• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૧૭મી. - સૂર્ય કરતાં તેજસ્વી જ્ઞાનભાનું
नास्तं कदाचि-दुपयासि न राहुगम्यः स्पष्टीकरोषि सहसा युगपज्-जगन्ति ।
नाम्भोधरो-दर-निरुद्ध-महा-प्रभावः सूर्यातिशायि-महिमाऽसि मुनीन्द्र! लोके ।।17।।
  નાસ્તં કદાચિ-દુપયાસિ ન રાહુગમ્ય: સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્-જગન્તિ ।
નામ્ભોધરો-દર-નિરુદ્ધ-મહા-પ્રભાવ: સૂર્યાતિશાયિ-મહિમાऽસિ મુનીન્દ્ર! લોકે ।।17।।

પ્રભો! આપ સૂર્ય જેવા નહિ પરંતુ તેના કરતાંય અધિક મહિમાવંત છો. સૂર્ય તો અસ્ત થઇ જાય છે પરંતુ આપનું જ્ઞાન કદી અસ્ત થતું નથી; રાહુ કદી આપને ઘેરી શકતો નથી; સૂર્યની જેમ માત્ર દિવસે જ, અને પૃથ્વીના થોડાક જ ભાગને નહિ, અપિતુ એક સાથે સમસ્ત જગતને આપ નિરંત્તર પ્રકાશો છો; અને ઘનઘોર વાદળાં પણ આપના જ્ઞાનપ્રકાશને રોકી શકતા નથી.-આ રીતે સૂર્ય કરતાં પણ હે મુનીદ્ર! આપનો અતિશય મહાન છે. જુઓ, ભગવાનના ભક્તને જગતની કોઇ ચીજ પરમાત્માથી અધિક નથી લાગતી. શ્લોક 13માં કહ્યું કે ચંદ્રની ઉપમા પ્રભુને લાગુ પડતી નથી, પછી દીવાની ઉપમા લાગુ પડતી નથી-એમ શ્લોક 16માં કહ્યું; ને અહી શ્લોક 17 માં કહે છે કે હે દેવ આપને સૂર્યની ઉપમા પણ લાગુ પડતી નથી. ચંદ્ર સૂર્ય કે દિપક એ બદાયથી પાર કોઈ અદ્ભુત આýાર્યકારી આપનું કેવળજ્ઞાન છે. સૂર્ય તો જગતને આતાપ કરનારો છે, પરંતુ હે જ્ઞાનસૂર્ય! આપનું જ્ઞાનતેજ તો જગતને અપૂર્વ શાંતિ દેનારું ને આતાપ હરનારું છે; આપના જ્ઞાનસૂર્યનો ઉદય થયો તે હવે કદી અસ્ત થવાનો નથી; કોઇ કર્મોનાં વાદળ હવે તેના દિવ્ય પ્રકાશને ઢાંકી શકતા નથી. જ્ઞાનદર્શનના આવરણરૂપી વાદળાને આપે સર્વથા વીખેરી નાંખ્યા છે. સૂર્યના પ્રકાશને તો પાટીયા વગેરે રોકે છે, આપના જ્ઞાનપ્રકાશને લોખંડની દીવાલો પણ રોકી શકતી નથી. આવા અદ્વિતીય જ્ઞાનભાનુ આપ છો. આ જંબુદ્વીપમાં બે સૂર્ય ને બે ચદ્ર છે; પણ તેઓ એક જંબુદ્વીપનેય પૂરો પ્રકાશિત કરી શકતા નથી; ત્યારે સર્વજ્ઞ પ્રભુનું કેવળજ્ઞાન તો એક સાથે જગતના બધા પદાર્થોને પ્રકાશે છે. ઊંડી ગૂફા વગેરેમાં કે જીવના અરૂપી ભાવોમાં તો સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી, પરંતુ જગતમાં એવું કોઇ સ્થાન કે ક્ષેત્ર નથી કે જ્યાં પ્રભુના જ્ઞાનસૂર્યનો પ્રકાશ ન પહોંચે.

 

Bhaktamar-Gatha 17

હે નાથ! આવો દિવ્ય જ્ઞાનપ્રકાશ આપના સિવાય બીજા કોને છે? અને આપના આવા જ્ઞાનપ્રકાશની પ્રતીતિ કરવાની તાકાત અમારા જેવા જિનભક્ત સિવાય બીજા કોનામાં છે?-એ`અહો, એ જ્ઞાનનો મહિમા!' આ સ્તોત્રમાં સ્તુતિ તો Eષષભદેવની છે, પણ જેમનામાં આવું દિવ્યજ્ઞાન હોય તે બધાય સર્વજ્ઞ ભગવંતોની ગુણસ્તુતિ આમાં સમાઇ જાય છે. આવા ગુણવાળા અનંત તીર્થંકરો-અરિહંતો થયા ને અનંતા થશે. અત્યારે પણ આવા લાખો સર્વજ્ઞ ભગવંતો વિદેહક્ષેત્રમાં વિચરી રહ્યા છે. તે પ્રભુની પ્રભુતાને ઓળખતાં જીવને સમ્યક્ત્વ ને ભેદજ્ઞાન થઇ જાય છે. ભગવાન જેવા જ્ઞાનાનંદસ્વભાવની જે પ્રતીતિ અને પ્રીતિ કરે તે જ જીવ ભગવાનનો ભક્ત હોઇ શકે છે. સર્વજ્ઞ-સ્વભાવની પ્રીતિ-પ્રતીતિ કરતાં ઈદ્રિયો-રાગ કે સંયોગોની પ્રીતિ છૂટી જાય છે. તેથી તે જીવને પરમાર્થથી જીતેદ્રિય કહેવામાં આવે છે. (સમયસાર ગા. 31) જીતી ઈદ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિýાય વિષે સ્થિત સાધુઓ ભાખે જીતેદ્રિય તેહને. સાધક કહે છે: હે જગતના અદ્વિતીય-સૂર્ય! આપ જ અમારા નેતા અને પિતા છો; અમે આપના બાળક છીએ, ને ભક્તિ કરતા-કરતા આપના માર્ગે ચાલી રહ્યા છીએ.

 

અમારા અંતરમાં અમે એવી દૃઢ ભક્તિથી આપને વસાવ્યા છે કે તેમાં હવે સંસારનો ભય નથી. -જ્યાં ભગવાન વસ્યા ત્યાં ભવ કેવા; ને ભય કેવો? આકાશમાં જે સૂર્યબિંબ દેખાય છે તે તો અચેતન પ્રકાશનો પૂંજ છે; ને હે ભગવાન! આપ તો ચૈતન્યપ્રકાશી સૂર્ય છો; સૂર્ય ગરમ છે, આપ શાંત છો; એરુડટ્ઠદ્મઇડડ્ઢ ડડ્ડદ્યડઠઠડદ્ધડળડણુડ... ઊંડડડ્ડત્ત્ળડટ્ઠ ઢડળડડત્ર્ડણૂડહૃણુડ લોગસ્સ-સૂત્ર દ્વારા સ્તુતિ કરતાં કહે છે કે 24 તીર્થંકરો-કેવળી ભગવંતો ચંદ્ર કરતાંય વધુ નિર્મળ છે ને આદિત્ય-સૂર્ય કરતાંય અધિક પ્રકાશ કરનારા છે. અરે, તીર્થંકરોનું શરીર પણ ચંદ્ર-સૂર્ય કરતાં વધુ ઊજળું ને તેજસ્વી હોય છે ત્યાં કેવળજ્ઞાનની શોભાની તો શી વાત! પ્રભો, આપને આવો કેવળજ્ઞાન-સૂર્ય પૂર્ણ ઉદિત થયો છે ને મારે હજી તેનું પરોઢિયું છે...પણ પરોઢિયા પછી અલ્પકાળમાં પૂરો સૂરજ ઊગવાનો જ છે; અને તેની તત્પરતાપૂર્વક અમે આપનાં ગાણાં ગાઇએ છીએ. આ સૂર્ય તો દિવસે ઊગીને સાંજે અસ્ત થઇ જાય છે, ત્યારે આપને ઉગેલો કેવળજ્ઞાનસૂર્ય હવે કદી અસ્ત થતો નથી, કે તેના ઉપર કર્મના આવરણરૂપ કોઇ ગ્રહણ નથી. પૂર્ણિમાએ ચંદ્રપ્રકાશને તથા અમાસે સૂર્ય-પ્રકાશને રાહુ નડે છે એટલે કે ગ્રહણ થાય છે, પણ પ્રભુએ તો જ્ઞાનાવરણરૂપ રાહુને નષ્ટ કરી નાંખ્યો છે, તેથી પ્રભુના જ્ઞાનમાં હવે કોઇ ગ્રહણ નથી; ને પ્રભુની પ્રતીતવાળા ભક્તને પણ કોઇ રાહુ નડનાર નથી; તે આનંદ કરતો કરતો મોક્ષને સાધશે.આજે જે સૂર્ય અહી દેખાય છે તે કાલે નહી આવે; કાલે બીજો સૂર્ય આવશે; કાલનો સૂર્ય આજે ઐરવતક્ષેત્રમાં પ્રકાશતો હશે, ને કાલે જે ઐરવતમાં હતો તે સૂર્ય આજે અહી આવ્યો છે.-પણ હે નાથ! આપ તો ભરત, ઐરવત કે વિદેહ બધાય ક્ષેત્રોને એક સાથે પ્રકાશનારા છો; તેથી આપ જ જગતના અદ્વિતીય સૂર્ય છો.-આવી ભક્તિ કરનારા જીવને ભવિષ્યમાં સાક્ષાત્ ભગવાનનો ભેટો થશે ને તે પોતે પણ ભગવાન થઇ જશે.

advt02.png