![]() |
![]() |
![]() |
આઠ દ્રષ્ટિમાં..
"स्थिरायां दर्शनं नित्यं, प्रत्याहारदेव च । कृत्यमभ्रान्तमनधं, सूक्ष्मबोधसमन्वितम् ।।154।। योगद्रष्टि समुच्चय" "સ્થિરા નામની પાંચમી યોગદ્રષ્ટિમાં - નિરતિચારમાં દર્શન નિત્ય - અપ્રતિપાતી (જે ચાલ્યું ન જાય તેવું - ક્ષાયિક) હોય છે, અને સાતિચારમાં અનિત્ય પણ હોય છે અને તે દર્શન પ્રત્યાહારથી યુક્ત એવું હોય છે. અત્રે સમ્યગદ્રષ્ટિપુરુષની વંદનાદિ ક્રિયા ક્રમની અપેક્ષાએ અભ્રાંત - નિર્દોષ - નિરતિચાર હોય છે અને એટલે જ તે સૂક્ષ્મબોધ સહિત એવી હોય છે. આ દ્રષ્ટિના દર્શન બોધને (નિરાવલંબન) રત્નપ્રભાની ઉપમા છાજે છે. |
દૃષ્ટિ થિરામાંહે દર્શન નિત્યે, રત્નપ્રભા સમ જાણો રે, પાંચમી દૃષ્ટિ અપ્રતિપાતી સમકિતની છે. ગ્રંથિભેદથી વેદ્યસંવેદ્ય પદ અહીં પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં બોધ રત્નપ્રભા જેવો અપ્રતિપાતીઇંનિરંતર રહેનારો છે. અર્થાત્ દીપકના પ્રકાશને પવન અસર કરે તેમ રત્નના પ્રકાશને અસર કરે નહીં. રત્ન પર ધૂળ હોય તો ઝાંખું પડે, તેમ ચારિત્રમોહને કારણે વધારેમાં વધારે ત્રણöચાર ભવ કરે. નહીં તો તે જ ભવે મોક્ષે જાય. અહીં વિપરીતતાઇંભ્રાંતિ નામનો દોષ દૂર થાય છે અને સૂક્ષ્મબોધ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. શ્રુતજ્ઞાનથી પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણે છે. પ્રથમ બંધનાં કારણને સારાં માનતો હતો, મોક્ષનાં કારણને અઘરાં માનતો હતો વગેરે વિપરીત માન્યતાઓ હતી, તે સર્વથા દૂર થાય છે. તેમજ વખાણવા લાયક એવું પ્રત્યાહાર નામનું અંગ પ્રગટ થાય છે. એ ગુણ વીરતણો ન વિસારું, સંભારું દિનરાત રે; પશુ ટાલી સુરરૂપ કરે જે, ભ્રાંતિથી ઈંદ્રિયöવિષયમાં સુખ માન્યું હતું ત્યાં સુધી પશુ સમાન હતો, તે ટળીને હવે દેવ જેવો થયો. શુદ્ધ સમકિતને કારણે પૂજ્યતા બતાવવા `દેવ' શબ્દ વાપર્યો છે. ગણધરદેવ પણ, સમકિતી ગમે તે વર્ણનો હોય તેને `દેવ' કહીને બોલાવે છે. વળી હવે તેને દેવગતિ જ બંધાય છે તે અપેક્ષાએ પણ દેવ કહેવા યોગ્ય છે. એમ મનુષ્ય છતાં પ્રથમ પશુસમાન હતો તે હવે દેવસમાન થયો તે શાથી થયું? નિર્મળ શુદ્ધ સમ્યક્દર્શન થવાથી. અવદાત એટલે શુદ્ધ, સ્વચ્છ. સમકિત થવામાં ઉપદેશની જરૂર છે. તેથી તે ઉપદેશદાતા વીર પ્રભુનો ઉપકાર, તેમજ આ વિષમ કાળમાં તે વીર પ્રભુની ઓળખાણ કરાવનાર શ્રી સદ્ગુરુદેવનો ઉપકાર મહાન છે, તે કદી વિસારું નહીં, રાત દિવસ સંભારું. અર્થાત્ મુમુક્ષુએ સત્પુરુષનો ઉપકાર નિરંતર સ્મરવા યોગ્ય છે. બાલધૂલીઘરલીલાસરખી, ભવ ચેષ્ટા ઈહાં ભાસે રે; જેમ બાળક ધૂળમાં ઘર ખેતર વગેરે બનાવે તે આપણને અસુંદર ને અસ્થિર લાગે છે, તેમ આ દૃષ્ટિવાળાને જગતના જીવોની સર્વ સુખ સામગ્રીö ચક્રવર્તીનું રાજ્ય પણ આત્માના વૈભવ આગળ અસુંદર અને અસ્થિર લાગે. રિદ્ધિસિદ્ધિ પણ પુણ્યસામગ્રી છે અને ઘણી વાર આત્માર્થથી ભ્રષ્ટ કરાવનારી ને સંસારમાં રઝળાવનારી થઈ છે એમ જાણી તેમાં ચમત્કાર ન પામે, પરંતુ આત્મા છે તો તે પ્રગટે છે, તેથી આત્મામાં જ ખરી રિદ્ધિસિદ્ધિ, તેમજ આઠ મહાસિદ્ધિ વગેરે સર્વસ્વ છે, એમ જાણી આત્માના અનંત ઐશ્વર્ય આગળ તે સર્વને તુચ્છ માને. જનકરાજાને સ્વપ્ન આવ્યું હતું કે કોઈએ રાજ્ય લઈ લીધું, ને પોતે ભિખારી થયો, ત્યાં આંખ ઊઘડી ગઈ ને આýાર્ય પામ્યો કે આ શું? મારે વળી ભીખ કેવી ! તેમ સિદ્ધ સમાન આત્મા કહ્યો છે, તેની પ્રતીતિ થઈ પછી બાકી શું રહ્યું? શ્રુતના વિવેકથી બધા પદાર્થોને મૃગજળ જેવા, સ્વપ્ન જેવા અથવા ધૂળ જેવા જ જુએ. પ્રકૃતિના ઉદયને પણ પોતાનું સ્વરૂપ ન માને. પોતાના તેમ જ પરના આત્માને જડથી સર્વથા ભિન્ન આત્મારૂપે જ જુએ. વિષયવિકારે ન ઈંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે; એ રીતે સૂક્ષ્મબોધ થતાં સર્વ પદાર્થો અસાર લાગે. આત્મા જ એક સારભૂત લાગે તથા ઉપયોગ ઈદ્રિયોના વિષયોથી પાછો વળે, તે આ દૃષ્ટિનું પ્રત્યાહાર નામનું અંગ છે. બાહ્ય વસ્તુનું માહાત્મ્ય નથી, તેથી ઈંદ્રિયોથી સંભળાય, દેખાય, ચખાય, છતાં તેમાં ઉપયોગ લીન ન થાય. આત્માનો ઉપયોગ બહાર જતો રોકાઈને ક્યાં રહે? તો કે ઉપયોગ કેવળ ઉપયોગમાં રહે એ રૂપ જે કેવળ જ્યોતિ છે તે જ સંપૂર્ણ તત્ત્વપ્રકાશ(કેવળજ્ઞાન)નું કારણ છે. શુદ્ધભાવની પ્રાપ્તિ માટે ઉપયોગ એ જ સાધના છે. બાકી બાહ્ય યોગાદિની પ્રવૃત્તિરૂપ ઉપાયો માત્ર ઉપદ્રવરૂપ અસાર છે. આત્માને ભૂલીને મનવચનકાયામાં પ્રવર્તે, તે યોગમાયા છે. ક્ષાયિક સમ્યક્દૃષ્ટિને સર્વ કંઈ કરતાં આત્માનું લક્ષ્ય નિરંતર રહે છે. ચારિત્રમોહને લઈને જે પ્રવર્તન કરવું પડે તેમાં માહાત્મ્ય નથી. શીતલ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, જેવી રીતે બાવનાચંદન અત્યંત શીતળ છતાં એની ડાળ ઘસાતાં જે અગ્નિ પ્રગટ થાય તે આખા વનને બાળી નાખે છે, તેવી રીતે ધર્મના આરાધનથી પ્રાપ્ત થયેલા પુણ્યના ફળરૂપ પાંચ ઈંદ્રિયના વિષયભોગöસાંસારિક સુખો આ દૃષ્ટિવાળાને અનિષ્ટ લાગે છે. મૂળમાં `પ્રાય:' શબ્દ છે. એટલે તીર્થંકર પ્રકૃતિ વગેરે સમ્યક્દર્શનસહિત બંધાયેલું પુણ્ય એટલો અંતરદાહ ઉત્પન્ન કરતું નથી. |
સમ્યક્દૃષ્ટિ દેવલોકમાં પણ પ્રમાદી રહેતો નથી. સારા નિમિત્તને મેળવે છે. સીતાએ અગ્નિપ્રવેશ કર્યો ત્યારે અગ્નિનું પાણી થઈ ગયું, તેવી રીતે સમ્યક્દર્શન છે તે દુ:ખમાં પણ શાંતિ આપે છે. છતાં આ દૃષ્ટિવાળા ઉત્કૃષ્ટ પુણ્યને પણ ઈષ્ટ માનતા નથી. સંસારનાં સુખદુ:ખ બન્નેને સમાનપણે અસાર માને છે. અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલજાલ તમાસી રે; આ દૃષ્ટિમાં સિદ્ધના આઠ ગુણોમાંનો એક ક્ષાયિકસમકિત ગુણ પ્રગટÎો છે, તેથી સિદ્ધનું અવિનાશી સ્વરૂપ અંશે પ્રાપ્ત થયું છે. પુદ્ગલની રચનાને બાજીગરની બાજી જેવી જાણી તેનો દૃષ્ટા રહે છે. જેને ચેતનનો આનંદ સમજાયો છે તે જગતની જડવસ્તુની આશા કેમ રાખે? શ્રી યશોવિજયજી પ્રત્યે શ્રી આનંદધન મહારાજનો ઉપકાર હતો તે દર્શાવવા અહીં આનંદધન શબ્દ યોજ્યો લાગે છે. ચૈતન્ય સ્વરૂપના આનંદના સમૂહરૂપી યશનો ભોગવનાર આ દૃષ્ટિવાળો હોય છે, તેથી સાંસારિક વસ્તુઓની આશા તેને કેમ હોય? અર્થાત્ ન જ હોય. દૃષ્ટાંત: પુણિયો શ્રાવક પુણિયો શ્રાવક એક ગામડામાં માટી અને ઘાસથી બનાવેલી ઝૂંપડીમાં રહેતા હતા. પુણિયાએ નિયમ કર્યો હતો કે જીવવાને માટે ઓછામાં ઓછી જરૂરિયાત જેટલું જ કમાવું. એ સમયે બાર દોકડા (લગભગ રૂપિયાનો આઠમો ભાગ) એક દિવસ માટે જોઇએ જે તે રૂની પૂણી વેચીને કમાઇ લેતા. બીજો એવો નિયમ હતો કે રોજ એક સાધર્મિકને જમાડવો. તેઓ સાધર્મિકને મહેમાનગતિ પણ કરતાં. ભગવાન મહાવીરનો બોધ સાંભળી પુણિયા શ્રાવકને સૂક્ષ્મબોધ પ્રાપ્ત થવાથી સમકિત્ની પ્રાપ્તિ થઈ. હું શરીર છું એવી ભ્રાંતિ ટળી ગઇ અને હું આત્મા છું એવી અનુભૂતિ થઇ, જેથી પુણિયાને વખાણવા લાયક પ્રત્યાહાર અંગ પ્રગટ થાય છે. પુણિયો શ્રાવક દરરોજ સામાયિક (48 મિનિટનું ધ્યાન-સ્વાધ્યાય) કરતા. એક દિવસ સામાયિક દરમિયાન તેઓને મનમાં ખૂબ જ સંકલ્પ - વિકલ્પ વધ્યા તેને કારણે સામાયિકમાં વિક્ષેપ થવા લાગ્યો. પુણિયા શ્રાવક ખૂબ જ સંતોષપૂર્વક અને નિતીમય જીવન જીવતા હતા, ક્યારે પણ તેમણે અનિતિનું ધન કે કોઇ વસ્તુ ગ્રહી ન હતી. તેથી તેમણે તેમની પત્નીને સવાલ કર્યો કે આજે અનિતીનું શું આપણા ઘરમાં આવ્યું હશે, ત્યારે પત્ની એ કહ્યું કે કદાચ બાજુવાળાનું છાણું આવી ગયું હશે, પુણિયાએ તરત જ તે પાછુ મુકી આવવા કહ્યું. તે છાણું પાછું આપતા જ પુણિયાના મનના સંકલ્પ - વિકલ્પ ટળી જતાં તેમને સામાયિક લાગી ગઈ. આમ પુણિયા શ્રાવકનું દર્શન મોહના ક્ષયના કારણે અર્થાત્ સમકિતના કારણે ઘણું ઊંચું જીવન હતું. મહાવીરસ્વામી પણ પોતાની દેશનામાં પુણિયા શ્રાવકની સમતાભાવપૂર્વકની સામાયિકની પ્રશંસા કરતાં. શ્રેણિક રાજાએ આવતા જનમમાં નરક જવાનું કર્મ બાંધેલ હતું, બીજા જન્મમાં નરકની યાતનાઓ ન ભોગવવી પડે તે માટે પોતાના ખરાબ કર્મો બદલવા માટે શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરસ્વામીને જણાવ્યું, મારે બીજા જન્મમાં નરકની યાતના ભોગવવી ન પડે તે માટે હું મારું સમગ્ર રાજ્ય આપી દેવા તૈયાર છું. તેથી ભગવાન મહાવીરસ્વામીએ આ વાત રાજાને બરાબર સમજાવવા માટે કહ્યું `જજો તમે પુણિયા શ્રાવકના સામાયિકને ખરીદો તો તમે તમારી નરક ગતીને બદલી શકો.' રાજા શ્રેણિક પુણિયા શ્રાવકને ઘેર ગયા અને પુણ્ય કર્મ માટે તેમને રેલ એક સામાયિકનું પુણ્યકર્મ આપવા વિનંતી કરી. બદલામાં શ્રેણિક રાજા પોતાનું આખું રાજ્ય આપવા તૈયાર હતા. પુણિયા શ્રાવકે કહ્યું, `મારા સામાયિકનું પુણ્યકર્મ આપને કેવી રીતે આપુ તે હું જાણતો નથી. સારા કર્મો ખરીદી શકાતા નથી, તે તો દરેકે જાતે જ કરવાં પડે છે.' રાજા શ્રેણિક સમજી ગયા કે પોતાની ગમે તેટલી સંપત્તિ પણ પુણિયા શ્રાવકના સામાયિક દ્વારા મળતા પુણ્ય કર્મને મેળવવા શક્ય નથી. પોતાના રાજ્યમાં પોતે સહુથી ગરીબ માણસ છે એવું તે અનુભવવા લાગ્યા. રાજા શ્રેણિક નિરાશ થવા છતાં પુણિયાની શ્રદ્ધાની અનુમોદના કરતા ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં દૃઢ સંકલ્પ કર્યો કે પુણિયા જેવી ધર્મશ્રદ્ધા હું પણ કેળવીશ. |