• રસમયી ભાવના

    भावनामृतरसं - શેરડીનો સાંઠો ઉપરથી જેટલો કડક દેખાય છે તે દેખી ચાવવાનો પ્રયત્ન ન કરનાર જીવ તેના રસથી વંચિત રહી જાય છે તેમજ આ બારભાવનાઓ કદાચ અનાભ્યાસને કારણે અઘરી દેખાતી હોય પણ તમે જેટલી ચાવશો તેટલો જ રસ તેમાંથી મળશે. તે રસ હશે વિતરાગતાનો અમૃત રસ.

    બાર ભાવના

  • 1

bhavna11-12

textborder1textborder2

આ બન્ને ભાવનાઓનો પરિચય કરતાં બોધિ શું અને ધર્મ શું છે તેનો સ્પષ્ટ ખ્યા કરવાની આવશ્યતા છે. બોધિ શબ્દ ધાતુમાંથી નીકળેલ છે એનો અર્થ "જ્ઞાન" જાણવું એ થાય છે આ એનો વિશુદ્ધ અર્થ છે. જ્ઞાન- સમજણ અંદરથી જ જાગૃત થાય છે. આત્માનો સહજ સ્વભાવ જ્ઞાન છે. કર્માવરણથી એનો એ સ્વભાવ આચ્છાદન પામી ગયો છે તેને પ્રગટ કરવો. "વત્થુસુહાવોધમ્મો" વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ છે તેમ જાણવું.

textborder1textborder2


અનંતકાળથી ચારે ગતિમાં ફર્યા પછી જ્યારે સમજાય કે મનુષ્યપણું, ધર્મશ્રવણ, ધર્મરૂચિ અને સંયમમાં પ્રવર્તન અનુક્રમે
વધારેને વધારે દુર્લભ છે ત્યારે જીવ બોધિને પામે છે અને તપથી કર્મોનો નાશ કરી શાશ્વત સિદ્ધિમાં જાય છે.


બોધી દુર્લભ ભાવના

સંસારમાં ભ્રમતા આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી પરમ દુર્લભ છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખનું-જન્મ-મરણરૂપ ચાર ગતિનું કારણ હોવાથી સમ્યગ્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં સાધકનું અથવા સાધુનું મિથ્યાજ્ઞાન સમ્યજ્ઞાનમાં પરિણામે છે. સમ્યજ્ઞાનને પામ્યા પછી ચારિત્ર સર્વવિરતી પરિણામરૂપ ધર્મ પામવું દુર્લભ છે. એમ ચિંતવવું તે બોધિદુર્લભ ભાવના છે.

આ જીવ, સંસારમાં અનાદિકાળતી માંડી અનંતકાળ તો નિગોદમાં રહે છે અને ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિ પર્યાયને ધારણ કરે છે, અનાદિથી અનંતકાળ સુધી નિત્યનિગોદમાં જીવનો વાસ છે. ત્યાં એક શરીરમાં અનંતાનંત જીવોના આહાર, શ્વાસોશ્વાસ, જીવન-મરણ સમાન છે. એક શ્વાસના અઢારમાં ભાગ જેટલું આયુષ્ય છે. ત્યાંથી નીકળી કદાચિત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયપર્યાય પામે છે, એ પર્યાયો પામવી દુર્લભ છે. ત્યાં પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ તથા બાદરકાયોમાં અસંખ્યાત કાળ ભ્રમણ કરે છે, ત્યાંથી નીકળી ત્રસપણું પામવું ઘણા કષ્ટે પણ દુર્લભ છે; જેમ ચિંતામણિ પામવો દુર્લભ છે તેમ. સ્થાવરમાંથી નીકળી ત્રસ થાય ત્યાં પણ બેઇદ્રિય, ત્રણઇદ્રિય, ચારઇદ્રિયરૂપ વિકલત્રયપણાને પામે. ત્યાં (ઉત્કૃષ્ટ) કરોડો પૂર્વ રહે છે ત્યાંથી નીકળી મહાકષ્ટેથી પંચેદ્રિયપણું પામે છે. કદાચિત પંચેદ્રિય થાય તો અસંજ્ઞી થાય છે પણ સંજ્ઞીપણું દુર્લભ છે. વળી સંજ્ઞી થાય તો ત્યાં ક્રૂર તિર્યંચ થાય કે જેના પરિણામ નિરંતર પાપરૂપ જ રહે છે. ક્રૂર તિર્યંચ થાય તો તે તીવ્ર અશુભપરિણામથી અશુભ લેશ્યા સહિત મરી નરકમાં પડે છે. કેવું છે નરક? મહાદુઃખદાયક અને ભયાનક છે. ત્યાં શરીરસંબંધી તથા મન સંબંધી પ્રચુર (ઘણાં તીવ્ર-આકરાં) દુઃખ ભોગવે છે. ફરી નરકમાંથી નીકળી તિર્યંચ થાય તો ત્યાં પણ દુઃખ સહે છે. અનેક પ્રકારનાં અનંત દુઃખ વિશેષતાપૂર્વક સહે છે. તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ ચાર પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે તેમ (માનવપણું) દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જીવ મિથ્યાદૃષ્ટિ બની પાપ ઉપજાવે છે. મનુષ્યપર્યાય પામી કદાચિત્ આર્યખંડમાં પણ જન્મ પામે તો ત્યાં ઊચ્ચ કુળ પામવું દુર્લભ છે, કદાચિત્ ઉચ્ચ કુળમાં પણ જન્મ પામે તો ત્યાં ધનહીન દરિદ્રી થાય અને તેનાથી કાંઇ સુકૃત્ય નહિ બનતાં પાપમાં જ લીન રહે છે. વળી જો ધનવાનપણું પણ પામે તો ત્યાં ઇદ્રિયોની પરિપૂર્ણતા પામવી અતિ દુર્લભ છે. કદાચિત્ ઇદ્રિયોની સંપૂર્ણતા પણ પામે તો ત્યાં રોગસહિત દેહ પામે, પણ નીરોગ હોવું દુર્લભ છે. કદાચિત્ નીરોગ પણ થાય ત્યાં દીર્ઘ જીવન અર્થાત દીર્ઘાયુ ન પામે એ પામવું દુર્લભ છે; કદાચિત્ દીર્ઘ આયુ પણ પામે તો ત્યાં શીલ અર્થાત્ ઉત્તમ પ્રકૃતિ-ભદ્ર પરિણામ ન પામે; તેથી સુષ્ઠુ (ઉત્તમ - ભદ્ર -સરળ) સ્વભાવ પામવો દુર્લભ છે. કદાચિત્ ઉત્તમસ્વભાવ પણ પામે તો ત્યાં સાધુપુરુષોની સંગતિ પામે નહિ, અને કદાચિત્ પામે તો ત્યાં સમ્યગ્દર્શન પામવું - સત્ શ્રદ્ધાન થવું અતિદુર્લભ છે. કદાચિત્ સમ્યક્ત્વ પણ પામે તો ત્યાં આ જીવ ચારિત્ર ગ્રહણ કરે નહિ, કદાચિત્ ચારિત્ર પણ ગ્રહણ કરે તો તેને નિર્દોષપણે પાલન કરી શકે નહિ. આ જીવ કદાચિત્ રત્નત્રય પણ પામે અને ત્યાં તીવ્ર કષાય કરે તો, નાશને પ્રાપ્ત થયું છે રત્નત્રય જેનું એવો બની, દુર્ગતિમાં ગમન કરે છે. જેમ મહાસમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે. એવો નિýાય કરી હે ભવ્યજીવો! આ મિથ્યાત્વ અને કષાયને છોડો એવો જ્ઞાની ભગવંતોનો ઉપદેશ છે.

મનુષ્યપણામાં કદાચિત્ શુભપરિણામોથી દેવ પણ થાય કદાચિત્ ત્યાં સમ્યક્ત્વ પણ પામે તો ત્યાં તપýારણચારિત્ર પામતો નથી. દેશવ્રત-શ્રાવકવ્રત તથા શીલવ્રત એટલે બ્રહ્મચર્ય અથવા સપ્તશીલનો લવલેશ પણ પામતો નથી. હે ભવ્યજીવ! આ મનુષ્યગતિમાં જ તપનું આચરણ હોય છે, આ મનુષ્યગતિમાં જ સકલ મહાવ્રત હોય છે, આ મનુષ્યગતિમાં જ ધર્મ-શુક્લધ્યાન હોય છે તથા આ મનુષ્યગતિમાં જ નિર્વાણ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ હોય છે. અતિ કઠણતાથી પ્રાપ્ત થવા યોગ્ય એવો આ મનુષ્યપર્યાય એક અમૂલ્ય રત્ન તુલ્ય છે; તેને વિષય-કષાયોમાં રમી વૃથા ગુમાવવો યોગ્ય નથી. સંસારમાં દુર્લભથી પણ દુર્લભ જાણી, એ દર્શન-જ્ઞાન-ચારિત્રનો હે ભવ્યજીવો! તમે મહાન આદર કરો! નિગોદમાંથી નીકળી ઉપર કહ્યા અનુક્રમથી સર્વ દુર્લભથી પણ દુર્લભ જાણો! વળી તેમાં પણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ સમજો! તેને પામીને ભવ્યજીવોએ તેનો મહાન આદર કરવા યોગ્ય છે.

ધર્મદુર્લભ ભાવના

સદ્ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક વિતરાગ પરમાત્મા અરિહંત પરમાત્મા કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો એવા અર્હત ભગવાન જે પૂર્ણ વિતરાગ છે કેવળજ્ઞાન અને કેવળદર્શન યુક્ત છે. એ પોતાના સ્વભાવમાં જ અખંડપણે લીન છે. તેનું જ (સ્વભાવનું) જ્ઞાન તેને અખંડપણે વર્તે છે. તેમની દેશના - દીવ્યધ્વની સાંભળવા મળવી અનંતકાળના પરિભ્રમણમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. તેમના શ્રી મુખ કમળથી ધર્મનું શ્રવણ થવું અતિ અતિ દૂર્લભ છે. સદ્ધર્મના ઉપદેશક, સત્ગુરુ અને સત્શાસ્ત્રનું શ્રવણ મળવું પરમ દુર્લભ છે. એમ ચિંતવવું તે બારમી ધર્મદુર્લભ ભાવના છે.

ત્રિકાલ ગોચર સમસ્ત ગુણ-પર્યાયો સહિત સંપૂર્ણ લોક-અલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞદેવ છે. આ લોકમાં જીવદ્રવ્ય અનંતાનંત છે, તેનાથી અનંતાનંત ગણાં પુદ્ગલદ્રવ્યો છે, આકાશ, ધર્મ અને અધર્મદ્રવ્ય એક એક છે તથા અસંખ્યાત કાલાણુદ્રવ્યો છે, લોકાકાશની પાર અનંતપ્રદેશી આકાશદ્રવ્ય છે તે અલોક છે. તે સર્વ દ્રવ્યોનો અનંત સમયરૂપ ભૂતકાળ તથા તેનાથી અનંતગણા સમયરૂપ ભવિષ્ય કાળ છે. તે કાળના સમયસમયવર્તી એક દ્રવ્યના અનંત અનંત પર્યાય છે. તે બધાંય દ્રવ્યપર્યાયોને, યુગપત્ (એકસાથ) એક સમયમાં પ્રત્યક્ષ સ્પષ્ટ ભિન્ન ભિન્ન જેમ છે તેમ, જેનું જ્ઞાન જાણે છે તે સર્વજ્ઞદેવ છે એ જ દેવ છે બાકી બીજાને દેવ કહેવામાં આવે છે તે કહેવામાત્ર છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મનું યથાર્થ સ્વરૂપ ઇદ્રિયગોચર નથી પણ અતીદ્રિય છે અને તેનું ફળ મોક્ષ છે તે પણ અતીદ્રિય છે. છદમસ્થને ઇદ્રિયજ્ઞાન છે તે પરોક્ષ તેને જ્ઞાન ગોચર નથી. જે સર્વ પદાર્થોને પ્રત્યક્ષ દેખે તે ધર્મનું સ્વરૂપ પણ પ્રત્યક્ષ દેખે. એટલા માટે એ ધર્મનું સ્વરૂપ શ્રીસર્વજ્ઞદેવનાં વચનથી જ પ્રમાણ છે, અન્ય છદમસ્થનું કહેલું પ્રમાણ નથી, પરંતુ સર્વજ્ઞના વચનની પરંપરાપૂર્વક છદ્મસ્થ કહે તે પ્રમાણ છે. તેથી ધર્મના સ્વરૂપકથનમાં મૂળકારણરૂપ સર્વજ્ઞનું અહીં સ્થાપન કર્યું છે. જો કોઇ નાસ્તિક કહે કે સર્વજ્ઞનો અભાવ છે તો તેમને નિષેધવા અહીં કહ્યું છે કે જો સર્વજ્ઞ ન હોય તો અતીદ્રિય પદાર્થોને કોણ જાણે? કારણ કે ધર્મ-અધર્મનું ફળ તો અતીદ્રિય છે, તેને સર્વજ્ઞ વિના (યથાર્થ-પૂર્ણ) કોઇ જાણી શકતું નથી એટલા માટે ધર્મ-અધર્મના ફળને ચાહતો જે પુરુષ છે તે તો સર્વજ્ઞને માન્ય કરી તેમના વચનાનુસાર ધર્મના સ્વરૂપનો નિýાય કરી અંગીકાર કરે છે.

`દુર્ગતિં પતનાત્ ધારયતીતિ ધર્મઃ' એટલે દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ. ધર્મભાવના જીવના સર્વ કૃત્યોને નિયમિત રાખનાર, મર્યાદામાં રાખનાર અને સંયમિત રાખનાર ધર્મ છે. આ જીવનમાં ચાર પુરુષાર્થ જીવને સાધવાના છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. `ધર્મ'માં સામાન્ય વ્યવહાર દૃષ્ટિએ ક્રિયાકલાપનો સમાવેશ થાય છે અને પરમાર્થ દૃષ્ટિએ આત્મસન્મુખતાનો સમાવેશ થાય છે. `અર્થ' એટલે ધન. પૈસાની પ્રાપ્તિ. `કામ' એટલે ઇંદ્રિયોના ભોગપભોગની સેવના અને `મોક્ષ' એટલે અજરામર સ્થાનની પ્રાપ્તિ. એમાં મોક્ષ તો સાધ્યભાવના આદર્શમાં રાખવાનું છે અને અર્થ તથા કામ એવી રીતે સાધવા ઘટે કે તેનો ધર્મ સાથે વિરોધ ન થાય. આ જરા મુશ્કેલ છે પણ જરૂરી કર્તવ્યસૂચન છે. એની ચાવીઓ આ ભાવનામાં પ્રાપ્તવ્ય છે. સર્વ જીવને સંસારપર્યટનની ઉપાધિમાંથી મૂકાવવાની તીવ્ર ભાવના થાય ત્યારે એ જીવ તીર્થંકર થવા યોગ્ય કર્મ ઊપાર્જન કરે છે. એટલે એની જગત બંધુભાવ વૃત્તિ સમજી શકાય તેવી અને સુવિખ્યાત છે. સર્વ જીવો તરફ બંધુભાવ રાખનાર શ્રી તીર્થંકર દેવે ધર્મ ચાર પ્રકારનો બતાવ્યો છે.

1) દાન 2) શીલ 3) તપ 4) ભાવ. ટૂંકમાં આ ચારેય ધર્મ ઊપર વીચારશું.

1) દાન: પોતાની વસ્તુઓ, પોતાનું ધન બીજાને આપવું, આપવામાં પૂર્ણ પ્રેમભાવ રાખવો, પોતાની શક્તિ જોઇને આપવું અને જે વ્યક્તિને કે સંસ્થાને આપવાનું હોય તેની યોગ્યતા જોઇને આપવું. ચિત્ત, વિત્ત અને પાત્ર આ ત્રણે બાબતો દાનને અંગે વિચારવાની હોય છે. દાનમાં મૂર્ચ્છાનો ત્યાગ રહેલો છે અને ત્યાગધર્મની શરૂઆત દાનથી થાય છે. દાન આપવાની ભાવના તો સર્વ પ્રકારે ઇષ્ટ છે. માંદાની માવજત, પ્રસૂતિની સેવા, ગ્રામવાસીઓને કેળવણી વિગેરે અનેક સેવાના પ્રકારો ખીલવવાના છે, તે સર્વ ધર્મના આ વિભાગમાં આવે.

2) શીલ (બ્રહ્મચર્ય): દેશથી અથવા સર્વથી. દેશથી એટલે સ્વદારાસંતાષ, સામાન્ય કર્તવ્યપરાયણ માણસ પણ પરસ્ત્રાળ તરફ રાગથી જુએ નહિ, પરસ્ત્રાળ એટલે પારકાની સ્ત્રાળ એટલું જ નહિ પણ તેમાં કુમારિકા, વિધવા, વેશ્યા, ગણિકા આદિ સર્વનો સમાવેશ થાય છે. બ્રહ્મચર્ય પાળવા માટે જ્ઞાનીઓએ ઉપયોગી સૂચનાઓ કહી છે તેને `શિયળની નવ વાડ' કહેવામાં આવે છે. આત્મિક પ્રગતિ ઇચ્છનારે બ્રહ્મચર્યને - શિયળને અતિ મહત્ત્વનું અંગ ગણવાનું છે.

3) તપ: ધર્મનો ત્રીજો પ્રકાર તપ છે. તપ બે પ્રકારે થાય છે. 1) બાહ્યંતર અને 2) અભ્યંતર. દાનથી ધર્મની શરૂઆત થાય, ધન વસ્તુ પરની મૂર્ચ્છા છૂટતી જાય, પછી શિયળથી શરીર પર અંકુશ આવતો જાય, ધીમે ધીમે ખૂબ પ્રગતિ થતી જાય, તપથી ઈષ્ટ સર્વ પ્રાપ્ત થાય અને જેમ જેમ આત્મસ્વરૂપનું સાચું ભાન થતું જાય તેમ તેમ પરવસ્તુ પર રાગ ઘટતો જાય એની શરૂઆત સામાન્ય બાહ્ય ત્યાગથી થાય છે, મર્યાદાથી શરૂ થાય છે અને એવી રીતે નિયમિતપણું આવતાં ધીમે ધીમે શરીર પર અને મન પર કાબૂ વધતો જાય છે, છેવટે શરીર પરની માયા પણ છૂટતી જાય છે. તપ કર્મને તપાવનાર હોઇ ધર્મમાર્ગમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. અનેક મહાપુરુષો રાજ્ય છોડી જંગલ અને એકાંત સેવે છે અને શરીરને દમે છે તે કાંઇ મનસ્વી કે તરંગીપણાનું પરિણામ નથી; પણ સ્પષ્ટ દૃષ્ટિથી કરેલા અવલોકનને પરિણામે પ્રાપ્ત થયેલ વિશાળ દૃષ્ટિ છે. તપનો આશ્રય કરવાથી એ ગુણનો ખ્યાલ આવે તેમ છે.

4) ભાવ: ધર્મનો ચોથો પ્રકાર ભાવ છે. આમાં આંતરવૃત્તિઓનો શુભ અધ્યવસાયનો સમાવેશ થાય છે. દાનની શોભા, શિયળની મહત્તા, તપની આકર્ષકતા ભાવ પર ખૂબ જ આધાર રાખે છે. ભોજનમાં જે સ્થાન મીઠાનું છે તે સ્થાન ધર્મસામ્રાજ્યમાં ભાવનું છે. નાના બાળકને અંતરના ઉમળકાથી બોલાવાય તો જ તેને આકર્ષણ થા યછે. ભાવ હૃદયનો પ્રેમ અંતરની ઉર્મિ એ બહુ ઊપયોગી બાબત છે. ભાવની નિર્મળતા ઉપર કર્મબંધને કર્મક્ષયનો તેમ જ પ્રગતિ આદિનો આધાર રહે છે. ધર્મના આ ચાર પ્રકારના જો વિસ્તારથી ઉલ્લેખ કરવા હોય તો પુસ્તકો ભરાય તેમ છે, પણ અહી એક સુંદર સજ્ઝાય યાદ આવે છે તે સ્વાધ્યાય અર્થે નીચે પ્રમાણે છે.

રે જીવ! જિ નધર્મ કીજિયે, ધર્મના ચાર પ્રકાર; દાન શિયળ તપ ભાવના, જગમાં એટલું સાર. રે જીવ! 1
વરસ દિવસને પારણે, આદીશ્વર સુખકાર; શેલડી રસ વહોરાવીઓ, શ્રી શ્રેયાંસકુમાર. રે જીવ! 2
ચંપાદ્વાર ઊઘાડવા, ચારણીએ કાઢ્યાં નીર; સતી સુભદ્રાએ જસ લહ્યો, શિયળે સુરનર ધીર. રે જીવ! 3
તપ કરી કાયા શોષવી, સરસ વિરસ આહાર; વીર જિણંદ વખાણીઓ, ધન ધન્નો અણગાર. રે જીવ! 4
અનિત્ય ભાવના ભાવતાં, ધરતાં ધરમનું ધ્યાન; ભરત આરિસાભુવનમાં, પામ્યા કેવળજ્ઞાન. રે જીવ! 5
ધર્મવૃક્ષ સુરતરુ સમો, જેહની શીતળ છાંય; સમયસુંદર કહે સેવતાં, મનવાંછિત ફળ થાય. રે જીવ! 6

આમાના પ્રત્યેક ઉદાહરણ વિચારી દાન, શિયળ તપ અને ભાવને ઓળખવાની આવશ્યકતા છે, સર્વ કોઇએ આ ચારે પ્રકારને ખૂબ સમજવા-વિચારવા યોગ્ય છે અને માત્ર વિચારીને ન અટકતાં તેનો સત્વર અમલ કર્તવ્ય છે. શ્રી વિતરાગ દેવે જગતના જીવોના હિત માટે આ ચાર પ્રકારનો ધર્મ બતાવ્યો, આ ચાર પ્રકારમાં વિશિષ્ટતા એ છે કે એ ધનવાન કે ગરીબ; બાળ કે વૃદ્ધ; સશક્ત કે અશક્ત; ભણેલ કે અભણ સર્વ કોઇ આચરી શકે છે અને પોતાની શક્તિ, સ્ફુર્તિ અને વિવેકશક્તિ અનુસાર ફળ પ્રાપ્ત કરી શકે છે એ ચારે પ્રકારોમાં બાહ્ય અને અંતરભાવ છે તે સમજવા યોગ્ય છે. આવા પ્રકારનો ધર્મ મારા મનમાં નિરંતર રમો. આ ધર્મ ભાવના છે. `નિરંતર' કહેવાનો હેતુ એ છે કે ધર્મભાવનાનો અભ્યાસ સતત કરવાની આવશ્યકતા છે. એમાં આંતરો કદી પણ પડવો ન જોઇએ. અભ્યાસ એ રીતે જ થાય છે. ધર્મના આ ચાર પ્રકાર અતિસુંદર છે. ધર્મનું મૂળ આમાં હોવાથી અતિઆવશ્યક છે, આની કૂબ એ છે કે સર્વ ભૂમિકામાં રહેલ પ્રાણીને ઉપકારી થઇ શકે છે. ધર્મનો અનેક દૃષ્ટિએ વિચાર કરવાનો છે તે પૈકી આ એક દિશા થઇ. આની સાથે આપણે માર્ગાનુસારીના ગુણો વિચારી શકીએ, દેશવિરતિ શ્રાવકના ગુણો વિચારી શકીએ. આ બધા અતિઆવસ્યક વિષય ઉપર પ્રત્યેક મુમુક્ષુએ ખાસ વિચારવા - આદરવા યોગ્ય છે. હવે આગળ લોકોત્તર ધર્મ પર વિચારીયે. લોકોત્તર ધર્મના બે પ્રકાર છે, 1) શ્રુતધર્મ અને 2) ચારિત્ર ધર્મ. સ્વાધ્યાય, વાચના વિગેરે તત્ત્વચિંતવના કરવી એ ધર્મનું કારણ હોવાથી એ પ્રથમ લોકોત્તર ધર્મ છે અને બીજો પ્રકાર ચારિત્ર ધર્મ છે. કર્મક્ષય માટે જે આચરણ કરવું તે ચારિત્ર ધર્મ. ધર્મના લક્ષે નવતત્ત્વની 29મી ગાથામાં ``ખંતી મદ્દવ અજ્જવ, મુત્તી તવ સંજમે અ બોધન્નં । સઝ્ચં સોઅં અકિંચણં ચ, બંભં ચ જઇધમ્મો ।।'' દશ આજ્ઞાઓ નીચે પ્રમાણે બતાવી છે.

1) ગમે તેટલા ઉશ્કેરાવાના પ્રસંગમાં પણ તારે ક્ષમા રાખવી. 2) માન કોઇના રહેવાના નથી તારે પણ નમ્રતા રાખવી. 3) માયા-કપટ-દંભ છોડી તારે નિરંતર સરળતા રાખવી. 4) વસ્તુ, ધન, કે સંબંધ પર મૂર્ચ્છા ન રાખતાં સંતોષ રાખવો. 5) શરીર અને મનને કસી, તેની પાસે કસરત કરાવવી અને તેના પર અંકુશ કેળવવો. 6) સર્વ જીવોને અભય આપવાનો વ્યાપાર કરવો અને કાયા પર અંકુશ રાખવો. 7) સત્ય, પ્રિય, હિત, મિત અને તથ્ય બોલવું અથવા મૌન રહેવું. 8) બહારથી અને અંદરથી પવિત્ર રહી પારકી ચીજને પારકી જાણવી. 9) મારાપણાની સ્વામિત્વની બુદ્ધિનો ત્યાગ કરવો. 10) વિષયવાસનામાં ન પડતાં યોગશક્તિ ખીલવવી. આ દશે ધર્મોને ખૂબ વિગતથી અનેક પ્રકારે સમજવા, વિચારવા. આમાં સામાન્ય વિશેષ રૂપમાં ખૂબી એ છે કે એમાં પાંચે વ્રતોનો તથા કષાયોનો અને યોગના સંવરનો સમાવેશ થઇ જાય છે. એનો સર્વથા સ્વીકાર થાય તો અતિ ઇષ્ટ છે. આ સાધુના ધર્મો છે એમ ધારીને સાધુ ન થયા હોય તો પણ તેમણે છોડી દેવાના નથી, વેશ કરતાં પણ વધારે અગત્ય વર્તનરૂપ ચારિત્રને આપવાની હોઇને એનો યથાશક્તિ સ્વીકાર સર્વ અવસ્થામાં ખાસ કર્તવ્ય છે અને આમાં પ્રગતિ સાધ્યને માર્ગે લઇ જઇ અંતે સાધ્ય પહોંચાડનાર છે એ વાત લક્ષ્યમાં રાખવી.

હવે ધર્મ એટલે વસ્તુસ્વભાવ. `વથ્થુસહાવો ધમ્મો ।' કોઇપણ વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ કહેવાય છે. પ્રત્યેક વસ્તુ પોતાના મૂળ સ્વભાવમાં વર્તે તે તેનો ધર્મ છે. આ દૃષ્ટિએ વીચાર કરીએ તો આત્મા પોતાના સ્વભાવમાં વર્તે તે તેનો ધર્મ છે અને સ્વભાવમાં ન વર્તતાં વિભાવમાં પડી જાય તો તેટલે અંશે તેની ધર્મચ્યુતિ થાય છે. ચેતનનો સ્વભાવ શો છે ? અને વિભાવો ક્યા છે ? તે બરોબર લક્ષમાં રાખી આજ સુધી જે અવળી સમજણ છે તે બદલાવવી. અવળી સમજણ થી જીવનું જે જ્ઞાન છે તે મિથ્યાજ્ઞાન એટલે કે મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વ શું છે તો કે શરીરથી લઇ દરેક પર પદાર્થોમાં `હું પણું' અને `મારા પણું' આરોપણ કરવું તે. અને સવળી સમજણ એ છે કે આ સમસ્ત લોકમાં અણુંથી લઈ કંઇ પણ મારૂ નથી મારો સ્વભાવ એટલે કે ચેતનનો કે આત્માનો કે જીવનો સ્વભાવ માત્ર જ્ઞાતા-દૃષ્ટા (જાણવું-જોવું-અને તેમાં સ્થિર રહેવું) જ છે. ધર્મના વિષય પર ઘણું લખવા જેવું છે. એનો તત્ત્વ વિભાગ અને નીતિ વિભાગ, દર્શન વિભાગ અને ચરિત્ર વિભાગ. ધર્મને મત વચ્ચે તફાવત, ધર્મ અને દર્શનની વિશિષ્ટતા, બાહ્યક્રિયામાં પૂર્ણતા માનવાની રૂઢિ, જૈન ધર્મમાં બાહ્ય કરતા આંતરની જ પોષણા વધારે છે તેનાં લાક્ષણિક દાખલાઓ, એનું મૂળ સ્વરૂપ ક્યારથી અને શા માટે વિસરાઇ ગયું છે? ઉપાધ્યાયજી શ્રી સિમંધરસ્વામીને લખે છે કે `ધામધુમે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે' એનું રહસ્ય શું? તત્ત્વજ્ઞાન અને મતમાં તફાવત કેટલો છે? વગેરે અનેક પ્રüાાે ઘણા આકર્ષક છે. અહીં બાર ભાવના અને તેના પરના દૃષ્ટાંતો દ્વારા બાળ જીવોને ભાષાની સરળતા દ્વારા જેટલું બને તેટલું સમજાવાનો પ્રયત્ન માત્ર કર્યો છે આની પછી હજી ચાર ભાવના છે. 1) મૈત્રી ભાવના 2) પ્રમોદ ભાવના 3) કરુણ ભાવના 4) માધ્યસ્થ ભાવના. જે વિશેષ સમજવા જેવી છે. ધર્મનો વિષય ઘણો વિશાળ છે અને અનેક દૃષ્ટિબિંદુઓથી ચર્ચવા યોગ્ય છે. .

textborder1textborder2

advt04.png