• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૧૦મી - પરમાત્માની સેવાનું ફળ !! પરમાત્માપદની પ્રાપ્તિ.
नात्यद्भभुतं भुवन-भुषण ! भूत-नाथ! भूतै-र्गुणै-र्भुवि भवन्त-मभिष्टुवन्तः ।
तुल्या भवन्ति भवतो ननु तेन किं वा भूत्याश्रितं य इह नात्मसमं करोति ।।10।।
  નાત્યદ્ભભુતં ભુવન-ભુષણ ! ભૂત-નાથ! ભૂતૈ-ર્ગુણૈ-ર્ભુવિ ભવન્ત-મભિષ્ટુવન્ત: ।
તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા ભૂત્યાશ્રિતં ય ઇહ નાત્મસમં કરોતિ ।।10।।

હે ભુવનના ભૂષણ અને `ભૂતનાથ' એટલે કે જીવોના નાથ! આપની સ્તુતિ કરનારા જીવો, ગુણોમાં આપના જેવા થઇ જાય છે-એ કોઇ અતિ-અદ્ભુત આýાર્યની વાત નથી. લોકમાં પણ સ્વામી પોતાના આશ્રિત સેવકોને પોતાની સમાન સુખી કરે છે. જો સેવકનું દારિદ્રય ન મટાડે તો એવા સ્વામીથી શું પ્રયોજન છે? પ્રભો, અમે આપને નાથ તરીકે સ્વીકાર્યા છે, ઈષ્ટ દેવ તરીકે માન્યા છે,-શા માટે? કે આપના જેવા બનવા માટે.  અદ્ભુત માધુર્ય! અદ્ભુત પરિણામ! અદ્ભુત કવિત્વ! એવું આ મહા કાવ્ય છે.  જુઓ, હવે ભગવાનની સ્તુતિ જામતી જાય છે. પ્રવચનકાર શ્રી કહાનગુરુ પ્રમોદથી કહે છે કે જેમની આ સ્તુતિ કરાય છે તેમના ગુણો અદ્ભુત છે સ્તુતિકારના ભાવ પણ અદ્ભુત છે ને ભાષાનું માધુર્ય પણ અદ્ભુત છે. (અને હે ગુરુદેવ! પ્રવચનમાં આપ જે અધ્યાત્મભાવો ખોલી રહ્યા છો તે પણ અદ્ભુત છે!) અહીં અરિહંતપરમાત્માને `ભૂતનાથ'’એવું સંબોધન કર્ય઼ું છે, એટલે કે સાધકજીવો આપને જ પોતાના નાથ સમજે છે, કેમકે ધર્મની પ્રાપ્તિમાં રક્ષામાં ને પૂર્ણતામાં આપ જ અમારા નિમિત્ત છો. `મહાદેવ' ને ભૂતનાથ કહેવાય છે, હે અર્હંતદેવ! હે Eષષભનાથ! આપ જ અમારા સાચા મહા દેવ છો. હે સર્વજ્ઞ પરમાત્મા! આપ જગતના આભૂષણ છો, ત્રણ લોકની શોભા આપને લીધે જ છે; આપના કેવળજ્ઞાનાદિ ગુણોને લીધે જ અમારી શોભા છે. ગુણના ભંડાર એવા આપને સેવતાં અમનેય તેવા ગુણોની પ્રાપ્તિ થાય-તેમાં શું આýાર્ય! જે જેની સેવા કરે તે તેના જેવો થઇ જાય. તેથી કહ્યું છે કે-પારસમણિ કરતાં પણ પરમાત્મા મહાન છે, કેમકે પારસમણિના સંગે તો લોઢું ફક્ત સોનું બને છે, તે પોતે પારસ નથી બનતું, જ્યારે પરમાત્માના સેવનથી તો આ જીવ પોતે પરમાત્મા બની જાય છે. ખરેખર જગતમાં જે કાંઇ શોભા-સુંદરતા છે તે વીતરાગી દેવ-ગુરુ-ધર્મથી જ છે-એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે. અહા! ઉત્તમ પુણ્યનો માર્ગ પણ સાચા દેવ-ગુરુ-ધર્મના આશ્રય વિના બીજે કયાં છે? અન્ય કુમાર્ગમાં ઊંચા પુણ્ય પણ હોતાં નથી, ધર્મની ને મોક્ષમાર્ગની તો વાત જ કેવી? હે પ્રભો! આપના માર્ગની ઉપાસનાથી તો અમે આપના જેવા પરમાત્મા બની જશું, ત્યાં વચ્ચે મોટા પુણ્ય બંધાઇ જાય-એ કઇ મોટી વાત છે! આરાધક ભાવ સહિતનાં પુણ્ય અલૌકિક હોય છે, છતાં મોક્ષના સાધકને તેની પણ ગણતરી નથી, એ તો પરમાત્મા જેવા કેવળજ્ઞાનાદિ ગુણોને જ સાધીને પરમાત્મા થવા માંગે છે.

 

Bhaktamar-Gatha 10

ભક્તની મીટ છે-પરમાત્મસ્વભાવ ઉપર; એનાથી ઓછું એને પાલવતું નથી. હે ધર્મપિતા સર્વજ્ઞ જિનેશ્વર ચેતનમૂરતિ આપ જ છો, મુજ ચેતનનું રૂપ જોવાને દર્પણસમ પ્રભુ આપ જ છો. (તમે પરમાત્મા... હું પરમાત્મા...) તમે પરમાત્મા...હું પરમાત્મા...એમ આત્મામાં સિદ્ધપણું સ્વીકારીને સાધક જીવ આ સ્તુતિ કરે છે. વચ્ચે રાગમાં અટકવા માટે આ સ્તુતિ નથી. આ સ્તુતિમાં તો રાગને તોડીને પરમાત્મા બનવાની ભાવના છે. અહા! જુઓ તો ખરા દિગંબર મુનિરાજના પડકાર! પરમાત્મપદના ભણકાર સિવાય બીજી વાત નથી. પ્રભો! આપના કેવળજ્ઞાનાદિ અદ્ભુત ગુણોને જોતાં અમારો આત્માય રાગથી જુદો પડીને કેવળજ્ઞાનની સાધનામાં લાગી ગયો છે; હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લીધે જ છૂટકો! ધર્મીજીવ પુણ્યની પાછળ પણ વીતરાગી દેવ-ગુરુને જ નિમિત્તરૂપ દેખે છે.
જગતમાં તીર્થંકરપદ કે ચક્રવર્તી-ઈદ્રાદિ મહાન પુણ્યપદ જૈનધર્મના આરાધકને જ મળે છે; એવા ઊંચા પુણ્યો બીજાને બંધાતાં નથી; અને છતાં ધર્મીને તો પુણ્યથીયે પાર એવા વીતરાગીચૈતન્યપદનો જ મહિમા છે. હે દેવ! આપે ઉપદેશેલા અહિંસાદિ ધર્મો ન હોત તો જગતના જીવોને સત્ પુણ્ય પણ કયાંથી થાત! નિýાયધર્મ કે વ્યવહારધર્મ તેની પ્રાપ્તિ જિનવાણીના પ્રસાદથી જ થાય છે. જિનદેવના ઉપદેશ વગર કંદમૂળ વગેરેમાં અનંતજીવોનું અસ્તિત્વ કયાંથી જણાત? ને જીવોનું અસ્તિત્વ જાણ્યા વગર તેની દયા ક્યાંથી પાળી શકાત? ને જીવોની દયા વગર પુણ્ય પણ કયાંથી થાત?

 

માટે હે દેવ! અમે તો ધર્મમાં કે પુણ્યમાં પણ આપનો જ પ્રભાવ દેખીએ છીએ. વીતરાગી દેવ-ગુરુ વિના અમે પૂજા કોની કરત? આ રીતે હે ત્રિલોકનાથ! આપ જ અમારા ધર્મના રક્ષક અને પોષક છો, આપના આશ્રયથી અમને પણ પરમાત્મપદની પ્રાપ્તિ થશે-આવા ભાવથી સાધક જીવો સર્વજ્ઞપરમાત્માની સ્તુતિ કરે છે; તેમના ગુણનો મહિમા ધર્મીના જ્ઞાનમાં કોતરાઇ ગયો છે.-જુઓ આ ભક્તિમાં ધર્મીનો ઉલ્લાસ! આ સ્તુતિમાં `માન-તુંગ'’સ્વામીના ઊંડા રણકાર છે કે પ્રભુ આદિનાથના લક્ષે ધર્મની `આદિ' કરી છે-સાધકદશાની શરૂઆત કરી છે, તે હવે પૂર્ણ પરમાત્મા થઇને મોક્ષ પામશું. અત્યારે આ પંચમકાળમાં પરમાત્મપદ લેવાનું અમારું ગજું નથી, તોપણ આત્માની આરાધનાના જોરે નિýાય છે કે એકાદ ભવમાં જ તે પરમાત્મપદને પ્રાપ્ત કરશું. પ્રભુના માર્ગમાં ભળ્યા છીએ...હવે પ્રભુ થયે જ છૂટકો. (આ ભક્તામરસ્તુતિમાં કેવા ગંભીર ભાવો ભર્યા છે તેનું સ્પષ્ટીકરણ થાય છે.) અહા, ભગવાનનો ભક્ત પોતે ભક્ત મટીને ભગવાન થઇ જાય-એમાં અમને કોઇ નવાઇ નથી લાગતી, અતિરેક નથી લાગતો; પણ એ તો સહજ વસ્તુસ્થિતિ જ છે, એમાં આýાર્ય શું? પ્રભો! આપનો આશ્રય લીધા પછી અમે આપના જેવા ન થઇએ, તો શું આપનાથી હલકા જ (સંસારી) રહીએ?-તો પછી આપના જેવા મોટાનો આશ્રય લીધો શું કામનો? એક સ્તુતિમાં આવે છે કે `સહકાર આગે શી માંગણી...' સહકાર એટલે આંબો; આંબા પર જ્યાં લૂમ]ામ કેરી પાકે ત્યાં બાળક નીચે ઊભો ઊભો તે કેરી લઇ લ્યે; તેને આંબા પાસે કેરી માંગવી ન પડે. તેમ હે નાથ! આપ તો ચૈતન્યધર્મના આંબા; આપની ભક્તિ કરીએ ત્યાં પરમાનંદદશારૂપ ફળ સહેજે પ્રાપ્ત થઇ જાય છે; આપની પાસે માંગવું ન પડે કે મને પરમાત્મપદ આપો. અને જો કે પરમાત્મપદની આવી સાધનામાં વચ્ચે ઉત્તમ પુણ્યનો યોગ પણ સહેજે થઇ જાય છે, પણ હે પ્રભો, અમે તો આપના જેવા થવા માટે આપની સેવા કરીએ છીએ. જૈનધર્મમાં જ આ એક ખાસ વિશિષ્ટતા છે કે તેમાં સર્વજ્ઞસ્વામીનો સેવક, સદાય સેવક જ નથી રહેતો પરંતુ તે પોતે પણ વૈભવ પ્રગટ કરીને સર્વજ્ઞ-પરમાત્મા બની જાય છે. પરમાત્માની ઉપાસના કરનારનું લક્ષ પોતે પરમાત્મા બનવાનું છે એટલે પોતામાં પરમાત્મસ્વભાવ છે તેની પ્રતીત કરીને તેની અંતરંગ ઉપાસનાવડે તે પણ પરમાત્મપદને સાધી લ્યે છે, ભક્ત પોતે ભગવાન બની જાય છે...આ છે જૈનભક્તિનું ફળ! (10)

advt07.png