• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૨૬મી. - અહો દેવ.. આપને નમસ્કાર.. નમસ્કાર.. નમસ્કાર..
तुभ्यं नम-स्त्रिभुवनाऽऽर्तिहराय नाथ ! तुभ्यं नमः क्षिति-तलाऽमल-भूषणाय ।
तुभ्यं नम-स्त्रिजगतः परमेश्वराय तुभ्यं नमो जिन ! भवोदधि-शोषणाय ।।26।।
  તુભ્યં નમ-સ્ત્રિભુવનાऽऽર્તિહરાય નાથ ! તુભ્યં નમ: ક્ષિતિ-તલાऽમલ-ભૂષણાય ।
તુભ્યં નમ-સ્ત્રિજગત: પરમેશ્વરાય તુભ્યં નમો જિન ! ભવોદધિ-શોષણાય ।।26।।

જુઓ તો ખરા, ભક્તને ભગવાન પ્રત્યેનું બહુમાન! પરમાત્માને વારંવાર નમસ્કાર કરીને તે પરમાત્મપદ તરફ પોતાની પરિણતિને ]ષકાવી છે. જેઓ પોતે સાધુ છે-પરમેષ્ઠીપદમાં વર્તે છે એવા માનતુંગ-મુનિ આ સર્વજ્ઞપરમાત્માનું સ્તવન કરી રહ્યા છે; આમાં સાધકના અંતરની ભક્તિના નાદ ગુંજે છે. આવી ભક્તિ કરતાં કરતાં ભક્તજનો ભવનાં બંધનને પણ તોડી નાંખે છે, ત્યાં બહારની બેડી કે તાળાં તૂટી જાય-તો એમાં શું આýાર્ય છે? સાધક જીવોને કોઇને પુણ્યની ઉદીરણા થતાં ઉપસર્ગ દૂર થઇ જાય છે. પણ ધર્મના ફળમાં બહારના અનુકૂળ વિષયો ધન-પુત્ર-સ્ત્રાળ વગેરે માંગવા તે તો પાપ છે-નિદાનશલ્ય છે; ધર્મી-જિજ્ઞાસુને તેવી આશા ન હોય. એને તો પ્રભુ જેવા પરમાત્મપદને પામવાની જ ભાવના છે. એવી ભાવનાથી તે વારંવાર પ્રભુને નમસ્કાર કરે છે.   હે દેવ! વીતરાગતાના ઉપદેશવડે દુ:ખને દૂર કરનારા ને સુખની પ્રાપ્તિ કરાવનારા આપ જ અમારા નાથ છો; આપના નિમિત્તે અમારા દુ:ખના દા'ડા ટળ્યા ને સુખના વારા આવ્યા...તેથી આપને નમસ્કાર હો. અમારા સમ્યક્ત્વાદિના રક્ષક ને ચારિત્રના પોષક એવા હે વીતરાગ દેવ! આપ જ અમારા સ્વામી ને ઈષ્ટદેવ છો; બીજા કોઇ રાગી-દ્વેષી જીવોને અમે ઈષ્ટદેવ કે સ્વામી માનતા નથી, ને તેમને નમતા નથી.   હે દેવ! સર્વજ્ઞતા અને વીતરાગતા વડે શોભી રહેલા આપ જ પૃથ્વીના નિર્મળ આભૂષણ છો, આપને લીધે જ આ પૃથ્વી શોભી રહી છે. રાગદ્વેષ વડે દુનિયા નથી શોભતી વીતરાગતાવડે જ દુનિયા શોભે છે. તેથી દુનિયામાં સર્વોત્કૃષ્ટ શોભતા હે દેવ! આપને નમસ્કાર કરું છું...મને પણ આપના જેવી પવિત્ર વીતરાગતા જ ગમે છે, તેનો જ હું આદર કરું છું. બહારમાં પણ, જ્યાં તીર્થંકરનો જન્મ થાય ત્યાં ત્રણ જગતના દુ:ખ-અસાતા બે ઘડી દૂર થઇ જાય છે ને સર્વે જીવોને શાંતિ મળે છે; વળી તીર્થંકરનું સુંદર રૂપ જગતમાં શ્રેષ્ઠ છે; તેથી ભગવાન ત્રિભુવનના દુ:ખ દૂર કરનારા છે, ને ત્રણ જગતના અલંકારરૂપ છે. હે દેવ! સોના-રૂપા કે રત્નોના ]વેરાતવડે કાંઇ જીવની ખરી શોભા નથી પણ આપના માર્ગમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે જ જીવની ખરી શોભા છે. જીવ જ્ઞાનથી શોભે છે, રાગથી નહી.

 

Bhaktamar-Gatha 26

હે સર્વજ્ઞ દેવ! આપ અમારા હૃદયના હાર છો, આપ અમારા અંતરમાં બિરાજતા હોવાથી અમારો આત્મા પણ સમ્યક્ત્વાદિ વડે શોભી ઊઠી છે. તેથી નિર્મળ આભૂષણરૂપ એવા આપને નમસ્કાર હો. 
`સર્વજ્ઞ તે ધર્મના મૂળ છે' એમ કહ્યું છે, એટલે કે સર્વજ્ઞની શ્રદ્ધા વડે જ ધર્મ શોભે છે. સર્વજ્ઞની શ્રદ્ધા નથી ત્યાં ધર્મ શોભતો નથી એટલે કે ત્યાં સાચો ધર્મ કે મોક્ષમાર્ગ હોતો જ નથી. સર્વજ્ઞની શ્રદ્ધા તે સાધકના હૃદયની શોભા છે. સર્વજ્ઞની શ્રદ્ધા વગરનું દેવપદ પણ શોભતું નથી. પ્રભો! અમારા હૃદયમાં આપ શોભી રહ્યા છો તેથી હવે અમને દેવપદ રાગ કે જગતના કોઇ વિષયો લલચાવી શકતા નથી, તેમાં અમને શોભા લાગતી નથી. હે વીતરાગદેવ! અમારી શોભા તો આપનાથી જ એટલે કે આપે બતાવેલા વીતરાગભાવથી જ છે.-આવા સ્વીકારપૂર્વક અમે આપને નમ્યા છીએ.
મહાન સ્તુતિકાર સમન્તભદ્ર સ્વામી કહે છે કે-હે ભગવાન! આપ મોક્ષમાર્ગના નેતા છો, કર્મના પહાડને તોડનાર છો, ને સમસ્ત તત્ત્વોના જ્ઞાતા છો; તે ગુણોની લબ્ધિ માટે હું આપને વંદન કરું છું. ત્યારે જાણે કે ભગવાન તેને પૂછે છે-હે ભદ્ર! સ્તુતિમાં અમારું આ દિવ્ય સમવસરણ દેવોનું આગમન, આકાશમાં ગમન, છત્ર-ચામર વગેરે વૈભવનું તો તેં સ્તવન ન કર્ય઼ું?

 

ત્યારે સમન્તભદ્ર જવાબ આપતાં કહે છે કે હે નાથ! શું આ દેવોનું આવવું, આકાશમાં ચાલવું કે ચામરાદિ વૈભવ,-તેને લીધે આપ અમારા મનને પૂજ્ય છો? શું તેને લીધે આપની મહત્તા છે?-ના, ના, પ્રભો! એવું તો કોઇ માયાવી પણ દેખાડી શકે. પ્રભો, અમે તો આપના સર્વજ્ઞતા-વીતરાગતા વગેરે ગુણોને ઓળખીને તેના વડે જ આપનું સ્તવન કરીએ છીએ.
દ્મક્રડડણ્ડઠડ દ્યડજીડડદ્મળડડદ્યડ રુડડઠડણુડડડ્ડથ્ ડડ્ડક્રડજીડદ્દત્ડળડ: ઠડડળડડડડ્ડક્રડઇક્રડડડ્ડઢડ ખ્ર્ળડટ્ઠત્ડદ્મ દ્યડડત્ડ: ક્રડઠડડડ્ડત્ર્ડ દ્યડડદ્મ ઠડત્ત્ડદ્યડઠ્ઠપ્પ્’ જુઓ, આ સર્વજ્ઞની સ્તુતિમાં પણ ભક્તનું ભેદજ્ઞાન! તીર્થંકરપ્રભુને (દીક્ષા લીધા પહેલાં) પહેરવા માટેનાં વસ્ત્રાે ને દાગીના સ્વર્ગમાંથી ઈદ્ર આપી જાય છે. પણ, ભક્ત કહે છે-હે દેવ! દેવલોકના એ અલંકારો વડે આત્માની શોભા નથી, આત્માની શોભા તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગભાવ વડે જ છે. ભગવાન પોતે પહેલેથી એમ જાણે છે; પછી જ્યારે વૈરાગ્ય પામી દીક્ષા લ્યે છે ત્યારે શુદ્ધોપયોગ સહિત રત્નત્રયથી આત્મા શોભી ઊઠે છે, ને કેવળજ્ઞાન થતાં તો આત્મા ત્રણભુવનમાં સર્વોત્કૃષ્ટરૂપે શોભી ઉઠયો. પ્રભો! આવી શોભાવાળા આપને ઓળખીને સ્તવન કરતાં અમારો આત્માય સમ્યક્ત્વાદિથી શોભી ઉઠયો. કેવળજ્ઞાનથી શોભતા આપને નમીએ છીએ....નમવાના બહાને અમે અમારા અંતર સ્વભાવમાં ઢળીએ છીએ. હવે અમે રાગમાં નમીએ કે કોઇ કુદેવ અમારા નમસ્કાર લઇ જાય-એમ કદી બનવાનું નથી. પરમેશ્વર:-હે દેવ, સર્વજ્ઞતા ને વીતરાગતાથી શોભતા આપ જ ત્રણ જગતના પરમેશ્વર છો. અનંતજ્ઞાન અતીદ્રિયસુખ વગેરે અનંતગુણના વૈભવરૂપ ઐશ્વર્ય આપની પાસે જ છે, તેથી જગતમાં આપ જ પરમ ઇશ્વર છો; આપને જ અમારો આત્મા નમે છે. હે ભવસમુદ્રના શોષણહાર જિન! અનાદિનો જે ભવસમુદ્ર તેને આપે સૂકવી નાંખ્યો, આપ પોતે ભવથી રહિત થયા, ને મોક્ષનો માર્ગ બતાવીને અમને પણ ભવથી રહિત કર્યા. ભવના નાશનો ને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા આપ જ છો. અહા, આપને પામીને અમે ભવસમુદ્રને તરી ગયા,-એમ પ્રસન્નતાપૂર્વક ફરી ફરીને આપને નમસ્કાર કરીએ છીએ. આ રીતે અનેક વિશેષણોપૂર્વક સ્તુતિ કરીને ભગવાનને નમસ્કાર કર્યા. (26)

advt01.png