• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૨૫મી. - ગુણવાચક શબ્દો દ્વારા પ્રભુની સ્તુતિ
बुद्ध स्त्वमेव विबुधार्चित-बुद्धि-बोधात् त्वं शड्करोऽसि भुवन-त्रय-शड्कर-त्वात् ।
धाताऽसि धीर! शिवमार्ग-विधे-र्विधानात् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ।।25।।
  બુદ્ધ સ્ત્વમેવ વિબુધાર્ચિત-બુદ્ધિ-બોધાત્ ત્વં શડ્કરોऽસિ ભુવન-ત્રય-શડ્કર-ત્વાત્ ।
ધાતાऽસિ ધીર! શિવમાર્ગ-વિધે-ર્વિધાનાત્ વ્યક્તં ત્વમેવ ભગવન્ ! પુરુષોત્તમોऽસિ ।।25।।

Bhaktamar-Gatha 25

જુઓ, આ જ્ઞાની-મુનિદ્વારા અરિહંત પરમાત્માની સ્તુતિ ચાલે છે. વિબુધજનો વડે એટલે કે આત્મજ્ઞ સંતો વડે પૂજિત એવા હે જિન પરમાત્મા! કેવળજ્ઞાન-બુદ્ધિરૂપ સર્વોત્કૃષ્ટ બોધને લીધે આપ જ `બુદ્ધ' છો; અથવા બુદ્ધિમાન ઈદ્રાદિ વડે પૂજ્ય હોવાથી આપ બુદ્ધ છો. ત્રણ લોકને માટે શં-કર એટલે કે કલ્યાણના કારણ હોવાથી ખરેખરા `શંકર' આપ જ છો; હે ધીરપુરુષ! મોક્ષમાર્ગની વિધિના વિધાયક હોવાથી આપ `િવધાતા' છો, અર્થાત્ મોક્ષસુખનું નિર્માણ કરવાથી આપ `બ્રહ્મા' છો. હે ભગવન્! પ્રસિદ્ધપણે આપ જ પુરુષોત્તમ...સર્વોત્કૃષ્ટ પુરુષ...પરમાત્મા છો. આવું આપનું સમ્યક્ સ્વરૂપ ઓળખીને અમે-વિબુધજનો આપને જ શંકર-બુદ્ધ-વિધાતા-બ્રહ્મા કે પુરુષોત્તમરૂપે માનીને ઉપાસીએ છીએ. આનાથી વિપરીત સ્વરૂપવાળા-ક્રોધી-મોહી-રાગી-દ્વેષી કોઇ જીવોને અમે ઉપાસતા નથી, તેમને ભગવાન તરીકે સ્વીકારતા નથી. બુદ્ધ:-હે જિનેશ! કેવળજ્ઞાનરૂપ સર્વોત્કૃષ્ટ બુદ્ધિના સ્વામી હોવાથી `બુદ્ધ'’ભગવાન આપ જ છો. એકેક સમયમાં ઉત્પાદ-વ્યય-ૌવ્યરૂપ વસ્તુને આપે જ કેવળજ્ઞાન વડે જાણી છે. અન્ય જીવો (કુદેવો) ભલે સર્વજ્ઞ હોવાનું મિથ્યાઅભિમાન રાખતા હોય, પણ વસ્તુને એકાંત-કૂટસ્થ કે એકાન્ત-ક્ષણભંગુર માનનારા તે કોઇ બુદ્ધ નથી, તેમને વસ્તુસ્વરૂપનો સાચો બોધ નથી, તેથી તેઓ તો અબુધ છે. ઈદ્ર-ચક્રવર્તી-ગણધર વગેરે વિદ્વાન-આત્મજ્ઞવિબુધજનો આપને જ બુદ્ધ તરીકે પૂજે છે. શંકર:-બુદ્ધ શંકર વગેરે નામ વાંચીને ભડકવું નહિ, કેમકે આ તો બધા અરિહંત દેવના ગુણવાચક નામો છે. અરિહંત પરમાત્મા જ સાચા શં-કર એટલે કલ્યાણ કરનારા છે. ભગવાનનો ઉપદેશ કલ્યાણમાર્ગ-મોક્ષમાર્ગ દેખાડીને ત્રણ જગતનું હિત કરનાર છે. ભગવાન પોતે ન તો કોઇ સ્ત્રાળમાં લલચાયા, કે ન કોઇ ઉપર ક્રોધ કર્યો. જે સ્ત્રાળમાં મોહિત થાય કે ક્રોધ કષાય વડે કોઇને બાળી નાંખે એને તે શંકર કોણ કહે? સર્વજ્ઞ વીતરાગ થઈને જેમણે સ્વયં પોતાનું કલ્યાણ કર્ય઼ું, ને કલ્યાણનો માર્ગ બતાવીને ત્રણ જગતના જીવોને હિતનું કારણ થયા, એવા હે જિનેદ્રદેવ! આપ જ અમારા `શં-કર ભગવાન છો, કલ્યાણ કરનારા છો. ટ્ટટ્ટટ્ટ:-હે દેવ! આપ પરમ ધીર છો. ત્રણકાળ ત્રણલોકને એકસાથે જાણતા હોવા છતાં આપનું જ્ઞાન ધીર છે-શાંત છે, તેમાં જરાય આકુળતા નથી. જગતના સુખમાં આપ લલચાતા નથી કે જગતના દુ:ખો દેખીને આપનું ધૈર્ય ખૂટતું નથી, ખેદ થતો નથી. આવું વીતરાગી ધૈર્ય આપના સિવાય બીજા કોઇમાં નથી. બ્રહ્મા-વિધાતા:-મોક્ષમાર્ગનું જે વિધાન, તે બતાવનારા વિધાતા આપ જ છો. સૃષ્ટિના ઉત્પાદક તો કોઇ વિધાતા કે બ્રહ્મા છે જ નહી; પણ ભવ્યજીવોની પર્યાયમાં મોક્ષમાર્ગરૂપ સૃષ્ટિ (-પર્યાયના) રચનારા વિધાતા આપ છો તેથી આપ જ બ્રહ્મા છો. ખરેખર ભગવાન કોઇ બીજા જીવોના કર્તા નથી, પણ મોક્ષમાર્ગની રીત બતાવી, વિધિ બતાવી તે અપેક્ષાએ તેઓ વિધાતા છે. હે દેવ! આપના દ્વારા મોક્ષમાર્ગની વિધિ જાણીને અમે અમારા આત્મામાં તેની રચના કરી, તેમાં આપ ઉપકારી છો. આમ પોતે મોક્ષમાર્ગને ઉપાસતા થકા સાધક જીવો સર્વજ્ઞ ભગવાનની સ્તુતિ કરે છે. પુરુષોત્તમ ઃ- સર્વ પુરુષોમાં શ્રેષ્ઠ તીર્થંકર પરમાત્મા આપ જ છો. હે દેવ ! મોક્ષનો શ્રેષ્ઠ પુરુષાર્થ કરનારા આપ જ પુરુષોત્તમ છો. આ રીતે અન્ય કુદેવોનું નિરાકરણ કરીને, સમ્યક્ ગુણઓવડે ભગવાનનું સ્વરૂપ ઓળખીને તેમની સ્તુતિ કરી છે. આવા ગુણસ્વરૂપે ભગવાનને ઓળખીને હવેના શ્લોકમાં અત્યંત બહુમાનપૂર્વક વારંવાર નમસ્કાર કરે છે.ની રીત પણ બતાવી દીધી. અસંખ્ય:-હે દેવ! આપનામાં સંખ્યાતીત ગુણો છે, સંખ્યા વડે તેની ગણતરી થઇ શકે નહિ. જ્ઞાનના અનુભવમાં બધા ગુણ એકસાથે આવી જાય છે, પણ ભેદ પાડીને સંખ્યા વડે તેની ગણતરી થઇ શકતી નથી.

advt05.png