• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૧૯મી. - દેહનું દિવ્ય તેજ - આત્માનું અતિન્દ્રિય તેજ..
किं शर्वरीषु शशिना-ऽह्नि विवस्वता वा युष्मन्-मुखेन्दु-दलितेषु तमस्सु नाथ! ।
निष्पन्न-शालि-वन-शालिनी जीव0लोके कार्य कियज्-जलधरै-र्जलभार-नम्रैः ।।19।।
  કિં શર્વરીષુ શશિના-ऽહ્નિ વિવસ્વતા વા યુષ્મન્-મુખેન્દુ-દલિતેષુ તમસ્સુ નાથ! ।
નિષ્પન્ન-શાલિ-વન-શાલિની જીવ0લોકે કાર્ય કિયજ્-જલધરૈ-ર્જલભાર-નમ્રૈ: ।।19।।

હે પરમ દેવ! જ્યાં આપ બિરાજમાન છો તે ધર્મદરબારમાં (સમવસરણમાં) આપના દિવ્ય મુખની એવી પ્રભા પ્રસરી જાય છે કે દિવસ-રાતનો ભેદ રહેતો નથી. આ રીતે આપના મુખની પ્રભા વડે જ જ્યાં અંધકાર દૂર થઇ જાય છે તો પછી ત્યાં રાત્રે ચંદ્રનું કે દિવસે સૂર્યનું શું કામ છે?- જે ખેતરમાં ચોખા વગેરે અનાજ પાકી ગયું છે ત્યાં હવે સજળ-વાદળાંનું શું કામ છે? હે દેવ! આપના અતીદ્રિય જ્ઞાનતેજ પાસે ઈદ્રિયજ્ઞાન તો સાવ ફીIા પડી ગયા. અતીદ્રિયજ્ઞાન ખીલ્યું ત્યાં હવે ઈદ્રિયોનું શું કામ છે? સ્વાનુભૂતિમાં સાધકનું જ્ઞાન પણ ઈદ્રિયોથી પાર રહીને કામ કરે છે. તીર્થંકરપ્રભુની મુદ્રાનું તેજ પણ એવું અદ્ભુત હોય છે કે સૂર્ય­ચંદ્રના તેજ પણ તેની પાસે ઢંકાઇ જાય છે. Eષષભદેવના જન્મ પહેલાં આ ભરતક્ષેત્રમાં (ત્રીજા આરામાં) ભોગભૂમિ હતી ને કલ્પવૃક્ષોમાં એવું તેજ હતું કે તેની પાસે સૂરજ-ચંદ્ર દેખાતા ન હતા. પછી જ્યારે કલ્પવૃક્ષોનાં તેજ ]ાંખા પડવા માડયાં ત્યારે સૂર્ય-ચંદ્ર દેખાવા માંડયાં.
પહેલી વાર તેને દેખીને ભોળા જીવો મૂં]ાયા કે અરે, આકાશમાં આ બે તેજસ્વી ગોળા શેનાં છે? કયાંથી આવ્યા? કાંઇ ઉપાધિ તો નહી કરેને! ત્યારે કુલકરે સમજાવ્યું કે એ તો સૂરજ ને ચાંદો છે; હવે કલ્પવૃક્ષો તેજ નહી આપે ત્યારે આ સૂરજ ને ચાંદ પ્રકાશ આપશે, માટે તેનાથી ડરશો નહિ. અહી તો ભક્ત કહે છે કે હે ભગવાન! અમને જ્ઞાન-પ્રકાશ દેનારા આપ જ્યાં બિરાજો ત્યાં અમને સૂર્ય-ચંદ્રના તેજ પણ ]ાંખા લાગે છે.

 

Bhaktamar-Gatha 19

સૂર્ય-ચંદ્રનો પ્રકાશ તો ઈદ્રિયજ્ઞાનમાં નિમિત્ત છે, ને આપ તો અતીદ્રિયજ્ઞાનનો પ્રકાશ દેનારા છો. આપના દેહનું તેજ પણ કોઇ અલૌકિક-આýાર્યકારી છે ને અંદર આત્માનું ચૈતન્યતેજ પણ અચિંત્ય-આýાર્યકારી છે. જેમ ખેતરમાં ભરપૂર અનાજ પાકી ગયું પછી વરસાદની શી જરૂર? તેમ આપ જ્યાં બિરાજો ત્યાં પ્રકાશ જ છે પછી સૂર્ય-ચંદ્રની શી જરૂર? અને આત્મામાં અતીદ્રિયજ્ઞાન ખીલ્યું ત્યાં ઈદ્રિયોની કે તેના નિમિત્તરૂપ સૂર્ય-ચંદ્રના પ્રકાશની શી જરૂર? જ્ઞાનતેજ ખીલી ગયું ત્યાં હવે પ્રકાશ-ઈદ્રિય વગેરેની પરાધીનતા રહેતી નથી.

 

તેનો અદ્ભુત મહિમા પ્રવચનસારમાં કુંદકુંદદેવે સમજાવ્યો છે. પ્રવચનસાર ગા. 67 માં કહે છે કે જો અંધારામાં દેખાય એવી આંખની જ શક્તિ હોય તો (બિલાડી વગેરેને) દીવાની શી જરૂર છે? તેમ જો આત્મા પોતે જ સ્વભાવથી જ સુખરૂપ પરિણમ્યો છે તો વિષયો તેને શું કરે છે? હે દેવ! આપનું જ્ઞાન અને સુખ બંને બાહ્ય-વિષયોથી નિરપેક્ષ છે, સ્વાધીન સ્વયંભૂ છે. પ્રભો, આપની પ્રાપ્તી થતાં અમારા આત્મામાં જ્ઞાનપ્રકાશ થયો, અજ્ઞાનઅંધારા દૂર થઇ ગયા. તેને માટે હવે સૂર્ય-ચંદ્રની કોઇ જરૂર નથી; ચૈતન્યના અતીદ્રિય સુખ પાસે હવે બાહ્ય વિષયોની જરૂર નથી.
વળી આપના શાસનને પામીને અમારા ચૈતન્યખેતરમાં ધર્મના પાક પાકયા ત્યાં હવે જગતમાં બીજા કોઇ દેવોનું અમારે શું કામ છે? અરે, ધર્મનો બગીચો ગુણોથી ખીલ્યો તેમાં પુણ્યની કે રાગનીયે અપેક્ષા હવે ક્યાં છે? ચૈતન્યના અંતરમાંથી ધર્મનું પરિણમન થયું તેમાં બાહ્ય સાધનનું કોઇ પ્રયોજન નથી.
પ્રભો! આપની સન્મુખ જોતાં જ મોહઅંધારા દૂર થઇ જાય છે, ને બધા સંશય મટી જાય છે, જો આપ સર્વજ્ઞદેવ અમને મળ્યા તો હવે બહારમાં બીજા કોઇનું પ્રયોજન નથી. આવા ભક્તિભાવપૂર્વક ધર્મીજીવ પોતાની પરિણતિને પરભાવોથી પાછી વાળીને અંતર્મુખ લઇ જાય છે...એ સ્તુતિનું તાત્પર્ય છે. (19)

advt05.png