• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૫મી.
सोऽहं तथापि तव भक्ति-वशान्मुनीश ! कर्तुं स्तवं विगत-शक्ति-रपि प्रवत्तः ।
प्रीत्याऽऽत्म-वीर्य-मविचार्य मृगो मृगेन्द्रं नाभ्येति कं निजशिशोः परिपालनार्थम् ।।5।।
  સોऽહં તથાપિ તવ ભક્તિ-વશાન્મુનીશ ! કર્તું સ્તવં વિગત-શક્તિ-રપિ પ્રવત્ત: ।
પ્રીત્યાऽऽત્મ-વીર્ય-મવિચાર્ય મૃગો મૃગેન્દ્રં નાભ્યેતિ કં નિજશિશો: પરિપાલનાર્થમ્ ।।5।।

Bhaktamar-Gatha 5

હે મુનિનાથ! હું શક્તિહીન છું પણ ભક્તિહીન નથી. જેમ, મૃગલીના બચ્ચાં ઉપર મૃગેદ્ર (સિંહ) પંજાની ]ાપટ મારવા આવે ત્યાં, પોતાના બચ્ચાં પ્રત્યેની પરમ પ્રીતિને લીધે, તેનું રક્ષણ કરવા માટે મૃગલી પણ પોતાના બળનો વિચાર કર્યા વગર મોટા સિંહની સામે થાય છે; તેમ આપના ગુણોની પરમ પ્રીતિને લીધે હું પણ મારી શક્તિનો વિચાર કર્યા વગર ભક્તિમાં પ્રવૃત થયો છું. જુઓ, આ ભક્તિમાં આત્મગુણોની પ્રીતિ અને રક્ષા સિવાય બીજી કોઇ લૌકિક ભાવના નથી. જો લૌકિક (પુત્ર-પૈસા વગેરેની) આશાથી ભક્તિ કરે તો તે ખરેખર ભગવાનનો ભક્ત નથી. અરે, ધર્માત્માને બહારની અનેક Eષદ્ધિ સહેજે આવી મળે તોપણ તેને તેની ભાવના નથી. ભાવના તો આત્મગુણોની જ છે. હે જીવ! જો ધર્મના સેવન વડે તું બહારની Eષદ્ધિને ચાહતો હો તો તું મૂઢમતિ છો; તું ભોગહેતુ રાગને સેવે છે, મોક્ષહેતુ ધર્મને નહિ.   અહા, પરમાત્માના ગુણો પ્રત્યે સાધકનું હૃદય ભક્તિથી ઊછળી જાય છે. નિયમસાર ટીકામાં મુનિરાજ કહે છે: `ભવભયને ભેદનારા એવા ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? તો તું ભવસમુદ્રની વચ્ચે મગરના મુખમાં છો.' આ ભક્તિમાં એકલા રાગની વાત નથી, રાગથી ભિન્ન ગુણની ઓળખાણ સહિતની વાત છે, -કે જે મોક્ષનું કારણ થાય છે. વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની
જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી.     `અરેરે, આ પંચમકાળ છે, હું અલ્પજ્ઞ છું, શક્તિહીન છું' એમ બહાનાં કાઢયા વગર, મુમુક્ષુજીવ આત્માના ગુણસ્વભાવની પરમ પ્રીતિથી મોહની સામે થઇને મોક્ષમાર્ગને સાધે છે; `આ કાળે મોક્ષ નથી'’-એમ કહીને હતાશ થઇને બેસી રહેતો નથી.   જેમ હરણીના બચ્ચાંને પકડવાં સિંહ આવે ત્યાં તેને બચાવવા તે હરણી સિંહની સામે પણ શીગડા ભરાવે છે, નિર્બળ હોવા છતાં પુત્રનો પ્રેમ તેને ઊછળી જાય છે; તેમ મુમુક્ષુનું આત્મવીર્ય પંચમકાળે પણ ઉદયભાવની સામે પોતાના સ્વભાવને સાધવા માટે ઉલ્લસી જાય છે, ને તેમાં નિમિત્ત તરીકે સર્વજ્ઞપરમાત્મા પ્રત્યે ભક્તિ ઉલ્લસે છે. અહા, ધર્મીને સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ તો જુઓ! પ્રભો! આ વિકરાળ કાળમાં મારા સાધકભાવરૂપી બચ્ચાંની રક્ષા ખાતર, હું પૂરી શક્તિથી આપની ભક્તિ કરીશ; અલ્પજ્ઞ-સાધક હોવા છતાં હું સર્વજ્ઞપદ તરફ દોડયો આવું છું, તેમાં વચ્ચે બીજો વિચાર કરીને હું અટકીશ નહિ. પરમપદ પ્રાપ્ત કરવા માટે મેં મીટ માંડી છે-એ`ગજા વગર ને હાલ મનોરથરૂપ જો'’-અત્યારે હું શક્તિ વગરનો હોવા છતાં સર્વજ્ઞપદના મનોરથ સેવું છું, ને તેની સ્તુતિ-આદર કરતો-કરતો ધસમસાટ આપના માર્ગે ચાલ્યો આવું છું.-એ પરમપદ લીધે છૂટકો. મુમુક્ષુને આત્માના પરમપદની પ્રાપ્તિ સિવાય પૈસાનો, પુત્રનો, પુણ્યનો કે સ્વર્ગનોય મનોરથ નથી. રાગ રહેશે તેથી ઈંદ્રાદિ પદ મળશે પણ તેનો મનોરથ નથી, તેની પ્રીતિ નથી; મનોરથ તો પરમ પદનો જ છે.

advt04.png