• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૭મી. સર્વજ્ઞ સૂર્યના સ્તવન વડે મોહાંધકારનો નાશ..
त्वत्संस्तवेन भव-सन्तति-सन्निबद्धं पापं क्षणात्क्ष्य-मुपैति शरीर-भाजाम् ।
आक्रान्त-लोक-मलि-नील-मशेषमाशु सूर्यांशु-भिन्नमिव शार्वर-मन्धकारम् ।।7।।
  ત્વત્સંસ્તવેન ભવ-સન્તતિ-સન્નિબદ્ધં પાપં ક્ષણાત્ક્ષ્ય-મુપૈતિ શરીર-ભાજામ્ ।
આક્રાન્ત-લોક-મલિ-નીલ-મશેષમાશુ સૂર્યાંશુ-ભિન્નમિવ શાર્વર-મન્ધકારમ્ ।।7।।

હે પ્રભો! આપ સર્વજ્ઞ છો, મુક્ત છો; આપનું સ્વરૂપ લક્ષમાં લઇને જ્યાં અમે તેનું સમ્યક્ સ્તવન કરીએ છીએ ત્યાં, અનેક ભવથી બંધાયેલા પાપો ક્ષણમાત્રમાં ક્ષય પામી જાય છે, અમારું અજ્ઞાન અને ભવબંધન છૂટી જાય છે. આપ સર્વજ્ઞ, તો આપની સમ્યક્ સ્તુતિ કરનારને અજ્ઞાન કેમ રહે? આપ મુક્ત, તો આપની ઉપાસના કરનારને ભવબંધન કેમ રહે? જેમ, આખા લોકને ઢાંકી દેનારો દીર્ઘકાળનો કાળો-ભમ્મર અંધકાર પણ સૂર્ય-કિરણનો ઉદય થતાં જ શીઘ્રદૂર થઇ જાય છે, તેમ હે સર્વજ્ઞ-સૂર્ય! આપને લક્ષમાં લેતાં અમારામાં સમ્યક્ મતિશ્રુતજ્ઞાનનાં કિરણો પ્રગટે છે ને મિથ્યાત્વઅંધકાર નષ્ટ થઇ જાય છે, તેની સાથે પૂર્વે બંધાયેલાં દીર્ઘકાળનાં પાપકર્મો પણ ક્ષણમાં દૂર થઇ જાય છે. પ્રભો! આપ તો ત્રિલોકપ્રકાશી પરમ તેજસ્વી કેવળજ્ઞાનસૂર્ય છો, ને સ્તુતિ વડે આપના સંપર્કથી અમારી જ્ઞાનચેતના પણ સમ્યક્ત્વતેજથી એવી ચમકી ઊઠી છે કે ઘોર મિથ્યાત્વ-અંધકારને ક્ષણમાત્રમાં તેણે નષ્ટ કર્યો છે. પ્રભો! જ્યાં આપના કેવળજ્ઞાનને અમારા હૃદયમાં લઇએ છીએ ત્યાં રાગ વગરનો અમારો જ્ઞાયકસ્વભાવ લક્ષમાં આવે છે, તેના લક્ષે અમારું પરિણમન મોક્ષ તરફ થાય છે ને ભવબંધન તૂટી જાય છે. અહા, જેણે સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય કર્યો તેને તો મુક્તિના દરવાજા ખુલી ગયા. ઘણા જીવો મૂં]ાય છે કે અરેરે, પૂર્વે અનંતકાળમાં બંધાઇ ગયેલા કાળા કિટોડા જેવા પાપ કર્મો કેમ કરીને છૂટશે? તેને કહે છે-અરે ભાઇ! અરિહંત ભગવંતોને જેવી સર્વજ્ઞતા પ્રગટી એવો જ તારો જ્ઞાનસ્વભાવ છે-એમ એકવાર લક્ષમાં લઇને તેની સ્તુતિ-આદર-ગુણગાન ને ભાવના કર ત્યાં પૂર્વના બંધાયેલા બધા પાપકર્મો એક ક્ષણમાં છૂટી જશે ને તારો મોક્ષપથં ઊઘડી જશે. કર્મો અનંતકાળનાં તો કોઇ જીવને હોતાં નથી, અસંખ્ય વર્ષોના જ હોય છે.

 

Bhaktamar-Gatha 7

ગમે તેવું કર્મ બંધાયું હોય તે અસંખ્ય વર્ષે તો ખરી જ જાય; તે ઉપરાંત, જેમ ]ગમગતો સૂરજ ઊગે ત્યાં અંધારા ન રહે, તેમ જ્ઞાનસ્વભાવની ભાવના હોય ત્યાં મિથ્યાત્વાદિ પાપકર્મો રહી શકે નહિ.
અહા, ભવ વગરના ભગવાન જેના હૃદયમાં બિરાજે એને વળી ભવનો ભય શો? ને પાપનાં બંધન કેવા? જુઓ, આ સાચી જિનભક્તિનો મહિમા અને તેનું ફળ! ભાઇ, તું ભવથી ડરતો હો તો જિતભવ એવા જિનવરોની ભક્તિ કર. ભગવતી આરાધનામાં કહે છે કે `એકલી આ જિનભક્તિ દુર્ગતિનું નિવારણ કરવા તથા પુણ્યોને પૂરવા અને સિદ્ધિપર્ય઼ંત સુખોની પરંપરા આપવા સમર્થ છે. (ગા. 7પર) તેથી જેના અંતરમાં ઓળખાણપૂર્વકની દૃઢ જિનભક્તિ છે તેને સંસારમાં ભય નથી. (થ્ર્ડત્ર્ડ થ્ન્ડ ડડ્ડથ્ર્ડઊડઠડડડ્ડડિ ત્ડત્ર્ડ જીડળડટ્ઠ ઊડડદત્ખ્ડ ત્ર્ડટ્ઠત્ર્ડડણુદ્મ) (ગા. 7પ1) અલ્પકાળમાં જ ભવબંધનને તોડીને તે મોક્ષને સાધી લેશે. ભરતચક્રવર્તી અને રામચંદ્રજી જેવા મહાત્માઓ પણ જિનભક્તિ કરતા, તેનું અદ્ભુત વર્ણન પુરાણોમાં આવે છે.

 

જેમ અમાસની આખી રાતનું 12 કલાકનું અંધારું ભેગુ થયું હોય તેને ટાળતા કાંઇ 12 કલાક નથી લાગતા, સવારમાં પ્રકાશનું એક કિરણ આવતાંવેંત ક્ષણમાત્રમાં તે ટળી જાય છે; તેમ દીર્ઘકાળ (અસંખ્યવર્ષો) નાં ભેગા થયેલા પાપકર્મોને દૂર કરવામાં કાંઇ અસંખ્ય વર્ષો નથી લાગતા, જિનદેવને ઓળખીને તેમના ધર્મની ઉપાસના વડે સમ્યજ્ઞાન-પ્રકાશ થતાંવેંત અજ્ઞાનઅંધકાર અને પાપકર્મો એકક્ષણમાં છૂટી જાય છે. હે દેવ! આપના ગુણમાં અમારું ચિત્ત લાગતાં જ તે પાપ વગરનું વિશુદ્ધ થઇ જાય છે; તેથી `મારું શું થશે! હું કર્મોથી કયારે છૂટીશ!'’-એવી શંકા આપના ભક્તને થતી નથી. અહી ભક્તિમાં એકલા રાગની વાત નથી, સર્વજ્ઞસ્વભાવની દૃષ્ટિપૂર્વકની આ ભક્તિ છે. `નથી મોહ તે મારો કંઇ, હું એક જ્ઞાયકભાવ છું '’-આવા લક્ષવડે ધર્માત્મા સમસ્ત કર્મોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે. અહો દેવ! આપની ભક્તિથી જ્યાં આવો સ્વાનુભવ-સૂર્ય ઉગ્યો ત્યાં હવે અમારા અંતરમાં અજ્ઞાન - અંધકાર કેમ રહે ? ભવરહિત સ્વભાવને ભૂલીને અજ્ઞાનથી અનંત ભવ થઇ ગયા, પણ હવે જિનદેવના શાસનમાં આવીને ભવરહિત જ્ઞાનસ્વભાવની ભાવનામાં આવ્યો ત્યાં અનંત ભવનો નાશ થઇને મોક્ષની સાધના શરૂ થઇ ગઇ. આ ભક્તિમાં એ`ભક્તામર-સ્તોત્ર '’ ના એકલા શબ્દો બોલી જાય કે સરસ રાગ-રાગણીથી ગાય, તેની વાત નથી; જેમની આ સ્તુતિ છે એવા સર્વજ્ઞ ભગવાનને ઓળખીને, અને તેમના જેવા શુદ્ધાત્માને લક્ષમાં લઇને જેણે ભક્તિ કરી તેને સંસાર અને મોક્ષ વચ્ચે તિરાડ પડી ગઇ, તે મોક્ષનો સાધક થયો ને ભવથી છૂટયો. અહા, સર્વજ્ઞ-પરમાત્મા જેના હૃદયમાં બેઠા ત્યાં હવે સંસાર કેવો? આવી ભક્તિનો સાચો ઊછાળો પણ અજ્ઞાનીને કદી નથી આવતો. સર્વજ્ઞ પ્રત્યે એક વાર હૃદયથી ઊછળી જાય તો મોક્ષનો પંથ હાથમાં આવી જાય ને ન્યાલ થઇ જાય. હે દેવ! આપના દિવ્ય ગુણો દેખતાં અમારો આત્મા ઉલ્લસિત થાય છે, અમારી દૃષ્ટિ ખૂલી જાય છે ને અજ્ઞાન દૂર થાય છે:
કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં શમાય;
તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.

advt04.png