• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૨૨મી. - સર્વજ્ઞના કેવળજ્ઞાના રૂપી દિપકની અદભૂતતા..
स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वद्रुपमं जननी प्रसूता ।
सर्वा दिशो दधति भानि सहस्ररश्मिं प्राच्येव दिग्जनयति स्फुरंदशुजालम् ।।22।।
  સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન્ નાન્યા સુતં ત્વદ્રુપમં જનની પ્રસૂતા ।
સર્વા દિશો દધતિ ભાનિ સહસ્રરશ્મિં પ્રાચ્યેવ દિગ્જનયતિ સ્ફુરંદશુજાલમ્ ।।22।।

Bhaktamar-Gatha 22

ભગવાન ઋષષભદેવ આ સ્તુતિના સ્તુત્ય છે; માનતુંગ આચાર્ય સ્તુતિકાર છે, પરિણામની વિશુદ્ધિ એટલે કે વીતરાગભાવની વૃદ્ધિ તે સ્તુતિનું ફળ છે.
જે પરમાત્માના માર્ગમાં ભળ્યા છે એવા ધર્માત્મા, પરમાત્માની સ્તુતિ વડે, પરમાત્મા થવાની પોતાની ભાવનાને પુષ્ટ કરે છે. તેમાં ભગવાનની સાથે તેમની માતાને પણ યાદ કરીને તેનો મહિમા કરે છે:
હે દેવ! આપ તો જગતમાં અદ્વિતીય, ને આપને જન્મ દેનારી માતા પણ જગતમાં અદ્વિતીય! જગતમાં સ્ત્રાળ તો સેંકડો છે ને તે સેંકડો પુત્રોને જન્માવે છે, પરંતુ આપના જેવા હોનહાર-તીર્થંકરપુત્રને જન્મ દેનારી તો આપની માતા એક જ છે, બીજી કોઇ તેવી સ્ત્રાળ જગતમાં નથી. મનુષ્યોમાં તીર્થંકરો જ એવા છે કે જેઓ મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાન સહિત અવતરે છે, બીજા બધા મનુષ્યો બે જ જ્ઞાનસહિત જન્મે છે. આવા ત્રણજ્ઞાનસહિત અદ્વિતીય પુત્રને જન્મ દેનારી માતા પણ જગતમાં અદ્વિતીય છે. આમાં એ ન્યાય પણ આવી જાય છે કે તીર્થંકરની જનની તીર્થંકરને એક ને જ જન્મ આપે છે, તેને બીજું સંતાન હોતું નથી. અહા, જે જનેતા તીર્થંકરની મા કહેવાણી તેના મહિમાની શી વાત! એને તો જગતમાતા કહીને ઈદ્રો પણ તેનું સન્માન કરે છે. જેમ સામાન્ય તારલિયા તો આકાશમાં ચારેકોર બધી દિશામાં ઊગે છે, પરંતુ હજારો કિરણોથી ]ળહળતા સૂર્યને તો પૂર્વ દિશા જ પ્રગટ કરે છે. તેમ જગતની સેંકડો સ્ત્રાળઓ અનેક પુત્રોને ભલે જણે, પણ આપના જેવા અસાધારણ-તીર્થંકરપુત્રને જન્મ દેવાનું સુભાગ્ય શું બધી સ્ત્રાળને મળે છે?-ના, એ સુભાગ્ય તો ફક્ત આપની માતાને એકને જ છે. જગતમાં સેંકડો-લાખો-કરોડો પુત્રો થાય છે,-પણ આપના જેવા કેટલા?-આપના જેવા તો આપ એક જ છો. આપ જગતમાં અદ્વિતીય છો, આપની માતા પણ જગતમાં અદ્વિતીય છે...તેને `રત્નકૂંખધારિણી' કહીને ઈદ્ર પણ બહુમાન કરે છે. પુત્ર (તીર્થંકર) તો તદ્ભવ-મોક્ષગામી, ને એની માતા પણ એક ભવ પછી મોક્ષગામી.-એ`ધન્ય અવતાર!' ઈદ્ર કહે છે: હે માતા! તમારો તે પુત્ર છે પણ અમારો તો નાથ છે, આખા જગતનો તે નાથ છે; જગતના જીવોને મોક્ષપંથ બતાવીને તેમનો ઉદ્ધાર કરશે. લોકો કહે છે-એ`નારી નરકની ખાણ' પણ હે માતા! આપ તો તીર્થંકરની ખાણ છો...તીર્થંકર જેવું અજોડ રત્ન આપના ઉદરમાં પાકયું છે...તમે વીરપુત્રની જનેતા છો.-આમ માતાના મહિમા દ્વારા પણ ખરેખર તીર્થંકરની સ્તુતિ કરે છે. કે અહા, તે પુત્રનો અવતાર ધન્ય છે કે જેણે આ ભવમાં જ પરમાત્મપદને સાધી લીધું.
હે દેવ! જેના ઉદરમાં આપ બિરાજ્યા તે સ્ત્રાળ પણ ધન્ય બની, તો અમારા હૃદયમાં આપ બિરાજો છો તેથી અમારું જીવન પણ અમે ધન્ય સમજીએ છીએ. જેમ આપ જેના અંતરમાં બિરાજ્યા તે માતા પણ અશુચી વગરની પવિત્ર હોય છે, તો અમારા અંતરમાં આપ બિરાજો ને અમે પવિત્ર ન થઇએ એમ કેમ બને? જેના અંતરમાં આપ વસ્યા તેના અંતરમાં મિથ્યાત્વાદિની મલિનતા રહે નહિ; એટલે આપનો ભક્ત પવિત્ર થઇને મોક્ષને સાધી લ્યે છે. અહા, મુક્ત પરમાત્મા જેના અંતરમાં વસ્યા તે જીવ મોક્ષગામી ન હોય એમ બને નહિ. આમ ભગવાનના ભક્તને પોતાના મોક્ષના નિ:શંક ભણકાર અંદરથી આવી જાય છે. ભગવાન્! તમારા માતા­પિતા નિયમથી મોક્ષગામી છે તો અમે તમારા ભક્તો પણ મોક્ષગામી જ છીએ.-આવા અંતરના ભાવસહિતની આ સ્તુતિ છે. (22)

advt08.png