• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૬ઠ્ઠી. - કોયલનો ટહુંકાર અને ભક્તનો રણકાર..
अल्पश्रुतं श्रुतवतां परिहास-धाम त्वदभक्तिरेव मुखरीकुरुते बलान्माम् ।
यत्कोकिलः किल मधौ मधुरं विरौति तच्चारु-चूत-कलिका-निकरैक-हेतुः ।।6।।
  અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસ-ધામ ત્વદભક્તિરેવ મુખરીકુરુતે બલાન્મામ્ ।
યત્કોકિલ: કિલ મધૌ મધુરં વિરૌતિ તચ્ચારુ-ચૂત-કલિકા-નિકરૈક-હેતુ: ।।6।।

Bhaktamar-Gatha 6

જેમ ચૈત્રમાસમાં આંબાના વૃક્ષ ઉપર કોર (ફૂલ) દેખીને કોયલ મીઠા-મધુર ટહૂકારા કરે છે...હવે આંબા પાકશે ને ખાશું-એમ પ્રસન્નતાથી કોયલ ટહૂકી ઊઠે છે; તેમ હે દેવ! જો કે હું અલ્પ શ્રુતવાળો છું ને બુદ્ધિમાન જનો વડે ઉપહાસને યોગ્ય છું તોપણ, જ્યાં આપનામાં ચૈતન્યગુણોની વસંત પૂરબહારમાં ખીલેલી જોઉં છું ત્યાં પ્રસન્નતાથી મારું હૃદય ભક્તિના ટહૂકારા કરી ઊઠે છે... આપના શાસનમાં અમારા અંતરમાં જ્ઞાનકલિકા ખીલી છે ને હવે મોક્ષનાં મધુર ફળ થોડા વખતમાં ખાશું. કોયલ મધુર ટહૂકા કરે છે, એ કાંઇ કોઇને સંભળાવવા ટહૂકા નથી કરતી, પણ આંબાના મોરને દેખીને તે પોતાનો પ્રમોદ વ્યક્ત કરવા ટહૂકા કરે છે; તેમ હે દેવ! મારી અલ્પજ્ઞતા દેખીને કોઇ મારી હાંસી કરો કે મને મૂરખ ગણો, પણ આપના સર્વજ્ઞતાદિ ગુણોનો જે બગીચો ખીલ્યો છે તે દેખીને, પ્રસન્નતાથી હું તો આપની ભક્તિનું મધુર ગુંજન કરીશ. સર્વજ્ઞતા પ્રત્યે મારો ભાવ ઊછળ્યો છે તે સર્વજ્ઞતા લીધા વગર અટકવાનો નથી. સાધકને પોતાને શુદ્ધઆત્માની પ્રીતિ જાગી છે, તેથી પૂર્ણ શુદ્ધતા પામેલા ભગવાનને દેખતાં ભક્તિનો ભાવ ઊછળી જાય છે; અહા, કઇ રીતે આપની સ્તુતિ-ભક્તિ કરું! કઇ રીતે ગુણગાનના ટહૂકા કરું! પ્રüા:- ભગવાનની ભક્તિનો ભાવ તો રાગ છે, ને રાગ તે ધર્મ નથી, તો ભક્તિની વાત કેમ કરો છો? ઉત્તર:- અરે ભાઇ, ભક્તિનું સ્વરૂપ તું ન સમજ્યો. ભક્તિમાં ભગવાનની જે ઓળખાણ અને પ્રીતિ છે તે કાંઇ રાગ નથી. ગુણોને ઓળખીને તેનું બહુમાન કરતાં પરિણામમાં વિશુદ્ધિ થાય છે, પાપ ટળે છે, પૂર્વનાં પાપકર્મો પણ પુણ્યરૂપે સંક્રમી જાય છે. ત્યાં જેટલી શુદ્ધતા અને વીતરાગતા થાય છે તેટલો ધર્મ છે, ને તે પરમાર્થભક્તિ છે. તેની સાથે રાગ રહ્યો તેમાં ભક્તિનો ઉપચાર છે; તેનાથી પુણ્ય બંધાય છે, પણ ધર્મીની દૃષ્ટિ તે રાગ ઉપર નથી, સર્વજ્ઞ જેવા રાગ વગરના જ્ઞાનસ્વભાવ ઉપર તેની દૃષ્ટિ છે. એવી શુદ્ધ દૃષ્ટિ સહિતની ભક્તિનું આ વર્ણન છે.

 

એકલા રાગની વાત નથી. જેને આત્માનો પ્રેમ હોય તેને ભગવાન પ્રત્યે ભક્તિનો આવો ઉલ્લાસ આવ્યા વગર રહેતો નથી. 148 કર્મપ્રકૃતિના બંધનમાં પૂરાયેલો જીવ, ઓળખાણ સહિતની આવી ભક્તિવડે તે બંધનને તોડી નાંખે છે,-એવા અધ્યાત્મભાવો આ ભક્તિમાં ભરેલા છે. જેમ મોરલો ઊંચી ડોકે ગહૂંકે ત્યાં સર્પો ઢીલા થઇને ભાગી જાય; તેમ હે દેવ! તમારી સર્વજ્ઞતા દેખીને અમારા જ્ઞાનનો ટંકાર થયો કે `મારો આવો સર્વજ્ઞસ્વભાવ'-ત્યાં તે સર્વજ્ઞસ્વભાવના ટંકારથી મિથ્યાત્વાદિ સર્પો દૂર ભાગે છે. સ્તુતિકાર નમ્રતાપૂર્વક કહે છે કે હે દેવ! મહાન શ્રુતધર ગણધરાદિ પણ આપની સ્તુતિ કરે છે, તેમની પાસે હું તો કોણ? છતાં આપના ગુણો દેખીને સ્તુતિનો ટહૂકાર કર્યા વગર મારાથી રહેવાતું નથી.-કેમકે આપના શાસનરૂપી કલ્પવૃક્ષમાં અમને સમ્યક્ત્વાદિ મીઠાં ફળ ખાવા મળે છે. અમારે માટે તો અત્યારે ધર્મની વસંતEષતુ ખીલી છે. વિદ્વાનો (એટલે કે મૂરખાઓ!) ભલે મારી હાંસી કરે, પણ આપના અચિંત્ય ગુણો પ્રત્યેની પ્રીતિ મને પરાણે વાચાળ કરીને ભક્તિ કરાવે છે- એમાં વળી લોકલાજ શું? શું કોયલ મીઠો ટહૂકો કરતાં કોઇથી શરમાય છે! અત્યારે અમારી સાધકદશાની વસંત ખીલી છે. અહો, અમારા ભગવાનનું આવું દિવ્ય જ્ઞાન! આવી અદ્ભુત વીતરાગતા! ને આવો અપૂર્વ અતીદ્રિય આનંદ!-એમ ગુણપ્રત્યેના પ્રમોદથી સાધક જીવો પરમાત્માની ભક્તિ કરે છે. વાહ, પ્રભુના ગુણો સામે જોતાં રાગ તો યાદે આવતો નથી, ચૈતન્યની વીતરાગી સુંદરતા જ દેખાય છે. ચૈત્રમાસમાં કોયલ જે ટહૂકારા કરે છે તે લૂમ]ામ આંબાના મ્હોરનો પ્રભાવ છે, તેમ અમારા જેવા સાધકના અંતરમાં જે ભક્તિ ઉલ્લસે છે તે હે નાથ! આપના અચિંત્ય ગુણોનો જ પ્રતાપ છે. ધર્મરૂપી આંબા પાકવાના કાળમાં અમારાથી ભક્તિનો ટહૂકો થઇ જાય છે. કોયલનો ટહૂકો બહુ મીઠો હોય છે તેમ હે દેવ! તારા ગુણપ્રત્યેના પ્રેમના ટહૂકામાં જ્ઞાનની મીઠાશ છે. પરમાત્માની વીતરાગ-ભક્તિનો જ્ઞાન-ટહૂકો કરતાં અજ્ઞાનીને નથી આવડતો, તે એકલા રાગનો ટહુકો કરે છે-તે તો કાગડાના કર્કશ અવાજ જેવો છે. કાગડાના અવાજને `ટહૂકો ' ન કહેવાય, તેને તો એ`કો...કો...'’ કહેવાય. તેમ અજ્ઞાની રાગને ધર્મ સમજીને જે ભક્તિ કરે છે તે તો કાગડાના કો-કો જેવી છે, તેમાં જ્ઞાનનો મધુર ટહૂકો નથી. જ્ઞાની કહે છે-અહા, આવા કપરા પંચમકાળે મને આપના શાસનરૂપ કલ્પવૃક્ષ મળ્યું, હવે રત્નત્રયરૂપ આંબા પાકશે, તે દેખીને ભક્તિથી મારું અંતર ઊછળી જાય છે. અત્યારે તો પંચમકાળ છે ને ભગવાન Eષષભદેવ તો ત્રીજા કાળમાં થયા, છતાં જાણે અત્યારે તેઓ મારી સામે સાક્ષાત્ બિરાજતા હોય, એમ ભક્તિના બળે હું તેમને પ્રત્યક્ષ કરીને સ્તુતિ કરું છું. હું અલ્પજ્ઞ છું પણ મને સર્વજ્ઞની ભક્તિનો રંગ લાગ્યો છે. લોકો ભલે હાંસી કરે કે-અરે પંચમકાળમાં આવી પરમાર્થ ભક્તિ! ને પંચમકાળમાં આત્માનો અનુભવ!-પણ પ્રભો! આપની ભક્તિના બળથી અમને તે સુગમ છે...અમારે તો અત્યારે ધર્મલબ્ધિની મધુરી મોસમ છે.-આવી ઉત્તમ ભાવનાપૂર્વક આ સ્તુતિનો ટહૂકાર છે. જેમ મધુર આંબા દેખીને કોયલના કંઠમાંથી મધુરતા ]રે છે તેમ આપના ગુણરૂપી મધુર આંબા દેખતાં હે દેવ! અમારા હૃદયમાંથી ગુણસ્તુતિનું જે મધુર સંગીત નીકળે છે-એ જ છે આ ભક્તામર - સ્તોત્ર !

advt06.png