• આઠ દ્રષ્ટિમાં..1stvrat-mainpic

  • 1
"तारायं तु मनाक् स्पष्टं, नियमश्च तथाविधः अनुद्वेगो हितारम्भे, जिज्ञासा तत्वगोचरा ।।41।। योगद्रष्टि समुच्चय"
"મિત્રા દ્રષ્ટિમાં ૧) મંદ દર્શન-બોધ ૨) ઇચ્છા આદિક યમ ૩) દેવકાર્ય વગેરેમાં અખેદ ૪) અને અન્યત્ર - અન્ય સ્થળે અદ્વેષ હોય છે.
તારા નામની બીજી દ્રષ્ટિમાં કંઇક સ્પષ્ટબોધ, તેવા પ્રકારના યથાયોગ્ય નિયમ, હિતકારી કાર્યોના આરંભમાં અનુદ્વેગ અને
તત્વ જાણવાના વિષયવાળી જિજ્ઞાસા હોય છે. ।।૪૧।।
તારા દ્રષ્ટિમાં દર્શન-બોધ પહેલી મિત્રા દ્રષ્ટિ કરતાં કંઇક વધારે સ્પષ્ટ - ચોક્ખો હોય છે, એને ગોમયના એટલે છાણાના અન્ગિકણની ઉપમા ઘટે છે.

 ત્રીજી દૃષ્ટિ બલા કહીજી, કાષ્ઠ-અગ્નિöસમ બોધ; ક્ષેપ નહીં આસન સધેજી,
શ્રવણ સમીહા શોધ રે. જિનજી, ધન ધન તુજ ઉપદેશ. 1

આગળ જોઈ ગયા તેમ સશ્રદ્ધાના સંગથી જે બોધ થાય તે દૃષ્ટિ છે. દરેક દૃષ્ટિનું નામ સાર્થક છે. બલાદૃષ્ટિમાં સમજણ દૃઢ થતી જાય છે. કંઈક સાંભળે પછી અસર ન રહે એમ થતું હતું તેને બદલે બોધની અસર ઘણા કાળ સુધી રહે છે. બોધનું બળ કાષ્ઠöઅગ્નિસમ હોય છે, એટલે લાકડાં બળી રહે છતાં પાછળ અગ્નિ રહે તે કામમાં આવે છે; તેમ ઉપદેશનું નિમિત્ત ન હોય તો પણ સાંભળેલું યાદ આવે અને બોધનું બળ, માન્યતા દૃઢ થતી જાય. સત્સંગમાં ન હોય. અન્ય કાર્ય કરતા હોય તો પણ મુમુક્ષુતા ટકી રહે. સંસારનાં કાર્યો પ્રત્યે વૈરાગ્ય હોય.

આ દૃષ્ટિમાં અસત્ તૃષ્ણા સહેજે ઘટે છે. તેથી આસન સ્થિર થાય છે. મન અને શરીરની ચપળતા ન થાય. ચિત્ત બોધમાં તન્મય થાય તેની અસર શરીર ઉપર પણ થાય છે. શરીર પ્રત્યે વૃત્તિ ન જાય તેથી જે સ્થિતિમાં શરીર હોય તે સ્થિતિમાં સ્થિર રહે. એમ તનöમનની સ્થિરતા થવી તે આસન નામનું અંગ છે. આસનની સ્થિરતા થવાથી ક્ષેપઇંધાર્મિક ક્રિયામાં ત્વરા, ઉતાવળ મટે. એ રીતે ક્ષેપ નામનો દોષ દૂર થાય છે, તેથી ભક્તિ, સ્વાધ્યાય આદિ કાર્યમાં ધીરજથી સ્થિરતાપૂર્વક પ્રવર્તન કરી શકે છે. આ દૃષ્ટિવાળાને શુશ્રૂષા નામનો ગુણ પ્રગટે છે. બોધ સાંભળ્યો છે તેથી ફરી ક્યારે સાંભળવાનો મળે એમ ઈચ્છા રહે અને પુરુષાર્થ કરીને તેવું નિમિત્ત શોધેöમેળવે. તે કેવી રીતે તે કહે છે

તરુણ સુખી સ્ત્રાળ પરિવર્યોજી, જેમ ચાહે સુરગીત;
સાંભળવા તેમ તત્ત્વનેજી, એ દૃષ્ટિ સુવિનીત રે.
જિનજી, ધન ધન તુજ ઉપદેશ. 2

જેમ કોઈ નીરોગી યુવાન હોય, તરુણી સ્ત્રાળ સાથે હોય, બધી સુખની સામગ્રી પણ પ્રાપ્ત હોય, છતાં તે બધું મૂકીને કોઈ દેવતાઈ ગીત સંભળાતું હોય તો ત્યાં સાંભળવા જાય છે. એવી આ દૃષ્ટિવાળાને તત્ત્વ સાંભળવાની પ્રબળ ઇચ્છા હોય છે. રાજકુમાર જેવું સુખ હોય તો પણ ચેન ન પડે. ક્યારે બોધ સાંભળું એમ થાય. શુશ્રૂષા ગુણને લઈને વિનય પણ પ્રગટે છે. સાંભળવાની ઈચ્છા હોય તેથી સારી રીતે વિનય કરે.

સરી એ બોધ પ્રવાહનીજી, એ વિણ શ્રુત થલ કૂપ;
શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જેમ ભૂપ રે.
જિનજી, ધન ધન તુજ ઉપદેશ. 3

શુશ્રૂષા ગુણ કૂવામાં ઊંડેથી આવતી પાણીની સેર જેવો છે. કૂવો ખોદતાં ખોદતાં પાતાળસેર ફૂટે, પછી પાણી ખૂટે નહીં, તેમ બોધ સાંભળતાં સાંભળતાં તેમાં સુવિચારણા-રૂપ નવીનતા આવે એવો ગુણ પ્રગટે છે તે શુશ્રૂષા છે. તેથી બોધની વૃદ્ધિ થતી જાય છે. સેર વિનાનો કૂવો, જેમ પાણી વિનાના ખાલી ખાડા જેવો નકામો હોય છે, તેમ શુશ્રૂષા ગુણ વિના પ્રાપ્ત થયેલા બોધમાં વિચારણારૂપ નવીનતા કે વૃદ્ધિ થતી નથી અને તે નિરર્થક જાય છે.

દૃષ્ટાંત : રોહિણીયો ચોર

ભગવાન મહાવીરસ્વામીના સમયમાં લોહખુર નામનો ઘરફોડ ચોર હતો. રાજગૃહી નગરમાં વૈભારગિરિ પર્વતની ખૂબ દૂર એક ગુફામાં તે રહેતો હતો. તે ચોરી કરવામાં ખૂબ જ નિપૂણ હતો. ચોરી કર્યા પછી પોતાનું કોઇ નિશાન ત્યાં રહેવા દેતો નહિ, જેથી ત્યાંના રાજા તેને પકડવામાં અસફળ રહ્યો હતો. લોહખુરને એક દિકરો હતો તેનું નામ હતો રોહિણીયો. ચોરી કરવામાં તે પિતા કરતા પણ સવાયો હતો. લોહખુર હવે ઘરડો થયો હતો, તેને પોતાની જીંદગીનો અંત નજીક છે તે સમજાઇ ગયું હતું, તેને પોતાના દિકરા રોહિણીયાને પાસે બોલાવી કહ્યું, બેટા! આપણા આ ચોરીના ધંધામાં તારી હોંશિયારી અને બાહોશી જોઇ મને ખૂબ જ સંતોષ થાય છે પણ જો તું પોતાની જીંદગીમાં સફળ થયો હોય તો તારે ક્યારેય દેવોથી રચાયેલ સમવસરણમાં મહાવીર સ્વામીનો ઉપદેશ સાંભળવા જવું નહિ, કારણ કે ત્યાં બધી આપણા ધંધાની વિરુદ્ધ વાત હોય છે, માટે તું મને વચન આપ, તું ત્યાં કદી જઇશ નહિ. રોહિણીયાએ પિતાને વચન આપ્યું અને કહ્યું હું આ તમારી શિખામણ બરોબર પાળીશ. લોહખુરના મરણ બાદ રોહિણીયાના ચોરીનો ત્રાસ ખૂબ જ વધતો ગયો, ઘર છોડીને જવું આ રાજ્યમાં હવે અસલામતિભર્યું લાગતું, પ્રજા હવે ત્રાસીને રોહિણીયાની ચોરીથી રક્ષણ માટે રાજા શ્રેણિક પાસે ગઇ, રાજાએ પોતાના બાહોશ મંત્રી શ્રી અભય કુમારને આ ચોર પકડવાનું કામ સોંપ્યું. એકવાર રોહિણીયો છુપાતો છુપાતો રાજગૃહી તરફ જતો હતો, ત્યાં પ્રભુ મહાવીરનો ઉપદેશબોધ ચાલી રહ્યો હતો. રોહિણીયાને પોતાના પિતાની શિખામણ યાદ આવી ગઇ તેણે તેના કાન પર હાથ રાખી ઝડપથી ચાલવા મંડ્યો, પણ ત્યાં જ તેના પગમાં એક અણીદાર કાંટો ખૂંપી ગયો, એટલે કાંટો કાઢવા કાન પરથી હાથ લઇ લેવા પડ્યા અને આટલા સમય દરમ્યાન મહાવીર ભગવંતના શ્રીમુખથી વહેતી વાણી તેના કાનમાં પડી કે.. "સ્વર્ગના દેવતા ચાલે તો તેમના પગ ધરતીને ન અડે, દેવોની આંખો પલકારા ન મારે, દેવોના ગળાની ફૂલોની માળા કરમાતી નથી, દેવોના શરીરે ધૂળ કે પરસેવો હોતો નથી વગેરે..

 

રોહિણીયો કાંટો કાઢી ઝડપથી ત્યાંથી આગળ નીકળી ગયો, મનમાં થોડી વ્યથા રહી ગઇ હતી પણ તેણે વિચાર્યું કે આ વાણીને મનમાં સંઘરી રાખું તો જ પ્રતિજ્ઞા તૂટે! આ બાજુ મંત્રીના ગોઠવાયેલ છટકાથી રોહિણીયો પકડાઇ તો ગયો, પણ અભય કુમારને તેની પાસેથી ચોરી કરેલી કોઇ વસ્તુ ન મળી, વળી રોહિણીયાએ કીધુ કે હું શાલિગ્રામ નગરનો ખેડૂત છું. હવે મંત્રી પાસે રાજા સમક્ષ મુકવા કોઇ પુરાવો નહતો કે આ જ રોહિણીયો છે, માટે તેને એક યુક્તિ કરી. રોહિણીયાને તેને ખૂબ જ મદિરાપાન કરાવ્યું, જેથી રોહિણીયો બેહોશ થઇ ભાન ભૂલી ગયો, ત્યાં સુધી મંત્રીશ્વરે તેમના સિપાહીઓ પાસે એક સ્વર્ગની રચના કરાવી, સૌ કોઇ કિંમતી કપડા પહેરી દેવલોક જેવો દેખાવ ધારણ કર્યો, અને રોહિણીયાને ખૂબ જ કિંમતી કપડા પહેરાવ્યા. રોહિણીયો હોંશમાં આવ્યો ત્યારે આજુબાજુ અપ્સરાઓ અને દેવો નૃત્ય કરતા હતા, આજુ બાજુ દાસ-દાસીઓએ રોહિણીયાને કહ્યું કે તમે દેવલોકમાં આવ્યા છો અને જો તમે પાપ-પુણ્યનો હિસાબ આપી દો તો સદા માટે આ સ્વર્ગની સાહ્યબીમાં વસવા મળે. (અહિં ઉપદેશનું નિમિત્ત ન હોવા છતાં પણ ભગવાનનો બોધ તેને યાદ આવે છે અને ક્યારેક જે ભૂલવાનું હોય તે શિલાલેખ બનીને મનમાં કોતરાઇ જાય છે, તેમ રોહિણીયાને પણ પ્રભુ મહાવીરની બોધ સ્મૃતિમાં આવતા ક્ષેપક નામનો દોષ ટળી જાય છે અને આ જાળમાંથી નીકળી જાય છે પછી તેને શુશ્રૂષા જાગે છે, લૂંટ-ફાટ ચોરીની તૃષ્ણા ઘટી ગયા તેથી આસન સ્થિર થાય છે અને ક્ષેપનામક દોષ નીકળી જાય છે.) શ્રમણ મહાવીરે કહ્યું હતું કે દેવના દેહને પડછાયો હોતો નથી અને આ દેવ અને દેવાંગનાઓના દેહના તો પડછાયા પડે છે, એમણે કહ્યું હતું કે દેવની આંખ મટકું મારતી નથી, પણ અહીં ઊભેલાઓની આંખો તો મટકું મારે છે, આમ રોહિણીયો મંત્રીનો પ્રપંચ સમજી ગયો અને એણે કહ્યું કે હું તો ખેડૂત જ છું અને મે તો જીવનમાં સદા સત્કર્મો જ કર્યા છે.

આ શકનો લાભ મેળવી છૂટી ગયેલા રોહિણીયાએ વિચાર્યું કે પ્રભુની પળ - બે પળની વાણીએ મને ફાંસીના ફંદામાંથી ઉગારી લીધો, તો એમનાં વચનો કેટલા બધાં હિતકર હશે! પછી પ્રભુ મહાવીરના ચરણોમાં વંદન કર્યા, મહારાજા શ્રેણિક પાસે પોતે ચોર છે તેની કબૂલાત કરી અને સઘળો ચોરી કરેલો માલ રાજાને અર્પિત કરી દીધો અને પોતાને માફ કરી દે છે, જેથી પોતે ભગવંત પાસે દીક્ષા લઇ શકે. રાજાએ જોયું તેને ચોરી કરેલો બધો માલ પણ આપી દીધો છે અને હવે આ દીક્ષિત થશે એટલે આગળના જીવનમાં ચોરી પણ નહી કરે માટે તેને માફ કરી દીધો. રોહિણીયાએ પ્રભુ પાસે દીક્ષા લીધી અને તપમય - ત્યાગમય જીવન ગાળી પોતાનું જીવન ધન્ય કરી લીધું.

શ્રવણધર્મમાં એવી પ્રભાવકતા છે કે અધમમાં અધમ વ્યક્તિના અંધકારઘેરા હૃદયમાં ધર્મનો પ્રકાશ પાથરીને પરિવર્તન આણે છે. ભગવંતના વાણીનું એક વચનામૃત ઘેરાયેલા વિષપૂર્ણ માનવીને સત્યના પંથે દોરી જાય છે. રોહિણીયા ચોરના જીવનમાં આવેલું આ પરિવર્તન આનું જ જ્વલંત ઉદાહરણ છે.

શુશ્રૂષાગુણ એવો છે કે સાંભળવાની ઈચ્છા હોવા છતાં જો સાંભળવાનું ન મળે તો પણ લાભનું કારણ થાય, બહુમાન અને ભાવના વધે. વચન પ્રત્યે રુચિ અને પ્રમાણતા દૃઢ થાય, તેથી વિના સાંભળ્યે પણ કાર્યસિદ્ધિ થાય. તે પર એક દૃષ્ટાંત :

જેમ કોઈ માણસ રાજાની પાસે આવીને ફરિયાદ કરી જાય, પરંતુ રાજા સૂતાં સૂતાં સાંભળે અને ઊંઘતો હોય, તેથી તેમાંનું કંઈ સાંભળે નહીં, તો પણ પેલો માણસ રાજાને કહી આવ્યો જાણી, લોકોમાં તેનું મહત્ત્વ વધી જાય અને તેનો પ્રતિપક્ષી પણ ડરી જાય, તેથી ઘરમેળે ઝઘડો પતાવી દે. તેમ શ્રવણ સમીહાöસાંભળવાની ઈચ્છાöશુશ્રૂષા કેવી હોય? તો કે બોધ સાંભળવાનો ન મળે તો પણ બોધનું માહાત્મ્ય અને વચન પ્રમાણતા વધે અને ચિત્ત બોધમાં જ રહે તેથી સહેજે કર્મનાં આવરણ ઘટે, બોધ પ્રાપ્તિમાં અંતરાય પણ ટળે અને એ પ્રકારે લાભ થાય.

મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એકતાન; તે ઈચ્છા વિણ ગુણકથાજી,
બહેરા આગળ ગાન રે. જિનજી, ધન ધન તુજ ઉપદેશ. 4

પરંતુ શ્રુશ્રૂષા હોય અને સાંભળવાનું મળે તો મન રીઝે, તન ઉલ્લસે એવો ઉમંગ આવે. થોડામાં બહુ સમજે અને એકતાન-સ્થિર થઈને સાંભળે. એવી સાંભળવાની ઈચ્છા વિના આત્માના ગુણની ગમે તેવી ઉત્તમ કથા પણ બહેરા આગળ કરેલા ગાનની જેમ નિષ્ફળ છે.

વિઘન ઈહાં પ્રાયે નહીંજી, ધર્મ હેતુમાં હોય; અનાચાર પરિહારથીજી,
"સુયશ" મહોદય હોય રે. જિનજી, ધન ધન તુજ ઉપદેશ. 5

આ ત્રીજી દૃષ્ટિ સુધી જે આવ્યો તેને પછી ધર્મöઆરાધનામાં ઘણું કરીને કોઈ વિઘ્ન નડે નહીં. અને કદાચ નડે તો તેને તે ગણે નહીં. વળી અનાચાર એટલે સાવદ્ય પાપ પ્રવૃત્તિ સર્વથા ત્યાગીને સદાચારમાં પ્રવર્તવાથી તેનો પુણ્ય પ્રભાવ પણ વધ્યો હોય છે. તેથી કોઈ અપયશ બોલે તો લોક તેનો વિરોધ કરે કે એ એવો હોય નહીં. એ રીતે આ દૃષ્ટિવંતના મહાભાગ્યનો અભ્યુદય હોય છે.

textborder1

◄ બીજી તારા દ્રષ્ટિ

 

ચોથી દીપ્રા દ્રષ્ટિ ►