• આઠ દ્રષ્ટિમાંમાં..1stvrat-mainpic

  • 1
"कान्तायामेतदन्येषां, प्रीतये धारणा परा । अतोडत्र नान्यमुन्नित्यं, मीमांसाडस्ति हितोदया ।।162।। योगद्रष्टि समुच्चय"
"આ નિત્ય દર્શનાદિ અન્યને પ્રીતિ કારણ થાય છે, તથા પરા ધારણા હોય છે એથી અત્રે અન્યમુદ્ હોતી નથી ને નિત્ય હિતોદયી મીમાંસા હોય છે.
આ દ્રષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જેવો પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરના બીજા બધા કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે,
તેમ આ દ્રષ્ટિવાળો સમ્યગદ્રષ્ટિ પુરુષ ભલે બીજું સંસાર સંબંધી કામ કરતો હોય પણ તેનું ચિત્ત સદાય શ્રુતધર્મમાં જ લીન રહે છે.

અચપલ રોગરહિત નિષ્ઠુર નહિ, અલ્પ હોય દોય નીતિ;
ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ.
ધન ધન શાસન શ્રી જિનવરતણું. 1

આ ઢાળની પહેલી ચાર ગાથા પાંચમી દૃષ્ટિ સંબંધી છે. પાંચમી દૃષ્ટિથી સમ્યક્દર્શનની પ્રાપ્તિ થતાં વાસ્તવિક યોગöસાધનાની શરૂઆત થાય છે. ત્યારે નિ:શંકિત આદિ અનેક ગુણો પ્રગટે છે. સાથે યોગ પ્રવૃત્તિનાં બીજાં પણ ચિહ્નો હોય છે તે હવે કહે છે :

(1) અચપલöઉપયોગની સ્થિરતા રહે. તે સાથે મન, વચન, કાયાની પ્રવૃત્તિ પણ અચપલ એટલે શાંત, સ્થિર થાય.

(2) રોગરહિતöજે પુરુષાર્થ કરી શકે તે નીરોગી છે. સમ્યક્દૃષ્ટિ સાચા પુરુષાર્થી છે. તે સાથે આસન પ્રાણાયામાદિને કારણે તેમજ પુણ્યના પ્રભાવથી શરીર નીરોગી થાય.

(3) નિષ્ઠુર નહિöસર્વ જીવનો આત્મા સમાન ગણે તેથી હૃદયમાં કઠોરતા ન રહે. વ્રત ન લીધું હોય તો પણ હૃદય કોમળ હોય. કોઈને દુ:ખી કરવા ન ઈચ્છે. પોતાને કોઈ દુ:ખ આપે તો પણ દ્વેષ ન થાય. તે જીવને તેવો કર્મનો ઉદય છે એમ સમજે. સાપ, વીંછી કરડે તેને પણ મારવાના ભાવ ન થાય. એમ નિષ્ઠુરતાöક્રૂરતા જાયને કોમળતા આવે.

(4) વડીનીતિ, લઘુનીતિ અલ્પ હોયöદશા ફરવાથી ભાવ સારા રહે. શુદ્ધ પરિમિત આહાર લેવાથી નિહાર પણ ઓછો હોય. પ્રથમ વૃદ્ધિને લીધે મિતાહારીપણું ન હતું. તે મોહ છૂટી ગયો તેથી જીવવા પૂરતું આહારપાન કરે. ભોજન વગેરે શરીરક્રિયાની વાતો પણ ઓછી થઈ જાય, કે એ વાતો શું કરવી?

(5) સુગંધöભાવશુદ્ધિની સાથે સાત્ત્વિક આહારાદિથી શરીરની દુર્ગંધ વગેરે સહેજે ટળીને સુગંધ રહે.

(6) કાંતિ આત્માની શાંતિ અને નિરોગિતાથી મુખ પર તેજ આવે તે જોતાં પરને આનંદ થાય.

(7) પ્રસન્નતાöચિત્ત પ્રસન્ન રહે. કોઈથી દુભાય નહીં. કોઈનો વાંક નથી એમ માને તેથી ક્રોધ ન કરે.

(8) સુસ્વરöસ્વાદ જીતવાથી સ્વર સુધરે. કષાયરહિત વાણી હોવાથી મીઠી લાગે. એ આદિ પ્રવૃત્તિ હોય છે.

અહો ! શ્રી જિન ભગવાનનું શાસન (પ્રવચન અથવા માર્ગ) પ્રશંસવા યોગ્ય છે, ધન્યવાદને પાત્ર છે.

ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિકયુત ચિત્ત;
લાભ ઈષ્ટનો રે દ્વંદ્વ અધૃષ્યતા, જનપ્રિયતા હોય નિત્ય. ધન઼ 2

આગલી ચાર દૃષ્ટિ પ્રમાણે યોગસાધન કરેલ હોવાથી જે ગુણો પ્રગટેલા હોય છે તે પણ આ પાંચમી દૃષ્ટિમાં સ્થિર થાય છે, તેથી ધૈર્યવાળો અને પ્રભાવશાળી બને છે. મિત્રાદિ કઇં મૈત્રી, પ્રમોદ, કરુણા ને ઉપેક્ષા એ ચાર ભાવનાથી યુક્ત ચિત્ત હોય છે.

સર્વ જગતથી નિર્વૈર બુદ્ધિ હોવાથી દુશ્મનને પણ મિત્રભાવે જુએ તે મૈત્રીભાવના, પરના પરમાણુ જેવા ગુણને પણ પર્વત જેવા દેખે તે પ્રમોદભાવના, પરના દુ:ખને પોતાના દુ:ખ સમાન સમજીને દૂર કરે કે ઉપાય વિચારે તે કરુણાભાવના.

કોઈના દોષ ન જુએ, જગતના સર્વ પ્રતિબંધને વિસારી આત્મહિતમાં વર્તે તે ઉપેક્ષાભાવનાöએ ચાર ભાવના ચિત્તમાં સહજે પ્રવર્તે. પુણ્યના પ્રભાવથી ઈષ્ટનો લાભ થાય. માન-અપમાન, રાગદ્વેષ, સુખદુ:ખ આદિ દ્વંદ્વથી પરાજય ન પામે. વળી તે સર્વને ઉપકારક હોવાથી લોકોને સદા પ્રિય લાગે છે.

નાશ દોષનો રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ;
નાશ વૈરનો રે બુદ્ધિ ઋતંભરા; એ નિષ્પન્નહ યોગ. ધન઼ 3

અગાઉ "લોભી કૃપણ દયામણો" આદિ દોષો ગણાવ્યા હતા, તે દૂર થવાથી અને આત્માના જ્ઞાનની પરમ તૃપ્તિ અનુભવવાથી, પરવસ્તુ ન હોય તો પણ, સંતોષ રહે. અપરાધ કરનાર પ્રત્યે પણ ક્રોધની મંદતા હોવાથી અને મૈત્રીભાવના હોવાથી સમતાöક્ષમતા રહે. લોભના જવાથી દાન, પ્રિયવચન વડે બીજાને સંતોષે અને જ્યાં જમ ઘટે તેમ વર્તે તે ઉચિત અથવા ઔચિત્ય નામનો ગુણ છે. આદિ ગુણોનો સંયોગ આ પાંચમી દૃષ્ટિમાં થાય છે. પૂર્વનું વેર જેની સાથે હોય તેની માફી માગીને કે તેના ઉપર ઉપકાર કે વિનય કરીને તે વેરનો નાશ થાય તેમ વર્તે છે અને નવું વેર કરતો નથી. એ રીતે વેરભાવનો નાશ કરે છે. તેની બુદ્ધિ સેંકડો આશ્રિતોને પોષે તેવી પ્રભાવશાળી અગમ હોય. અથવા મૂળમાં ઋતંભરા પાઠ છે, કર્મયોગનાં પાંચ ગુણોમાં છેલ્લી ઋતંભરા ગુણ છે.

જેથી આત્મા પ્રાપ્ત થાય એવી અભ્યંતર ક્રિયા તે કર્મયોગ છે. તેમાં (1) પ્રવૃત્તિ અથવા યથાપ્રવૃત્તિકરણ, (2) પરાક્રમ અથવા અપૂર્વકરણ (3) જય અથવા અનિવૃત્તિકરણ (4) આનંદ અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ અને (5) ઋતંભર એટલે સમ્યક્ દર્શન સહિત વ્રતનું આચરવું. એવી ઋતંભર ગુણવાળી બુદ્ધિ નિષ્પન્નયોગી એટલે જેને યોગ પ્રાપ્ત થયો છે એવા સમ્યક્દૃષ્ટિને હોય છે.

ચિહ્ન યોગના રે જે પરગ્રંથમાં, યોગાચારય દિટ્ઠ;
પંચમ દૃષ્ટિ થકી તે જોડીએ, એહવા તેહ ગરિટ્ઠ. ધન઼ 4

પર ગ્રંથ એટલે જૈનેતર ગ્રંથમાં પણ યોગના જે ચિહ્નો યોગાચાર્યોએ વર્ણવ્યાં છે, તે બધાં પાંચમી દૃષ્ટિથી લાગુ પડે છે. એવા પાંચમી દૃષ્ટિવાળા મહાત્મા ગરિટ્ઠ એટલે ચઢિયાતા હોય છે. જૈનમાં યોગનાં બાહ્ય ચિહ્નો અને હઠયોગ આદિની વાતો નથી, પરંતુ અન્ય મતોમાં હઠયોગ આદિ ગુરુની આજ્ઞાએ કરતાં ઉપર કહ્યાં તેવાં યોગનાં જે જે ચિહ્નો પ્રાપ્ત થવાનું વર્ણન છે તે પાંચમી દૃષ્ટિવાળાને પણ લાગુ પડે છે એમ જાણવું. અર્થાત્ પાંચમી દૃષ્ટિમાં યોગના અભ્યાસથી દોષોનો નાશ અને ગુણોની પ્રાપ્તિ સહજ થાય છે. તેથી આત્માની ભાવનાઓ ઉત્તમ બને છે અને તેની અસર બાહ્ય દેહાદિ ઉપર પણ થાય છે.

છટ્ઠિ દિટ્ઠિ રે હવે કાંતા કહું, તિહાં તારાભ્ર પ્રકાશ;
તત્ત્વ મીમાંસા રે દૃઢ હોય ધારણા, નહીં અન્ય શ્રુતવાસ. ધન઼ 5

હવે છઠ્ઠી કાન્તાદૃષ્ટિ યથાર્થ નામવાળી છે. તેમાં બોધ તારાથી છવાયેલ નિર્મળ આકાશની પ્રભા જેવો હોય છે. આ દૃષ્ટિમાં મીમાંસા અથવા તત્ત્વની વિચારણારૂપ ગુણ પ્રગટે છે. સંસારનાં કાર્યોથી નિવૃત્તિ મેળવીને એકાંત સ્થાનમાં આત્મા વિષે વિચાર કરે. જેમકે ``વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાનસ્વામી જેવા મહાપુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનંતથી અનંતવાર જન્મવું, મરવું થવા છતાં હજુ તે જન્મમરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં?'' આ જીવની કઈ ભૂલ છે? તે કેમ દૂર કરવી? કેવલજ્ઞાનનું સ્વરૂપ કેવું હોય? વગેરે સૂક્ષ્મ વિચારણા આ દૃષ્ટિયુક્ત મહાત્માઓ રાતદિવસ કરે છે તે તત્ત્વમીમાંસા નામનો ગુણ છે. વળી પરમાર્થ પ્રત્યે પ્રેમ પ્રગટÎો છે તેથી તેનું જ નિરંતર લક્ષ્ય રહે એ આ દૃષ્ટિનું ધારણા નામનું અંગ છે. આ દૃષ્ટિમાં અન્યમુદ્ નામનો દોષ દૂર થાય છે. અન્યમુદ્ એટલે અપ્રસ્તુતમાં પ્રેમ, એ દોષ એક લક્ષ થવાથી જાય છે. તેથી જેમાં આત્માર્થ ન હોય તેવાં અન્ય શાસ્ત્રાેમાં રાજી થવાનું, આશ્ચર્ય પામવાનું મટી જાય. દેહનું કે જગતનું માહાત્મ્ય રહ્યું ન હોવાથી વૈદક, જ્યોતિષ્ક આદિ શાસ્ત્રાેમાં કે અન્ય કોઈ વિષયમાં આકર્ષણ ન થાય. જ્ઞાન નિર્મળ હોવાથી કદાચ જાણે, તો પણ તેનું માહાત્મ્ય ન લાગે. વીતરાગ વાણીનું માહાત્મ્ય જાણ્યું છે તેથી અન્ય શાસ્ત્રાે છાશ બાકળા જેવાં લાગે. જેમ પતિવ્રતા સ્ત્રાળને પોતાના પતિ ઉપર પ્રેમ છે તેથી પતિનું વચન પ્રિય લાગે, તેવું અન્યનું વચન પ્રિય ન લાગે, તેમ આ દૃષ્ટિવાળાને વીતરાગશ્રુતમાં અનન્ય પ્રેમ છે, તેથી અન્ય શ્રુતમાં તેવો પ્રેમ ન આવે.

દૃષ્ટાંત: આનંદ શ્રાવક

ભારતના વાણિજ્ય ગામમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. એજ ગામમાં આનંદ નામે એક સમૃદ્ધ સુખી ગૃહસ્થ પોતાના કુટુંબ સાથે રહેતો હતો. એની પાસે ચાલીસ લાખ સોનાના સિIા, એટલું જ નગદનાણું, ધંધામાં રોકેલી એટલી જ મૂડી, દર દાગીના અને બીજી ઘણી બધી સ્થાવર - જંગમ મૂડી હતી. તેની પાસે 40,000 ગાયો પણ હતી. રાજા તથા વાણિજ્યગામની પ્રજા તેને ખૂબ માન આપતા હતા.

 

એક દિવસ ભગવાન મહાવીરસ્વામી તે ગામમાં પધાર્યા. દિવ્યબોધ સાંભળ્યા પછી પરિગ્રહ ઘટાડવાની શરૂઆત કરી, કષાય ઘટાડવાની સાધના કરી, સંસાર અને શરીર પ્રત્યેનું એકત્વભાવ તોડવાની શરૂઆત કરી અર્થાત્ અહંભાવ અને મમત્વભાવની નિવૃત્તિ માટે ભેદજ્ઞાની સાધના કરી. આ શરીર મારું નથી, તેમાં રહેલો આત્મા તે હું છું, હું માત્ર જ્ઞાયક (જ્ઞાતા-દૃષ્ટા કે જાણનાર જોનાર) આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું, આવી તત્ત્વ વિચારણારૂપ તેમને મીમાંસા ગુણ પ્રગટે છે, અન્યમુદ્ નામનો દોષ દૂર થાય છે, (અન્યમુદ્ એટલે અપ્રસ્તુતમાં પ્રેમ, એ દોષ એક લક્ષ થવાથી જાય છે). પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ વળ્યા, વૈરાગ્યનો બોધ વધવાથી સાંસારિક પ્રવૃત્તિ ઓછી કરી વધુમાં વધુ સમય પૌષધશાળામાં ગાળવા માંડ્યા. એક દિવસ આનંદ શ્રાવકને અવધિજ્ઞાનની આગવી શક્તિ ભગવાનના બોધની ધારણા (ચિત્તનું દેશબંધન થવું તે ધારણા)થી અને મનન ચિંતન દ્વારા પ્રાપ્ત થઇ. એને મળેલું અવધિજ્ઞાન અન્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા સાધકના કરતાં વધુ શુદ્ધ અને શક્તિશાળી હતું.

આ સમયે ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી વગેરે તેમના શિષ્યો સહિત તે શહેરમાં વિચરતા હતા. જ્યારે ગૌતમસ્વામી ગોચરી લઇને પાછા ફરતા હતા ત્યારે જોયું કે લોકો આ અવધિજ્ઞાન પ્રાપ્ત કરેલ આનંદશ્રાવકને વંદન કરવા જતા હતા. એમણે પણ એની મુલાકાત લેવાનું નક્કી કર્યું. આનંદ પોતાના આધ્યાત્મિક ગુરુ ગૌતમસ્વામીને જોઇ ખુશ થયા. તપને કારણે તે ખૂબ જ અશક્ત હોવા છતાં ગૌતમસ્વામીને પ્રેમથી આવકાર્યા. ગૌતમસ્વામીએ તેને શાતા પુછી પછી તેને મળેલ ખાસ આગવી અવધિજ્ઞાનની શક્તિ વિશે પૂછ્યું, આનંદે ખૂબ વિવેકથી જવાબ આપ્યો, `આદરણીય ગુરુદેવ, મને જે આગવી શક્તિ મળી છે તેને આધારે હું ઉપર સૌથી પહેલા સ્વર્ગ અને નીચે સૌથી પહેલી નર્ક જોઇ શકું છું.'

ગૌતમસ્વામીએ આનંદને સમજાવ્યું, `સામાન્ય માણસ અવધિજ્ઞાનની આગવી શક્તિ મેળવે તો પણ આટલું વ્યાપક જોઇ ન શકે. માટે આવા વિશાળ દર્શનની કલ્પના તું કરે છે પણ સત્ય ન હોય માટે તારે પ્રાયશ્ચિત્ત કરવું પડે.' આનંદ મુંઝાયો, પોતે સમજે છે કે એણે જે કહ્યું છે તે સત્ય જ છે, છતાં ગુરુદેવ તેના સત્ય પર વિશ્વાસ નથી કરતા અને પ્રાયશ્ચિત કરવાનું કહે છે. તેણે ફરી ખૂબ જ નમ્ર ભાવે ગૌતમસ્વામીને પૂછÎું `મહારાજ! સદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં કે અસદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં?' ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે `અસદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં.' ત્યારે આનંદશ્રાવકે કહ્યું `મહારાજ! હું મિચ્છા મિ દુક્કડં લેવાને યોગ્ય નથી.' તેઓ આનંદના ઘરેથી નીકળીને ભગવાન મહાવીરસ્વામીને પૂછવા માટે ચાલ્યા. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરસ્વામી પાસે આવીને વંદન કરી આનંદની આગવી શક્તિ વિશે પૂછયું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, ચાર જ્ઞાનના ધણી હતા પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઇ હકીકત કહી). ભગવાન મહાવીરે જણાવ્યું, `હે ગૌતમ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, તમે આનંદ પાસે જઇ ક્ષમાપના લો.' `તહત્તિ' કહી ગૌતમસ્વામી ખમાવવા ગયા અને પોતે ત્યાં જઇ ખમાવી આવ્યા!

મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત;
તેમ શ્રુતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન઼ 6

જેમ બીજાં કામમાં ગૂંથાવા છતાં પતિવ્રતા સ્ત્રાળનું મન પોતાના પ્રિય પતિમાં જ સ્થિર રહે છે, તેમ સમ્યજ્ઞાન પ્રત્યે જેના મનમાં અત્યંત પ્રેમ વર્તે છે એવા મુમુક્ષુ જ્ઞાની પાસેથી શ્રવણ કરેલા આત્મધર્મમાં મનને સ્થિર કરે છે. સમ્યક્દૃષ્ટિ મુમુક્ષુ શાસ્ત્ર વાંચે અને બીજા વાંચે તેમાં આભ-જમીન જેટલો ફેર છે. અને જે કાંઈ આત્માને ઉપકારી થાય તે પ્રત્યે લક્ષ્ય રહે અને આત્માર્થીનો ખપી થયો હોવાથી પરમાર્થને સાધે તેવો પુરુષાર્થ આદરે. બીજાને જગત પ્રત્યે લક્ષ્ય હોય તેથી યાદ રાખે તો પણ કંઈ કાર્યકારી થાય નહીં.

શ્રુત એટલે સત્શાસ્ત્ર, સત્બોધ અથવા જ્ઞાની પાસે જે સાંભળ્યું હોય તે. શ્રુતનું માહાત્મ્ય ખરેખરું લાગે ત્યારે દેહાદિ અન્ય સર્વને ભૂલી જાય. તે શ્રુત અનુભવ વધતી દશા! સ્વાધ્યાય અને ધ્યાનમાં શ્રુત તે સ્વાધ્યાય છે અને આત્માનો અનુભવ કરવો તે ધ્યાન છે. જ્ઞાની પાસે સાંભળ્યું હોય તેમાં જ ચિત્ત રોકાય અથવા સમ્યક્દર્શન થયા પછી જ્ઞાનમાં જ ચિત્ત રાખે એ રીતે જ્ઞાન પ્રત્યે જે નિરંતર આકર્ષાયા છે તે જ્ઞાનાક્ષેપકવંત અથવા જ્ઞાની કહેવાય છે.

જેઓને ક્ષાયિક સમ્યક્દર્શન થયું છે અને આત્માનો અનુભવ વર્તે છે, એવા જ્ઞાની તો નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપમાં ચિત્ત રાખે છે અથવા તો પોતાની અધિક દશાને પામેલા એવા તીર્થંકર આદિનું અવલંબન લે છે. પરંતુ જેમને હજી સમ્યક્દર્શનની નિર્મળતા થઈ નથી એવા મુમુક્ષુએ તો જ્યાં એ ગુણ પ્રગટ થયો છે એવા જ્ઞાનીમાં તથા જ્ઞાનીથી પ્રાપ્ત થયેલ શ્રુતધર્મરૂપ વચનામૃતમાં નિરંતર ચિત્તને એકાગ્ર કરવા યોગ્ય છે. તેથી સ્વચ્છંદ કુતર્ક વગેરે દોષો ટળી જઈને સ્વરૂપમાં સ્થિરતા થાય છે, અને એ રીતે સમ્યક્દર્શનની નિર્મળતા પ્રાપ્ત થાય છે.

એહવે જ્ઞાને રે વિઘન નિવારણા, ભોગ નહીં ભવહેત;
નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ-અવગુણ ખેત. ધન઼ 7

જેને એવું અક્ષેપકજ્ઞાન અથવા જ્ઞાન પ્રત્યે પ્રીતિ થઈ છે એવા જ્ઞાનીને ભોગો ભવનાં કારણ થતા નથી. વિઘ્ન નિવારણે એટલે માત્ર દુ:ખના પ્રતિકાર ઉપાય તરીકે કર્મના ઉદયાનુસાર જ્ઞાનીના ભોગ હોય છે. ભૂખ તરસ આદિ વિઘ્ન દૂર કરવા ખાય છે, પીએ છે, પણ તેમાં તેમને રસ આવતો નથી. જ્ઞાનમાં રસ છે તેથી ભોગમાં પ્રીતિ થતી નથી. અર્થાત્ જ્ઞાનીના ભોગો મોજશોખ કે વિલાસરૂપ હોતા નથી. સાથે જ્ઞાનદૃષ્ટિ હોવાથી તે ભોગો જ્ઞાનીને કર્મબંધના કારણ થતા નથી.

પાંચ ઈદ્રિયના વિષયભોગો આત્માને ગુણ કે અવગુણ કરવાના સ્વભાવવાળા નથી. કારણકે તે જડ છે. પરંતુ મન એ જ ગુણદોષને ઉત્પન્ન કરનાર ખેતર સમાન છે. જ્ઞાનીને પરવસ્તુનું માહાત્મ્ય નથી તેથી તેમનું મન વિષયોમાં રમતું નથી. ભરત ચક્રવર્તીને ભોગની સામગ્રીનો વિચાર કરતાં જ્ઞાન થયું તેમ જ્ઞાનીને સર્વ ભોગો પ્રત્યે વૈરાગ્ય હોવાથી જ ભોગો બંધનું કારણ થતા નથી.

માયા-પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ;
સાચું જાણી રે તે બીતો રહે, ન ચલે ડામાડોલ. ધન઼ 8

જ્ઞાની સંસારના પ્રસંગોને મૃગજળ જેવા ખોટા જાણે છે, તેથી તેમાં પણ રાગદ્વેષ ન કરતાં અડોલ રહે છે. જેમ કોઈ મૃગજળને ઓળખે તેથી તેને તેમાં ડૂબી જવાનો ભય લાગે નહીં, અડોલ  નિશ્ચિંત મને ઓળંગી જાય છે; તેમ વિષયભોગો, જગતના પ્રસંગો તેમજ રોગાદિ, માત્ર થોડો વખત રહેવાના છે અને આત્માને કંઈ કામના નથી એમ જ્ઞાની સ્પષ્ટ જાણે છે, તેથી તેવા પ્રસંગમાં રાગદ્વેષને વશ થતા નથી, અડોલ અને સાવધાન રહે છે. તેમની પાસે સાચી વસ્તુ-સમ્યજ્ઞાનરૂપી રત્ન છે, તે ખોવાઈ ન જાય માટે માયાથી ડરતા રહે છે. માયાના મોહક પ્રસંગો દેખીને તેમનું મન લોભાતું નથી, ચળવિચળ થતું નથી.

ભોગતત્ત્વને રે એમ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભોગ;
તે એ દૃષ્ટિ રે ભવસાયર તરે, લહે વળી `સુયશ' સંયોગ. ધન઼ 9

પરંતુ જે ભોગને તત્ત્વરૂપ, સારરૂપ માને, સાચા માને, તેને એમ ભવનો ભય ટળે નહીં, ભોગમાં આસક્ત હોવાથી કર્મબંધ રહિત અડોલ રહી શકે નહીં, તેથી ભવનાં દુ:ખ ફરી ફરી પ્રાપ્ત થાય. પરંતુ પાંચ ઈંદ્રિયના વિષયોમાં માત્ર આરોપિત સુખ છે, તેથી જૂઠા મૃગજળ જેવા છે એમ જાણનાર મુમુક્ષુ અથવા જ્ઞાની સંસારસમુદ્રને તરી જાય છે.

શ્રી યશોવિજયજી કહે છે કે આ દૃષ્ટિવાળા સુયશ મેળવી આત્માના અક્ષય સુખના વિલાસનો સંયોગ પ્રાપ્ત કરે છે.

textborder1

◄ પાંચમી સ્થિરા દ્રષ્ટિ

 

સાતમી પ્રભા દ્રષ્ટિ ►