• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૯મી. ભગવાનના ગુણની કથા પણ આત્માના વિકાસ કરનારી છે.
आस्तां तब स्तवन-मस्त-समस्त-दोषं त्वत् संकथाऽपि जगतां दुरितानि हन्ति ।
दूरे सहस्त्र-किरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभाज्झि ।।9।।
  આસ્તાં તબ સ્તવન-મસ્ત-સમસ્ત-દોષં ત્વત્ સંકથાऽપિ જગતાં દુરિતાનિ હન્તિ ।
દૂરે સહસ્ત્ર-કિરણ: કુરુતે પ્રભૈવ પદ્માકરેષુ જલજાનિ વિકાસભાજ્ઝિ ।।9।।

જુઓ તો ખરા, દૂર રહેલા (અસંખ્ય વર્ષ પહેલાં થયેલા) પરમાત્માને પણ ભક્તિના બળે નજીક લાવીને કહે છે કે હે પ્રભો! આપના સાક્ષાત્ કેવળજ્ઞાનસૂર્યની તો શી વાત! તેનાં પ્રકાશનાં કિરણો પણ અમારા સુધી પહોંચીને અમારા આત્માને વિકસિત કરે છે. ક્ષેત્ર અને કાળથી ભલે દૂર હો પણ અમારા ભાવમાં તો આપ સમીપ જ છો. સામાન્યપણે `સ્તુતિ' તો તેને કહેવાય છે કે જેનામાં જે ગુણ હોય તેને વધારીને કહેવામાં આવે; પરંતુ હે જિનદેવ! સમસ્ત દોષરહિત અને સર્વગુણે પૂરા એવા આપનામાં જે અગાધ ગુણો વિદ્યમાન છે તેનું પણ પૂરું વર્ણન કરવાની મારી શક્તિ નથી, તોપછી તેને વધારીને કહેવાની તો વાત જ શી! આપનામાં ન હોય એવો કોઇ ગુણ જગતમાં કયાં છે કે જે વધારીને હું સ્તુતિ કરું? પ્રભો, આપની પૂરી સ્તુતિની વાતો તો દૂર રહો, આપનાં ઉત્તમ ગુણોની સુકથા પણ જગતનાં પાપોને હરનારી છે. ભક્તિથી આપનું નામ લેતાં પણ જીવોનાં પાપો દૂર થઇ જાય છે ને તેમનાં ગુણો વિકસવા માંડે છે. પાણીનું સરોવર તો જરાક દૂર હોય પણ તેના ઉપરથી પસાર થતી જલબિંદુવાળી ઠંડી હવા પણ, ગ્રીષ્મના તાપથી તપ્ત પથિકને કેવી મધુર શાંતિ આપે છે! અથવા, હજારો કિરણોવાળો સૂર્ય તો દૂર હોય છતાં તેની પ્રભા પણ સરોવરનાં કમળોને વિકસિત કરે છે; તેમ હે સર્વજ્ઞસૂર્ય! આપના જેવા ગુણોના નિર્વિકલ્પ અનુભવની તો શી વાત,-આપના ઉત્તમ ગુણોની કથા કરીએ (કે સાંભળીએ) છીએ ત્યાં પણ અમારું ચિત્ત આપના ગુણોમાં જોડાય છે ને વિષય-કષાયોથી પાછું વળી જાય છે; એ રીતે અમારું હૃદયકમળ વિકસી જાય છે. આ રીતે આપનાં ગુણોની કથા પણ પાપનો નાશ કરનારી છે, ને તે ગુણોની અનુભૂતિ તો ભવનો નાશ કરનારી છે.
જુઓ, ગુણના લક્ષપૂર્વકની આ સ્તુતિ! આમાં નિýાય ને વ્યવહાર બંને સમાઇ જાય છે. હે પ્રભો! આપે સર્વે દોષનો નાશ કરીને સર્વે ગુણોથી ભરેલી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી અને દિવ્યધ્વનિ વડે જગતને માટે સર્વજ્ઞપદનો ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો કે હે જીવો! અંતર્મુખ થઇને સર્વજ્ઞ થવાનો તમારો પણ સ્વભાવ છે દોષથી પાછો વળીને વીતરાગી જ્ઞાનસ્વભાવ તરફ જે ]ાકે તેણે જ વીતરાગભગવાનની કથા સાંભળી કહેવાય. જે રાગમાં કે બાહ્યવિષયોમાં જ રોકાઇ રહે તેણે તો ખરેખર રાગની વિકથા જ સાંભળી છે, વીતરાગની સુકથા નહીં. અહા, પરમાત્માની જેમ આત્માનો વિતરાગસ્વભાવ ને સર્વજ્ઞસ્વભાવ!-એ સ્વભાવના પ્રેમપૂર્વક તેની કથા જે સાંભળે તેને મિથ્યાત્વાદિ પાપોનો જરૂર નાશ થઇ જાય છે, ને સમ્યક્ત્વ-કમળ ખીલી જાય છે. જુઓ, અત્યારે પર્યુષણમાં આ `ભાગવતકથા' વંચાય છે. ભગવાનના ગુણોની કથા તે ભાગવતકથા. ભગવાન જે પામ્યા તે પમાડનારી આ કથા ભાગવત કથા છે.
પ્રભો! સંપૂર્ણ વીતરાગભાવરૂપ આપની પૂર્ણસ્તુતિ તો અલ્પકાળમાં જ કેવળજ્ઞાન ને પૂર્ણાનંદ આપીને અમનેય આપના જેવા પરમાત્મા બનાવી દે છે; પરંતુ ત્યારપહેલાં વચ્ચે રાગવાળી ભૂમિકામાં પણ આપના ગુણો પ્રત્યેનો પ્રેમ અને તેની કથા-સ્તુતિ પણ પાપનો નાશ કરનારી છે. આપના ગુણોની પ્રીતિ કરનાર જીવ અલ્પકાળમાં મોક્ષનું ભાજન થાય છે.

 

Bhaktamar-Gatha 9

પદ્મનંદી મુનિરાજે પણ કહ્યું છે કે- (અનુષ્ટુપ) ત્ડઢડવ્ડડ્ડત્ડ ઢડવ્ડદ્રડડ્ડત્ડડડ્ડરુડડિદ્મદ્યડ ળડદ્મદ્યડ ક્રડડત્ડડઃડડ્ડઢડ ડડ્ડત્ત્ ૂડડ્ઢત્ડડપ્ ડડ્ડદ્યડડડ્ડહ્ડત્ડટ્ઠ ત્ર્ડ જીડક્રડદ્મત્ડઠ્ઠ જીડક્રળડડદ્મ જીડડડડ્ડક્રડડડ્ડદ્યડક્રડડઃઊડજીડડથ્ર્ડદ્યડઠડઠ્ઠપ્પ્ (હરિગીત) ચૈતન્યપ્રીતિ ચિત્તમાં રાખી કથા પણ સાંભળે, તે ભવ્ય ભાવિ-મોક્ષનો પાત્ર જ ુવપણે બને. ચૈતન્યતત્ત્વ પ્રત્યે પ્રેમપૂર્વક તેની વાર્તા પણ જેણે સાંભળી છે તે ભવ્યજીવ અવશ્ય ભાવિનિર્વાણનું ભાજન થાય છે. ચિત્તમાં ગુણપ્રત્યે પ્રીતિપૂર્વકનું શ્રવણ તે અપૂર્વ છે. સાંભળ્યું પણ ચિત્તમાં તેની પ્રીતિ ન કરી તો શું કામનું? અહો નાથ! આપના આત્મામાંથી તો સર્વે પાપો દૂર થયા, ને આપના ગુણોની કથા સાંભળનારને પણ પાપો દૂર થાય છે.
હે પ્રભો અમારું કેવળજ્ઞાન તો હજી થોડુંક આઘું છે, પણ આપના કેવળજ્ઞાનને જ્યાં લક્ષમાં લઇએ છીએ ત્યાં અમારું સમ્યજ્ઞાનકમળ ખીલી જાય છે, ને અજ્ઞાન-પાપાંધકાર ટળી જાય છે. સંસારની જેલ કે કર્મોના તાળાનું બંધન હવે અમને રહી શકે નહી.
વાહ, જુઓ તો ખરા પ્રભુની સ્તુતિમાં સાધકની નિ:શંકતા! અંતરમાં સર્વજ્ઞના નિર્ણયનું જોર ભર્ય઼ું છે...તેમાંથી અવાજ આવે છે કે અમારો મિથ્યાત્વઅંધકાર ટળ્યો છે ને કેવળજ્ઞાનનું પરોઢિયું ઊગ્યું છે, અમારું ચૈતન્યકમળ વિકસવા માંડયું છે; અસંખ્યપ્રદેશી ચૈતન્યબાગમાં શ્રદ્ધા-જ્ઞાન-આનંદના ફૂલ અનંત પાંખડીએ ખીલ્યાં છે.-આવી શ્રદ્ધાવાળો જીવ જ સર્વજ્ઞ-પરમેશ્વરની સાચી સ્તુતિ-ભક્તિ-ઉપાસના કરી શકે છે. ભગવાનની કથા વગેરે ચારે અનુયોગમાં વીતરાગતાનું પ્રયોજન પોષ્યું છે. વીતરાગતા પ્રત્યેનો ઉલ્લાસ તે જ વીતરાગદેવની ભક્તિ. આવી ભક્તિ રાગનો નાશ કરીને વીતરાગતા પ્રગટાવનારી છે.
રાગની પુષ્ટિનો અભિપ્રાય રાખીને ભક્તિ કરે તો વીતરાગની સાચી ભક્તિ થાય નહિ. હે જીવ! સર્વજ્ઞ-વીતરાગ ભગવાન પ્રત્યે જો તારા ચિત્તમાં ભક્તિ નથી ઉલ્લસતી, તો તારું ચિત્ત પત્થર જેવું છે, તે ખીલશે નહિ.
પ્રભુના ગુણગાનનો ગુંજારવ સાંભળતાં તો ભક્તનું હૃદય ફૂલની જેમ ખીલી ઊઠે છે; `વાહ! આવી અદ્ભુત ભક્તિ ને આવા અદ્ભુત ગુણો!'’હે નાથ, આપ મુક્ત, સર્વ બંધનથી રહિત, આપને હૃદયમાં રાખીને સ્તુતિ કરતાં અમારી દૃષ્ટિ ખુલી ગઇ ને શુદ્ધસ્વરૂપનો વિકાસ થયો, ત્યાં હવે અંદરમાં કે બહારમાં અમને કોઇ બંધન રહી શકે નહિ.

 

તુચ્છ જીવોદ્વારા બહારમાં જૈનધર્મની હીનતા થાય તે મુનિરાજ-માનતુંગસ્વામીથી સહન થયું નહિ એટલે ઉપસર્ગ જાણીને આ સ્તોત્રદ્વારા ભક્તિની એવી ]લક જગાડી કે ફડાક-ફડાક બંધન અને તાળાં તૂટી ગયા. જિનેદ્રભક્તિનો આવો અદ્ભુત મહિમા દેખીને રાજા-પ્રજા ઘણા પ્રભાવિત થયા ને જૈનધર્મના જયજયકાર થયા. આવું આ ભક્તામર-સ્તોત્ર માત્ર બહારના ચમત્કારો માટે નહિ પણ અંદરમાં જિનગુણોનો મહિમા સમજવા માટે છે; તેમાં ઊંડા અધ્યાત્મભાવો ભર્યાં છે. શ્રી જિનસેનસ્વામીએ `મહાપુરાણ' (ગુજરાતી પા. 83-84) માં સ્તુતિનું સ્વરૂપ બહુ સરસ રીતે બતાવ્યું છે; ત્યાં ભગવાન Eષભદેવને કેવળજ્ઞાન થયું ત્યારે સ્તુતિ કરતાં ઈદ્ર કહે છે કે હે ભગવન્ મારી બુદ્ધિ મંદ હોવા છતાં હું માત્ર ભક્તિથી પ્રેરાઇને ગુણરત્નોની ખાણ એવા આપની સ્તુતિ કરું છું; આપ વીતરાગ હોવા છતાં આપની સ્તુતિ કરનારને પોતાના વિશુદ્ધ પરિણામને લીધે ઉત્તમ ફળ સ્વયં પ્રાપ્ત થાય છે. પવિત્ર ગુણોનું કીર્તન કરવું તે સ્તુતિ છે. પ્રસન્નબુદ્ધિવંત ભવ્યજીવ સ્તુતિ કરનાર (સ્તોતા) છે; સર્વગુણસંપન્ન એવા આપ સર્વજ્ઞદેવ સ્તુત્ય છો અને મોક્ષસુખની પ્રાપ્તિ તે સ્તુતિનું ઉત્તમ ફળ છે. પ્રભો, આપની ભક્તિ-આપના ગુણોની સ્તુતિ મુમુક્ષુ જીવોને આનંદિત કરી રહી છે. રાગદ્વેષ રહિત અને જ્ઞાન-આનંદસહિત એવા આપ વસ્ત્રાભૂષણ વગર જ સર્વોત્કૃષ્ટરૂપે શોભી રહ્યા છો. આત્માની શોભા પરિગ્રહથી નથી, વીતરાગતાથી જ આત્માની શોભા છે. આપની પ્રભુત્વશક્તિ પણ કેવી આýાર્યકારી છે કે ક્રોધ કર્યા વગર જ આપે મોહશત્રુને હણી નાંખ્યો. સ્વયં આત્મામાંથી જ આપ સર્વજ્ઞપણે પ્રગટ થયા છો તેથી `સ્વયંભૂ' એવા આપને નમસ્કાર હો. આપના જેવા ગુણો અમારામાં પ્રગટ કરવા તે જ આપની પરમ સ્તુતિ છે. તેથી આપના જેવા ગુણોનો અંશ મારામાં પ્રગટ કરીને હું આપની સ્તુતિ કરવા ઉદ્યમી થયો છું. ભલે આપના પૂરા ગુણોની સ્તુતિ વચનથી ન થાય, પરંતુ આપના ગુણોનો પ્રેમ અને તેની સુકથા પણ અમને આનંદ દેનારી છે; તેના વડે અમારામાં ન હોય એવા ગુણો અમે પ્રગટ કરીએ છીએ. અને જ્ઞાનવડે આત્માની અનુભૂતિ કરતાં તેમાં સર્વે ગુણો સમાઇ જાય છે. આવી સ્વાનુભૂતિરૂપ અભેદ ભક્તિવડે અમે પણ પરમાત્મપદ પામશું,-ત્યારે આપની સ્તુતિ પૂરી થશે; ત્યાં સ્તુત્ય અને સ્તુતિકાર (ભગવાન અને ભક્ત, અથવા સાધ્ય અને સાધક) એવા ભેદ પણ નહી રહે. જુઓ, આવી પરમ ભક્તિ તે નિર્વાણભક્તિ છે, તે જ મોક્ષગત એવા સિદ્ધની ભક્તિ છે, તે જ રત્નત્રય-ભક્તિ અથવા મોક્ષના કારણરૂપ ભક્તિ છે. શ્રમણો તેમજ ધર્મી શ્રાવકો પણ આવી ભક્તિ કરે છે...તેથી તે ભક્ત છે...ભક્ત છે.- “``જીડડિહૃડદ્મ જીડડિહૃડદ્મ જીડક્રડડડ્ડત્ડ ત્ર્ડત્ડત્ડ ૂડડક્રડણૂડહૃ: ત્ર્ડટ્ઠળડઠડડદ્ર ક્રડડ '' નિયમસારમાં પરમ ભક્તિનું વર્ણન કરતાં કુંદકુંદસ્વામી કહે છે કે- શ્રાવક-શ્રમણ સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્રની ભક્તિ કરે, નિર્વાણની છે ભક્તિ તેને, એમ જિનદેવો કહે. (134) જે જીવ ભવભયના હરનારા આ સમ્યક્ત્વની, શુદ્ધ જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે નિરંતર ભક્ત છે...ભક્ત છે...એટલે કે તે મોક્ષનો સાધક છે. આસન્ન ભવ્ય જીવો આવી ભક્તિ કરે છે. આ ભક્તામર-સ્તોત્રમાં પણ આવી વીતરાગી ભક્તિનું જ તાત્પર્ય સમજવાનું છે. (9)

advt08.png