• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૩૦મી. - ચામર કહે છે પ્રભુ પાસે નીચા નમો ને ઊંચું પદ પામો
कुन्दा-वदात-चल-चामर-चारु-शोभं विभ्राजते तव वपुः कलधौत-कान्तम् ।
उधच्-छशाड्क-शुचि-निर्झर-वारि-धार-मुच्चै-स्तटं सुर-गिरे-रिव शात-कौम्भम् ।।30।।
  કુન્દા-વદાત-ચલ-ચામર-ચારુ-શોભં વિભ્રાજતે તવ વપુ: કલધૌત-કાન્તમ્ ।
ઉધચ્-છશાડ્ક-શુચિ-નિર્ઝર-વારિ-ધાર-મુચ્ચૈ-સ્તટં સુર-ગિરે-રિવ શાત-કૌમ્ભમ્ ।।30।।

આ ત્રીજા પ્રાતિહાર્ય (ચામર) ના વર્ણન દ્વારા ભગવાનની સ્તુતિ છે. હે દેવ! કુંદપુષ્પ જેવા સફેદ 64 ચામર વડે ઈદ્રો આપને વીં]ે છે ત્યારે આપનો સુવર્ણવર્ણો દેહ એકદમ શોભી ઊઠે છે.- કેવો શોભે છે?-જેમ પૂનમના ચંદ્રમાંથી ]રતી પવિત્ર જલધારા વડે સુમેરુ પર્વતનાં સોનેરી શિખર શોભે, તેમ દેવો વડે વીં]ાતા ઊજ્જવળ-ચામરના સમૂહ વચ્ચે આપનો સુંદર સુવર્ણદેહ શોભી રહ્યો છે. જુઓ, ચામર વડે દેહની શોભા કીધી; આત્મા તો કેવળજ્ઞાન-દર્શનરૂપ ચૈતન્યભાવવડે શોભે છે.-આમ ધર્મી બંનેની ભિન્નતાને જાણે છે. જે જીવ દેહાશ્રિતગુણોને જ દેખે, કે એકલા પુણ્યના બાહ્યવૈભવના મહિમામાં જ રોકાઇ જાય, અર્થાત્-

જે જિન દેહપ્રમાણ ને સમવસરણાદિ સિદ્ધિ,
વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજબુદ્ધિ”

-એ પ્રમાણે બહારમાં જ રોકાઇ જાય, ને અંદરના આત્મ-આશ્રિત ચૈતન્યગુણોને ન ઓળખે, તેને સર્વજ્ઞની પરમાર્થસ્તુતિ કરતાં આવડે નહી. જે દેહાશ્રિતગુણો તથા આત્માશ્રિત ગુણો એ બંનેની ભિન્નતાને ઓળખે. અને તેમાંથી આત્મિકગુણોવડે સર્વજ્ઞદેવને ઓળખે તેને તો જડ-ચેતનનું ભેદજ્ઞાન, ને રાગથી ભિન્ન શુદ્ધ આત્માનો અનુભવ થાય જ; અને તે મોક્ષસાધિકાપરમાર્થભક્તિ છે, તેને જ `િનર્વાણભક્તિ ' કહેવાય છે. અહી એવી ભક્તિસહિતની વ્યવહારભક્તિનું વર્ણન છે. ભગવાનને આત્મામાં અનંત આનંદના નિ]નરણાં વહે છે, તેમને કાંઇ ચામર-સિંહાસન વગેરેનું સુખ નથી પણ પુણ્યયોગે બહારમાં તેવો અદ્ભુત વૈભવ હોય છે. પણ અરે, આત્માની ચૈતન્યવિભૂતિ પાસે બહારની એ પુણ્યવિભૂતિની શી ગણતરી છે!

 

Bhaktamar-Gatha 30

પ્રભુને ઢોળાતાં ચામર, પહેલાં નીચે ઢળીને પછી ઉપર જાય છે, તે એમ દશાર્વે છે કે જે જીવ જિનચરણોમાં નમ્રભૂતિ થાય છે તે ઊંચી પદવીને પામે છે. એ વાત કલ્યાણમંદિર-સ્તોત્રમાં કરી છે:-

હે સ્વામીશ્રી, અતિ દૂર નમીને ઊંચે ઊછળતાં,
માનું શુચિ સુર-ચમરના વૃંદ આવું વંદતા:
`જેઓ એહી યતિપતિ પ્રતિ રે પ્રણામો કરે છે,
નિશ્વે તેઓ ઊરધ ગતિને શુદ્ધભાવે લહે છે.'

નીચે નમીને ઊંચે ઊછળતા તે ચામર જાણે એમ બોલી રહ્યા છે કે હે જીવો! તમારે ઉચ્ચપદ પામવું હોય તો આ પ્રભુચરણોમાં ભક્તિથી નમી જાઓ. જુઓ, દૃષ્ટિ-દૃષ્ટિમાં ફેર છે.

 

-સામાન્ય લોકો ચામરનો મહિમા દેખે છે, ત્યારે મુમુક્ષુની દૃષ્ટિમાં ચામરનો નહિ, પણ તે ચામર જેમને ઢળાય છે તે ભગવાનનો મહિમા દેખાય છે:- એકવાર એક જૈન વિદ્વાન કોહીનૂર-હીરો જોવા ગયેલા.
બીજાએ તેને પૂછયું: હીરો કેવો લાગ્યો? વિદ્વાને સામો પ્રüા કર્યો: ભાઇ, હીરો કિંમતી?-કે આંખ?-જો આંખ ન હોય તો હીરાને દેખે કોણ?-માટે હીરા કરતાં તેને દેખનારી આંખ વધારે કિંમતી છે; અને, જ્ઞાન વગર આ આંખ પણ શું કરે? માટે જ્ઞાન જ કિંમતી છે; અજ્ઞાનીને પરજ્ઞેયની કિંમત ભાસે છે પણ તેને જાણનારા પોતાના જ્ઞાનની કિંમત ભાસતી નથી. સર્વજ્ઞનો મહિમા જ્ઞાનથી છે, અને જ્ઞાનવડે જ તેમનો ખરો મહિમા સમજાય છે, રાગ વડે નહિ.
ચોથા કાળના પ્રારંભ પહેલાં ભગવાન Eષષભદેવ આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થયા તેમની આ સ્તુતિ છે...એ વખતે પૂર્વના આરાધક ધર્માત્મા જીવો પણ આ ભરતક્ષેત્રમાં અવતરતા હતા; પરંતુ પંચમકાળ શરૂ થઇ ગયા પછી કોઇપણ આરાધક-સમ્યગ્દૃષ્ટિ જીવો અહી અવતરતા નથી, એટલે આરાધના સાથેના ઊંચા પુણ્ય પણ આ કાળે જોવા નથી મળતા. હા, એટલું ખરું કે પંચમકાળ છતાં હજી ધર્મકાળ છે; ધર્મનો લોપ નથી થઇ ગયો. સમકિત લઇને કોઇ જીવ અત્યારે અહી જન્મે નહિ-એ ખરું, પણ જન્મ્યા પછી સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે છે. એવા આરાધકજીવને ધર્મની સાથે જે પુણ્ય બંધાય તે પણ વિશિષ્ટ-ઊંચી જાતના હોય છે; પૂર્વના પાપનો રસ પણ તેને ઘટી જાય છે તે શુભકર્મોનો રસ વધતો જાય છે. આવા આરાધક જીવો ભગવાન પ્રત્યે ભક્તિ-બહુમાનથી ઉલ્લસી જાય છે. અહી ભક્તામરસ્તોત્રમાં 8 પ્રાતિહાર્યના વર્ણનપૂર્વક ભગવાનની સ્તુતિ ચાલે છે, તેમાં અશોકવૃક્ષ, સિંહાસન અને ચામર-એ ત્રણનું વર્ણન કર્ય઼ું. (30)

advt01.png