• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૧૬મી. - સર્વજ્ઞના કેવળજ્ઞાના રૂપી દિપકની અદભૂતતા..
निर्धूमवर्ति-रपवर्जित-तैलपूरः कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि ।
गम्यो न जातु मरुतां चलिता-चलानां दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ।।16।।
  નિર્ધૂમવર્તિ-રપવર્જિત-તૈલપૂર: કૃત્સ્નં જગત્ત્રયમિદં પ્રકટીકરોષિ ।
ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા-ચલાનાં દીપોऽપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશ: ।।16।।

હે નાથ! કેવળજ્ઞાનને લીધે આપ એવા અદ્વિતીય જગતપ્રકાશી દીવા છો...કે જેને ધૂમાડો કે વાટ નથી, જેમાં તેલ પૂરવું પડતું નથી; પર્વતોને ડોલાવી દેનારા ]ં]ાવાતી વાયરા વડે પણ જે દીવો ઓલવાતો નથી, અને એકસાથે ત્રણે જગતને પ્રકાશિત કરે છે. `સર્વજ્ઞ લબ્ધસ્વભાવ ને ત્રિજગેદ્રપૂજિત એ રીતે સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂ જિનો કહે.'’ -આ રીતે કુંદકુંદસ્વામીએ પણ સર્વજ્ઞપદના મહિમારૂપ સ્તુતિ કરી છે. જુઓ, આ સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાન-દીપકની સ્તુતિ! જગતના તેલ-ઘીના દીવામાં તો રૂની વાટનું અવલંબન જોઇએ ને તેમાંથી ધૂમાડો નીકળે, તેમ ઈદ્રિયજ્ઞાનવાળા જીવોમાં તો મોહરૂપી ધૂમાડો હોય છે ને પાંચ ઈંદ્રિયોરૂપી વાટનું આલંબન જોઇએ છે; પરંતુ હે દેવ! સ્વયંભૂ એવા આપના કેવળજ્ઞાન-દીવડાને કોઇ ઈદ્રિયોરૂપ વાટનું આલંબન નથી કે તેમાં રાગ-દ્વેષરૂપી કાલિમા નથી. લૌકિક દીવામાં તો તેલ પૂરવું પડે, પરંતુ આપનો કેવળજ્ઞાન-દીવડો તો આત્મામાંથી પ્રગટેલો સ્વયંભૂ છે, તેમાં તેલ પૂરવું પડતું નથી. વળી લૌકિક દીવો તો પવનના ]કોરા વચ્ચે બુ]ાઇ જાય છે, પણ આપનો કેવળજ્ઞાન-દીવડો ગમે તેવા ઉપસર્ગ-પરીષહના પવન વચ્ચે પણ કદી બૂ]ાતો નથી. અને લૌકિક દીવો તો પોતાની મર્યાદાના થોડાક જ રૂપી પદાર્થોને પ્રકાશે છે. ત્યારે આપનો કેવળજ્ઞાનદીવડો તો એકસાથે ત્રણલોકના રૂપી-અરૂપી સમસ્ત પદાર્થોને પ્રકાશે છે. પ્રભો! આપના આવા કેવળજ્ઞાનને પ્રતીતમાં લેતાં, એટલે કે રાગથી ભિન્ન અતીદ્રિય જ્ઞાનસ્વભાવને વેદનમાં લેતાં અમારા અંતરમાં સ્વાનુભવનો જે અતીદ્રિય શ્રુતજ્ઞાન-દીવડો પ્રગટયો તે પણ હવે પરિષહોના પવન વચ્ચે કદી ઓલવાશે નહિ ને કષાયની કાલિમાથી જુદો જ રહીને વૃદ્ધિગત થતાં-થતાં કેવળજ્ઞાન સુધી પહોંચશે.

 

Bhaktamar-Gatha 16

આ રીતે સાધકને સર્વજ્ઞની સાથે પોતાના જ્ઞાન-દીવડામાં પણ નિ:શંકતા છે. એકલા ઈદ્રિયજ્ઞાન વડે કે રાગ-દ્વેષથી મલિન જ્ઞાનવડે કેવળજ્ઞાન-દીવડાની શ્રદ્ધા કે સ્તુતિ થઇ શકતી નથી. અહો દેવ! આપના આત્મામાં અસંખ્ય પ્રદેશે અનંત ચૈતન્યદીવડા પ્રગટયા છે, તે આનંદ-પ્રકાશથી ભરપૂર છે ને કષાયનો ધૂમાડો તેમાં નથી. `દીવે દીવો પ્રગટે,' તેમ આપના કેવળજ્ઞાનની પ્રતીત વડે પ્રગટેલો અમારો સમ્યજ્ઞાન-દીવડો ભલે નાનો, પણ તેની જાત તો આપના કેવળજ્ઞાન જેવી જ છે, તેમાં પણ અતીદ્રિયઆનંદ છે ને કષાય નથી; ઈદ્રિયજ્ઞાનનો દીવડો બૂ]ાઇ જશે, અતીદ્રિય જ્ઞાનદીવડો કદી નહી બૂઝાય.
કેટલાક કહે છે કે વિકારરૂપી ધૂમાડાનો નાશ કરવા માટે જ્ઞાનદીવો જ ઓલવી નાંખો! એમ કહેનારા મૂર્ખ જીવોને વિકારથી જુદા જ્ઞાનસ્વભાવની ખબર નથી. કેટલાક નાસ્તિકમતિ એમ પણ માને છે કે મોક્ષમાં જ્ઞાનનું અસ્તિત્વ જ નથી રહેતું.

 

-અરે મૂઢ! તો શું મોક્ષ પામતાં આત્મા જડ-અચેતન થઇ ગયો?-નહી; જો જ્ઞાનનો જ નાશ થઇ જતો હોય તો આત્માનોય નાશ થઇ જાય.-તોપછી એવા મોક્ષને કોણ ઈચ્છે? હે નાથ! ઈદ્રિયો વગર ને રાગદ્વેષ વગર પણ મોક્ષમાં આપનો અદ્ભુત કેવળજ્ઞાનદીવડો ]ગમગી રહ્યો છે; ઈદ્રિયો છૂટી જાય તોપણ તે બુ]ાતો નથી; તેમાં રાગરૂપી તેલની ચીકાસ નથી. સાધારણલોકો તો વીજળીના હજારો-લાખો દીવાનો ]ગમગાટ દેખે ત્યાં આýાર્ય પામી જાય છે. (-એને તો તેલની જરૂર પડે છે ને ઓલવાઇ જતાં વાર લાગતી નથી), પરંતુ તેલ વગર બળે એવા આ અદ્ભુત કેવળજ્ઞાન દીવડાને જ્ઞાનીજનો જ ઓળખે છે. આ અતીદ્રિય-દીવડાની જાત જ જુદી! જગતના બીજા બધા દીવડા, અરે! સૂર્ય-ચંદ્ર પણ એની પાસે તુચ્છતા પામે છે. કોઈ પણ બહારના સાધન વગર સ્વયંભૂપણે આ કેવળજ્ઞાનદીવડો પ્રભુને પ્રગટયો છે. લોખંડની દિવાલો પણ એ દીવાના તેજની રોકી શકતી નથી, કોઈ પદાર્થ તેનાથી ગુપ્ત રહેતો નથી. અહા, જગતમાં જેની બીજી જોડ નથી એવો અજોડ કેવળજ્ઞાન દીવડો શાશ્વતપણે પ્રભુના આત્મામાં ]ગમગી રહ્યો છે. -આમ કહીને, ઈદ્રિયોથી ને કષાયોથી ભિન્ન જ્ઞાનસ્વભાવની પ્રતીતપૂર્વક સર્વજ્ઞભગવાનની સ્તુતિ કરી છે. અહા પ્રભો ! આપની આવી સ્તુતિ કરતાં અમને પણ મિથ્યાત્વઅંધકારનો નાશ થઈને સમ્યજ્ઞાનનો અલૌકિક દીવડો પ્રગટયો છે, તે પણ કદી બુ]ાવવાનો નથી. (16)

advt04.png