• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૨૮મી. - અશોકવૃક્ષની છાયામાં શોભતા તેજસ્વી ભગવાન
उच्चै-रशोक-तरु-संश्रित-मुन्मयूख-माभाति रूप-ममलं भवतो नितान्तम् ।
स्पष्टोल्लसत्-किरण-मस्त-तमो-वितानं बिम्बं रवे-रिव पयोधर-पार्श्ववर्ति ।।28।।
  ઉચ્ચૈ-રશોક-તરુ-સંશ્રિત-મુન્મયૂખ-માભાતિ રૂપ-મમલં ભવતો નિતાન્તમ્ ।
સ્પષ્ટોલ્લસત્-કિરણ-મસ્ત-તમો-વિતાનં બિમ્બં રવે-રિવ પયોધર-પાર્શ્વવર્તિ ।।28।।

હે પ્રભો! સમવસરણમાં અશોકવૃક્ષની નીચે બિરાજમાન આપનું નિર્મળ તેજસ્વી રૂપ, તે વૃક્ષને ભેદીને ઉપર ઉલ્લસતા કિરણો વડે અત્યંત શોભી રહ્યું છે.-જેમ ઘનઘોર વાદળાંની વચ્ચે ઊગતો સૂરજ, ઉપર ઊઠતા પોતાના ]ગ]ગતા સોનેરી કિરણો વડે શોભે અને સમસ્ત અંધકારને નષ્ટ કરે, તેમ આપ શોભી રહ્યા છો; અને ઉદયભાવોની વચ્ચે આપનું કેવળજ્ઞાન ક્ષાયિકભાવે શોભી રહ્યું છે. તીર્થંકરભગવાન સમવસરણમાં બિરાજે છે ત્યારે તેમના ઉપર તેમના દેહથી 12 ગણું ઊંચું દિવ્ય અશોકવૃક્ષ હોય છે. આ વૃક્ષ એ કાંઇ વનસ્પતિકાયનું ]ાડ નથી પણ દિવ્ય પુદ્ગલોની એવી સુંદર રચના છે. તે ]ાડની છાયાને ભેદીને પ્રભુના દિવ્ય રૂપમાંથી ચમકતા કિરણો ઊંચે આકાશમાં ફેલાય છે, તેનો દેખાવ અત્યંત સુંદર લાગે છે. અથવા, જેમ સઘન વાદળાંના પાણી વચ્ચેથી પસાર થતા સૂર્યકિરણોના પ્રકાશ વડે સપ્તરંગી સુંદર મેઘધનુષ્ય રચાય છે, તેમ અશોકવૃક્ષની છાયાને ભેદીને ઉપર ફેલાતા આપના મુખમંડળના તેજસ્વી કિરણોવડે ઊંચે આકાશમાં સુંદર પ્રકાશ ફેલાય છે ને અંધકાર દૂર થાય છે. તીર્થંકર પ્રભુના અતિશયરૂપ જે આઠ પ્રાતિહાર્ય, તેમાં પ્રથમ આ અશોકવૃક્ષ છે; તેના વર્ણનદ્વારા પ્રભુની સ્તુતિ કરી છે. પ્રભુની અંતર્વિભૂતિ તો કેવળજ્ઞાનાદિ ચૈતન્યગુણો છે, ને તેની સાથે તીર્થંકરપ્રભુને આવી અદ્ભુત બાહ્ય વિભૂતિ હોય છે. જો કે આત્મા અને શરીર તો જુદા છે, છતાં આýાર્ય છે કે આત્મા જ્યાં પૂર્ણ શુદ્ધ થયો ત્યાં શરીર પણ શુદ્ધ (મલિનતા વગરનું) થઇ ગયું; આત્મામાં કેવળજ્ઞાનમય ચૈતન્યપ્રકાશ ખીલ્યો ત્યાં સાથેનું શરીર પણ અલૌકિક પ્રકાશથી ખીલી ઉઠયું.-એવો જ કુદરતનો મેળ છે.
તેમજ આસપાસ પણ દિવ્ય રચના થાય છે. તેમાં દિવ્ય અશોકવૃક્ષ દેખીને ભક્ત કહે છે કે પ્રભો! એમાંય અમને આપનો જ પ્રતાપ દેખાય છે. આપ અંધકારનો નાશ કરનારા છો; જાણે વાદળાં વચ્ચેથી ]ગમગતો સૂરજ ઊગતો હોય તેમ અશોકવૃક્ષની લીલી છાયાને ભેદીને આપનાં શરીરમાંથી ચમકતા કિરણો આકાશમાં ફેલાઇ રહ્યા છે ને અતિશય શોભી રહ્યા છે.

 

Bhaktamar-Gatha 28

કલ્યાણમંદિર-સ્તોત્રમાં અલંકારિક વર્ણન કરતાં કહે છે કે હે દેવ! આપની દિવ્યપ્રભાના તેજ પાસે આ અશોકવૃક્ષ પણ નિસ્તેજ-રંગવગરનું- નીરાગી બની ગયું; તો પછી આપના સાન્નિધ્યથી ચેતનવંતો ક્યો જીવ નીરાગિતા-વીતરાગતા નહી પામે? આપનો ઉપદેશ જીવોને વીતરાગતા કરાવે છે, ને રાગનો રંગ ઊડાડી દે છે. હે પ્રભો! આપની સમીપમાં પ્રસન્નતાથી ખીલી રહેલું આ `અશોક' વૃક્ષ જોતાં અમને તો એમ થાય છે કે અહા! પરમાત્માની સમીપતા પામીને આ ]ાડવું પણ અ-શોક, શોક વગરનું થઇને પ્રસન્નતાથી ખીલી ઊઠયું તો પછી અમારા જેવા ચેતનવંતા જીવો શોકરહિત-અશોક કેમ નહી થાય? પ્રભો! આપનું સાનિધ્ય પામીને અમે પણ પ્રસન્નતાથી આનંદિત થઇને ખીલી ઉઠયા છીએ. આપની પાસેનું ]ાડ `અશોક' થયું તો આપની પાસે આવેલા ભવ્ય જીવો `અશોક' થઇ જાય એમાં શું આýાર્ય!

સાન્નિધ્યેથી તુજ ધરમના બોધવેળા વિલોક!
દૂરે લોકો, તરુ પણ અહો થાય અત્રે `અશોક'’
ભાનુ કેરો સમુદય થયે નાથ આ જીવલોક,
શું વિબોધ ત્યમ નહિ લહે સાથમાં વૃક્ષ થોક!
(કલ્યાણ મંદિર સ્તોત્ર-19)

વાહ જુઓ તો ખરા, ભગવાનને દેખીને ભક્તનું હૃદય કેવું ખીલી ઊઠયું છે! અંતરમાં સમ્યક્ત્વાદિ વડે આત્મા ખીલી ઊઠયો છે ત્યાં ભગવાન પ્રત્યે આવી ભક્તિના ભાવો ઉલ્લસે છે.

 

અજ્ઞાનીને આત્મા તો ન આવડયો, પણ પરમાત્માની સાચી ભક્તિ કરતાંય ન આવડયું. અશોકવૃક્ષ એ એક આશ્ચર્યકારી રચના છે; તેની ઊંચાઇ તીર્થંકરપ્રભુના દેહમાન કરતાં 12 ગણી હોય છે. ઋષષભદેવનું શરીર પ00 ધનુષ ઊંચું હતું, તેનાથી બારગણું એટલે 6000 ધનુષ (અર્થાત્ 60,000 ફૂટ, એટલે કે આજના હિમાલય પર્વત કરતાંય બમણાથી વધારે ઊંચું) તે અશોકવૃક્ષ છે. અત્યારના જીવોને આ વાત આýાર્યકારી લાગે.
ઋષભદેવના સમયમાં બધી રચનાઓ આવી મહાન હતી, પણ પછી અવસર્પિણી કાળને લીધે તેમાં અનુક્રમે હીનતા થતી ગઇ. અત્યારે તો સમવસરણની શોભા જોવાનું પણ આ ભરતક્ષેત્રમાં નથી મળતું. છતાં જાણે અસંખ્યવર્ષો પહેલાંના Eષષભદેવ પણ અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજતા હોય ને પોતે તેમની સન્મુખ સ્તુતિ કરતા હોય-એવા અદ્ભુત ભાવો આ સ્તોત્રમાં ભર્યા છે. તીર્થંકર-કેવળીભગવાન, સાધારણ મનુષ્યોની માફક નીચે પૃથ્વી ઉપર ન વિચરે કે જમીન ઉપર ન બેસે; અંદર નીરાલંબી થયેલા તે ભગવાન આકાશમાં પાંચ હજાર ધનુષ ઊંચે વિહાર કરે છે ને સમવસરણમાં દિવ્ય ગંધકૂટિ ઉપર (તેને પણ અડયા વગર) ચાર આંગળ ઊંચે નીરાલંબીપણે બિરાજે છે.
વાહ, કેવળી ભગવાનનો અંતરંગ આત્મવૈભવ તો અલૌકિક છે ને બાહ્ય વિભૂતિ પણ અલૌકિક હોય છે. પ્રભુને જોતાં ભવ્ય જીવોનું અંતર ખીલી ઊઠે છે. તે કહે છે ­વાહ પ્રભો! આપ જગતથી જુદી જાતના છો, તો આપના પ્રત્યેની અમારી ભક્તિનો ભાવ પણ લોકો કરતાં જુદી જાતનો છે. વળી, આ પણ એક અચંબો છે કે, અદ્ધર આકાશમાં જમીન કે મૂળિયાં વગર આવડું મોટું ]ાડ (અશોકવૃક્ષ) કઇ રીતે ઊગ્યું!
એ તો પ્રભુનો જ અતિશય!-પ્રભુને આત્મામાંથી મહાન કેવળજ્ઞાન ખીલવા માટે બહારના કોઇ સાધનની જરૂર ન પડી; સ્વયંભૂપણે પોતે જ કેવળજ્ઞાનરૂપે પ્રગટયા-પરિણમ્યા. એ જગતનો સૌથી મહાન અચંબો છે. આ રીતે અશોકવૃક્ષના કથનદ્વારા પણ પરમાત્માના ગુણનું સ્તવન કર્ય઼ું. (ઈતિ પ્રથમ પ્રાતિહાર્ય અશોકવૃક્ષનું વર્ણન પૂરું થયું.) (28)

advt08.png