• રસમયી ભાવના

    भावनामृतरसं - શેરડીનો સાંઠો ઉપરથી જેટલો કડક દેખાય છે તે દેખી ચાવવાનો પ્રયત્ન ન કરનાર જીવ તેના રસથી વંચિત રહી જાય છે તેમજ આ બારભાવનાઓ કદાચ અનાભ્યાસને કારણે અઘરી દેખાતી હોય પણ તમે જેટલી ચાવશો તેટલો જ રસ તેમાંથી મળશે. તે રસ હશે વિતરાગતાનો અમૃત રસ.

    બાર ભાવના

  • 1

bhavna1

textborder1textborder2

હે જીવ! આ તારા સંબંધો, આ તારા સંયોગો, આ તારી પુદગલ ચીજો વગેરે કંઇ નિત્ય તારી પાસે રહેવાની નથી, તેમ આ તારું શરીર પણ હંમેશનું તારું નથી તે અહીં જ મુકી જવાનું છે અને આ કોઇ પદાર્થો નિત્ય કે સ્થાયી નથી પણ માત્ર તારો નિજશુદ્ધાત્મા જ નિત્ય અને સ્થાયી છે એમ સ્વસન્મુખતાપૂર્વક ચિંતવન કરી, સમ્યગદ્રષ્ટિ જીવ અનિત્ય ભાવનાને ભાવી વૈરાગ્યની અને ક્રમે વીતરાગતાની વૃદ્ધિ કરે છે.

textborder1textborder2


જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના. અનિત્યભાવનાને દ્રઢ કરવા અને વૈરાગ્યોપદેશાર્થે
એક ગરીબ માણસ પોતાના જ સ્વપ્ના પર ખેદ કરે છે તેનું દ્રષ્ટાંત


એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સાધારણ મનુષ્યને ઘેર પહોંચ્યો; ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી અને તેની દયામણી પરિસ્થિતી જોઇ ગૃહસ્થની સ્ત્રાળએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. આવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામીને નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં બેસવા પુરતી જમીન સ્વચ્છ કરીને એક બાજુએ પોતાનો જળનો ઘડો મૂક્યો; એક બાજુએ પોતાની ફાટીતૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન ખાઈને પૂરું કર્યું. ભરપેટ ભોજન કર્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યો છે; તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યાં છે, દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા છે; આજુબાજુ છડીદારો ``ખમા! ખમા!'' પોકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રાળઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેનાં રોમાંચ રોમાંચ ઉલ્લસી ગયા. તે જાણે પોતે જ ખરેખર તેવું સુખ ભોગવે છે એવું માનવા લાગ્યો.

anityastory

એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયા; મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો; અને ગાજવીજથી એક જોરદાર કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને તૂરંત તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામર છત્ર ધરનારા તે નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો ઘડો પડયો હતો તે ત્યાં જ પડયો છે. જે સ્થળે ફાટીતૂટી ગોદડી પડી હતી તે સ્થળે ફાટીતૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવાં મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યાં હતા તેવાં ને તેવાં તે જ વસ્ત્રાે શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટયું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું અહીં કશુંયે નથી. અરેરે ! મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડયો. બોધ ઃ સ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખ-સમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત્ સુખસમુદાયને મહાઆનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારના સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર જીવો સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાતાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બંને ચપળ અને શોકમય છે. જ્ઞાનીઓએ આયુષ્યને પવનના તરંગ જેવું ચપળ કહ્યું છે અને કુશના છેડા પર રહેલા પાણીના બિંદુ સાથે જીવનને સરખાવ્યું છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. આખા જીવનની ચાવી સમજવાની જરૂર છે, સમજીને છૂટી જવાની જરૂર છે નહિ તો આ ચક્રવ્યુહ એવો મંડાણો છે કે એમાંથી નીકળવાના પ્રયત્ન કરતાં જીવ એમાં વધારે ને વધારે અટવાતો જાય છે. ખૂબ વિચાર કરી સાચો માર્ગ પકડી લઇએ તો જ આ ચIરમાંથી બહાર નીકળી જવાનો માર્ગ સાંપડશે.

''માખીઓએ મધ કીધું; ન ખાધું ન દાન દીધું; લુંટનારે લુંટી લીધું રે! ઓ જીવ જોને.''

આ વાત ખૂબ વિચારવા જેવી છે. એટલા માટે હે જીવ તું જેની ખાતર મુંઝાય છે - ફીકર-ચિંતા કરે છે તે સર્વ ફોકટ છે. વસ્તુ કે સંબંધ અલ્પ કાળના છે અને તારી મુંઝવણ અસ્થાને છે. આ રીતે સંસારના સર્વ સંબંધો અને પદાર્થોની અનિત્યતા વારંવાર વિચારવી એમાં ઊંડા ઉતરવું અને વસ્તુ અને આત્માના પર્યાય ધર્મો બરાબર ઓળખી તેની સાથે તેનું યોગ્ય કામ લેવું.

textborder1textborder2

advt03.png