• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૧૪મી - પ્રભુનો આશ્રય કરનારને મોક્ષમાં જતા કોઇ રોકી શકે નહિ.
संपूर्ण-मंडल-शशाड्क-कला-कलाप-शुभ्रा-गुणा-स्त्रिभुवनं तव लड्घयन्ति ।
ये संश्रिता-स्त्रिजगदीश्वर-नाथमेकं कस्तान्-निवारयति सझ्चरतो यथेष्टम् ।।14।।
  સંપૂર્ણ-મંડલ-શશાડ્ક-કલા-કલાપ-શુભ્રા-ગુણા-સ્ત્રિભુવનં તવ લડ્ઘયન્તિ ।
યે સંશ્રિતા-સ્ત્રિજગદીશ્વર-નાથમેકં કસ્તાન્-નિવારયતિ સઝ્ચરતો યથેષ્ટમ્ ।।14।।

હે દેવ! પૂનમની ચાંદની જેવા આપના ઉજ્જવળ ગુણો ત્રણલોકમાં ફેલાઇ ગયા છે અથવા ત્રણેલોકને ઉલ્લંઘીને ઠેઠ સિદ્ધલોકમાં પહોંચી ગયા છે. ખરૂં જ છે, આપના જેવા પરમાત્માને નાથ તરીકે સ્વીકારીને તેનો જેણે આશ્રય કર્યો તે ગુણોને ત્રણલોકમાં સુખપૂર્વક સંચાર કરતાં કોણ રોકી શકે? પ્રભો, અમારી સાધક પરિણતિએ પણ આપના જેવા મહા પુરુષનો (અંતરમાં પરમાત્મભાવનો) આશ્રય લીધો છે તેથી અમનેય હવે મોક્ષમાં પ્રવેશતાં કોઇ રોકી શકશે નહિ. હે પ્રભો! સર્વજ્ઞતા, ક્ષાયિકસમ્યક્ત્વ, પૂર્ણઆનંદ વગેરે ગુણોએ આપનો આશ્રય લીધો તેથી ત્રણલોકમાં તેમનો મહિમા વિસ્તરી ગયો. જેમ મોટા રાજા-મહારાજાના દૂતને રાજદરબારમાં પ્રવેશતાં કોઇ રોકી શકે નહિ, તેમ સાધકજીવ કહે છે કે અમે સર્વજ્ઞ પરમાત્માના દૂત છીએ; અમને ઈચ્છાનુસાર મોક્ષમાર્ગમાં વિચરતાં કોઇ રોકી શકે નહિ, કેમકે અમે મોટાનો આશરો લીધો છે. પ્રભો, અમને તો ત્રણલોકમાં સર્વત્ર આપનાં ગુણો જ ફેલાયેલા દેખાય છે. દોષો તો આપનાથી ડરીને બિચારા કયાંય ભાગી ગયા. અહા પ્રભો, આપની તો શી વાત! જ્યાં આપનો આશ્રય લીધો ત્યાં અમારા આત્મામાંય બધા ગુણો ખીલવા માંડયા છે ને દોષો દૂર થવા માંડયા છે. -આ રીતે સાધકદશા વૃદ્ધિગત થવા માંડી છે. પ્રભુનો જ્યાં જન્મ થયો કે કેવળજ્ઞાન થયું ત્યાં દિવ્ય અજવાળા ત્રણલોકમાં ફેલાઇ ગયા, ને જીવોને સાતા થઇ. ત્યારે આýાર્ય પામી જિનમહિમાનું ચિંતન કરતાં ઘણાય જીવો સમ્યગ્દર્શન પામી ગયા. એ રીતે પ્રભુના પ્રતાપે ત્રણલોકમાં ગુણનો વિસ્તાર થવા માંડયો. પ્રભુના ગુણોની કીર્તિ તો ત્રણલોકમાં ફેલાઇ ગઇ ને બીજા જીવોમાં પણ પ્રભુના નિમિત્તે ગુણનો વિસ્તાર થવા માંડયો. આ રીતે ભક્તને ત્રણલોકમાં પ્રભુનાં ગુણો જ દેખાય છે.
કોઇ કહે કે `આમાં પરાધીનતા નથી આવતી?'’ -ના; કેમકે ભગવાનનો ભક્ત, ભગવાનની જેમ પોતાના આત્મામાં પણ ગુણોની પરિપૂર્ણતા દેખે છે, ને તે પૂર્ણસ્વભાવના આશ્રયે તેની સાધના (સમ્યક્ત્વાદિ ગુણો) વૃદ્ધિગત થાય છે. આવા સ્વાશ્રયની ભાવનાપૂર્વક ભગવાનના આ ગુણગાન છે.

 

Bhaktamar-Gatha 14

બાકી ભક્તિમાં તો `ભક્તની ભાષા' હોય તેથી કાંઇ તેમાં પરાધીનતા બુદ્ધિ નથી; તે તો ભગવાન પ્રત્યેનો વિનય છે. હે નાથ! આપને કેવળજ્ઞાન થતાં આપના આનંદની તો શી વાત! 14 બ્રહ્માંડમાં આનંદનો આંચકો આવે, દેવતાઓના દિવ્યાસનો ડગમગી ઊઠે ને દેવોનાં વાજાં એની મેળે વાગવા માંડે, આકાશમાંથી રત્નવૃદ્ધિ થવા માંડે. પ્રભો, આ બધામાં અમને તો આપના ગુણનો જ પ્રભાવ દેખાય છે. આપના જેવી આýાર્યકારી બાહ્યલબ્ધિ પણ બીજા કુદેવોને થઇ શકે નહિ, અંદરના ગુણવૈભવની તો શી વાત! આપના કેવળજ્ઞાનાદિ અનંત ગુણોનો મહિમા જગતમાં પ્રસિદ્ધ છે, ત્રણલોકમાં કયા સત્પુરુષ તેને નથી જાણતા? અહીં, જ્યાં આપના મોક્ષગમનની તૈયારી થાય ત્યાં દુનિયામાં આનંદનાં વાજાં વાગે...સર્વત્ર આહ્લાદ ને પ્રહ્લાદ ફેલાઇ જાય. આપના ગુણવૈભવની કીર્તિ પાસે હે જિનેદ્ર! ઈદ્ર કે ચક્રવર્તીનો વૈભવ તથા કીર્તિ પણ સાવ તૂચ્છ લાગે છે. તે ચક્રવર્તી ને ઇદ્રો પણ આપને જ સેવે છે, ને આપની સેવાના ફળથી જ તેને ઇદ્રપણું કે ચક્રવર્તીપણું મળ્યું છે. માટે ત્યાં પણ અમને તો આપના ગુણનો જ મહિમા દેખાય છે. જગતમાં એવું કોઇ સ્થાન નથી કે જ્યાં આપના ગુણનાં ગાણાં ન ગવાતા હોય! અમે પણ જ્યાં જશું ત્યાં આપના ગુણના ગાણાં ગાશું ને તે ગાતાં ગાતાં મોક્ષમાં આવશું.

 

દોષનું નામ-નિશાન અમારી પાસે નહી રહે.-જુઓ, આ વીતરાગના ભક્તનો અંદરનો પડકાર! પ્રભો, અમે સર્વગુણ-સમ્પન્ન એવા આપના ઉપાસક થયા...હવે અમારામાં કોઇ દોષ કેમ રહી શકે? હવે અમારા ગુણના વિસ્તારને રોકવા જગતમાં કોઇ સમર્થ નથી. આવી અદ્ભુત ગુણભક્તિ જ્ઞાની સિવાય બીજા કરી શકે નહિ, ને સર્વજ્ઞ ભગવાન સિવાય બીજા તે ]ાળલી શકે નહી. જે ભગવાનના ગુણોને (અને તેવા નિજાત્મસ્વભાવને) ઓળખે પણ નહિ તે તેમની સ્તુતિ કે ઉપાસના કયાંથી કરી શકે! અને જે પોતે મોહી-અજ્ઞાની હોય તે જ્ઞાનીની વીતરાગભક્તિ કેમ ]ાળલી શકે? તેથી ખરેખર જ્ઞાનસ્વભાવની અનુભૂતિરૂપ સમ્યગ્દર્શન ને આત્મજ્ઞાન તે જ સર્વજ્ઞભગવાનની સૌથી પહેલી સ્તુતિ છે. આવી ભાવ-સ્તુતિ કરનારને પણ શાસ્ત્રમાં ડડ્ડથ્ર્ડદ્યડ કહ્યા છે. અરે જીવ! ભગવાન આત્માના આવા ગાણાં ગાતાં તો શીખ! એનો મહિમા તો કર!...તો તારા ભવના છેડા આવી જશે, ને તું મોક્ષપુરીના માર્ગમાં આવી જઇશ. સંસારમાં છેવટનો ને સૌથી ઊંચો સર્વાર્થસિદ્ધિનો ભવ કરનારા સમ્યગ્દૃષ્ટિ દેવો, તે ભવે મોક્ષ પામનારા મધ્યલોકના મુનિવરો, કે નીચે સાતમી નરકમાં રહેલા સમ્યગ્દૃષ્ટિ-જીવો, એ બધા ધર્માત્માઓ પરમાત્માનાં ગુણ ગાય છે. તીવ્ર મિથ્યાદૃષ્ટિ જીવો તો પરમાત્માને ઓળખતા જ નથી, તેમની શી ગણતરી? દેખતા જીવોને તો સર્વત્ર ભગવાનના ગુણનો મહિમા દેખાય છે, આંધળાને ન દેખાય તેથી શું? આંધળાને તો પગ પાસે નિધાન હોય તોપણ નથી દેખાતા. પ્રભો! આપને જોતાં અમારી તો અંતરદૃષ્ટિ ખુલી ગઇ, અંતરમાં અમને ચૈતન્યનિધાન દેખાવા માંડયાં. હવે તે નિધાન લેતાં અમને કોઇ રોકી શકે નહિ. અમે આપના નંદન થયા, આપના વારસ થયા, સર્વજ્ઞપદના યુવરાજ થયા, હવે મોક્ષપદ લેતાં શી વાર!-આમ સાધકને પોતાના મોક્ષની નિ:શંકતા થઇ ગઇ છે. સર્વજ્ઞપદની સત્તાનો નિýાય થયો ત્યાં પોતામાં પણ તે પદ દેખાવા માંડયું. તે સર્વજ્ઞસ્વભાવના આશ્રયે અમે પણ સર્વજ્ઞ થઇશું ને અમારો જ્ઞાનવિસ્તાર પણ ત્રણલોકમાં ફેલાઇ જશે. -આવી નિ:શંકતાપૂર્વકસાધકજીવો મોક્ષને સાધતા સાધતા આ ભક્તિ કરે છે.

advt04.png