• મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.1stvrat-mainpic

  • 1

યશોવિજયજી મ.સા. તર્કશાસ્ત્રમાં નિપુણ, વાદવિવાદમાં નિપુણ, ધર્મસાહિત્યમાં નિુપણ, તથા યથાર્થ સત્ય હકીકત કહેવામાં નીડર અને
અપરાભવનીય પ્રભાવવાળા હતા. તેઓએ સંસ્કૃત - પ્રાકૃત - મારવાડી અને ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે ઘણું ઘણું સાહિત્ય રચ્યું છે.
તેઓ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના ગ્રંથોનું વધારે અવગાહન કરેલું હોય એમ જણાય છે.
તેથી તેઓ શ્રી ઉપર અત્યંત આદરભાવ શ્રી યશોવિજયજી મ.સા.ને હતો.
આ કારણે "લઘુહરિભદ્રસૂરિજી"ના સુંદર હુલામણા નામે આ મહાત્મા જૈનશાસનમાં પ્રસિદ્ધિ પામ્યા છે.

heading2

પરમ પૂજ્ય યશોવિજયજી મ.સા.નો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયેલો, તેમની માતાને ભક્તામર સાંભળીને અન્નપાણી લેવાનો નિયમ હતો. વર્ષાઋતુના કારણે ગુરુજીના ઉપાશ્રયે ન જઇ શકવાથી ઉપવાસો થયા, બાળકે માતાને પ્રüા કરતાં માતાએ પોતાના નિયમની વાત કહી. બાળક દરરોજ માતા સાથે ચાલીને ભક્તામર સાંભળવા ગુરુ પાસે જતો તેથી તેને તે ભક્તામર કંઠસ્થ થયું હતું. બાળકે કહ્યું, માતા! હું ભક્તામર સંભળાવું? માતા અતિશય રાજી થયા અને બાળક પાસે ભક્તામર સાંભળીને પારણું કર્યું. વરસાદ અટકતાં ગુરુ પાસે વંદનાર્થે ગયા. ગુરુજીએ નિયમ માટેનો પ્રüા કર્યો, માતાએ હકીકત જણાવી આ સાંભળી ગુરુજી પ્રસન્ન થયા. આવો બાળક જો દીક્ષિત થાય તો જૈનશાસનની મહાપ્રભાવના કરે. એમ સમજી આ બાળકને દીક્ષા અપાવવા ગુરુજીએ તેની માતા સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી. માતા-પિતાનું મન તુરત માન્યું નહિ. કાલાન્તરે તે બાળક તથા તેમના ભાઇ એમ બન્ને અતિશય વૈરાગી હોવાથી પાટણમાં ગુરુજી પાસે આવ્યા. ગુરુજીનું નામ પૂ. નયવિજયજી મ.સા. હતું. બન્ને ભાઇઓએ માતા-પિતાને સમજાવીને તેઓની સમ્મતિપૂર્વક પાટણમાં દીક્ષા લીધી. શાસ્ત્રાેનો અભ્યાસ કર્યો. સૂક્ષ્મબુદ્ધિ હોવાથી અલ્પકાળમાં ઘણું શ્રુત પામ્યા. ન્યાયવ્યાકરણ - ધાર્મિક આદિ શાસ્ત્રાેમાં નિપુણ અને વિદ્વાન થયા. અમદાવાદમાં અવધાન કર્યા. યુવાવસ્થા આવતાં છટાદાર ભાષાથી જોશીલી શૈલીમાં વ્યાખ્યાન દ્વારા જ્ઞાનગંગા વહેવરાવી. તેઓની તીક્ષ્ણ બુદ્ધિ જોઇને અમદાવાદના શ્રેષ્ઠવર્ય શ્રી ધનજી શુરાએ ગુરુ મહારાજને વિનંતી કરી કે આ મહાત્માને કાશી મોકલી ન્યાય શાસ્ત્રાેનો અભ્યાસ કરવો. ગુરુજીએ એ કાર્ય ઘણા અર્થથી સાધ્ય છે અન્યથા શક્ય નથી, એમ કહ્યું ત્યારે શ્રી ધનજી શુરાએ તમામ જવાબદારી ઉપાડી.

શ્રી યશોવિજયજી મ.સાહેબે કાશીમાં બ્રાહ્મણોની સાથે વિપુલ ન્યાય શાસ્ત્રાેનો અભ્યાસ કર્યો. મહાન તાર્કિક અને સમર્થવીર પુરુષ જેવા નીડર આ મહાત્મા હતા. ત્યાંના બ્રાહ્મણ પંડિતો જે વાદીને ન જીતી શક્યા તે વાદીને પૂ.શ્રી યશોવિજયજીએ જીતી લીધા. જેથી અતિશય ખુશ થયેલા ત્યાંના બ્રાહ્મણ પંડિતોએ પૂ. યશોવિજયજીને ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદના બીરુદ આપ્યા.

યશોવિજય મ.સા. તર્કશાસ્ત્રમાં નિપુણ, વાદવિવાદમાં નિપુણ, ધર્મસાહિત્યમાં નિપુણ તથા યથાર્થ સત્ય હકિકત કહેવામાં નીડર અને અપરાભવનીય પ્રભાવવાળા હતા. તેઓએ સંસ્કૃત - પ્રાકૃત - મારવાડી અને ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે ઘણું ઘણું સાહિત્ય રચ્યું છે. તેઓએ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના ગ્રંથોનું વધારે અવગાહન કરેલું હોય એમ જણાય છે. તેથી તેઓશ્રી ઉપર અત્યંત આદરભાવ પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીનો હતો. આ કારણે `લઘુહરિભદ્રસૂરિજી'ના સુંદર હુલામણા નામે આ મહાત્મા જૈનશાસનમાં પ્રસિદ્ધિ પામ્યા છે.

પૂ. યશોવિજયજી મ. સાહેબે અનેક ગ્રન્થો બનાવ્યા છે. કમ્મપયડિ અને શાસ્ત્રવાર્તા સમુચ્ચય ઉપર મહાન ટીકાઓ બનાવી છે. ગુજરાતીમાં દ્રવ્યગુણ પર્યાયનો રાસ એવો બનાવ્યો છે કે જે ગુજરાતી ઉપર સંસ્કૃત ટીકા રચાઇ છે. 125 ગાથામાં નિýાય-વ્યવહાર નયનું વર્ણન છે. 150 ગાથાના સ્તવનમાં મૂર્તિપૂજાનું વર્ણન છે. 350 ગાથાના સ્તવનમાં સાધુતામાં કાળના નામે ગમે તેમ ચલાવનારા ઉપર સયુક્તિક પ્રત્યુત્તરો છે. આ સ્તવનો બહાર પડતાં તેઓશ્રી ઉપર ઘણાં વિઘ્નો આવેલાં. જેઓના પક્ષોનું આ મહાત્માની રચનામાં ખંડન આવેલું છે તેઓ આ મહાત્મા ઉપર રોષાયમાન થયેલા. અનેક ઉપસર્ગો પણ કરેલા છતાં સત્ય કહેવામાં નીડર આ મહાત્માએ શાસનની પ્રભાવના ચાલુ જ રાખેલી. તેઓશ્રીએ જ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે ગુજરાતી ભાષામાં આ સજ્ઝાય બનાવી છે. આ સજ્ઝાયનું નામ છે `શ્રી આઠ દૃષ્ટિની સજ્ઝાય' શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય અને આઠદૃષ્ટિની સજ્ઝાય આ બન્ને ગંભીર સૂક્ષ્મ અર્થ ભરપૂર ગ્રંથો છે.

બે જ્યોતિર્ધરોનું મિલન

yashovijayji1

ભારતવર્ષના યોગાધ્યાત્મજ્ઞાન - જ્યોતિર્ધરો પરસ્પર અપરિચિત એવા બે જ્યોતિર્ધરોનું મિલન - અવધૂત શ્રી આનંદઘનજી મ.સા. અને
શ્રીમદ્ મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા.


કુર્ચાલી (મૂછાળી) શારદાનું વિરલ બિરુદ પામેલા, વારાણસીના ગંગા કિનારે દેવી શારદાને આરાધી પ્રકટ દર્શન અને વરદાન પામેલા, પંડિતો દ્વારા જેમને ન્યાયાચાર્ય, ન્યાયવિશારદના પદ અપ્રણ કરાયું છે એવા, ગુર્જર ભાષામાં અનેક ગહન વિષયો પર મહાગ્રંથોના રચિયતા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.નું મહાન અવધૂત, અધ્યાત્મજ્ઞાનમસ્તીમાં સદોદિત મસ્ત, અનાહતનો ગાન ગવૈયો એવા શ્રીમદ્ આનંદઘન મ.સા. સાથે મિલન


જૈન શાસનના આગમોના અદ્ભુત જ્ઞાતા ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિહાર કરતા કરતા ગિરિરાજ આબુ તરફ જાય છે. તે સમયે તેઓ સાધુઓમાં બહુશ્રુત ગણાતા. તેમણે સાંભળ્યું કે, એક અવધૂત જેવા જૈન સાધુ શ્રી આનન્દઘનજી આત્મજ્ઞાનમાં ઊંડા ઊતરી ગયા છે, તેમની ઉપદેશશૈલી - દ્રવ્યાનુયોગ આદિમાં અદ્ભુત છે, યોગાનુભવ ચમત્કારી છે, એકાકી વિચરે છે, ગુફાઓમાં યોગ સાધે છે, ક્વચિત્ જ જનસંપર્ક સાધે છે એન આબુજીની આસપાસ ડુંગરાઓમાં અલખની ધૂન મચાવી રહ્યા છે. આથી તેમનો પત્તો મળે તો તેમને મળવાની ભાવના સેવતા હતા. પોતે પણ અધ્યાત્મજ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા હતા. આ બાજુ અવધૂત આનન્દઘનજીને પણ ઉપાધ્યાયજીની અપૂર્વ વિદ્વતાની પ્રશંસા સાંભળી હતી. સિદ્ધાંતપારાગામી, કુશળ એવા ઉપાધ્યાયજી પોતાના નજીકના પ્રદેશમાં વિચરતા હતા તે સાંભળી શ્રી આનન્દઘનજી ઉપાધ્યાયજીને મળવા એકાકી ચાલી નીકળ્યા. એક ગામમાં ઉપાશ્રયમાં શ્રી યશોવિજયજી વ્યાખ્યાન વાંચે છે. સાધુઓ, યતિઓ, શ્રાવક, શ્રાવિકાઓ એકચિત્તે શ્રવણ કરે છે. શ્રી આનનન્દઘનજી જીર્ણ - વસ્ત્રધારી સાધુ, યતિઓ ભેગા એક બાજુ બેસી ગયાને વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. ઉપાધ્યાયજી અધ્યાત્મ-જ્ઞાન પર અસરકારક શૈલીમાં અનેક તર્કોથી અધ્યાત્મજ્ઞાન પરત્વે વિવેચન કરવા લાગ્યા. વ્યાખ્યાનની ઝડી વરસવા લાગી, શ્રોતાવર્ગ એકચિત્તે વ્યાખ્યાન-રસમાં તલ્લીન બની માથા ધુણાવવા લાગ્યા. સૌના મુખ પર આનંદ છવાઇ ગયો ને એકીઅવાજે બોલવા લાગ્યા, `વાહ! આપના જેવો અધ્યાત્મનો ઉપદેશ દેનાર આ કાળને વિષે કોઇ નથી' ઉપાધ્યાયજીએ આાળ સભામાં વ્યાખ્યાનની અસર શ્રોતાઓ ઉપર કેવી અને કેટલી પડી છે તે જોઇ લીધુ. સૌ રસતરબોળ હતા માત્ર એક જીર્ણ વસ્ત્રધારી સાધુ તરફ તેમની દૃષ્ટિ જતાં તેને આ વ્યાખ્યાનથી વિશેષ પ્રમોદ થયો જણાયો નહિ, તેથી તેમણે પૂછ્યું `હે મુનિ! તમે વ્યાખ્યાન બરાબર સાંભળ્યું? અધ્યાત્મજ્ઞાનના વ્યાખ્યાનમાં તમને સમજણ પડી કે?' શ્રી આનન્દઘનજી બોલ્યા કે, `આપશ્રી અધ્યાત્મજ્ઞાનના વ્યાખ્યાનમાં શાસ્ત્રાેથી ઉત્તમ દક્ષતા દાખવો છો.'' આ સાંભળીને ઉપાધ્યાયજી તેમના સામે જોઇ રહ્યા. ખૂબ વિચારીને અંતે તેમનું નામ પૂછતાં તેઓશ્રી પોતે જ શ્રી આનન્દઘનજી છે એમ જણાતાં તેમણે વિનયથી જણાવ્યું કે, `મેં વિવેચન કરેલા શ્લોક પર આપ વિવેચન કરો.' આથી શ્રી આનન્દઘનજીએ ઉપાધ્યાયજીના અતિ-આગ્રહવશ પાટ પર બેસી તે જ શ્લોક પર વિવેચન કરવા માંડ્યું. આનન્દઘનજીની નાભિમાંથી તન્મયપણે પરિણામ પામીને જે શબ્દો નીકળતા હતા, જે રસ રેલાતો હતો, જે સ્પષ્ટીકરણ થતું હતું તેને ઉપાધ્યાયજી બરાબર ધ્યાન રાખતા હતા. અધ્યાત્મ જ્ઞાનરસમાં જેમનું ચિત્ત પરિણમી ગયું છે, રોમરોમ રંગાઇ ગયાં છે એવા શ્રી આનન્દઘનજીના શબ્દોમાં જ્ઞાન અને વિરાગની એવી ઉત્તમ છાયા છવાતી હતી કે જે અકૃત્રિમપણે - સ્વાભાવિક જણાતી હતી. તેની ઉપાધ્યાયજી પર ખૂબ અસર થઇ. તેઓ પોતે પણ એ આનંદઘેનમાં ઘેરાઈ ગયા અને તે સમયે શ્રી આનન્દઘનજીના સાચા આત્મદર્શનની ઝાંખી તેમને થઇ. અંતરમાં તેમના પ્રતિ પૂજ્યભાવ પ્રકટ્યો, નયનોમાં હર્ષાતિરેક ઊભરાયો અને પ્રેમપૂર્વક સ્તુતિ કરી બંનેએ પર્સપર ગુણાનુરાગભરી જ્ઞાનગોષ્ઠી કરી. અધ્યાત્મજ્ઞાનની અસલિયત, તેનું પરિણમન અને પરિપાક અને પાત્રતા શ્રી ઉપાધ્યાયજીને સમજાયા અને પોતાને આ પ્રસંગ ધન્ય ઘડી જેવો લાગ્યો. અધ્યાત્મજ્ઞાનનું સાચું રહસ્ય તો તેનો સ્વાનુભવ અને પચન છે, ને તો જ તે જીવનપલટાવનાર અને પ્રાંતે આત્મપલટણ સ્વભાવ પામીને રસમાં ઝીલી શકે અને કામ કાઢી જાય. બંને મિત્રો જેવા ખૂબ આત્માજ્ઞાનાનંદ લૂંટી છૂટા પડ્યા, પણ ઉપાધ્યાયજીન નસેનસમાં રોમેરોમમાં અધ્યાત્મ રસરંગ છવાઇ ગયો. મિલન પછીના તેમના તમામ ગ્રંથોમાં એ સ્પષ્ટ થાય છે. છૂટા પડ્યા પછી પણ પુનઃ ક્યારે મળશે? એ ભાવના જાગૃત રહી ગઇ, અને શ્રી આનન્દઘનજીનું સ્મરણ હૃદયમાં અંકાઇ ગયું. થોડા વખત બાદ તેમને શ્રી આનન્દઘનજીના મિલનની તીવ્ર ઝંખના જાગી. પૂર્વે અનુભવેલ અધ્યાત્મ્-ારસાસ્વાદ પુનઃ માણવા તત્પર બન્યા અને આબુ પહાડ તરફ ચાલી નીકળ્યા. ત્યાં પહોંચી પ્રણ તીર્થાધિરાજને દર્શન સ્પર્શને જઇ પછી ત્યાં ફરતા બાવાઓ વગેરેને પૂછપરછ કરવા માંડી કે, શ્રી આનન્દઘનજી ક્યાં મળશે? અન્તે શોધ કરવા માંડી. આ અવધૂત તો નિરુપાધિક, સુંદર પરમાણુંવાળું, ચિત્ત ઠરે તેવું સ્થળ મળતાં જ આસન જમાવે; પછી ગુફા હોય કે કોતર કે શિલા. તપાસ કરતાં સમાચાર મળ્યા કે એક મસ્ત સાધુ અમુક ગુફામાં છે. ઉપાધ્યાયજી તરત જ ત્યાં પહોંચી ગયા અને મિત્ર આનન્દઘનજી ગુફામાંથી બહાર નીકળે તેને રાહ જોતા ઊભા.

અવધૂત શ્રીમદ્ આનન્દઘનજી ધ્યાન સમાધિમાંથી મુક્ત થઇ ગુફામાંથી બહાર નીકળતા હતા. આનન્દપૂર્વક આત્મગાન ગાતા હતા. મુખ પર દિવ્ય આનંદની છાયા છવાઇ હતી. શ્રીમદે ઉપાધ્યાયજીને મિલનની તીવ્ર જિજ્ઞાસાભરી તાલાવેલીભર્યા જોયા. બંનેના નયનો મળ્યા. શ્રી આનન્દઘનજી ઝડપથી ઉપાધ્યાયજી તરફ ઘસ્યા, બંને ભેટી પડ્યા. આનંદગાનઘોષ થયો. બંનેના નેત્રો મારફત આંતર ગુણાનુરાગ પ્રેમભાવ ઝળહળવા લાગ્યો. ઉપાધ્યાયજીનો આનંદ ઉલ્લાસ પણ અપૂર્વ હતો, બંને પ્રખર વિદ્વાન હતા. ભાવભર્યા કવિ હતા, પરસ્પર અતુલિત અનુરાગવાળા હતા. બંનેએ એકબીજાનાં હૃદયોની નિર્મળતા, ભાવના, ગુણાનુરાગિતા, પ્રેમ જોયાં, જાણ્યાં, અનુભવ્યા હતા. બંને સર્વશ્રેષ્ઠ કવિ હતા.

આધ્યાત્મિક જ્ઞાનરસ એ જ સાચો અમૃતરસ છે. તેનું પાન કરવું તે વિબુધોના જ ભાગ્યમાં લખાયું છે. જ્ઞાનીઓ જ અધ્યાત્મ-જ્ઞાનરૂપ અમૃતરસ પાન કરે છે. જ્ઞાની પુરુષોના હૃદયમાં સર્વ સમાઇ જાય છે તેમનું જ્ઞાન કોઇ રીતે માપી શકાતું નથી. ઉપાધ્યાયજીએ આનંદઘન મ.સા.નો ઉપકાર વેદતા `અષ્ટપદી' બનાવી હતી. ઉપાધ્યાયજીના ગુણનો વિસ્તાર પમાય તેમ નથી. તેમના ઉપકારો અનહદ છે. વેદની ગંભીર રચના જેમ ઉપનિષદો છે તેમ જ સ્યાદ્વાદના નયનિગમ આગમથી ગંભીર તેમની કૃતિઓ છે કે જેનું રહસ્ય ધીરજનો પણ પામી ન શકે. એમની રચનાઓ ચંદ્રિકા જેવી શીતલ પરમાનંદદાયક, શુચિ, વિમલસ્વરૂપ અને સત્યપૂર્ણ છે. હરિભદ્રસૂરિનો લઘુબાંધવ એટલે કલિયુગમાં એ એક બીજા હરિભદ્ર થયા છે. ઉપાધ્યાયજી મહારાજ વિચરતા ડભોઇ પધારેલા ત્યાં 1743માં અનશનપૂર્વક સમાધિસહિત દેહવિલય પામ્યા. ત્યાં સમાધિસ્તૂપ કરવામાં આવ્યો છે જે ચમત્કારી ગણાય છે. આમ સવેંગશિરોમણિ જ્ઞાનરત્નસમુદ્ર અને કુમતિતિમિર ઉચ્છેદવા માટે બાલારુણ દિનકર ગુરુ અદૃશ્ય થયો.

"સુયશ-આનન્દના મિલને, મહાજ્યોતિ જગાવી જે;
વિબુધ જન અંતર પ્રકટો, અભિલાષા હમારી છે."