• રસમયી ભાવના

    भावनामृतरसं - શેરડીનો સાંઠો ઉપરથી જેટલો કડક દેખાય છે તે દેખી ચાવવાનો પ્રયત્ન ન કરનાર જીવ તેના રસથી વંચિત રહી જાય છે તેમજ આ બારભાવનાઓ કદાચ અનાભ્યાસને કારણે અઘરી દેખાતી હોય પણ તમે જેટલી ચાવશો તેટલો જ રસ તેમાંથી મળશે. તે રસ હશે વિતરાગતાનો અમૃત રસ.

    બાર ભાવના

  • 1

bhavna7

textborder1textborder2

વિકારી શુભાશુભ ભાવરૂપે જે અરૂપી અવસ્થા જીવમાં થાય થાય છે તે ભાવઆસ્રવ છે અને તે સમયે નવીન કર્મયોગ્ય રજકણોનું સ્વયં-સ્વતઃ આવવું તે દ્રવ્યાસ્ર છે. પરમાર્થથી પુણ્ય-પાપ આત્માને અહિતકર છે, તથા આત્માની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે. આ પ્રમાણે વિચાર કરી સમ્યગદ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના આલંબનના બળથી જેટલા અંશે આશ્રવભાવને દૂર કરે છે તેટલા અંશે વિતરાગતાની વૃદ્ધિ થાય છે.

textborder1textborder2


દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નોકષાય, પાંચ મિથ્યાત્વ, પંચદશ યોગ આ બધા મળી સત્તાવન આશ્રવદ્વાર અર્થાત્ પાપના પ્રવેશ દ્વાર છે.


આશ્રવ અને સંવરભાવના સમવજવા હેતુ કુંડરિક અને પુંડરિકનું દ્રષ્ટાંત.

કુંડરિક: મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્ત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિના વૈગ્યા વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયો; અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સોંપી ચારિત્ર અંગીકાર કર્યું. સરસનીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયો. પુંડરિકિણી મહા નગરીની અશોકવાડીમાં આવીને એણે ઓઘો મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. નિરંતર તે પરિચિંતવન કરવા મંડયો કે પુંડરિક મને રાજ આપશે કે નહીં આપે? વનરક્ષકે કુંડરિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્ય઼ું કે, આકુલવ્યાકુલ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકનાં મનોભાવ જોયા; અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત તે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સહસ્ત્ર વર્ષ પ્રવજ્યા પાળી પતિત થયો તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડાયો અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે હું એ સઘળાને જોઈ લઈશ. એવાં મહાદુર્ધ્યાનથી મરીને સાતમી નરકે તે અપયઠાંણ પાથડે તેત્રીશ સાગરોપમને આયુષ્યે અનંત દુઃખમાં જઈ ઊપજ્યો. કેવાં વિપરીત આસ્ત્રવદ્વાર!!

ashravsamvar

પુંડરિક: (કુંડરિકનો અનુસંબંધ) કુંડરિકના મુખપટી ઈત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિýાય કર્યો કે, મારે મહર્ષિ ગુરુ કને જવું; અને ત્યાર પછી જ અન્ન જળ ગ્રહણ કરવાં, અવવાણે ચરણે પરવરતાં પગમાં કંકર, કંટક ખૂંચવાથી લોહીની ધારાઓ ચાલી તોપણ તે ઉત્તમ ધ્યાને સમતાભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાન્ તેત્રીસ સાગરોપમના અત્યુગ્ર આયુષ્યે દેવરૂપે ઊપજ્યો. આસ્ત્રવથી શી કુંડરિકની દુઃખદશા! અને સંવરથી શી પુંડરિકની સુખદશા!! સંવર ભાવના ભાવતાં ખૂબ લહેર થાય તેમ છે. સંવરને અંગે નીચેના વિષયો પર ખાસ ધ્યાન રાખવું.

અવ્રતપણા પર જય કરવો - સંયમ વડે. મિથ્યા અભિનિવેશ પર જય કરવો - સમ્યગ્દર્શન વડે. આર્તરૌદ્ર ધ્યાન પર જય કરવો - ચિત્તની સ્થિરતા વડે. ક્રોધ પર વિજય મેળવવો - ક્ષમા, ક્ષાંતિ વડે. અભિમાન પર વિજય મેળવવો - માર્દવ, નમ્રતા વડે. માયા પર વિજય મેળવવો - આર્જવ, સરળતા વડે. લોભ પર વિજય મેળવવો - સંતોષ વડે. મન-વચન-કાયાના અધમ યોગ પર વિજય મેળવવો - ત્રણ ગુપ્તિ વડે.સંવરનો પથ મોક્ષપ્રાપ્તિનો સદ્ઉપાય છે માટે નીચેના ઊપાયો પર ધ્યાન આપવું. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નત્રયની પરમ આરાધના કરવી. વિષયના વિકારોને દૂર કરવા. અકષાયી ભાવ ધારણ કરવો. ઉપશમ રસનું અનુશીલન કરવું. સંસાર પર વિરાગ-વૈરાગ્ય ધારણ કરવો. કોઇપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પો ન કરવા. માનસિક ભ્રમણાનો વિરોધ કરવો. સંયમયોગોમાં નિરંતર પ્રવૃત્તિ કરવી. કાયાનો-શરીરનો બને તેટલો સારા કાર્યમાં લાભ લેવો. વિવિધ પંથોમાંથી સત્ય માર્ગ શોધીને સ્વીકારવો. બ્રહ્મચર્ય વ્રતને સર્વાંશે આદરવું. ગુરૂમહારાજ પાસેથી સદુપદેશ ગ્રહણ કરવો. અર્ધ્યવસાયની નિર્મળતા સંયમથી અને આગમના જ્ઞાનથી કરવી. ચેતનના ગુણ તથા પર્યાયને બરાબર ઓળખવા. તીર્થંકર પ્રભુના ચરિત્રના ગુણ ગાન ગાવા. આ મુખ્ય મુદ્દાઓને લઇને ભાવનાનો રસ જમાવવો અને તેનો સમુચ્ચયે ખ્યાલ કરવો.

textborder1textborder2

advt05.png