• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૧૮મી. - ચંદ્ર કરતાંય સુશોભિત જ્ઞાનચંદ્ર
नित्योदयं दलित-मोह-महान्धकारं गम्यं न राहु-वदनस्य न वारिदानाम् ।
विभ्राजते तव मुखाब्ज-मनल्प-कान्ति विद्योतयज्-जगद-पूर्व-शशाड्क-बिम्बम् ।।18।।
  નિત્યોદયં દલિત-મોહ-મહાન્ધકારં ગમ્યં ન રાહુ-વદનસ્ય ન વારિદાનામ્ ।
વિભ્રાજતે તવ મુખાબ્જ-મનલ્પ-કાન્તિ વિદ્યોતયજ્-જગદ-પૂર્વ-શશાડ્ક-બિમ્બમ્ ।।18।।

હે પ્રભો! હું આપને ચંદ્ર જેવો કહું?-ના! તેથી પણ આપ વિશેષ છો. આપ સદાય ઉદયરૂપ છો; રાહુ કે વાદળાં ચંદ્રની જેમ આપને ઘેરી શકતા નથી; આપનો ઉદય મોહ-મહાઅંધકારને દૂર કરનારો છે. કોઇ અપૂર્વ ક્રાંતિથી શોભતું આપનું મુખમંડળ જગતમાં અપૂર્વ ઉદ્યોત કરનારું છે. 13 માં શ્લોકમાં પણ આ વાત કરી હતી કે હે દેવ! આપના દિવ્ય તેજ પાસે ચંદ્રનું તેજ પણ ]ાંખુ પડી જાય છે. તે ચંદ્રમાં મોહઅંધકારને દૂર કરવાની તાકાત નથી, ઊલટો તે તો રાત્રે જીવોને મોહમાં (નિંદ્રામાં) નાંખે છે; ત્યારે આપની વાણીનાં કિરણો તો અમને મોહનિંદમાંથી જગાડે છે ને અમારા અજ્ઞાનઅંધકારને ભગાડે છે. જેના અંતરમાં આપનાં જ્ઞાનકિરણનો પ્રવેશ થાય તેના આત્મામાં અજવાળાં થઇ જાય ને કર્મનાં વાદળાં વીખાઇ જાય.-આવા અદ્વિતીયચંદ્ર, હે સર્વજ્ઞ! આપ જ છો. ચંદ્ર કરતાંય આપનામાં વિશેષતા છે.   જુઓ તો ખરા, વીતરાગ ભગવંતની આ ભક્તિ! ભક્ત જ્યાં જુએ ત્યાં ભગવાનનો જ મહિમા દેખે છે; આકાશમાં સૂર્ય-ચંદ્ર દેખતાંય તેને સર્વજ્ઞભગવાન યાદ આવે છે. અંદરમાં ભગવાનને દેખે છે ને બહારમાંય ભગવાનને જ દેખે છે. ભગવાનની ભક્તિના રંગમાં સંસાર ભૂલાઇ જાય છે. રાગ કે સ્વર્ગ તો યાદેય આવતાં નથી બસ, કેવળજ્ઞાન અને ભગવાનપણું જ અંદરમાં ઘૂંટાય છે. જરાક રાગ હોવા છતાં વીતરાગભાવ તરફનું જોર ઊછળે છે.-આનું નામ વીતરાગી ભક્તિ. અરે, લોકો ભગવાનને ઓળખતા નથી.-જેના હાથમાં હથિયાર કે સંગમાં સ્ત્રાળ હોય, જે ખાય-પીએ, જેને રાગ કે રોગ હોય,-તે ભગવાન નહિ; ભગવાન તો પરમ શાંત-વીતરાગ છે, સર્વજ્ઞ છે, જેને સ્ત્રાળ નથી, રાગ નથી, હથિયાર નથી, ભૂખ-તરસ કે રોગ નથી.

 

Bhaktamar-Gatha 18

આવા ભગવાનને ઓળખે તો અંદરના ભગવાન-આત્માની ઓળખાણ થાય. ભગવાનને ઓળખવામાંય જે ભૂલ કરે તે આત્માના સાચા સ્વરૂપને ઓળખી શકે નહીં. અરે, દુનિયાને કયાં ખબર છે કે ભગવાન કેવા હોય! એને તો એમના ભક્ત..સાધક ધર્માત્મા જ ઓળખે છે. એક સારો રાજા પણ પુણ્યપ્રકૃતિથી કેવો શોભે છે!-તો, આ તો ત્રણલોકના ધર્મરાજા-તીર્થંકર...તેમના અંતરમાં સર્વજ્ઞતાનો અતીદ્રિય વૈભવ ને બહારમાં ધર્મસભાનો દિવ્ય વૈભવ તેના મહિમાની શી વાત!! જ્યાં ઉપરથી વિમાનમાં ઈદ્રો ઊતરતા હોય ને પ્રભુચરણે નમતા હોય; સિંહ-વાઘ જેવા તીર્યંચો શાંત થઇને પ્રભુનું મુખ જોતાં હોય, મુનિવરો પ્રભુની સ્તુતિ કરતા હોય, રત્નોની વૃષ્ટિ થતી હોય, અનેક જીવો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પામતા હોય. સાધારણ પુણ્યવાળા જીવોને આવી વાત જોવા-સાંભળવાય કયાંથી મળે!

 

ભગવાનનો આવો અચિંત્ય મહિમા જેના અંતરમાં બેસે તેના મહા સદ્ભાગ્યની શી વાત! એ તો જાણે મોક્ષના દરબારમાં આવ્યો. એકવાર આહારદાન-પ્રસંગની રત્નવૃષ્ટિ વગેરેમાં કોઇએ શંકા કરી ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું કે અરે ભાઇ! આત્માની અચિંત્ય શક્તિના મહિમા પાસે રત્નવૃષ્ટિની શી વાત! પરમાત્મવૈભવ પાસે પુણ્યવૈભવનું શું આýાર્ય! ચૈતન્યની પૂર્ણ પવિત્રતા પ્રગટી તેની સાથેનાં પુણ્ય પણ જગતને માટે આýાર્યકારી છે. અને ધર્મી તો તેમાં પણ ચૈતન્યતત્ત્વની જ મહત્તાને દેખે છે. -જ્યાં તીર્થંકરનો જન્મ થવાનો હોય ત્યાં 1પ માસ સુધી દરરોજ કરોડો અદ્ભુત રત્નોની વૃષ્ટિ થાય છે; અહી આત્મા પરમાત્મા થવા માંડયો, ત્યાં પરમાણુઓ પલટીને રત્નોરૂપ પરિણમવા લાગ્યા. જુઓ તો ખરા...ધર્મ સાથેના સત્ પુણ્યનોય અચિંત્ય પ્રભાવ! હે દેવ! લોકમાં તેજસ્વી મનાતા સૂર્ય-ચંદ્ર પણ આપના મુખમંડળની પ્રભા પાસે તો ]ાંખા લાગે છે; તેમ અતીદ્રિય ચૈતન્યભાવ પાસે ઈદ્રિયભાવો જાણે ચેતનાહીન લાગે છે.-આમ ભગવાનને દેખીને ભવ્યજીવો ભેદજ્ઞાન કરે છે.   હે દેવ! ચંદ્રના ઉદયથી તો (સૂર્યમુખી) કમળ સંકોચાય છે, ત્યારે આપના મુખચંદ્રના દર્શનથી તો ભવ્યકમળ ખીલી ઊઠે છે. ચંદ્ર તો સોળકળાએ ખીલ્યા પછી પાછો સંકોચાવા માંડે છે, આપને જે પૂર્ણ કેવળજ્ઞાનકળા ખીલી તે કદી સંકોચાતી નથી. અને આપની ભક્તિથી અમને સાધકભાવરૂપ જે સમ્યજ્ઞાનકળા ખીલી તે પણ હવે સંકોચાશે નહિ, વૃદ્ધિગત થઇને પૂર્ણ થશે ને આપના જેવા પરમાત્મપદને પામશે. (18) 

advt01.png