• રસમયી ભાવના

    भावनामृतरसं - શેરડીનો સાંઠો ઉપરથી જેટલો કડક દેખાય છે તે દેખી ચાવવાનો પ્રયત્ન ન કરનાર જીવ તેના રસથી વંચિત રહી જાય છે તેમજ આ બારભાવનાઓ કદાચ અનાભ્યાસને કારણે અઘરી દેખાતી હોય પણ તમે જેટલી ચાવશો તેટલો જ રસ તેમાંથી મળશે. તે રસ હશે વિતરાગતાનો અમૃત રસ.

    બાર ભાવના

  • 1

bhavna4

textborder1textborder2

જેમ દુધ અને પાણી મળેલા છે પરંતુ પોતપોતાના ગુણ વગેરેની અપેક્ષાએ બન્ને તદ્દન જુદા છે, તેમ આ જીવ અને શરીર પણ મળેલા દેખાય ચે પણ તે બન્ને પોતપોતાના સ્વરૂપાદિની અપેક્ષાએ જુદા છે. કદી એક થતા નથી તો પછી આપણીથી જુદા દેખાતા ધન, મકાન, પુત્ર-પુત્રી, સ્ત્રી વગેરે પોતાની સાથે એક કેવી રીતે હોય? ાપણો આત્મા સર્વથી અન્ય છે - ભિન્ન છે, એનું કોઇ સગું નથી, એનું શરીર પણ એનાથી અન્ય છે. આ સ્વ-પર-ભાવ વિચારણા "અન્યત્વ ભાવના".

textborder1textborder2


આ સંસારમાં કોઇ કોઇનું નથી એમ ચિંતવવું તે "અન્યત્વ ભાવના". રાજાધીરાજ ભરતેશ્વર પોતાની શોભાહીન આંગળી જોઇ
આ ભાવના ભાવતા રાજ - સમાજને છોડી શુક્લધ્યાનની શ્રેણી ચડી કેવળજ્ઞાન પ્રાપ્તકર્યું.


રાજાધીરાજ ભરતેશ્વર જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા; જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા; જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ઘા સ્ત્રાળઓ સહસ્ત્રગમે વિરાજી રહી હતી; જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી; જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં; જેને પ્રાશન કરવા માટે નાના પ્રકારનાં ષટ્રસ ભોજનો પળે પળે નિર્મિત થતાં હતાં; જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મધુરસ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી; જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચેટક હતાં;જેની યશસ્કીર્ત્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી; જેના શત્રુઓને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો; અથવા જેના વૈરીની વનિતાઓનાં નયનોમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં; જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણા કરતા હતા; જેના રૂપ, કાંચિ અને સૌંદર્ય એ મનોહારક હતાં; જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં; ક્રીડા કરવાને માટે જેને મહા સુગંધીમય બાગબગીચા અને વનોપવન હતાં; જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાખોગમે અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા હતા, જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો હોત, ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મોક્તિકના થાળથી વધાવાતો હતો; જેના કંકુમવર્ણા પાદપંકજનો સ્પર્શ કરવાને ઈંદ્ર જેવા પણ તલસી રહેતા હતા; જેની આયુધશાળામાં મહા યશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી; જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો; જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. કહેવાનો હેતુ કે જેનાં દળનો, જેના નગર-પુરપાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ-ભુવનમાં વસ્ત્રાભુષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુના દ્વાર ખુલ્લાં હતાં; નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થઓનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેસ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો.

01anyatvaએના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીઓ વીંટી વડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્ભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ; વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી, ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી; અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વ-ભાવનામાં ગદ્ગદિત થઈ એમ બોલ્યો:

અહોહો! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધો; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય જણાવવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે? જો વીંટી હોત તો તો એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથ શોભેછે; અને આ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું? અતિ વિસ્મયતા! મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિક્યાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રાે ઠર્યાં. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતાને ઢાંકી સુંદરતા દેખાડે છે; અહોહો! આ મહા વિપરીતતા છે! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે? રુધિર, માંસ અને હાડનો જ કેવળ એ માળો કે? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણા! અને કેવી વિચિત્રતા છે! કેવળ પરપુદ્ગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં, એમ વિચારું, દૃઢ કરં, અને પ્રવર્તન કરું, એમ વિવકબુદ્ધિનું તાત્પર્ય છે.

આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ મારી ન થઈ; તો પછી બીજી કઈ વસ્તુ મારી હોય? અહો! હું બહુ ભૂલી ગયો. મિથ્યા મોહમાં લથડી પડયો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપભોગ લઉં છું, તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ-સ્નેહી, કુટુંબી ઈત્યાદિક -મારાં શું થનાર હતાં? નહીં, કંઈ જ નહીં. એ મમત્વભાવ મારે જોઈતો નથી! હું એનો નહીં અને એ મારાં નહીં! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે? છેવટે એ સઘળાંનો વિયોગ જ કે? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યાં તે તે મારા આત્માએ ભોગવવાં જ કે? તે પણ એકલાએ જ કે? એમાં કોઈ સહિયારી નહીં જ કે? નહીં નહીં. એન્યત્વ-ભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માનો અન્-હિતૈષી થઈ એને રૌદ્ર નરકનો ભોક્તા કરું એ જેવું ક્યું અજ્ઞાન છે? એવીકઈ ભ્રમણા છે? એવો કયો અવિવેક છે? ત્રેષઠ શલાકા પુરુષોમાંનો હું એક ગણાયો; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેવી પ્રભુતાને ખોઈ બેસું, 02anyatvaએ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ પ્રમદાઓનો, એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખનો મારે કશો અનુરાગ નથી! મમત્વ નથી!'' વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડયું કે તિમિરપટ ટળી ગયું. શુક્લ-ધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં!!! મહા દિવ્ય અને સહસ્ત્ર-કિરણથી પણ અનુપ કાંતિમાન કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલોચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આપ્યો; અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વદર્શી થઈ, ચતુર્ગતિ, ચોવીશ દંડક, તેમજ આધિ વ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયો. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું; અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો.

બોધ: એમ એ છ ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સામ્રાજ્યલક્ષ્મીનો ભોક્તા, મહાયુનો ધણી, અનેક રત્નની યુક્તતા ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શભુવનને વિષે કેવળ અન્યત્વભાવના ઊપજવાથી શુદ્ધ વિરાગી થયો! ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર સંસારની શોકાર્ત્તતા અને ઔદાસીન્યતાનો પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહો! એને ત્યાં કઈ ખામી હતી? નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રાળઓની ખામી, કે નહોતી રાજરિદ્ધી ખામી, નહોતી વિજયસિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્ર-સમુદાયની ખામી, કે નહોતી કુટુંબ-પરિવારની ખામી, નહોતી રૂપકાંતી ખામી, કે નહોતી યશસ્કીર્ત્તિની ખામી. આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃસ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીનો લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું,જાણ્યું અને સર્પકંચુકવત્ સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા, અને આત્મ-શક્તિનું પ્રફુલ્લિત થવું, આ મહાયોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે. એક પિતાના સો પુત્રમાં નવાણું આગલ આત્મસિદ્ધિને સાધતા હતા. સોમા આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી-રાજ્યાસન-ભોગીઓ ઉપરા-ઉપરી આવનાર એ જ આદર્શભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને!

03anyatvaરડી રડીને માતા મરૂદેવાએ આંખો ખોઇ. મારો `ઋષભ' શું કરતો હશે? શું ખાતો હશે? એ ક્યાં પોઢતો હશે? એને અડચણ પડે તો કોણ તેનું નિવારણ કરતું હશે? આખી રાત જંપ નહિ. ભરત બાહુબળ પગ ચાંપવા બેસે ત્યારે પણ એ જ ઝંખના `મારો ઋષભ શું કરતો હશે?' તમે એની સંભાળ જ લેતા નથી, એ પ્રમાણે બોલતાં આંખમાંના આસું વર્ષો ગયા પણ સુકાયા નહિ. માતાનો પ્રેમ તદ્દન નિર્મળ અને ભદ્રિકતા હતી, ત્રીજા આરાની સરળતા હતી, અસાધારણ વાત્સલ્યની પરાકાષ્ઠા હતી. એ તો દરરોજ રડે, જેથી આંખ ઉપર પડળ વળી ગયાં પણ એનું રડવું અટકયું નહિ. ભરત મહારાજ માતાને ગમે તેટલું આશ્વાસન આપે, બાહુ બળી એના પગ ચાંપે પણ માતાનો સ્નેહ તો એના ઋષભને જ ઝંખે એવી રીતે 1000 વર્ષ વ્યતીત થયા. એક દિવસ પ્રભાતે સમાચાર આવ્યા કે `ઋષભદેવને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે અને નગર બહાર દેવોએ સમવસરણ રચેલ છે.' તુરત જ બીજા સમાચાર આવ્યા કે `આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે.' બન્ને સમાચાર સાથે સાંભળતા જ ભરત મહારાજ વિચારમાં પડ્યા, `તાત ચક્ર ધૂર પૂજ્ય, ચિંતા એહ હુઈરી' પિતાની પ્રથમ ઉપાસના કરૂં કે ચક્રરત્નની! બીજી જ ક્ષણે નિરધાર કર્યો કે તાતની જ પૂજા પ્રથમ ઘટે, ચક્રતો આ ભવનું સાધન છે, અંતે પર છે, તાત જગત્પૂજ્ય છે, સંસારથી મૂકાવનાર દેવાધીદેવ છે. મરૂદેવા માતા સાથે પોતે હાથી પર સવાર થયા, દૂરથી દેવદુદુંભિનો અવાજ સાંભળ્યો. `માતા! તમારા પુત્રની ઋદ્ધિ જુઓ! આ દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે, ત્રણ ગઢવાળુ સુંદર સમવસરણ છે, અશોકવૃક્ષ ડોલી રહ્યું છે, ચામર વિંજાય છે, ભામંડળ ઝળકે છે.' વિગેરે.. માતા તો સાંભળીને ડઘાઈ ગયા. `અરેરે! હું તો વર્ષોથી `ઋષભ ઋષભ' કરતી હતી અને ઋષભ તો અખંડ આનંદમાં હિલોળા રહી રહ્યા છે, આ તો હું કોના છોકરાની માતા!, હર્ષના આસું આવ્યા, પડળ દૂર થઇ ગયા, સમવસરણાદિ જોયું તેથી મનમાં `અન્યત્વ ભાવના' જાગી. તે રગે-રગે પ્રસરી ગઇ, અત્યંત હળુકર્મી ભદ્રિક જીવ હતો. હાથીના હોદ્દા પર કૈવલજ્ઞાન થયું. આ અન્યત્વ ભાવના.


એકત્વ ભાવનાને અને અન્યત્વ ભાવનાને ખૂબ નજીકનો સંબંધ છે.
એકમાં અંદર જોવાનું છે અને બીજામાં અંદરની અપેક્ષાએ બાહ્યને તોળવાનું છે.
આ તુલના કરવાનો આ ખરેખરો પ્રસંગ છે અને એનો બનતો ઉપયોગ
થાય તો ભાવના ભાવવાનું સાર્થક્ય છે.

textborder1textborder2

advt04.png