ભાવના વિશાળ છે. લોક અને અલોકનું સ્વરૂપ વિચારીને પછી લોકની અંદર ઉતરી જવાથી આ ભાવનાનું રહસ્ય પ્રાપ્ત થાય એ રીતે લોકનું સ્વરૂપનો ટુંકમાં પરિચય આપ્યો છે.

textborder1textborder2

advt03.png