• રસમયી ભાવના

    भावनामृतरसं - શેરડીનો સાંઠો ઉપરથી જેટલો કડક દેખાય છે તે દેખી ચાવવાનો પ્રયત્ન ન કરનાર જીવ તેના રસથી વંચિત રહી જાય છે તેમજ આ બારભાવનાઓ કદાચ અનાભ્યાસને કારણે અઘરી દેખાતી હોય પણ તમે જેટલી ચાવશો તેટલો જ રસ તેમાંથી મળશે. તે રસ હશે વિતરાગતાનો અમૃત રસ.

    બાર ભાવના

  • 1

bhavna3

textborder1textborder2

જીવને સદાય પોતાથી પોતાનું એકત્વ અને પરથી વિભક્તપણું છે, તેથી પોતે જ પોતાનું હિત અથવા અહિત કરી શકે છે, પણ પરનું કાંઇ કરી શકતો નતી. આત્મ પોતે એકલો જ છે, એનું કોઇ નથી, એ કોઇનો નથી, એ એનો પોતાનો માલિક છે તેથી જ પોતાના શુભાશુભ ભાવ પોતે જ ભોગવે છે. સંસાર અને મોક્ષમાં જીવ એકલો ચે એમ જાણી સમ્યગદ્રષ્ટિ જીવ નિજ શુદ્ધ આત્મા સાથે પોતાનું સદાય એકત્વ માની પોતાની નિશ્ચયપરિણિતિ દ્વારા શુદ્ધ એકત્વની વૃદ્ધિ કરે છે તે એકત્વભાવના.

textborder1textborder2


આ મારો આત્મા એકલો છે, એકલો આવ્યો છે, એકલો જશે, પોતાના કરેલા કર્મો પોતે ભોગવશે એમ ચિંતવવું તે એકત્વભાવના.
બંગડીઓનો ખળભળાટ સાંભળી રાજા નમિરાજ પ્રતિબોધ પામી આ ભાવનાને સિદ્ધ કરી.


એકત્વ ભાવના પર નમિરાજર્ષિ અને શક્રેંદ્રનો સંવાદ

નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રાળ પુત્રીદિકથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજેશ્વરે કિંચિત્ વિભ્રમ કર્યો નથી. શક્રેંદ્ર પ્રથમ નમિરાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિપ્રરૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે ઃ- વિપ્ર ઃ- હે રાજા! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયે અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયા છે. માત્ર તારી દીક્ષા એ જ સઘળાનાં દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસાર-પરિભ્રમણનું કારણ ગણીને તું ત્યાં જા. ભોળો ન થા. નમિરાજ ઃ- (ગૌરવ ભરેલાં વચનોથી) હે વિપ્ર! તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચો હતો, તેની મધ્યમાં એક વૃક્ષ હતું, શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર પુષ્પ અને ફળથી તે સહિત હતું, નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુઃખાર્ત ને શરણરહિત થયાથી આક્રંદ કરે છે. વૃક્ષને પોતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી; પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાર્ત છે.

વિપ્ર ઃ- પણ આ જો! અગ્નિ ને વાયુના મિશ્રણથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરો બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર. નમિરાજ ઃ- હે વિપ્ર! મિથિલા નગરીના, અંતઃપુરના અને તે મંદિરોના દાઝવાથી મારું કંઈપણ દાઝતું નથી; જેમ સુખોત્પતિ છે તેમ હું વર્તું છું. એ મંદિરાદિકમાં મારું અલ્પ માત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રાળ આદિકના વ્યવહારને છાંડયો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. વિપ્ર ઃ- પણ હે રાજા ! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પોળ, કોઠા, અને કમાડ ભોગળ કરાવીને અને શતન્ઘી ખાઈ કરાવીને ત્યાર પછી જજે.

1ektvaનમિરાજ ઃ- હે વિપ્ર! હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરૂપી ભોગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનોયોગરૂપ કોઠા કરીશ, વચનાયોગરૂપ ખાઈ કરીશ, કાયાયોગરૂપ શતન્ઘી કરીશ, પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ, ઈર્યાસમિતિરૂપ પણછ કરીશ, ધીરજરૂપ કમાન સાહવાની મૂઠી કરીશ, સત્યરૂપ ચાપવડે કરીને ધનુષ્યને બાંધીશ. તપરૂપ બાણ કરીશ, કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રુચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું. વિપ્ર ઃ- હે રાજા! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મૂકાવીને, તળાવમાં ક્રીડા કરવા મનોહર મહાલય કરાવીને પછી જજે. નમિરાજ ઃ- તે જે જે પ્રકારના આવાસ ગણાવ્યા તે તે પ્રકરાના આવાસ મને અસ્થિ અને અશાશ્વત જણાય છે, માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. વિપ્ર ઃ- હે ક્ષત્રિય શિરોમણિ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રને ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તું જજે. નમિરાજ ઃ-હે વિપ્ર! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પુદ્ગલ તે લોકને વિષે બંધાય છે; અને ચોરીના કરનાર જે ઈંદ્રિયવિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તો પછી એમ કરવાનું શું અવશ્ય? વિપ્ર ઃ- હે ક્ષત્રિય! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધિપો સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે. નમિરાજ ઃ- દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તોપણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર પુરુષ અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમોત્કૃષ્ટ છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર્યુદ્ધનું શું પ્રયોજન છે? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચ ઈંદ્રિયોને, ક્રોધને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દોહ્યલાં છે. જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. વિપ્ર ઃ- સમર્થ યજ્ઞો કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણાદિકને ભોજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભોગવી હે ક્ષત્રિય! તું ત્યાર પછી જજે. નમિરાજ ઃ- મહિને મહિને પણ જો દશ લાખ ગાયના દાન દે તોપણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે. 2ektvaવિપ્ર ઃ- નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે; તેથી તે પ્રવજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવજ્યામાં રુચિ થાય છે; માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રહી પૌષધાદિક વ્રતમાં તત્પર રહેજે. હે મનુષ્યના અધિપતિ! હું ઠીક કહું છું. નમિરાજ ઃ- હે વિપ્ર! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્યક્ શ્રુતધર્મ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય? વિપ્ર ઃ- અહો ક્ષત્રિય! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે. નમિરાજ ઃ- મેરુ પર્વત જેવા કદાચિત્ સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તોપણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના અનંત જેવી છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઈત્યાદિક સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે. વિપ્ર ઃ- હે ક્ષત્રિય! મને અદ્ભુત આýાર્ય ઊપજે છે કે, તું છતા ભોગને છાંડે છે. પછી અછતા કામભોગને વિષે સંકલ્પ વિકલ્પ કરીને હણાઈશ. માટે આ સઘળી મુનિત્વ સંબંઘીની ઉપાધિ મૂક. નમિરાજ ઃ- કામભોગ તે શલ્ય સરખા છે, કામભોગ છે તે વિષ સરખા છે, કામભોગ સર્પની તુલ્ય છે, જેની વાંછનાથી જીવ નરકાદિક અધોગતિને વિષે જાય છે; તેમજ ક્રોધે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે; માયાએ કરીને સદ્ગતિનો વિનાશ હોય છે; લોભ થકી આ લોક પરલોકનો ભય હોય છે; માટે હે વિપ્ર! એનો તું મને બોધ ન કર. મારું હૃદય કોઈ કાળે ચળનાર નથી; એ મિથ્યા મોહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ? જાણી જોઈને દીપક લઈને કૂવે કોણ પડે? જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે? હું મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી. મહર્ષિ નમિરાજની સુદૃઢતા જોઈ શર્કેંદ્ર પરમાનંદ પામ્યો, પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઈંદ્રપણાને વૈક્રિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજર્ષીશ્વરની સ્તુતિ કરવા લાગ્યો ઃ ``હે મહાયશસ્વી! મોટું આýાર્ય છે કે તેં ક્રોધને જીત્યો. આશ્ચર્ય, તેં અહંકારનો પરાજય કર્યો. આશ્ચર્ય, તેં માયાને ટાળી, આશ્ચર્ય, તેં લોભ વશ કીધો.આýાર્ય, તારું સરળપણું. આýાર્ય, તારું નિર્મમત્વ. આýાર્ય, તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા. હે પૂજ્ય! તું આ ભવને વિષે ઉત્તમ છું; અને પરભવને વિષે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધગતિને વિષે પરવરીશ.'' એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધાભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળો શક્રેંદ્ર આકાશ વાટે ગયો.

3ektvaબોધ: વિપ્રરૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઈદ્રે શું ન્યૂનતા કરી છે? કંઈયે નથી કરી. સંસારની જે જે લલુતાઓ મનુષ્યને ચળાવનારી છે, તે તે લલુતા સંબંધી મહા ગૌરવથી પ્રüા કરવામાં તે પુરંદરે નિર્મળ ભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દર્શિત કર્યું છે. ``હે વિપ્ર! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું. એકલો જનાર છું; અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.'' આવા રહસ્યમાં નમિરાજ પોતાના ઉત્તરને અને વૈરાગ્યને દૃઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભર્યું તે મહર્ષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓનો પરસ્પરનો સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓનો ત્યાગ કરવાના ઉપદેશાર્થે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશેષ દૃઢીભુત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા, તે વિષે કિંચિત્ માત્ર નમિરાજનો એકત્વ સંબંધ આપીએ છીએ. નમિરાજર્ષિનું દૃષ્ટાંત ઃ એ વિદેહ દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. અનેક યૌવનવતી મનોહારિણી સ્6ાળઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શનમોહનીયનો ઉદય ન છતાં એ સંસારલુબ્ધરૂપ દેખાતા હતા. કોઈ કાળે એના શરરીમાં દાહજ્વર નામના રોગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજ્વલિત થઈ જતું હોય તેવી બળતરા વ્યાપ્ત થઈ ગઈ. રોમે રોમે સહસ્ત્ર વીંછીની ડંશવેદના સમાન દુઃખ ઉત્પન્ન થયું. વૈદ્યવિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યું; પણ તે સઘળું વૃથા ગયું, લેશ માત્ર પણ એ વ્યાધિ ઓછો ન થતાં અધિક થતો ગયો. ઔષધ માત્ર દાહજ્વરનાં હિતૈષી થતાં ગયાં. કોઈ ઔષધ એવું ન મળ્યું તે જેને દાહજ્વરથી કિંચિત્ પણ દ્વેષ હોય! નિપુણ વૈદો કાયર થયા; અને રાજેસ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળો પામી ગયા. તેને ટાળનાર પુરુષની શોધ ચોબાજુ ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળ્યો; તેણે મલયગિરિ ચંદનનું વિલેપન કરવા સૂચન કર્યું. મનોરમા રાણીઓ તે ચંદનની ઘસવામાં રોકાઈ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણનો સમુદાય પ્રત્યે રાણી કને ખળભળાટ કરવા મંડી પડયો.

મિથિલેશના અંગમાં એક દાહજ્વરની અસહ્ય વેદના હતી અને બીજી આ કંકણના કોલાહલથી ઉત્પન્ન થઈ. ખળભળાટ ખમી શક્યા નહીં, એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસો; કાં ખળભળાટ કરો છો? મારાથી એ ખળભળાટ સહન થઈ શકતો નથી. એક મહાવ્યાધિથી હું ગ્રહાયો છું; અને આ બીજો વ્યાધિતુલ્ય કોલાહલ થાય છે, તે અસહ્ય છે. સઘળી રાણીઓએ એકેકું કંકણ મંગળ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો; એટલે ખળભળાટ શાંત થયો. નમિરાજે રાણીઓને કહ્યું ઃ ``તમે શું ચંદન ઘસવું બંધ કર્યું?'' રાણીઓએ જણાવ્યું કે ``ના. માત્ર કોલાહલ શાંત થવા માટે એકેકું કંકણ રાખી, બીજાં કંકણ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણનો સમૂહ હવે અમે હાથમાં રાખ્યો નથી, તેથી ખળભળાટ થતો નથી.'' રાણીઓનાં આટલાં વચનો સાંભળ્યાં ત્યાં તો નમિરાજને રોમેરોમ એકત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું ઃ ``ખરે! ઝાઝાં મળ્યે ઝાઝી ઉપાધિ જણાય છે. હવે જો, આ એક કંકણથી લેશ માત્ર પણ ખળભલાટ થતો નથી; કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવો ખળભળાટ થતો હતો. અહો ચેતન! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારેઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો! આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું? તેવી જ રીતે તું પણ કંકણરૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબીરૂપી કંકણસમુદાયમાં પડયો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે; અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધશ તો સિદ્ધગતિરૂપી મહાપવિત્ર શાંતિ પામીશ.'' એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ પૂર્વજાતિની સ્મૃતિ પામ્યા. પ્રવજ્યા ધારણ કરવા નિýાય કરી તે શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રનો ધ્વનિ પ્રકર્ષ્યો; દાહજ્વરથી મુક્ત થયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિવંદન હો!

textborder1textborder2

advt03.png