• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૨૯મી. - રત્નમય સિંહાસનથી અલિપ્ત ભગવાનની સ્તુતિ - 2
सिंहासने मणि-मयूख-शिखा-विचित्रे विभ्राजते तव वपुः कनकावदातम् ।
बिम्बं वियद्-विलस-दंशु-लता-वितानं तुड्गोदयाद्रि-शिरसीव सहस्त्रश्मेः ।।29।।
  સિંહાસને મણિ-મયૂખ-શિખા-વિચિત્રે વિભ્રાજતે તવ વપુ: કનકાવદાતમ્ ।
બિમ્બં વિયદ્-વિલસ-દંશુ-લતા-વિતાનં તુડ્ગોદયાદ્રિ-શિરસીવ સહસ્ત્રશ્મે: ।।29।।

તીર્થંકરભગવાનના આઠ પ્રાતિહાર્ય-અતિશયો છે; તેમાં બીજું સિંહાસન, તેનું આ વર્ણન છે. (આ આઠ પ્રાતિહાર્યોનાં નામોનો ક્રમ બધા પુસ્તકોમાં એકસરખો નથી. પ્રાતિહાર્ય બધામાં સરખા આવે છે, પણ તેના ક્રમમાં ફેર હોય છે.) સિંહાસન પર બિરાજમાન પ્રભુને દેખીને સ્તુતિકાર કહે છે કે હે દેવ! સુવર્ણાચલ પર્વત ઉપર ઊગતો સૂર્ય, તેના હજારો સોનેરી કિરણો સહિત આકાશમાં જેમ શોભી ઊઠે છે, તેમ દિવ્ય મણિ-રત્નોના કિરણોથી ]ગ]ગતા સુવર્ણના સિંહાસન ઉપર સુવર્ણ-દેહવાળા આપ અતિશય શોભી રહ્યા છો. જેમ નવીન વરસાદને દેખીને મોરલા નાચી ઊઠે તેમ, આપને દેખીને ભવ્યજીવોનું ચિત્ત પ્રસન્નતાથી ખીલી ઊઠે છે. સમવસરણની વચ્ચે મણિરત્નોથી જડેલું દૈવી સિંહાસન છે; તેના ઉપર ગંધકૂટીરૂપ કમળની રચના છે, તેની શોભા આýાર્યકારી છે. તે કમળ ઉપર ભગવાન બિરાજતા હોવાથી તેમને `કમલાસન'’ પણ કહેવાય છે. (` થ્ર્ડળડ ણૂડહૃઠડદ્ધડડત્ર્ડદ્યડ ત્ર્ડડ્ઢટ્ઠથ્ણુ ખ્ર્ડડત્ર્ડદ્યડ જીડડત્ર્ડત્ડ દ્યડજીડૂળડ ધ્ડડદ્મગ્ર્ડક્રડણુટ્ઠ ') . પરંતુ વિશેષ આýાર્યની વાત એ છે કે, ભગવાન તો એ દિવ્ય-સિંહાસનને કે ગંધકૂટીને પણ સ્પર્શ્યા વગર, તેનાથી અલિપ્ત, ચાર આંગળ ઊંચે આકાશમાં નીરાલંબીપણે બિરાજે છે.
એ જેવું નીરાલંબન આત્મદ્રવ્ય, તેવો નીરાલંબન જિન-દેહ.’ તીર્થંકરદેવના આત્માની પૂર્ણ પવિત્રતા સાથેનાં પુણ્ય પણ અતિશય-આýાર્યકારી હોય છે; તેઓ કોઇના મકાનમાં રહે કે તેમને માટે આસન કોઇ પાસેથી લાવવા પડે ને પછી અંતસમયે પાછા સોંપવા પડે-આવી હીનપુણ્યતા તેમને હોતી નથી; તેમનો શ્રી વિહાર અને આસન તો ગગનમાં છે ને તેમની આસપાસ સિંહાસનાદિ દિવ્ય વૈભવોની રચના સાતિશય પુણ્યયોગે થઇ જાય છે.

 

Bhaktamar-Gatha 29

અહો પરમાત્મા! આવ ઉત્કૃષ્ટ પુણ્યફળનો પરિપાક, અને તેની વચ્ચે પણ આપ સાવ અલિપ્ત!-આવી અદ્ભુત વીતરાગતા તો આપનામાં જ શોભે છે. આપની સમીપમાં એટલે કે શુદ્ધાત્માની સમીપમાં અમારા અંતરમાં પણ વીતરાગતા જાગી ઊઠે છે કે અહા, આત્માનો સ્વભાવ કેવો રાગ વગરનો શોભે છે! પારસમણિનો સ્પર્શ તો લોઢાનો માત્ર સોનું બનાવે (-અને તે પણ તેનામાં કાટ ન હોય તો...!) પણ તેને પોતાના જેવો પારસ ન બનાવે. ત્યારે હે પ્રભો! આપનો સ્પર્શ (અનુભવ) તો અમનેય આપના જેવા પરમાત્મા બનાવી દે છે. હે દેવ! અમને પરમાત્મપણું આપનાર આપ મહાન દાતા છો. અહા પ્રભો! સિંહાસન પર અલિપ્ત એવા આપને દેખતાં અમને તો એમ લાગે છે કે અમને મોક્ષનું સિંહાસન મળ્યું; કેમકે અમારા હૃદયના સિંહાસનમાં આપ બિરાજો છો. એટલે હે નાથ! આપનું ધ્યાન કરતાં-કરતાં અમેય આપના જેવા બની જશું. આ રીતે આપનો ભક્ત આપના જેવો બની જાય છે.

 

તેથી પારસમણિ કરતાંય આપનો સમાગમ શ્રેષ્ઠ છે.-એ`વો લોહા કંચન કરે; પ્રભુ કરે આપ સમાન.' ભગવાનનો ભક્ત પોતે ભગવાન બની જાય છે.-આ જિનશાસનની બલિહારી છે. અહા પ્રભો, સિંહાસનને અડીને આપ નથી બેસતા, તેનાથી અદ્ધર અલિપ્ત બિરાજો છો, તે ઉપરથી અમે એમ સમજીએ છીએ કે, જે સિંહાસનને આપે છોડયું તે આપની પાછળ આવ્યું, ભલે રાજસિંહાસનને બદલે દેવસિંહાસન આવ્યું; પરંતુ આપ તો પુણ્યને અને તેના ફળને પણ આદરતા નથી; એ રીતે પુણ્યરાગનું પણ હેયપણું પ્રસિદ્ધ કરી રહ્યા છો. આપ તો રાગ વગરના મોક્ષસિંહાસને બેસનારા છો.
રાગ એ આત્મ-રાજાને-બેસવાનું પદ નથી, આત્મરાજાને બેસવાનું સિંહાસન તો શુદ્ધચૈતન્યનું બનેલું છે; શુદ્ધ ચૈતન્યરૂપ નિજપદમાં હે જીવો! તમે આરુઢ થાઓ, ને રાગથી અલિપ્ત રહો-એમ ભગવાન પ્રસિદ્ધ કરી રહ્યા છે. તે રાગ-પુણ્યના ફળ ભલે સંસારના છેડા સુધી આત્માની પાછળ પાછળ આવે પણ મોક્ષમાં તેનો પ્રવેશ નથી, કેમકે તે આત્માનું નિજપદ નથી, અપદ છે-એમ હે ભવ્ય જીવો! તમે જાણો, ને શુદ્ધચૈતન્યમય નિજપદમાં આરૂઢ થાઓ. વીતરાગતાની ભાવનાથી ભક્ત કહે છે કે
હે દેવ! આપની શોભા કાંઇ એ દિવ્ય સિંહાસનને લીધે નથી, ઉલ્ટું આપની નીકટતાને લીધે તે સિંહાસનની શોભા છે. અમને સિંહાસનનો મહિમા નથી લાગતો, અમને તો સિંહાસનથીયે અલિપ્ત એવા આપની સર્વજ્ઞતાનો ને વીતરાગતાનો મહિમા ભાસે છે. આમ ભક્ત સર્વત્ર ભગવાનના મહિમાને દેખે છે. (આઠ પ્રાતિહાર્યમાંથી બીજા સિંહાસનનું વર્ણન પૂરું થયું.) (29)

advt07.png