• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૧૫મી. પ્રભુની અચલ વીતરાગતા અને નિર્વિકારતા
चित्रं किमत्र यदि ते त्रिदशाड्गनाभि-र्नीतं मनागपि मनो न विकार-मार्गम् ।
कल्पान्त-काल-मरुता चलिताचलेन किं मन्दराद्रि-शिखरं चलितं कदाचित् ? ।।15।।
  ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાડ્ગનાભિ-ર્નીતં મનાગપિ મનો ન વિકાર-માર્ગમ્ ।
કલ્પાન્ત-કાલ-મરુતા ચલિતાચલેન કિં મન્દરાદ્રિ-શિખરં ચલિતં કદાચિત્ ? ।।15।।

હે વીતરાગપ્રભો! સ્વર્ગની દેવાંગનાઓ આપના ચિત્તમાં જરાય વિકાર ઉપજાવી ન શકી,-પણ એમાં શું આýાર્ય છે! શંકર વિષ્ણુ વગેરે અન્ય દેવો તો સાધારણ સ્ત્રાળઓમાં પણ મોહિત થઇ ગયા, જ્યારે આપ તો ઈદ્રાણીને દેખીને પણ મોહિત ન થયા; પણ આપની મેરુ જેવી મહાનતા જોતાં એ કાંઇ આýાર્યની વાત નથી, કેમકે આપ તો સંપૂર્ણ વીતરાગ છો.-સામાન્ય પર્વતોને ઊખેડી નાંખનારો પ્રલયકાળનો પવન શું મેરૂપર્વતના શિખરને ડગાવી શકે છે?-કદી નહી. ભગવાન Eષષભદેવની રાજસભામાં સ્વર્ગની દેવીઓ ભક્તિથી નૃત્ય કરતી હતી; તે દેવાંગનાઓના હાવભાવમાં પ્રભુ મોહિત તો ન થયા, અપિતુ નીલાંજનાદેવીના મૃત્યુદ્વારા સંયોગની ક્ષણભંગુરતા ચિંતવીને તેઓ સંસારથી વિરક્ત થયા.-આ વૈરાગ્યપ્રસંગને યાદ કરીને કહે છે કે હે પ્રભો! દેવલોકની અપ્સરાઓ વડે આપ મોહિત ન થયા-એમાં અમને કાંઇ આýાર્ય નથી લાગતું; કેમકે આપના માર્ગમાં અતીદ્રિય સુખને ચાખનારા અમારા જેવા સાધકો પણ સ્વર્ગના વૈભવમાં સુખ નથી માનતા, તેમાં મૂર્છાતા નથી, તો પછી આપ તો પૂર્ણ વીતરાગ, આપની નિર્વિકારતાની શી વાત! આપના ચિત્તમાં જરાય વિકાર ન થાય-એ કોઇ આýાર્યની વાત નથી. બીજા કુદેવો તો સ્ત્રાળઆદિમાં મોહિત થયેલા છે અથવા શત્રુ પ્રત્યે ક્રોધ કરીને તેને હણે છે, પણ આપ તો સર્વજ્ઞ-વીતરાગ છો, આપનામાં કદી જરાપણ રાગદ્વેષ થતા નથી. ભક્ત ઉપર રાગ કરતા, કે નથી દુશ્મન ઉપર દ્વેષ કરતાં. આવી વીતરાગતા જગતમાં એક આપને જ શોભે છે.
પંચમકાળના અંતે પ્રલયકાળ આવશે ત્યારે એવો ઘનઘોર વાયરો ફૂંકાશે કે હિમાલય વગેરે મોટા મોટા પર્વતો પણ વીખરાઇને ઊડી જશે.

 

Bhaktamar-Gatha 15

પરંતુ મેરૂપર્વત જરાય નહી ડગે, એ તો શાશ્વત એવો ને એવો સ્થિર રહેશે. તેમ જગતના તૂચ્છ દેવો જ્યાં રાગ-દ્વેષથી ડગી જાય છે ત્યાં હે જિનદેવ! આપ વીતરાગભાવમાં મેરુ જેવા નિýાલ રહો છો.
સમવસરણની દિવ્યવિભૂતિ પણ આપને રાગ ઉપજાવી શકતી નથી. આવી વીતરાગતા જગતમાં એક આપનામાં જ છે, બીજા કોઇમાં નથી. આપણે રહીએ છીએ તે ભરતક્ષેત્ર જંબુદ્વિપમાં છે; સીમંધર પરમાત્મા બિરાજે છે તે વિદેહક્ષેત્ર પણ આ જંબુદ્વીપમાં જ છે. જંબુદ્વીપ એકલાખ મહાયોજનનો ગોળાકાર છે; તેની વચમાં શાશ્વત મેરૂપર્વત છે અને તેના ઉપર શાશ્વત જિનાલયો આવેલા છે. પ્રલયકાળના પવન વચ્ચે પણ આ મેરૂપર્વત એમને એમ અચલ રહે છે. એ જ રીતે ભરતક્ષેત્રનું સમ્મેદશિખર-નિર્વાણસ્થાન પણ શાશ્વત છે.

 

અત્યારે તેના ઉપર પૃથ્વીના જે નવા પડ ચડી ગયા છે તે પ્રલયકાળે ઉડી જશે ને અસલી ચિત્રાપૃથ્વી સ્ફટિક જેવી પ્રગટ થશે, તે ચિત્રાપૃથ્વીના ઉપસેલા ભાગરૂપ સમ્મેદશિખર પર્વત અને તેના પર સાથિયો છે તે શાશ્વત છે. અહી તે મેરુની ઉપમા આપીને કહે છે કે હે નાથ! આપનું ચિત્ત પણ મેરૂપર્વત જેવું સ્થિર છે; દેવલોકની અપ્સરાવડે કે જગતના કોઇ પદાર્થોવડે તેમાં જરાપણ વિકાર-રાગદ્વેષ થતા નથી.
અહા, આવી વીતરાગતા આપના સિવાય બીજે કયાંય નથી. અને આપના વીતરાગ માર્ગમાં લાગેલું અમારું ચિત્ત તેને પણ માર્ગથી કોઇ ડગાવી નહી શકે; તે હવે વિષયોમાં લીન નહીં થાય. આમાં એ પણ આવી ગયું કે વિષયોમાં જેનું ચિત્ત લીન હોય તે જીવો વીતરાગ પરમાત્માની સાચી ભક્તિ કરી શકતા નથી. જુઓ, આ ભક્તામર-સ્તોત્રના ભાવોનું રહસ્ય ખોલાય છે. જીડડિહૃ-ઊંડઠડણુ એટલે ભક્તિવંત દેવો, તેઓ પણ દેવલોકના વૈભવને તુચ્છ ગણીને સર્વજ્ઞ પરમાત્માની સ્તુતિ કરે છે, તે તેમાં વીતરાગતાની જ ભાવના ભાવે છે. સ્તોત્રના આવા ભાવો નહિ સમજનારા જીવો દીન થઇને પૈસા-નીરોગતા વગેરે લૌકિક આશાથી ભક્તામર-સ્તોત્ર બોલે છે, તેમને ભગવાનની ખરી સ્તુતિનો ભાવ નથી. અહા, આ તો વીતરાગ પરમાત્માના ગુણોની સ્તુતિ ! તેમાં વીતરાગી ગુણ સિવાય બીજી ભાવના કેમ હોય ? આવી ભાવના સહિત ભગવાનની ભક્તિ કરનારને પછી જે બેચાર ભવ હોય તે દીનતાવાળા નથી હોતા, આરાધનાસહિત ઉત્તમ પુણ્યફળવાળા હોય છે. અને ત્યાં સ્વર્ગાદિમાં અપ્સરા વગેરે દિવ્યવૈભવોની વચ્ચે પણ આત્માની આરાધનાને ભૂલ્યા વગર, સમ્યક્ત્વમાં મેરુવત અકંપ રહીને અનુક્રમે મોક્ષપદને સાધે છે. આ છે પરમાત્માની પરમાર્થભક્તિનું ફળ ! (15)

advt01.png