• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૨૪મી. - ગુણવાચક શબ્દો દ્વારા પ્રભુની સ્તુતિ
त्वा-मव्ययं विभु-मचिन्त्य-मसड्ख-माद्यं ब्रह्माण-मीश्वर-मनन्त-मनड्गकेतुम् ।
योगीश्वरं विदितयोग-मनेक-मेकं ज्ञान-स्वरुप-ममलं प्रवदन्ति सन्तः ।।24।।
  ત્વા-મવ્યયં વિભુ-મચિન્ત્ય-મસડ્ખ-માદ્યં બ્રહ્માણ-મીશ્વર-મનન્ત-મનડ્ગકેતુમ્ ।
યોગીશ્વરં વિદિતયોગ-મનેક-મેકં જ્ઞાન-સ્વરુપ-મમલં પ્રવદન્તિ સન્ત: ।।24।।

હે દેવ! આપ અવ્યય, વિભુ અને અચિંત્ય છો; સંખ્યાતીત, આદ્ય બ્રહ્મા અને ઇશ્વર છો; આપ અનંત અને અનંગકેતુ છો; યોગને જાણનારા આપ જ યોગીશ્વર છો; અનેક તેમજ એક પણ આપ જ છો; વળી આપ જ્ઞાનસ્વરૂપ અને અમલ છો;-આ રીતે ગુણવાચક નામો વડે સંત-જ્ઞાનીજનો આપનું સ્તવન કરીને, આપના સ્વરૂપનો મહિમા પ્રસિદ્ધ કરે છે. અવ્યય:-જે ુવ-મોક્ષપદ આપે પ્રાપ્ત કર્ય઼ું, જે સિદ્ધ દશા ઉત્પન્ન થઇ, તેનો હવે કદી વ્યય નહીં થાય, તેથી આપ અવ્યય છો. સ્વર્ગના દેવોને `અમર' કહેવાય છે તે દીર્ઘ આયુને હિસાબે કહેવાય છે, પરંતુ અંતે તો તે પણ ત્યાંથી ચ્યુત થઇને બીજી ગતિમાં અવતરે છે, તે કાંઇ અવ્યય નથી; એટલે પુણ્યપદવી અવ્યય નથી; વ્યય વગરનું ખરું અમર ુવ રહેનાર તો કેવળજ્ઞાન અને સિદ્ધપદ છે, વ્યય વગરનો તેનો ઉત્પાદ છે; તે આત્માના સ્વભાવથી થયેલ હોવાથી અવ્યયરૂપ રૂપ છે - ુવરૂપ છે. આવા સિદ્ધપદને પામેલા હે દેવ! આપ જ અવ્યય છો; અમારે પણ એવું જ ુવપદ સાધ્ય છે તેથી તેને લક્ષમાં લઇને આપનું સ્તવન કરીએ છીએ. પુણ્ય-પાપ કે તેનાં ફળ અુવ-નાશવંત છે, તે અમને ઈષ્ટ નથી. આત્માના ુવ સ્વભાવને અવલંબનારું અવિનાશી સિદ્ધપદ જ અમને ઈષ્ટ છે. જે ફરીને સંસારમાં અવતાર લ્યે તે પરમાત્મા ન કહેવાય, એ તો રાગી-દ્વેષી સંસારી છે. મોક્ષ પામેલા પરમાત્મા ફરીને કદી સંસારમાં અવતરે નહી. આવા અવ્યય-પરમાત્મા હે જિનદેવ! આપ જ છો. વિભુ:-હે જિનદેવ! વિભુ પણ આપ જ છો, કેમકે પોતાના અનંત સ્વધર્મોમાં તન્મયરૂપે વ્યાપીને આપ રહેલા છો. અથવા, કેવળજ્ઞાન પછી જ્યારે આપે મોક્ષની તૈયારીરૂપે સમુદ્ઘાત (આત્મપ્રદેશોનો વિસ્તાર) કર્યો ત્યારે એક સમય માટે આપના આત્મપ્રદેશો આખા લોકમાં સર્વક્ષેત્રે વ્યાપી ગયા, તે અપેક્ષાએ પણ આપ સર્વવ્યાપી વિભુ છો. આવું સર્વવ્યાપીપણું કેવળી ભગવાન સિવાય બીજાને હોતું નથી; જૈનધર્મમાં જ તે હોય છે. આ રીતે હે દેવ! સર્વવ્યાપી વિભુ આપ જ છો, બીજો કોઇ આત્મા સર્વવ્યાપી નથી. વળી જ્ઞાનની સર્વેને જાણવાની શક્તિ આપનામાં જ છે, લોકઅલોક સર્વ જ્ઞેયોમાં આપનું કેવળજ્ઞાન વ્યાપે છે (સર્વેને જાણે છે) તે અપેક્ષાએ પણ આપ લોકાલોક સર્વજ્ઞેયોમાં વ્યાપક વિભુ છો. આ જ્ઞાનની સર્વજ્ઞશક્તિ બતાવવા નિમિત્તથી કથન છે; પરમાર્થથી સર્વજ્ઞશક્તિ કયાંય બહારમાં નહિ પણ પોતાના અસંખ્યપ્રદેશમાં રહેલા અનંત ગુણ-પર્યાયોમાં જ સર્વત્ર વ્યાપીને રહેલા વિભુ છે. આવી વિભુતા હે દેવ આપનામાં જ છે; અને અમારો આત્મા પણ અમારા સર્વગુણ-પર્યાયોમાં વ્યાપક છે-એમ આપે અમને અમારું વિભુત્વ દેખાડયું છે. સમયસારના પરિશિષ્ટમાં શુદ્ધ જ્ઞાનપરિણમનમાં રહેલી અનંત શક્તિમાંથી 47 શક્તિઓનું અદ્ભુત વર્ણન કર્ય઼ું છે; તેમાં જીવત્વ, સ્વચ્છતા, પ્રભુતા, વિભુત્વ, કર્તૃત્વ વગેરે આત્મશક્તિઓ બતાવી છે. તે દરેક ગુણવાચક નામથી ભગવાન-આત્માને ઓળખી શકાય છે. જેમકે-હે પ્રભો! આપ સ્વચ્છ છો, આપનું સ્વસંવેદન અત્યંત સ્પષ્ટ-પ્રત્યક્ષ છે; આપ અનંત નિજગુણોમાં વ્યાપક વિભુ છો; આપ આત્મિક ગુણોથી શોભાયમાન અખંડ પ્રતાપવંત પ્રભુ છો; આપ શુદ્ધ સ્વપરિણામના કર્તા છો, આપ જ તેના સાધન (કરણ) છો; આપ અતીદ્રિય આનંદના ભોક્તા છો; આપ રાગાદિ વિભાવના અકર્તા-અભોક્તા છો.-આ પ્રમાણે અનેક સંત­વિદ્વાનોએ વિધવિધ ગુણવાચક નામોથી સર્વજ્ઞ પરમાત્માની સ્તુતિ કરી છે. અને જેટલા સર્વજ્ઞ પરમાત્માના વિશેષણ છે તે બધાય આ જીવના સ્વભાવમાં પણ લાગુ પડે છે. એટલે સર્વજ્ઞદેવની સ્તુતિના બહાને આત્માનો શુદ્ધ સ્વભાવ લક્ષમાં લેતાં સાધકભાવ શરૂ થાય છે, ને તેના બહુમાન વડે સાધકભાવ વધતાં વધતાં અંતે તેવો સ્વભાવ પ્રગટ કરીને આત્મા પોતે પરમાત્મા થઇ જાય છે.

 

Bhaktamar-Gatha 24

-આવા ભાવો સર્વજ્ઞની આ સ્તુતિમાં ભર્યા છે; સાધ્યની સ્તુતિદ્વારા પોતાના સાધકભાવની પુષ્ટિ કરી છે. પ્રશ્ન:-ભૂતકાળ અનાદિ છે, ભવિષ્યકાળ અનંત છે, આકાશક્ષેત્ર અનંત છે; આપે કહ્યું કે વિભુ-આત્મા `સર્વજ્ઞ' છે, તો તે સર્વજ્ઞ `અનાદિ-અનંત' ને કઇ રીતે જાણે? જો જાણે તો તો જ્ઞાનમાં તેનો છેડો આવી ગયો? ઉત્તર:-હે ભાઇ! સર્વજ્ઞની શક્તિ કોઇ અચિંત્ય અદ્ભુત છે, તે શક્તિની અનંતતા સૌથી મહાન છે. આકાશપ્રદેશોની અનંતતા કરતાંય જ્ઞાનશક્તિની અનંતતા મહાન અનંતગુણી છે. જ્ઞાનની અનંત ગંભીરતામાં આકાશનું અનંતપણું કે કાળનું અનાદિ-અનંતપણું કયાંય ઊંડે (જ્ઞેયપણે) સમાઇ જાય છે. અનંત આકાશ ને અનાદિઅનંત કાળ, જ્ઞાનમાં પરિપૂર્ણ જણાઇ જવા છતાં કાંઇ તે આદિ-અંતવાળા થઇ જતા નથી; `અનાદિ' અનાદિરૂપે રહીને અને `અનંત' અનંતરૂપે રહીને જ્ઞાનમાં જ્ઞેયરૂપે જણાય જાય છે, એવી કોઇ અચિંત્ય અનંત મહાનતા જ્ઞાનમાં છે; જો `અનાદિ' ને પણ એઆદિ-વાળું જાણે, કે `અનંત' ને પણ `અંતવાળું' જાણે તો તો તે જ્ઞાન મિથ્યા ઠરે. અનાદિને અનાદિરૂપે ને અનંતને અનંતરૂપે જ જો જ્ઞાન ન જાણે તો તે જ્ઞાનને પૂર્ણ કે દિવ્ય સામર્થ્યવાળું કોણ કહે? `અનાદિની શરૂઆત કયારે થઇ' એવો પ્રüા તે તો એ`મારા મોઢામાં જીભ નથી'’ એમ બોલવા જેવું (સ્વવચન-વિરોધ) છે. ભાઇ, સર્વજ્ઞનું સ્વરૂપ ઘણું ગંભીર છે. તર્કથી એનો પાર નહી પમાય. આકાશની અનંતતા કરતાંય જ્ઞાનની અનંતતા ઘણી ગંભીર મહાન અનંતગુણી છે; તે અનંતજ્ઞાનસામર્થ્યની પ્રતીત કરવા જતાં જ્ઞાન અતીદ્રિય અને નિર્વિકલ્પ થઇ જાય છે. આવા અચિંત્ય જ્ઞાનસ્વભાવની પ્રતીતનો ઘણો જ મહિમા છે. સમ્યગ્દૃષ્ટિ જીવો જ તેની પ્રતીત કરી શકે છે. અચિંત્ય:-હે સર્વજ્ઞદેવ! આપનું સ્વરૂપ અચિંત્ય છે, તે વાણી કે વિકલ્પોથી પાર છે. મનના વિકલ્પ વડે તે પકડાતું નથી, અતીદ્રિયજ્ઞાન વડે જ તે અનુભવમાં આવે છે.
કેવળજ્ઞાનની જેમ સાધકના સમ્યક્ત્વાદિ ભાવો પણ અતીદ્રિય ને અચિંત્ય છે એટલે ઈદ્રિયોથી ને મનથી પાર છે. મિથ્યાદૃષ્ટિ જીવો અનુભવ વગર માત્ર મનની કલ્પનાથી કે વિકલ્પથી આપના સ્વરૂપની કલ્પના કરે છે, પણ વાસ્તવિક સ્વરૂપ તેમના ચિંતનમાં આવી શકતું નથી. મનના વિકલ્પથી આત્માના શુદ્ધ સ્વરૂપને જે પકડવા માંગે છે તેણે આત્માને સ્થૂળ માન્યો છે, તેને આત્માના અતીદ્રિયસ્વરૂપનો સાચો નિર્ણય પણ નથી, પરમાત્માનેય તે ઓળખતો નથી. પરમાત્મા તે ઈદ્રિયજ્ઞાનનો વિષય નથી, પણ અતીદ્રિય જ્ઞાનમાં સ્વસંવેદનથી તે ગમ્ય છે, અનુભવમાં આવે છે. આ રીતે સ્તુતિદ્વારા આત્માના સ્વસંવેદનની એટલે કે ધર્મના અનુભવની રીત પણ બતાવી દીધી.
અસંખ્ય:-હે દેવ! આપનામાં સંખ્યાતીત ગુણો છે, સંખ્યા વડે તેની ગણતરી થઇ શકે નહિ. જ્ઞાનના અનુભવમાં બધા ગુણ એકસાથે આવી જાય છે, પણ ભેદ પાડીને સંખ્યા વડે તેની ગણતરી થઇ શકતી નથી. આદિપુરુષ:-હે Eષષભદેવ! ભરતક્ષેત્રની આ ચોવીસીમાં આપ પહેલા તીર્થંકર છો, તેથી ધર્મયુગના આદિપુરુષ છો.

 

તીર્થંકરો તો અનાદિથી થયા જ કરે છે, પણ અમારે માટે આ ચોવીસીમાં આપ આદ્ય છો. બહ્મા:-બ્રહ્મસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન હોવાથી બધાય ભગવંતો બ્રહ્મા છે, પોતપોતાની ધર્મસૃષ્ટિના રચનારા છે. બ્રહ્માનું સ્વરૂપ એવું નથી કે આ જગતની રચના કરે. જડ-ચેતનરૂપે આ જગત અનાદિ સ્વયંસિદ્ધ છે, તેને રચનારા કોઇ બ્રહ્મા નથી. પણ હે આદિનાથ જિનેદ્ર! આ યુગમાં ભવ્યજીવોને માટે મોક્ષમાર્ગ બતાવીને આપે ધર્મસૃષ્ટિની રચના કરી; પોતાના આત્મામાં શુદ્ધોપયોગરૂપ ધર્મની રચના કરી; ને ઉપદેશ વડે ભવ્યજીવોમાં ધર્મની રચના કરી, તેથી આપ જ સાચા બ્રહ્મા છો. બ્રહ્માનું આવું સ્વરૂપ જે ઓળખે તેને બહારમાં સૃષ્ટિના કર્તૃત્વની કે પરમાં કર્તૃત્વની ભ્રમણા છૂટી જાય. હે દેવ! અમારા આત્મામાં સમ્યગ્દૃર્શનાદિ ધર્મની સૃષ્ટિ ઉત્પન્ન થવામાં આપ જ નિમિત્તરૂપ છો, તેથી આપને જ અમે બ્રહ્મા જાણીએ છીએ. ઇશ્વર:-ચૈતન્યના નિજગુણનો જે અનંત વૈભવ, તેના સ્વામી હોવાથી આપ જ ઇશ્વર છો. આત્માનું કેવળજ્ઞાન-સુખ વગેરે જે અનંત ઐશ્વર્ય તેમજ બહારમાં સમવસરણની દિવ્ય વિભૂતિરૂપ ઐશ્વર્ય, તેના સ્વામી હોવાથી જ્ઞાની-સંતો આપને જ ઇશ્વર તરીકે સંબોધન કરે છે. બીજા કોઇ જગતકર્તા ઇશ્વર નથી. `કર્તા ઇશ્વર કો નહિ; ઇશ્વર શુદ્ધ સ્વભાવ.'’ ઇશ્વરના આવા સર્વજ્ઞ- વીતરાગ સ્વરૂપની ઓળખાણ જૈનધર્મમાં જ છે, લોકો ઇશ્વરનું બીજું કલ્પિત સ્વરૂપ માને છે તે યથાર્થ નથી. અનંત:-હે દેવ! અનંત ગુણના વૈભવથી ભરેલા આપ અનંતસ્વરૂપ છો; આપના જ્ઞાન વગેરેનું સામર્થ્ય પણ અનંત છે. અનંગ-કેતુ:-અનંગ એટલે કામ-ભોગ; કેતુ એટલે પૂંછડીઓ તારો (ધૂમકેતુ વગેરે...) લોકોમાં પૂંછડીયા તારા (કેતુ) નો ઉદય નાશનું ચિહ્ન મનાય છે; તેમ હે દેવ! આપ કામભોગના નાશક હોવાથી અનંગ-કેતુ છો; આપનો ઉદય જગતના કામ-ભોગની વાસનાનો નાશ કરનાર છે, આપની દિવ્યવાણી ભવ્યજીવોને વિષય-કષાયોનો નાશ કરાવીને અશરીરી સિદ્ધપદ દેનારી છે. તેથી હે દેવ! સંતો આપને જ અનંગકેતુ કહે છે. યોગીશ્વર:-અહા, શુદ્ધ ઉપયોગ વડે ચૈતન્યનું ધ્યાન કરનારા આપ જ પરમ યોગીશ્વર છો. રાગ વગરના શુદ્ધ-ઉપયોગનું સ્વરૂપ જાણનારા આપ જ `િવદિત-યોગ' છો. ને યોગી­શુદ્ધોપયોગી મુનિઓ તેમાં આપ શ્રેષ્ઠ છો તેથી સાચા યોગીશ્વર આપ જ છો. જેને આત્મગુણોનો પ્રેમ હોય તેને તો આવા વિધવિધ ગુણો વડે સર્વજ્ઞની સ્તુતિ કરવામાં ને એ રીતે આત્મગુણોનું ચિંતન કરવામાં રસ પડે છે-મજા આવે છે. જેને આત્માના ગુણોની ઓળખાણ નથી તેને આવી સ્તુતિનો ઉલ્લાસ નથી આવતો. આમાં તો પરમાત્માની ઓળખાણ સહિત ભક્તિનો અપૂર્વ ઉલ્લાસ છે.
અનેક તેમજ એક:- હે પરમાત્મા! વસ્તુરૂપે આપ એક છો, ને તેમાં જ રહેલા દ્રવ્ય-ગુણ-પર્યાય ઉત્પાદ-વ્યય-ુવતા અસ્તિત્વ-નાસ્તિત્વ એવા અનેક ધર્મસ્વરૂપ આપ જ છો. એકપણું તેમજ અનેકપણું બંનેને એક સાથે પોતામાં રાખનાર એવું આýાર્યકારી અનેકાન્તસ્વરૂપ આપે જ અમને . બતાવ્યું છે અંતર દૃષ્ટિ વડે તેનું ચિંતન આનંદ ઉપજાવનારું છે.
જ્ઞાનસ્વરૂપ અને અમલ:-હે પ્રભો! આપ પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છો, ને દરેક આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ આપે બતાવ્યું છે. તથા કષાય-કલંકથી રહિત આપ જ અમલ-મલિનતા રહિત પવિત્ર છો.
અહા, જ્ઞાનનો પાર નહિ ને રાગ જરાય નહિ, જ્ઞાનની પૂર્ણતા ને રાગની શૂન્યતા, આવું આપનું સ્વરૂપ અમારા આત્માના શુદ્ધસ્વરૂપને પ્રસિદ્ધ કરીને દેખાડે છે. હે નાથ! યોગી-સંતો આ રીતે અનેક ગુણવડે આપને ઓળખીને સ્તુતિ કરે છે. મિથ્યાબુદ્ધિ જીવ આપને ઓળખી શકતો નથી, તેથી તે આપની સમ્યક્ સ્તુતિ પણ કરી શકતો નથી; ધર્માત્મા-જ્ઞાની-સંતો જ આપને ઓળખીને આપની સમ્યક્ સ્તુતિ કરે છે. (હજી ત્રીજા શ્લોકમાં પણ ગુણવાચક નામોથી પ્રભુની સ્તુતિ કરશે.) (24)

advt07.png