• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - 3.  આચાર્ય - પ્રભુ પાસે બાળક જેવા બનીને સ્તુતિ કરે છે.
बुद्धया विनाऽपि विबुधार्चित-पादपीठ! स्तोतुं समुद्यत-मति-र्विगत-त्रपोऽम् ।
बालं विहाय जल-संस्थित-मिन्दु-बिम्ब- मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ।।3।।
  બુધ્યા વિનાઽપિ વિબુધાર્ચિત-પાદપીઠ! સ્તોતું સમુદ્યત-મતિ-ર્વિગત-ત્રપોડહમ્ ।
બાલં વિહાય જલ-સંસ્થિત-મિન્દુ-બિમ્બ-મન્યઃ ક ઇચ્છિતિ જનઃ સહસા ગ્રહીતુમ્ ।।૩।।

પ્રભો! કયાં આપનું કેવળજ્ઞાન, ને કયાં મારી અલ્પબુદ્ધિ! આપની પાસે તો હું બાળક છું; આવો હોવા છતાં આપના ગુણો પ્રત્યેના પરમ પ્રેમને લીધે હું આપની સ્તુતિ કરવા ઉદ્યમી થયો છું -એવા ભાવ ત્રીજા શ્લોકમાં કહે છે- ધ્ડડ્ઢ્રુîડડ ડડ્ડક્રડદ્યડડડડ્ડઢડ ડડ્ડક્રડધ્ડડ્ઢગ્ર્ડડડરુડત્ડઢડડથ્ઢડડદ્રþ બુદ્ધિ વિના જ સુરપૂજીત-પાદપીઠ! ર્ત્ડડદ્મત્ડટ્ઠ ત્ર્ડઠડડ્ઢર્ડિત્ડઠડડડ્ડત્ડ: ડડ્ડક્રડણ્ડત્ડઁ઼ડઢડડર્દ્મૈંત્ટ્ઠપ્ મેં પ્રેરી બુદ્ધિ સ્તુતિમાં તજી લાજ શુદ્ધ! ધ્ડડદ્ધડટ્ઠ ડડ્ડક્રડત્ત્ડળડ થ્ર્ડદ્ધડત્ર્ડટ્ઠડદર્ખ્ડત્ડડEઠડડ્ઢડડ્ડધ્ડઠધ્ડટ્ઠ લેવા શિશુ-વિણ જળે સ્થિત ચદ્રબિંબ, ઊંડદ્યળડ: ણૂડહૃ ઋટ્ઠરુíડડ્ડત્ડ થ્ર્ડદ્યડ:ત્ર્ડત્ર્ડડ ûડત્ત્ડદ્રત્ડડ્ઢઠડઠ્ઠપ્પ્ ઈચ્છા કરે જ સહસા જન કોણ અન્ય? ઈદ્રાદિ વિબુધજનો દ્વારા જેમનું સિંહાસન પૂજાય છે એવા હે જિનેદ્ર! મારામાં બુદ્ધિ ન હોવા છતાં લજ્જા છોડીને હું આપની સ્તુતિ કરવા સમુદ્યત થયો છું; પાણીમાં દેખાતા ચંદ્રબિંબને ગ્રહણ કરવા બાલક સિવાય બીજું કોણ ઈચ્છા કરે? પ્રભો, આપ તો જગતમાં સર્વોત્કૃષ્ટ મહાન છો ને મારી બુદ્ધિ ઘણી અલ્પ છે; તોપણ, હે દેવ, હું મારી શક્તિની અલ્પતાનો વિચાર નથી કરતો, હું તો આપના અપાર ગુણોનો વિચાર કરું છું; આપના અપાર ગુણોનો વિચાર કરતાં મારા અંતરમાંથી સહેજે સ્તુતિનું ]રણું સ્ફૂરે છે. તેથી આપના ગુણોની સ્તુતિ કરવામાં મને શરમ નથી આવતી. હે નાથ! મારી બુદ્ધિ ભલે થોડી છે પણ સમ્યક્ છે ને આપના ગુણમાં જ લાગેલી છે. ભલે શક્તિ થોડી, જ્ઞાન થોડું, પણ પ્રેમ તો આપની સર્વજ્ઞતાનો ને વીતરાગતાનો જ જાગ્યો છે, તેથી તે લેવા માટે હું ભક્તિ દ્વારા ઉદ્યમી થયો છું. પ્રભો! જીવનમાં અધ્યાત્મની ઉત્કૃષ્ટ સાધના કરીને આપ પરમાત્મા થયા ને જગતને તેવી આત્મસાધનાનો માર્ગ બતાવ્યો; અમે પણ તે જ માર્ગે આવીએ છીએ. આમ ભગવાનના માર્ગે ચાલવું તે ભગવાનની સમ્યક્ ભક્તિ છે. જિનદેવના મહાન સ્તુતિકાર સમંતભદ્રસ્વામી કહે છે કે હે દેવ! આપ એવા અચિંત્ય છો કે સમ્યગ્દૃષ્ટિ જ આપને ભજી શકે છે; મિથ્યાત્વી જીવો આપને ભજી શકતા નથી, ઓળખી શકતા નથી. જેમ ]ગમગતા ચંદ્રનું પ્રતિબિંબ નિર્મળ પાણીમાં દેખીને, બાળક પોતાના હાથ લંબાવીને તે ચંદ્રને પકડવાની ચેષ્ટા કરે, પરંતુ કયાં ઊંચે આકાશમાં રહેલો ચંદ્ર ને કયાં બાળકના હાથ! તેમ હે પ્રભો! કેવળજ્ઞાનથી ]ગમગતા આપને દેખીને હું તે લેવા માટે મારા હાથ (શ્રદ્ધા-જ્ઞાન) લંબાવું છું; એટલે આપની સ્તુતિ કરવા જાગ્યો છું. જો કે આપની પાસે હું બાળક જેવો છું; કયાં આપની સર્વજ્ઞતા...ને કયાં મારી અલ્પજ્ઞતા! છતાં હે નાથ! મારા હૃદયસરોવરની નિર્મળતામાં, મારા સ્વચ્છ મતિ-શ્રુતજ્ઞાનમાં આપની સર્વજ્ઞતાનું પ્રતિબિંબ કોતરાઇ ગયું છે. તેથી તેની પ્રાપ્તિ માટે હું આપની સ્તુતિ કરું છું. જેમ આકાશમાંથી ચંદ્ર લેવાનું બાળકને અશકય નથી લાગતું, તેમ હે દેવ! અમે સાધક-નાના બાળક જેવા હોવા છતાં આપના જેવું પરમાત્મપદ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરીએ છીએ. તેમાં અમને કાંઇ અશકય નથી લાગતું; કે લોકલાજ નડતી નથી. લજ્જા છોડીને આપની સ્તુતિ કરતાં કરતાં પરમાત્મપદને સાધવા નીકળ્યા છીએ. અહી બાળકપણું એ દોષના અર્થમાં નથી લેવાનું પણ ઇષ્ટવસ્તુને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા તરીકે લેવાનું છે. જેમ બાળક લજ્જા છોડીને ગમે તેવી મહાન વસ્તુને પણ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. તેમ હે દેવ! મેં પણ આપની સ્તુતિ વડે મહાન પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરી છે. જેમ બાળક પોતાના નાનકડા હાથ પહોળા કરીને મોટા સમુદ્રનું માપ બતાવે કે `આવડો મોટો સમુદ્ર!' તેમ હું મારા નાનકડા મતિ-શ્રુતજ્ઞાનનો વિસ્તાર કરીને આપના ગુણસમુદ્રની સ્તુતિ કરું છું. (રામને વહાલો ચાંદલો...) આ બાબતમાં બાલ-મહાત્મા રામચંદ્રની વાત પ્રસિદ્ધ છે. ચંદ્રને દેખીને રામ કહે છે-એ`મા! મને ચાંદલિયો વહાલો..એ મારા ગજવામાં આલો...' ચંદ્રને દેખીને બાળક રામચંદ્રજી તેને હાથમાં લેવાની માંગણી કરે છે; ત્યારે દીવાનજી તેમના હાથમાં દર્પણ આપીને તેમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાડે છે; તે દેખીને રામ પ્રસન્ન થાય છે. બાળકને ચંદ્ર ઉપર પ્રેમ છે તેથી તેના પ્રતિબિંબને જોઇને પણ તે ખુશી થાય છે; તેમ અહી સાધક કહે છે:- (સાધકને વહાલા સિદ્ધ) હે નાથ! અમને આપના ઉપર (-સર્વજ્ઞતા ઉપર) પરમ પ્રેમ છે, તેથી આપની ગેરહાજરીમાં પરોક્ષપણે પણ આપની સ્તુતિ વડે અમારા મતિ-શ્રુતજ્ઞાનરૂપ દર્પણમાં આપનું પ્રતિબિંબ ]ાળલીને (એટલે કે આપના જેવા અમારા જ્ઞાનસ્વભાવને અંતરમાં દેખીને), અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. જુઓ, નાના રામચંદ્રનું ધ્યેય મહાન હતું, તેમ નાના સાધકના ધ્યેયમાં તો પૂર્ણ પરમાત્મપદ છે. હે સર્વજ્ઞનાથ! આપ તો પૂજ્ય છો જ, આપના પગ જ્યાં પડયાં એવી `પાદપીઠ' (સિંહાસન) પણ દેવો દ્વારા પૂજાય છે. જ્યાં જ્યાં તીર્થંકરોના કેં સંતોના પગલાં પડે તે `તીર્થ' છે.

 

Bhaktamar-Gatha 3

અહા, ભગવાનનો અને ધર્માત્માઓનો આત્મા તો પૂજ્ય, તેમનું શરીર પણ પૂજ્ય, અને જ્યાં તેમના પગલાં પડયા તે પૃથ્વી પણ પૂજ્ય! આમ કોણ કહે?-જેણે અંતરમાં આત્માની પૂજ્યતા દેખી છે તે બહારમાં પણ તેનો ઉપચાર કરે છે, ને તે બહાને અંદરના શુદ્ધાત્માને લક્ષમાં લ્યે છે. જુઓ, આ ધર્માત્માની દૃષ્ટિ! તેના વ્યવહારની પાછળ પણ પરમાર્થનું જોર હોય છે. અહો! પ્રભુના અંતરમાં પૂરા આનંદનો સમુદ્ર ઉલ્લસી રહ્યો છે, તેની તો શી વાત! બહારમાં તેમના દેહ અને સિંહાસનમાંય તેનો અચિંત્ય પ્રભાવ દેખાઇ રહ્યો છે. વિબુધજનો વડે તે પણ પૂજાય છે. ભગવંતોના ચરણોથી સ્પર્શાયેલી ભૂમિની (સમ્મેદશિખર-ગીરનાર-શત્રુંજય વગેરેની) યાત્રા કરવા મુનિઓ પણ જાય છે; ને ક્ષેત્ર સાથે ભાવની સંધિ કરીને ભગવંતોના ગુણોનું સ્મરણ કરે છે. ખરેખર તો ગુણ સ્તુત્ય છે. ક્ષેત્ર વગેરે તેમાં નિમિત્ત છે. અહીં જો કે આ યુગના આદિપુરુષ ભગવાન Eષષભદેવને સંબોધીને આ સ્તુતિ કરી છે; તોપણ, કેવળજ્ઞાન વગેરે ગુણોની અપેક્ષાએ બધાય કેવળી ભગવંતો સરખા હોવાથી એક સર્વજ્ઞભગવાનની ગુણસ્તુતિમાં બધાય ભગવંતોની સ્તુતિ સમાઇ જાય છે. ભગવાન Eષષભદેવ ધર્મયુગના આદિકર્તા છે; તેમને લક્ષમાં લઇને ધર્માત્મા પોતાના આત્મામાં સાધકભાવની શરૂઆત કરે છે.-તે કઇ રીતે કરે છે? કે ઈદ્રિયોથી પાર, રાગથી પાર, અતીદ્રિય-જ્ઞાનસ્વભાવને અનુભૂતિમાં લઇને સાધકભાવની શરૂઆત કરે છે; તે પરમાર્થ-સ્તુતિ છે. તેનું ફળ મુક્તિ છે. (સમયસાર ગા. 31) હે ભગવાન! આપની પરમાર્થ ભક્તિનું ફળ મુક્તિ છે; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરમાર્થ ભક્તિ વડે ભવના બંધન તૂટી જાય છે, ને તેની સાથે પુણ્યના યોગે બહારનાં બંધન પણ તૂટી જાય-એમાં શું આýાર્ય! વીતરાગ-સર્વજ્ઞને વંદન કરનારને તો પોતામાં વીતરાગ-વિજ્ઞાનની ભાવના છે; ત્યાં વિશુદ્ધતાને લીધે કોઇવાર બહારની અનુકૂળતા બની જાય ને પ્રતિકૂળતા દૂર થઇ જાય-એવું બને છે. પણ બાહ્ય સામગ્રી ધન વગેરે મેળવવાની ઈચ્છા તે તો કષાય છે. પ્રüા:- કોઇવાર જિનસ્તુતિ વગેરે મંગળ ન કરનાર પાપીને પણ બહારમાં સુખ (અનુકૂળતા) જોવામાં આવે છે ને પાપનો ઉદય દેખાતો નથી, તથા કોઇવાર મંગળ કરનાર ધર્મીને પણ બહારમાં સુખ દેખાતું નથી ને પાપનો ઉદય દેખાય છે; તેનું શું કારણ? (જેમ કોઇવાર પાપી પણ ધનવાન-નીરોગી દેખાય છે ને ધર્મી પણ નિર્ધન-રોગી દેખાય છે.) ઉત્તર:- ભાઇ, એ પૂર્વનાં પાપ-પુણ્યનાં ફળ અત્યારે દેખાય છે; જીવોનાં સંકલેશ-વિશુદ્ધ પરિણામ અનેક પ્રકારનાં છે. પૂર્વે બાંધેલાં અનેક કર્મો અત્યારે એક સાથે ઉદયમાં આવે છે. કોઇને પૂર્વનાં ઘણાં પુણ્યનો અત્યારે ઉદય હોય તે અત્યારે મંગળ કર્યા વગર પણ બહારમાં સુખી દેખાય છે, ને તેને પાપનો ઉદય દેખાતો નથી; તથા જેને પૂર્વના કોઇ પાપનો ઉદય હોય તેને અત્યારે મંગળ કરવા છતાં બહારમાં સુખ દેખાતું નથી, પ્રતિકૂળતા દેખાય છે. તે કાંઇ વર્તમાન ભાવોનું ફળ નથી. હા, એટલું ખરૂં કે પાપભાવથી પાપી જીવને પૂર્વના પુણ્યકર્મો પણ ઘટી જાય છે; તથા ધર્મભાવનાવાળા જીવને પૂર્વનાં પાપકર્મો ઘટીને ઉદયમાં આવે છે. મોક્ષમાર્ગપ્રકાશકના મંગલાચરણમાં પં. ટોડરમલજીએ આ વાત દૃષ્ટાંતપૂર્વક સ્પષ્ટ કરી છે:- જેમ કોઇ માણસને પૂર્વનું ઘણું (એક કરોડ રૂપિયાનું) દેણું હોય, ને અત્યારે 99 લાખ કમાય, છતાં તેને હજી એક લાખું દેણું દેખાય છે. (પણ ખરેખર તે કમાયો છે, ખોટ નથી ગઇ.) તથા બીજો માણસ જેની પાસે પૂર્વની કમાયેલી કરોડ રૂપિયાની મૂડી હતી, તેમાંથી અત્યારે 99 લાખની ખોટ કરે છે, તેની પાસે એક લાખની મૂડી દેખાય છે (પણ ખરેખર તેને ખોટ ગઇ છે.) તેમ ધર્મીને પાપનો ઉદય દેખાય તોપણ, તેને પૂર્વનાં ઘણાં પાપ હતાં તે ઓછા થઇને ઉદયમાં આવ્યા છે; ને પાપી જીવને પુણ્યનો ઉદય દેખાય તોપણ તેને પૂર્વના ઘણાં પુણ્ય હતા તે ઓછા થઇને ઉદયમાં આવ્યા છે-એમ સમજવું. કાંઇ વર્તમાન પાપના ભાવથી અનુકૂળતા ન મળે, ને ધર્મભાવને કારણે પ્રતિકૂળતા ન મળે. એટલે ધર્મીને પ્રતિકૂળતામાં કોઇ દેવાદિક સહાય કરે જ એવો કોઇ નિયમ નથી, ને અધર્મીને દેવ આવીને દંડ કરે એવો કોઇ નિયમ નથી; તે પૂર્વનાં પુણ્ય-પાપઅનુસાર થાય છે.

 

આ વાત વધુ સ્પષ્ટ સમજાવવા બીજું એક દૃષ્ટાંત આવે છે:- બે મીત્રો હતા. એક આસ્તિક, બીજો નાસ્તિક એકવાર બંને ફરવા ગયા; રાત પડી. આસ્તિકે તો એક મંદિરમાં જઇને આખી રાત ધર્મધ્યાનમાં ને પ્રભુભજનમાં વીતાવી; ત્યારે બીજા નાસ્તિકે આખી રાત વેશ્યાના ઘરમાં જઇને પાપકાર્યોમાં વીતાવી. હવે સવાર પડતાં જ્યાં આસ્તિક માણસે મંદિરમાંથી બહાર પગ મૂક્યો કે તેને પગમાં એક કાંટો લાગ્યો. બીજી તરફ નાસ્તિક માણસે વેશ્યાના ઘરની બહાર જ્યાં પગ મૂક્યો ત્યાં તેને સાચા મોતીની એક માળા મળી. ત્યારે તે નાસ્તિકે આસ્તિકને કહ્યું: દેખ, તેં આખી રાત ધર્મકાર્યમાં ગાળી છતાં તને તો કાંટો લાગ્યો ને મને આ મોતીની માળા મળી!-આમ કેમ બન્યું? આસ્તિકે કહ્યું: હે મિત્ર! સામે જૈનગુરુ બિરાજે છે, તેમની પાસે ચાલ, તેઓ તને આ વાતનું રહસ્ય સમજાવશે. જૈન ગુરુએ કહ્યું: સાંભળો! આ આસ્તિકને પૂર્વના કોઇ તીવ્ર પાપના ઉદયે આજે ફાંસી મળવાની હતી, પણ તેણે ધર્મધ્યાન કર્ય઼ું તેથી પાપકર્મો એકદમ ઘટી ગયા એટલે ફાંસીને બદલે તેને ફકત એક કાંટો જ લાગ્યો, ને એટલાથી તેના પૂર્વના પાપકર્મ ખપી ગયા..તથા નવાં પુણ્ય પણ બંધાયા; અને આ નાસ્તિકને પૂર્વના એવા વિશેષ પુણ્ય હતા કે આજે તેને મોટું રાજ્ય મળત, પણ તેણે પાપકાર્યો કર્યા તેથી તેનાં પૂર્વ પુણ્ય ઘટી ગયા, ને મહાન રાજ્યને બદલે તેને માત્ર એક રત્નમાળા મળી. તેનાં પુણ્યકર્મ ખપી ગયા ને નવાં પાપ બંધાયા. પોતપોતાના પુણ્ય-પાપનું ફળ ભવિષ્યમાં બંનેને આવશે. કાંઇ પાપના ફળમાં રત્નમાળા નથી મળી, ને પુણ્યના ફળમાં કાંટો નથી લાગ્યો. - આ રીતે જીવનાં વિશુદ્ધ પરિણામથી પૂર્વનાં કર્મોમાં પણ પરિવર્તન થઇ જાય છે. તેમાં કોઇને જિનસ્તુતિ વગેરે કરતાં વિશેષ પુણ્યોદયના યોગે દેવાદિની સહાયના પ્રસંગ બની જાય છે; પણ જિનસ્તુતિ કરનારા બધા જીવોને તેમ થાય જ એવો કોઇ નિયમ નથી. સાચી જિનસ્તુતિ કરનારને તો પોતામાં વીતરાગ-વિજ્ઞાનની જ ભાવના છે, ને એ ભાવના વડે ધર્મસાધનામાં તેને વિઘ્ન આવતું નથી. ધર્મનું ફળ અંતરમાં તો તક્ષણ શાંતિ આપે જ છે. અહા પ્રભો! આપ કેવળજ્ઞાનને પામેલા ને ભવબંધનથી છૂટા; પૂર્ણાનંદથી પૂરા અને દુ:ખોથી મુક્ત: તો આપને હૃદયમાં લેનારા અમે, અલ્પજ્ઞ કે ભવબંધનમાં રહીએ તે કેમ પાલવે? આપ મુક્ત, અને આપના ભક્તને બંધન,-એ શોભે નહિ. જુઓ, આ પ્રકારની સ્તુતિ કરતાં કરતાં માનતુંગ મુનિરાજના બંધન તડાક કરતાં તૂટી ગયા. હે ભાઇ! તું સર્વજ્ઞસ્વરૂપને લક્ષમાં લઇને તેની ઉપાસના કર, તારા 148 કર્મબંધનની બેડી ક્ષણમાં તૂટી જશે. અરે, વીતરાગભાવરૂપ જિનભક્તિ તો અંદરના મોહના અને ભવના બંધન ક્ષણમાં છેદી નાંખે છે, ત્યાં બહારના તાળાં તૂટી જાય-એમાં તે શું આýાર્ય છે! લોકો બહારના આýાર્યમાં અટકી જાય છે, ને બહારની આશાથી ભક્તામર વગેરે સ્તોત્ર ભણે છે, પણ ભાઇ, સ્તુતિનું ખરું પ્રયોજન તો અંતરમાં પોતાને વીતરાગ ભાવની વૃદ્ધિ થાય -તે છે. તું જેની સ્તુતિ કરે છે તેમણે તો સર્વ રાગને છોડયો છે, તો તેમની સ્તુતિ પણ રાગ વગરના ભાવથી જ શોભે. ભગવાન અને ભક્ત બંનેના ભાવમાં જેટલો સુમેળ થાય તેટલી સાધક દશા, અને તે જ પરમાર્થસ્તવન. હે પ્રભો! ત્રીજા આરામાં જેઓ કેવળજ્ઞાન પામ્યા એવા આપની, હું પંચમઆરાનો અલ્પજ્ઞ-સાધક સ્તુતિ કરું છું. આપના કેવળજ્ઞાન પાસે તો મારું જ્ઞાન અનંતમાં ભાગનું અલ્પ છે; ભલે અલ્પ, છતાં સમ્યક્ છે તેથી તેના વડે લજ્જાવગર હું આપની સ્તુતિ કરું છું...પામરતાનું ભાન રાખીને પ્રભુતાની ઉપાસના કરું છું. હે નાથ! મારામાં કેવળજ્ઞાન નથી પણ આપના કેવળજ્ઞાનને તો નજરે નીહાળું છું ને તેની ભાવના ભાવું છું; તેથી આપની સ્તુતિ કર્યા વગર મારાથી રહેવાતું નથી. સર્વજ્ઞસ્વભાવનું ભાન થયું છે પણ હજી સર્વજ્ઞતા પ્રગટી નથી, ત્યાં સાધકને ગુણપ્રત્યેના પ્રમોદરૂપ આવો ભક્તિભાવ આવે છે. જ્ઞાનસ્વભાવની ઉપાસનાપૂર્વકની આ સ્તુતિ છે. જેમની સ્તુતિ કરે છે તેમના જેવો વીતરાગી-અંશ પોતામાં પ્રગટ કરીને, જવાબદારીના ભાનસહિતની આ ભક્તિ છે. `હે ભગવાન! તમે જ મને તારી દેજો' એમ બીજા ઉપર ઢોળી દેવાની (પરાધીનતાની) આ વાત નથી. મારા જ્ઞાનમાંથી વિભાવોને કાઢી નાંખું છું ને સિદ્ધોને સ્થાપું છું; ચંદ્રની જેમ સિદ્ધપ્રભુ તો કાંઇ ઉપરથી નીચે નહિ આવે, પણ મારા સ્વચ્છ જ્ઞાનદર્પણમાં તેમનું પ્રતિબિંબ ]ાળલીને, એટલે કે તેમના જેવા શુદ્ધાત્માને અનુભવમાં લઇને હું પોતે સિદ્ધ થઇશ ને ઉપર જઇશ.-આવા ભાવથી સાધક જીવો સર્વજ્ઞની સ્તુતિ કરે છે.

advt07.png